ઉચ્ચ ટેકનોલોજી ની વધારે જરૂર દેશ ને કે આધુનિક મંદિરોને?


       
         “શું ટેક્નોલોજીનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિમાં થાય તેને આધ્યાત્મિક અનુસંધાન કહેવાય?”
 
         ટેક્નોલોજીની મદદથી ધાર્મિક પ્રવૃત્તિનું સકલન કેટલું યોગ્ય? શું ટેક્નોલોજીનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિમાં થાય તેને આધ્યાત્મિક અનુસંધાન કહેવાય? થોડા સમય પહેલાં વાંચેલું કે  આધુનિક ટેક્નોલોજીની મદદથી મંદિરોમાં જુદા જુદા શૉ તૈયાર કરાય છે અને તેનાથી ધર્મનું આધ્યાત્મિક જોડાણ કરાય છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના વિકાસ માટે થવો જોઇએ કે અદ્યતન રિસોર્ટ જેવા મંદિરો બનાવવા માટે? વિશ્વના ઘણા બધા દેશોમાં મંદિરો અને ફિલોસોફી સેન્ટરો બનાવવામાં જ ઊંચી ડિગ્રી ધરાવતાં ટેક્નોલોજીના યુવાનોનું બ્રેનવૉશ કરાય છે. આવા મંદિરો કે ફિલોસોફી સેન્ટરો માં જુદીજુદી જાતના આધુનિક ટેક્નોલોજીવાળા શૉ મફતમાં તો હોતા નથી. એક જાતની કમાણીનું કરવા અને સંપ્રદાયના ટોળાને શૉ દ્વારા આકર્ષીને મોટું કરવાનો જ પ્રયાસ છે. મેં તો જોયું છે કે રવિવારે કે રજાના દિવસે આવા આધુનિક મંદિરો ઘણા લોકો માટે પિકનિક સ્થળ જેવાં બની જતાં હોય છે.
       
                    આવા જ એક બ્રેન વૉશ થયેલા યુવાન મારા પતિ સાથે વૈજ્ઞાનિક તરીકે કામ કરતાં હતાં. તેમણે  માત્ર ૨૬-૨૭ની ઉંમરે  દેશની ઉચ્ચ સંસ્થામાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા પછી અને માતાપિતાનું એકમાત્ર સંતાન હોવા છતાં સાધુ બનવાની વાત કરવા લાગેલા.માતાપિતા ખૂબ રડે સાધુ ના બનવા સમજાવે છતાં એટલી હદે બ્રેનવૉશ થયેલું કે માને જ નહીં. પછી તેમના માતાપિતાના આગ્રહને કારણે મારા પતિ અને મિત્રોની સમજાવટથી સાધુ તો ના બન્યા છતાં ભારત સરકાર ની ઉચ્ચ વૈજ્ઞાનિક સંસ્થા ની વૈજ્ઞાનિક તરીકે ની  જોબ છોડીને ફુલટાઇમ મંદિરમાં સેવા આપવા લાગ્યા. અને તેમની ટેક્નોલોજીનું જ્ઞાન આવા જુદા જુદા શૉ તૈયાર કરવામાં ઉપયોગ કરે છે. જોબ છોડે તો ૨૦ વર્ષ થઇ ગયા છે. એટલે દેશને વૈજ્ઞાનિક કરતાં સાધુઓની અને અદ્યતન ટેક્નોલોજી મંદિરો અને ફિલોસોફી સેન્ટરોની વધારે જરૂર છે?દેશે એક સારો વૈજ્ઞાનિક ગુમાવ્યો બાવાઓના બ્રેન વોશિંગ ના લીધે.સારા વૈજ્ઞાનિકો ની જરૂર દેશ ને છે કે મંદિરોને?
                     
