આંકડાઓનું રહસ્ય અને નસીબ

મિત્રો કાલથી જુલાઇ મહિનાનો પ્રારંભ થશે. તમને એવું લાગશે કે એમાં શું? પણ આ વખતે ખાસ છે જુલાઇ મહિના માટે.

આ  ૨૦૧૧ના વર્ષમાં જુલાઇ મહિનામાં પાંચ શુક્રવાર, પાંચ શનિવાર અને પાંચ રવિવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. એટલે કે ૮૨૩ વર્ષમાં એકવાર આવું બને.

આ વર્ષે જેમાં ૧ જ હોય તેવી  તારીખ ૧-૧-૧૧, ૧-૧૧-૧૧, ૧૧-૧-૧૧, અને ૧૧-૧૧-૧૧

આટલું જ નહીં તમે જે સાલમાં જન્મ્યા હોવ તે સાલના પાછળના બે આંકડા લો અને તમારી હાલની ઉંમર તેમાં ઉમેરો. તેનો આંક આવશે ૧૧૧ કે ૧૧ જ આવશે.(પાછળના ત્રણ કે બે આંક)

હવે આટલું બધું નવીન હોય તેના માટે ઘણી બધી માન્યતાઓ અને તેના વિશે શ્રધા પણ આવે જ. તો આ વર્ષને અને જુલાઇ મહિનાને મની બેગ તરીકે ઓળખવામાં આવે છે.

તો મિત્રો કેશ કરી લો આ વર્ષને આપની મની બેગ ફુલ કરી લો. એટલે કે બેંક બેલેન્સ વધારી લો.

આ વિશે મેઇલ ફરતી થઇ ગઇ છે કે આ મેઇલને બીજા ચાર કે આઠ લોકોને મોકલો અને મની બેગ કેશ કરો.

આમ જોવા જઇએ તો પાંચ શુક્રવારની રાત અને પાંચ શનિ-રવિ આવે એટલે મજા કરવાના દિવસો વધે એટલું તો ચોક્કસ કહેવાય. અને ખુશ રહો તો મની બેગ તો ફુલ થાય જ.

19 Responses to આંકડાઓનું રહસ્ય અને નસીબ

  1. મની બેગ ખાલી જરૂર થશે એક વધારા ના રવિવાર નો ખર્ચ જો વધશે ! સરસ જાણકારી.

    • શકીલભાઇ, આપે જે જણાવ્યું તે જ મેં લખેલું પછી કાઢી નાખ્યું મને એમ થયું કે આ વાક્ય કોઇ વાચક જ લખે તો કેવું સારું. અને આપે તરત જ આ વાત લખી. આભાર

  2. અહીં તો શુક્રવારની રાતથી લોકો પીવાનું અને મજા કરવાનું શરુ દે.માટે મની ઓછા થવાના ચાન્સીસ વધુ..૧-૧-૧૧ મારો જન્મ દિવસ હતો.કોઈ ફાયદો દેખાયો નહિ.

    • તમે ૧-૧–૧૧ ના રોજ જન્મ્યા છો? અને તમે ૧-૧-…. ના રોજ જન્મ્યા તો તમને નહીં તો બીજાને ફાયદો તો જરૂર થયો હશે. જ જરૂરી નથી આપણને જ થાય.

