Daily Archives: July 26, 2011

ગુજરાતી દબંગ અને દુઃખનાં ડાંડિયાં

હિન્દી ફિલ્મ દબંગ હીટ થઇ અને તેનું એક ગીત ‘મુન્ની’ પણ ઘણું જ હીટ રહ્યું. કોઇ ગીત કે ફિલ્મ હીટ જાય, ખૂબ જ પ્રસિદ્ધિ મળે એટલે પછી  એનો એક સીલસીલો ચાલે એટલે પછી ‘શીલાની જવાની’ એવું ગીત ફિલ્મ ‘તીસમાંરખાં’ નામની ફિલ્મમાં હતું. તો પછી ગુજરાતી ફિલ્મજગત ઢોલીવુડ શા માટે પાછળ રહે? તો…મુન્ની અને શીલા પછી હવે ગુજરાતી સંતુડી.

ગુજરાતી દબંગ એટલે કે  ફિલ્મ રાજવીરનું એક ગીત માણોઃ

http://www.youtube.com/watch?v=ZEBlSsV4Z2Q

અને સાથે એક હિન્દી ફિલ્મ દર્દે ડિસ્કો ગીત પર ફિલ્માવેલું ગુજરાતી ગીત પણ માણવાની મજા પડશે.

Dard-E-Disco in Gujarati

એ રુપાળિ છે ગામની ગોરી
કામણગારી કુંવારી છોરી
મારા સપનામાં આવીને બોલી
તારે ત્યાં નહિ આવે મારી ડોલી

હું ડાહ્યો ડમરો, સીધો સાદો…..
ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ ઝુલતા’તા
વાડીયે જઇને અમે કેરી આંબલિ ખાતા’તા
કોલેજમાં ગુલ્લિ મારી ગિલ્લિ ડંડા રમતા’તા
રસ્તાનાં કુતરા મારું મોઢુ જોઇને ભસતા’તા

એનો બાપો આવ્યો ….(આવવા દે)
સાથે પોલિસ લાવ્યો…( લાવવા દે )
મને ખાટ્લા ઉપર ઉન્ધો પાડી ..પાછળ માર્યા…..બે….ચાર.. ડંડા………….

દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

http://www.youtube.com/watch?feature=player_embedded&v=Ky3rUSVt8aQ