                      મેં વાંચેલું તે લેખમાં બીજા ટેક્નોલોજીની ઊંચી ડિગ્રી ધરાવતા લોકો ઊંચા પદ અને વિદેશની સારા પગારની નોકરી છોડીને આવા મંદિરો માટે સેવા આપે છે તેની વાતો ગર્વથી કહેવાઇ હતી. જાણે દેશસેવાનું અને દેશના ઉદ્ધારનું મહાન કાર્ય કરતા હોય? એક ભાઇ એમબીએની ઊંચી ડિગ્રી અને વિદેશની નોકરી છોડીને સેવક બન્યા છે. અને બીજા એક ભાઇ તો યુવાન વયે ખૂબ જ નાસ્તિક હતા અને તેમને સંપ્રદાયના વડાએ માત્ર તેમની પાસે એક મહિનો રહેવા બોલાવ્યા અને એવું બ્રેન વૉશ થયું કે તે ભાઇ આઈઆઈટીની ઊચ્ચ ડિગ્રી અને વિદેશની મહિને ૧૦ લાખના પગારવાળી નોકરી છોડીને એક મહિનાને બદલે કાયમ માટે સેવક બની ગયા અને સંપ્રદાયની ધાર્મિક પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.આ સંપ્રદાયોના દલાલો એવું કહેતા ફરતા હોય છે જોયું અમારા ગુરુ કેટલા મહાન છે?મોટા મોટા ડોક્ટર્સ,એન્જીનીયર્સ અને વૈજ્ઞાનિકો સેવક  બન્યા છે.
            
                         અમારા આઈ સ્પેશ્યાલિસ્ટ ને ત્યાં આઇ ચેક અપ માટે જ્યારે પણ જઇએ તો તે ભાઇ હંમેશા તેમના સંપ્રદાયની વાતો કરે અને આ સભા અને તે સભા અને પ્રોગ્રામોમાં આવવાનું આમંત્રણ આપે. પ્રેક્ટિસની સાથે સાથે સંપ્રદાયનો પ્રચાર કરે. અને તે પણ તેમની પ્રેક્ટિસ પછીનો સમય તેમના જ્ઞાનનો ઉપયોગ વધારવામાં કરવા કરતાં સંપ્રદાયની સેવામાં આપે. લોકોના બ્રેનવૉશ કરવામાં વાપરે અને તે પણ ગર્વથી.આવી રીતે ઉચ્ચ ડિગ્રી ધરાવતાં અને ટેક્નોલોજીનું ઉચ્ચ જ્ઞાન બ્રેન વૉશ કરીને તેમનું જ્ઞાન સંપ્રદાયો અને સેવામાં વપરાય તો આપણા દેશનો વિકાસ બીજા દેશોની સરખામણીમાં ઓછો થાય.
 
                         આવી રીતે બ્રેનવૉશ થતા હોય અને કહેવાતા ભગવા કપડાં નહીં પહેરેલા સાધુ સેવકની એક વાત. અમદાવાદના એક સારા વિસ્તારમાં આવેલા મંદિરમાં સેવા આપતા મંદિરનું તમામ કાર્ય સંભાળતા આગળ પડતા સેવકની વાત છે. સંપ્રદાયમાં સ્ત્રીઓથી દૂર રહેવા અને વૃત્તિઓને દબાવવાની વાતો કરવામાં આવે. અને પછી ક્યારેક એ દબાયેલી વૃત્તિ કેવી રીતે બહાર આવે તેનો એક સાચો બનેલો કિસ્સો છે. તે ભાઇ જાણીતી સંસ્થામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા. એકવાર એક યુવતી ઑસ્ટ્રેલિયાથી રિસર્ચ માટે આવેલી. તેને સંસ્થાના ગેસ્ટ હાઉસમાં સેવા પૂરી પાડવાની જવાબદારી આ ભાઇને સોંપવામાં આવેલી. આ ભાઇએ આ યુવતીનો એકલતાનો લાભ લઇ તે યુવતી ઉપર રેપ કરવાની કોશિસ કરી. આ ઑસ્ટ્રેલિયન યુવતીએ એમ્બસીમાં કેસ કર્યો કે મારી પર રેપ કરવાનો પ્રયત્ન કર્યો. તેથી તે ભાઇ નોકરીમાંથી સસ્પેન્ડ થયા.જો કે એ ભાઇ તો બધાને કહે કે મેં તો હગ અને કિસ કરી હતી. પણ એવી આપણા દેશની સંસ્કૃતિ છે? કોઇ અજાણી યુવતીને હગ કરો કે કિસ કરવાની? અને જે દેશમાં પણ આવી હગ અને કિસ કરવાની સંસ્કૃતિ હશે તે પણ કોઇ દરેકને હગ કે કિસ ના કરે, તેઓના અંગત સગા કે મિત્રવર્તુળમાં હોય તેને હગ કરે કે કિસ કરે. પણ આપણે તો ગોરી ચામડી જોઇ નથી કે આપણી સંસ્કૃતિને ભૂલીને  આધુનિક બની જઇએ. અને જ્યારે આવા સંપ્રદાયમાં હોય અને આવી કિસ કે હગ ની વાત એમને શોભે ખરી? આવો બચાવ કરીને શું સાબિત કરે છે કે રેપ નથી કર્યો પણ કિસ કે હગ તો  કર્યું  જ છે? 
           “બ્રેનવૉશથી અને કુદરતી  વૃત્તિઓને ખોટી રીતે દાબો તો આવા  પરિણામો આવે નહીં તો બીજું શું થાય?”