  3. Dipak Dholakia

    મહિનામાં આપને ચાર અઠવાદિયાં માનિએ છિએ પણ ખરેખર ચાર અઠવાડિયાં અને બે અથવા ત્રણ દિવસ હોય છે. આથી પહેલી, બીજી (અને ત્રીજી) તારીખે જે દિવસો હોય તે ૨૯મી અને ૩૦મી (અને ૩૧મી) તારીખે આવે જ. કારણ કે ૨૯મી તારીખથી નવું અઠવાડિયું શરૂ થતું હોય છે. આવું દર મહિને બને છે એટલે ગણિતની દૃષ્ટિએ વધારે સ્પષ્ટીકરણ કરશો કે આવું ૮૨૩ વર્ષમાં એક જ વાર કેમ બની શકે. કૅલેન્ડર લઈને ખાતરી કરી લેવી જોઈએ.
    આ જ રીતે મને બે-ત્રણ વર્ષ પહેલાં એક મિત્રે કહ્યું કે આ વર્ષ જે દિવસથી શરૂ થાય છે તે જ દિવસે પૂરૂં થાય છે. મેં કહ્યું કે દર વર્ષે એમ જ બને છે; લીપ વર્ષમાં એક દિવસ ઠેલાય. (સોમવાર શરૂ થયેલું વર્ષ મંગળવારે પૂરૂં થાય. કારણ કે ૨૯મી ફેબ્રુઆરી પણ હોય).
    વર્ષમાં બાવન અઠવાડિયાં (૩૬૪ દિવસ) વત્તા ૧ દિવસ હોય છે (લીપ વર્ષમાં ૨ દિવસ). એટલે કોઈ વર્ષ સોમવારે શરૂ થયું હોય તો એનું દરેક અઠવાડિયું રવિવારે પૂરૂં થાય. આમ બાવન અઠવાડિયાં રવિવારે સમાપ્ત થાય. એટલે કે ૩૦મી ડિસેમ્બરે (૩૬૪મા દિવસે) રવિવાર હોય. તો ૩૧મી ડિસેમ્બરે સોમવાર જ હોય!
    આપણે વરસ, વરસના દિવસ, વરસનાં અઠવાડિયાં, વરસના મહિના, દરેક મહિનાના દિવસો, અઠવાડિયાં સાથે એમનું ઓવરલૅપિંગ વગેરે બાબતો પર સામાન્ય રીતે ધ્યાન નથી આપતા એટલે આવી વાતો આપણને આશ્ચર્યજનક લાગે .
    આમ છતાં મને કોઈ સમજાવી શકશે કે આવું ૮૨૩ વર્ષે કેમ બને છે તો નવું જાણવાનું મળશે.

    • દિપકભાઇ આપે ખૂબ સરસ માહિતી આપી આભાર. સાચે જ હવે આ ૮૨૩ વર્ષે કેમ તે એક સંશોધનનો વિષય છે. સાચી વાત છે નવું જાણવા મળશે.

    • શ્રી દીપકભાઇ, આપ ’આવું શાને થાય છે ?’ માટે કોઇ તાર્કિક કારણ શોધી શકો તો જાણવાની મજા પડે તે હેતુથી આ જુલાઇ માટે મેં તારવેલી શ્રેણી જણાવું છું.
      ૨૦૧૧ના જુલાઇ આ પંચ શુક્ર-રવિની સાઇકલનું છેલ્લું વર્ષ છે, આ પછી ફરી નવી સાઇકલ ચાલુ થશે જે ૬-૧૧-૬-૫ ની બનશે. ટુંકમાં હવે પછી ૬ વર્ષ પછી ત્યાર પછીના ૧૧ વર્ષ પછી એમ… આ રીતે પંચવાર (શુક્ર-રવિ) આવતા જશે. આમ ૬-૧૧-૬-૫-૬-૧૧-૬-૫ એમ ચાલે રાખે છે. દર વખતે તા:૧-૨-૩માં જ આ પ્રમાણે આવશે. મિતાબહેને સારો માનસિક કસરતનો લાભ આપ્યો. આભાર.

      • અશોકભાઇ આપની માનસિક કસરતનો ઘણો લાભ મળે છે. જુઓ કેલેન્ડર રિપિટ થાય છે તે ખબર હતી. પણ કેટલા વર્ષે તે ખબર નહોતી. આપે બીજી પણ ઘણી ખૂબ સરસ જાણકારી આપી. આ મેઇલ ફેંગ સૂઇ પ્રમાણે ચાર કે આઠ લોકોને મોકલીને નસીબ અજમાવવા માટે આવેલી. આભાર.

  4. ઇંટરેસ્ટિંગ ! જો કે ઓક્ટો.૨૦૧૦માં આ રીતે જ પાંચ પાંચ શુક્ર,શનિ,રવિ આવેલા ત્યારે પણ આ ૮૨૩નોં આંક જ પ્રસર્યો હતો ! પણ ખરેખર તો ૧૯૮૨, ૧૯૯૩, ૧૯૯૯, ૨૦૦૪ અને હવે ૨૦૨૧ના ઓક્ટોબરમાં પણ આ રીતે જ પાંચ પાંચ શુક્ર, શનિ, રવિ આવશે !!