18 responses to “ઉચ્ચ ટેકનોલોજી ની વધારે જરૂર દેશ ને કે આધુનિક મંદિરોને?

 1. મીતાજી,
  દેશ ને ક્યા કશી જરૂર છે?જે જરૂર છે તે મંદિરોને છે.પણ મંદિરો ની જ શી જરૂર છે તે જ મને સમજાતું નથી.આ સંપ્રદાયો ના ગુરુકુળ અને કોલેજીસ એમના ભક્તો? અરે! ઘેટા તૈયાર કરવાની ફેકટરીઓ છે.મારા એક સબંધી નો દીકરો ગાંધીનગર ના ગુરુકુળ માં ભણતો હતો.સાવ નાની વયે બ્રેન વોશિંગ ના પ્રતાપે સાધુ બની ગયો.હવે તે વ્યાજબી હતું તેમ ઠરાવવા માટે એના માતાપિતા જે પહેલા રડતા હતા અને બીજા સગાઓ પણ આ સંપ્રદાય ના ચેલકા બની ફરે છે.અપરોક્ષ રીતે સાંપ્રદાયિક વટાળ પ્રવુત્તિ જ કહેવાય.સમજી ને સાધુ થાય તો શું વાંધો?પણ નાનો બાળક એની કેટલી બુદ્ધિ?હવે એના પિતાને જ એકવાર પાછળ ની ખુરશીમાં બેસવાનું કહેતા ઝગડો થયેલો.એમનો દીકરો સાધુ સેવક અને એમને પાછળ બેસવાનું કહેવાય?ભાઈ આતો બિજનેસ છે.અ કોઈ ધર્મ નથી.લોકો ને આકર્ષવા ટેકનોલોજી તો વાપરવી જ પડે ને?મૂળ વાત એ છે કે આપણે ભારતીયો વૈજ્ઞાનિક અભિગમ વગર ની પ્રજા છીએ.એટલે પછી ઉચ્ચ ડીગ્રીઓ હોય પણ અભિગમ વૈજ્ઞાનિક ના હોય તો શું કામનું?અને જે થોડા ઘણા વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હોય તેની તતુડી વાગે નહિ.એટલે પેલા ભાઈ વૈજ્ઞાનિક ખરા,પણ એવા અભિગમ વગર ના.

  Like

  • ભૂપેન્દ્રસિંહજી આપની વાત સાચી છે મંદિરોની જ શી જરૂર છે અને એ પણ આવા આધુનિક. આપે કહ્યું તે પ્રમાણે મારા દીકરાને આવી સંપ્રદાયની એન્જિનિયરીંગ કૉલેજમાં એડમિશન મળેલું એટલે મારા એક ઓળખીતા બહેનને મેં તે કૉલેજ વિશે માહિતી પૂછી તો તે બહેન કહે દીકરાને સાધુ બનાવવો હોય તો ભણાવાય અહીં. મને તો પેલા મારા પતિના સહકર્મચારી યાદ આવી ગયા. અમે તો ત્યાં એડમિશન ના લીધું. દીકરો ના ભણે તો કંઇ નહીં પણ સાધુ તો ના જ બનાવાય. સાચી વાત અભિગમ ઉચ્ચ ના હોય તો શું કામનું? આભાર.

   Like

 2. આ લેખમાં ઘણી બધી બાબતો ભેળ-સેળ થઈ ગઈ છે. સાધુ બનવા માટે ભણતર કે બ્રેન વોશીંગની જરૂર નથી. “સાધ્યતી પરમ કાર્ય ઈતી સાધુ”. એટલે કે જે પરમ કાર્ય ને સિદ્ધ કરે તેને સાધુ કહેવાય. સંપ્રદાયો શાળા કે કોલેજો કરે કે ન કરે તેને અધ્યાત્મ સાથે કશું લાગતું નથી. મોટા ભાગની સાંપ્રદાયીક શાળાઓ વ્યવસાયનું કેન્દ્ર બની ગઈ છે, અને તેના સંચાલકો સાધુ કરતા વધારે તો બીઝનેસ મેન હોય છે. સન્યાસ વીશે પણ આપણા દેશમાં ઘણી વિચિત્ર માન્યતા પ્રવર્તે છે. પરંતુ સમ્યક ન્યાસ ઈતી સન્યાસ એટલે કે અસાર વસ્તુનો સમજણ પુર્વક ત્યાગ તેને સન્યાસ કહેવાય. ભણેલા લોકોનું ત્યાગ અને વૈરાગ્ય વગર બ્રેન વોશીંગ કરીને સંપ્રદાયમાં સાધુ તરીકે ઘુસાડી દેવા તે દેશને માટે નુકશાન કારક કાર્ય છે. અલબત રામકૃષ્ણ મીશન જેવી કેટલીક સાચી આધ્યાત્મિક સંસ્થાઓ વાસ્તવિક આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે સાથે દેશ સેવા કરી રહી છે. અને તેની સાથે જોડાયેલા લોકો સન્યાસી ન હોય અને ગૃહસ્થ હોય તો પણ તેઓ જ્યાં હોય ત્યાં દેશસેવા કરવાનું વ્રત લે છે. બાકી જેની અંદર વાસના જ સળવળતી હશે તે તો ગોરી ચામડી હોય કે કાળી, નાની સ્ત્રી હોય કે મોટી પણ તેને કામુક નજરે જ જોશે અને જો શરીરથી નહીં થાય તો મનથી દુષ્કર્મ કરશે. બ્રેન વોશ ખતરનાક વસ્તુ છે, અને અમુક લોકો બ્રેન વોશીંગ કરવામાં માહેર છે એવો મારો જાત અનુભવ છે.

  Like

 3. મીતાજી,
  હકીકતમાં હું કોઈ ધર્મ કે પંથ માં માનતો જ નથી. છતાં મોટાભાગે ધર્મ માં વૃદ્ધ અને મોટી ઉમર નાજ લોકો મંદિર માં જતા જોયાછે. જયારે દરેક વય ના વ્યક્તિ મેં અક્ષર પુરુષોત્તમ ABVP ધર્મ સંપ્રદાયમા જોયા. તેથી મને બીજા ધર્મ સંપ્રદાય થી તે અલગ લાગ્યો.(હું ઘણા સંપ્રદાય ની સરખામણી કર્યાબાદ કહુછું).વિદ્યાર્થી ઓ ને માટે હોસ્ટેલ,સ્કુલ પણ જોઈછે. બ્રેન વોશીંગ કરી સાધુ બનવામાં આવે તેવું હું માનતો નથી. અંતે સંપ્રદાય સમાજ પરજ ટકેછે. બ્રેન વોશીંગ થી સાધુ બની જવાતું હોય તો પુરો સમાજ સાધુ થાય! તો સંપ્રદાય ને પોષે કોણ? સાધુ કમાવાના નથી! એ શબ્દો ક્યાંક હદય માંથી નીકળી ને સામાને સ્પર્શે ત્યારે કદાચ બુધિ વાળો માણસ તે બાજુ આકર્ષાતો હશે.
  હા ટેક્નોલોજી નો નો ઉપયોગ બધે થતો હોય(કેશીનો,પબ) તો મંદિર મા થાય અને રજા ના દિવસોમાં જ્યાં ત્યાં જવા કરતાં લોકો મંદિર મા પીકનીક કરે તો ખોટું નથી!
  છેલ્લી વાત સેક્ક્ષ્ ને લાગતી તો તેમાં હું માંનુંછું(પણ સાંપ્રદાય નહી માને) કે સાધુ બનવા અપરણિત રહેવું કે બ્રહ્મચારી રહેવું તેવું ફરજીયાત હોવું ન જોઈએ!
  ધર્મ અટેલેજ ‘ધા’ ધાતુ મતલબ જે ધારણ કરો તે ધર્મ! ખાટકી નો ધર્મ એટલે પશુ કાપવું!
  માટે જે કરવાનું કર્તવ્ય સમાજ કે ઈશ્વરે આપ્યુંછે તે ખંત થી કરો તેજ સાચો ધર્મ!