    જુલાઇ માટે પણ આમ જ છે ! કારણ દર ૧૪ વર્ષમાં એકાદ વખત તો કોઇને કોઇ કેલૅન્ડર રિપિટ થતું જ હોય છે. તો જુલાઇની આ ઘટના માટે કોઇ શોધો !! (જય ગુગલ મહારાજ)

    આ ૮૨૩ ને બાદ કરતાં બાકી બધું મજેદાર છે ! મારે તો વેલ્થની ખબર નહીં હેલ્થ સારી થશે ! રવિવાર એટલે પથારીમાંથી બેઠું જ નહીં થવાનું !! (આ મુન્શી રવિવારે ફરવા જાય તે તો સમજાયું પણ ખર્ચોએ કરે છે :-) યે બાત કુછ હજમ નહી હુઇ ;-) !!!)

    • મારવાડી ! ખર્ચા કરવાની વાત આમ પણ તને ક્યાં હજમ થવાની ? [એકાદ રવિવાર પણ મેરાણી ને લઈ બહાર નીકળ્યો હોય તો ખર્ચા ની ખબર પડે ને !]
      ખરેખર રવિવાર ની વાત આવી એટલે મે એજ વિચારેલું કે તને ઊંઘ કરવાની મજા પડશે ! પણ લખેલુ નહી,[એમ થયુ કે વાઘ ને ક્યાં છંછેડવો]પણ તે ખર્ચા ની વાત પર સસલાને જગાવ્યો છે આ વખતે જૂનાગઢ આવું ત્યારે તારી વાત છે.

  5. જુલાઇ ૧૯૯૪ અને ૨૦૦૫ માં પણ આ રીતે આવે છે. અન્ય કોઇ ?

  6. Dipak Dholakia

    મીતાબહેન,
    મેં લ;ખ્યું કે ‘કોઈ’ સમજાવે – ત્યારે પણ મારા મનમાં અશોકભાઈ જ હતા! અને હાલમાં જ એમને મેં મત પણ આપ્યો છે. બાકી આટલી મહેનત કોણ કરે? હું પોતે પણ કૉમેન્ટ લખીને ગૂગલામા ઘૂમવાનો હતો, પણ બીજામાં પડી ગયો. આમ અશોકભાઈ ખરેખર જ જ્ઞાનનો ઘમંડ કરી શકે એમ છે!

    • દિપકભાઇ સાચી વાત છે અશોકભાઇ ખૂબ માનસિક કસરત કરીને આપણને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડે છે. અને એમની પાસેથી ઘણું જ શીખવા મળે છે કોઇ પણ ઘમંડ વિનાની સહજતા, સરળતા.

  7. Dipak Dholakia

    ૨૦૧૧માં ૧,૨,૩ જુલાઈ -શુક્ર, શનિ, રવિ (એટલે ૨૯,૩૦,૩૧ શુક્ર, શનિ, રવિ).

    (૧) ૨૦૧૧નું વર્ષ શનિવારે શરૂ થયું એટલે ૨૦૧૨નું વર્ષ રવિવારે શરૂ થશે.

    (૨) પરંતુ એ લીપ વર્ષ છે એટલે ૨૯મી ફેબ્રુઆરી ઉમેરાતાં બધા દિવસો ૨૪ કલાક ઠેલાશે.આમ, ૨૦૧૨માં ૧,૨,૩, ૨૯,૩૦,૩૧ જુલાઈ શનિ્,રવિ, સોમને બદલે રવિ, સોમ, મંગળ હશે.

    (૩) ૨૦૧૩માં એક દિવસનો જ ફેર પડશે એટલે ૧.૨.૩.૨૯.૩૦.૩૧ જુલાઇએ સોમ, મંગળ, બુધ હશે.

    (૪) ૨૦૧૪માં ૧.૨.૩.૨૯.૩૦.૩૧ જુલાઈ એટલે મંગળ, બુધ, ગુરુ હશે.

    (૫) ૨૦૧૫માં ૧,૨,૩,૨૯,૩૦,૩૧ જુલાઈએ બુધ્ ગુરુ, શુક્ર આવશે.

    (૬)૨૦૧૬ લીપ વર્ષ છે એટલે ૨૯મી ફેબ્રુઆરીને કારણે એક દિવસ ઉમેરાઈ જશે એટલે ૧,૨,૩,૨૯,૩૦,૩૧ જુલાઈએ ગુરુ, શુક્ર, શનિ આવવાને બદલે શુક્ર, શનિ, રવિ આવશે.