  Like

  • ભરતભાઇ પ્રતિભાવ બદલ આભાર

   અબ્દુલ કલામનું વિઝન છે કે ૨૦૨૦માં ભારત વિશ્વમાં ટોચે હશે. જો એ સ્વપ્ન સાકાર કરવું હોય તો યુવાનો, સમય, પૈસો, ટેક્નોલોજી અને એમને સાચી દિશા બતાવનાર આ પાંચ વસ્તુઓના સમન્વયથી જ શક્ય છે. ઊંચી ટેક્નોલોજી ધરાવતાં યુવાનો અને વૈજ્ઞાનિકોના જ્ઞાનનો ઉપયોગ આધુનિક મંદિરો પાછળ થાય તો દેશને જોઇતી મેડિકલ, સ્પેસ સાયન્સ જેવી ટેક્નોલોજી માટે ક્યાં સુધી પરદેશ પર આધારિત રહીશું?

   Like

   • મીતાજી,
    એક દાખલો આપું.મેં સદેહે સ્વર્ગ માં જવાના કોન્સેપ્ટ ને ક્રાઈમ ગણાવેલો.એ કોન્સેપ્ટ ની તરફેણ માં એક યુવાને જય સ્વામી નારાયણ સાથે લખેલું કે મીરાં પથ્થર ની કૃષ્ણ ની મૂર્તિમાં સમાઈ ગયેલા.બોલો હવે આ મૂરખ ને શું કહેવું?એક સ્ત્રી પોતાના દેહ સાથે મૂર્તિમાં સમાઈ ગઈ.એટલે હું કહું છું કે આ લોકો ની સ્કુલ્સ અને કોલેજીસ ઘેટાં પેદા કરવાના કારખાના છે.મેં આ લેખ ગુજરાતી કવિતા અને ગઝલ વળી સાઈટ માં મુક્યો છે.તેમાં આવો મહામૂરખ પ્રતિભાવ મળેલો છે.

    Like

 4. મીતાજી,
  ટેકનોલોજી નો ઉપયોગ મંદિરોમાં થાય તેનો શું વાંધો?પણ વૈજ્ઞાનિકો ની જરૂર દેશ ને વધારે છે.ડો.ભરતભાઈ ની વાત સાચી છે કે બધા સાધુ બની જાય તો સંપ્રદાય ને પોષે કોણ?ધંધો બંધ થઇ જાય.પણ એક વાત તો સાચી છે કે આ લોકો ની સ્કુલ કોલેજીસ ના બધા વિદ્યાર્થીઓ ભલે સાધુ ના બની જાય પણ તેમની સભાઓ એટેન્ડ કરી કરી ને તેમના વાડા ના ઘેંટા અવશ્ય બની જાય છે,અપવાદ હોઈ શકે.બીજું ઘરડા લોકો તો હવે કબર માં પગ લટકાવીને બેઠા છે,પણ દેશનું યુવાધન જયારે આવા પંથોમાં ભળીને વૈજ્ઞાનિક અભિગમ વગરનું થતું જાય છે ત્યારે મહાન લગતા પંથો વધારે ખતરનાક બની જાય છે,બીજા પંથો કરતા.બીજું એક નાનો ૧૨ વર્ષ નો બાળક બ્રેન વોશિંગ ના લીધે સાધુ બને છે ત્યારે એના માતાપિતા ને સબંધીઓ ની વેદના મેં જોઈ છે.જેના પર વીતે તે જાણે.૧૨ વર્ષ નાં બાળક ને સાચા સન્યાસ ની સમજ હોય ખરી?મંદિરો ઉપર મંદિરો બનાવી પ્રજા ના પૈસા વેડફી,નાના બાળકોને સન્યાસી બનાવી ABVP કયું મહાન કાર્ય કરી રહ્યું છે?યુવાધન ને કાયર અને ડરપોક બનાવી દેવામાં આવી રહ્યું છે.અવૈજ્ઞાનિક અભિગમ વાળું,અંધ શ્રદ્ધાળુ અને અંધ વિશ્વાશું બનાવી દેવામાં આવી રહ્યું છે.