    મેં કશું જોયાવિના સીધું જ કૉમેન્ટ તરીકે લખ્યું ચે એતલે ગનતરીની ભૂલ હોય તો અશોકભાઇનો ભરોસો છે, બાઇ તર્ક અને ગણિતનો સિદ્ધામ્ત સાચો છે.
    હવે આ નિયમિતતા કેમ નથી જળ્વાતી તે જોઇએ.

    ૨૦૧૧ અને ૨૦૧૬ના ૧,૨,૩,૨૯,૩૦,૩૧ જુલાઈ એકસરખાં છે એતલે આપને એમ માનીએ કે ૨૦૧૧થી ૨૦૧૫નું (બન્ને વર્ષોને સામેલ કરતાં) પાંચ વર્ષનું એક ચક્ર છે અને ૨૦૧૬થી ૨૦૨૦નાં પાંચ વર્ષનું બીજું ચક્ર શરૂ થાય છે. આમ છતાં બન્ને ચક્રોતપાસશો તો પરિણામ એકસરખું નહીં મળે. કારણ કે દરેક પંચવર્ષીય ચક્રમાં ક્યારેક એક લીપ વર્ષ આવશે અને તે ક્યારેક એક ચક્રમાં બે લીપ વર્ષ આવશે. ૨૦૧૬ લીપ વર્ષ છે અને ૨૦૨૦ પણ લી્પ વર્ષ છે. એને કારણે પહેલા ચક્ર સાથે એનો સંપૂર્ણ મેળ નહીં બેસે. તે પછી ૨૦૨૧થી ૨૦૨૫માં એક લીપ વર્ષ (૨૦૨૪), ૨૦૨૬થી ૨૦૩૦માં પણ એક જ લીપ વર્ષ (૨૦૨૮) આવશે. ૨૦૩૧થી ૨૦૩૫માં પણ એક લી વર્ષ (૨૦૩૨) હશે, પરંતુ, ૨૦૩૬થી ૨૦૪૦માં બે મીપ વર્ષ હશે (૨૦૩૬ અને ૨૦૪૦).
    આમ ગણતરી પણ હંમેશાં બદલાતી રહેશે. ૨૦૪૧થી પણ આગળ ગણી શકાય પરંતુ કોઈ પણ ગાળામાં લી વર્શઃ સરખાં નહીં આવે. આપને પાંચ વર્ષન ગાલા છોડીને દરેક વર્ષને પણ તપાસી શકીએ. આ રીતે આ ‘મહાચક્ર’ દર ૮૨૩ વર્ષે પૂરૂં થતું હોય એ શક્ય છે. કોઇકે ગનતરી કરીજ હશે, પરંતુ ગનતરીની રીત તો આ જ છે. ઓવર ટૂ અશોકભાઈ!

  8. Pingback: મેઘાએ રીસામણાં છોડ્યાં | "મધુવન"

  9. સૌથી સારી મજાક ભૂપેન્દ્ર રાઓલે કરી તેમનો જન્મ 1-1-11ના થયો છે તમે 100 વર્ષ પૂરાં કર્યાં પરંતુ ફોટામાં ખૂબ જ યુવાન લાગો છો.

    • ભૂપેન્દ્રસિંહજીને એટલે તો મેં સવાલ પૂછ્યો છે કે તમે ૧-૧-૧૧ના રોજ જન્મ્યા છો? ૧૯૧૧માં જન્મ્યા હોય તો ૧૦૦ વર્ષના અને ૨૦૧૧માં જન્મ્યા હોય તો ૭ મહિનાના એ બેમાંથી એકેય એમના ફોટા પરથી નથી લાગતી..

      • બાપુએ એમ નથી કહ્યું કે ૧-૧-૧૧નાં તેઓ જન્મ્યા હતા :-)
        ૧-૧-૧૧નાં તેઓનો જન્મદિવસ હતો !! (૪૪ મો કે ૪૫ મો વગેરે)
        મારા માનવા મુજબ આ પણ આપના તાજેતરના લેખ ’હળવી રમૂજભરી પળો’ માંહ્યલો મામલો છે :-)

  10. ૧-૧-૧૯૫૭ ના દિવસે જન્મેલો.૧-૧-૨૦૧૧ ના દિવસે નક્કી કરોકે કેટલામો જન્મ દિવસ હશે?અશોકભાઈનો આભાર.મિત્ર આનું નામ કેહવાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s