  Like

 5. મીતા બહેન, નમસ્તે,

  ૧. મારા મતે ઉચ્ચ ટેકનોલોજીને ને આત્મિકતાની જરુર છે,

  ૨. અને આધ્યાત્મિક્તાને આત્મિકતાની જરુર છે, પછી જ

  ૩. આધ્યાત્મિક્તાને ઉચ્ચ ટેકનોલોજીની જરુર છે,

  નહિ તો ઉચ્ચ ટેકનોલોજી “આત્મિક આધ્યાત્મિકતા” વગર સૈતાની, બે-લગામ છે. જે નાગાસાકી-હિરોશીમા ઉપજાવી શકે છે.

  (તા.ક. – મંદિરની આધ્યાત્મિકતા અને આત્મિક આધ્યાત્મિકતા માં વળી અંતર છે એ સમજવાની કોશિશ કરજો પ્લીઝ, કેમ કે સ્ટ્રકચરલ રીલિજીઓસિટી ધાર્મીક ઝનુન જગાવે છે જ્યારે સ્પીરીચ્યુઅલ રીલીજીઓસીટી જગતને પ્રેમ કરાવે છે)

  Like

 6. મીતાબહેન, સુંદર, વિચારશીલ લેખ.
  શાથે શાથે ભુપેન્દ્રસિંહજી, અતુલભાઇ, ભરતભાઇ અને રાજેશભાઇના ગંભીર, તર્કપૂર્ણ અને વિદ્વતાથી ભરેલા પ્રતિભાવો પણ વિચારપ્રેરક લાગ્યા. એકદમ સાચું કહું તો આ બધું શાથે કરીને વાંચતા મારી તર્કબુદ્ધિ તો ગોટાળે ચડી ગઇ કે, ’મેં ઇધર જાઉં યા ઉધર જાઉં !’
  મારૂં નમ્ર મંતવ્ય જણાવું તો વિજ્ઞાન અને તકનિકી બેધારી તલવાર તો છે જ. જેમ વિકાસ માટે તેનો ઉપયોગ થાય તેમ વિનાશ માટે પણ થઇ શકે. સ્વયં વિજ્ઞાનના વિરોધમાં વિજ્ઞાનનો ઉપયોગ થાય જ છે ને. ટેલિવિઝન, નેટ, અરે લેસર શો અને તેવી કેટલીયે અત્યાધુનિક તકનિકોનો ઉપયોગ હવે અંધશ્રદ્ધાના ફેલાવા માટે પણ કરાય છે ! એ વાત તો સાચી જ છે કે યુવાધન અને તેના જ્ઞાનનો ઉપયોગ વધુમા વધુ વિકાસ અર્થે થાય તે જ યોગ્ય છે. એક ડોક્ટર કે ઇજનેર કે વૈજ્ઞાનિક બનાવવા પાછળ સમાજનાં પણ લાખો રૂપિયા ખર્ચાય છે, તે ત્યાર બાદ સાધુ બને કે સંસાર ત્યજીને પોતાના જ્ઞાનનો કોઇ લાભ સમાજને ન કરાવે તો તે તેનો ધર્મચ્યુત થયો કહેવાય. સામાન્ય રીતે ધર્મ અને વિજ્ઞાનને લોકો એકબીજાના પૂરક ગણાવે છે, પરંતુ વર્ષોનો અનુભવ કહે છે કે આ કહેવાતા ધર્મે જ વિજ્ઞાનનો ઉપયોગ અને ઉપભોગ કર્યે રાખ્યો છે. સામે વિજ્ઞાનના ક્ષેત્રે તેમનું પ્રદાન ગાલીપ્રદાન સિવાય કશું જ નથી !! તેઓ જનસામાન્ય માટે નિઃશુલ્ક કે વ્યાજ્બી શુલ્ક લઇ વિજ્ઞાન અને તકનિકી ભણાવતી સંશ્થાઓ ચલાવે તો તો ઠીક પરંતુ ધંધો કરવા બેસે તેને કંઇ ધર્મનું વિજ્ઞાનક્ષેત્રે પ્રદાન ન ગણી શકાય.
  સામે પક્ષે મંદિરોમાં આધુનિક તકનિકનો ઉપયોગ પણ વિજ્ઞાનની ’કોઇ અસ્પૃશ્ય નથી’ ની ધારણા મુજબ રોકી ન શકાય ! હા, હવે એક વધુ ધર્મસ્થાન બાંધવા કરતા એક હોસ્પિટલ, શાળા કે સંશોધન કેન્દ્ર બાંધવું વધુ જરૂરી છે તેવી જાગૃતિ સમાજમાં ફેલાવી શકાય. જે કામ આપના આજના જેવા લેખો વડે થઇ શકે.
  આભાર.

  Like

  • અશોકભાઇ આપ અને બીજા વિદ્વાન વાચકોના જ્ઞાનસભર પ્રતિભાવથી ઘણી માહિતી મળી. આપની વાત સાચી દેશનું યુવાધન અને વિજ્ઞાનનો ઉપયોગ વિકાસઅર્થે થાય અને સમાજને ઉપયોગી બને તે જ આ લેખનો ઉદ્દેશ છે. આભાર

   Like

 7. khub j saras

  visit my blog & leave your valuable comment pls

  Mayurkumar
  http://www.aagaman.wordpress.com

  Like

 8. Good post.

  Science without religion is lame,
  Religion without science is blind.

  -Einstein

  Like

 9. Hiralji is very right..
  the religion teach is the right way to live…

  On the same Topic , I used to discuss a lot with my friends when I was to complete my studies.. At that time , I used to argue with the same thoughts & logics.. But gradually , I encountered with many problems of life & I got my self spiritually educated .. I got to learn so many lessons from the phenomenons occuring in my life..
  Writing / thinking / reading , rationally is one thing & to live rationally is totally separate thing from each other..One can not claim that the religions are worthless..Religion is the second name of science..
  & who knows the religion / the philosophy of religion doesnt require to know anything more..Its related to the soul satisfaction..
  so , this churning process is always welcome until we get to know the truth!!

  Like

 10. mitaji, your article about use of higher techn
  ology in consruction and some
  persons giving their services and time for the same didnot imprees me
  at all. even the comments given on lacked depth of understanding of
  the situation.you all are always talking of brainwashing.why?secondly,
  why you should not use good technolygy in advancing hindu religion.
  will you be happy if they build masjids and casinos and bars.
  if people are young and do something for others is always welcome,instead
  of becoming thugs or selfish.also search of true guru or God is
  very difficult,remember swamy vivekanand,he found his true guru
  after much effort and search. we are no body to question anyone’s
  judgement and no right
  to laugh at.religion ,science& technology are inseperable.
  you have raised a point any way people will start thinking.

  are inseperable.

  Like

  • Pradipbahi,
   You are missing or misunderstood my point. Use of technology to built bars or any religion establishment will not increase our value in international scientific and technology market, but use of technology, money and manpower should be used constructively to built a better scientific research and technological environment is a first priority then anything else.

   Like

  • એક એન્જીનીયર એની રોજી રોટી માટે કોઈ મંદિર બનાવવામાં કામે લાગી જાય તે સમજાય છે.પણ એક વૈજ્ઞાનિક જ્યારે બ્રેન વિશિંગ નાં પ્રભાવ માં માબાપ ને છોડી ને દેશ ની વૈજ્ઞાનિક સંસ્થા ની નોકરી છોડી ને મંદિર માં બેસી જાય છે અને તેના જ્ઞાન નો ઉપયોગ વધારે ભક્તો મેળવવાની મૂર્ખતામાં માં પરીણમે છે ત્યારે શું સમજવાનું?ધર્મો થી દેશ નાં વિકાસ નાં થાય.તો તો ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે ધર્મો છે ભારત કયારનુંયે સુપર પાવર હોત.અરે આના લીધે વધારે ગરીબડું અને કાયર કમજોર બન્યું છે.ટેકનોલોજી થી હિંદુ ધર્મ ને આધુનિક બનાવશો? તો ખુબ બધા ભણેલા ઘેન્ટાઓ વધશે.હજુ પણ અભણ કરતા ભણેલા ઘેટા ochhaa છે?dhar mo ને science ની jarur j kyaa છે?માટે તો science ને maari nakhyu.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s