આપણે પોતાને સાધારણ કેમ માનીએ છીએ?


આપણે આપણી ટેલેન્ટ કે કેપેસિટી હોવા છતાં પોતાને સાધારણ કેમ માનીએ છીએ? આપણે ઓછા પણ નથી કે ઊંચા પણ નથી તેમ માનીને તે બંનેની વચ્ચે રહી સાધારણ છીએ તેમ માનીને ભમ્યા કરીએ છીએ. મહાન વ્યક્તિઓ જેવી કે મહાન સંગીતકાર, ચિત્રકાર, લેખક, શિલ્પકાર, કલાકાર, ગાયક બધાંમાં  અસાધારણ આવડત હોય છે અને કાર્યક્ષમતા હોય છે. અને તેમનું રોજિંદું જીવન પણ આપણા જેવું જ હોય છે. જો તમે માનો કે તમે સાધારણ છો તો શું થાય? તમારી પાસે સારી આવડત છે લેખક, ચિત્રકાર, સંગીતકાર કે કલાકાર તરીકેની તો આ મન્યાતાને કારણે અંદરની આવડતને દબાવી દે છે. અંદરથી ગરીબ બનાવી દેશે તેથી બાહ્ય રીતે પણ ગરીબ બનાવશે.

જ્યારે આપણે પોતે જ પોતાને સાધારણ માનીએ છીએ ત્યારે આપણે અપૂરતા પ્રયાસ જ કરીએ છીએ. અને પછી કંઇક ઉમદા બનવા માટે ગોસિપ, રાજકારણ કે રીતિ રિવાજોની, કે ફાલતૂ વાતો કરીએ છીએ અને પછી આ સાધારણતા બાહ્ય દેખાવથી માન મેળવવાની કોશિશ કરે છે અને બીજી રીતે બંડ પોકારે છે. લોકોનું ધ્યાન દોરાય તેવો બાહ્ય દેખાવ કે ફેશન કરીએ છીએ જેમ કે હિપ્પી સ્ટાઇલ રહેવું, વાળ વધારવા, દાઢી વધારવી અને પછી કોઇ પંથ કે સંપ્રદાયમાં ભળવું. કારણ કે તમારી પોતાની અંદર કંઇ ના હોય એટલે તમે તમારી સાધારણતા અને અધૂરપની લાગણી અનુભવો છો અને પછી એકલતા અને ડિપ્રેશનમાં ડૂબી ગયા હોવ છો.

પહેલાં તો તમને પોતાને જ ખબર નથી હોતી કે આ એકલતા અને અધૂરપ શા કારણથી છે. સૌ પ્રથમ અધૂરપ અને એકલતાનું કારણ જાણવાની કોશિશ કરવી જોઇએ. પણ અધૂરપ શી રીતે મપાય? તેનું માપ તો અમર્યાદિત છે. એટલે તમે તેની સરખામણી જ કર્યા કરો-માપ્યા કરો. અને એનો તો કોઇ અંત જ ના હોય.

સાધારણતા આપણા બધામાં દેખાય છે તેને દૂર કરવા માટે સરખામણી કરવી ઉચિત નથી. જો  આપણામાં જ વિશાળ સ્વતંત્ર વિચારસરણી હોય અને સંપૂર્ણ માનસિક  સ્વતંત્રતા હોય તો સરખામણીની ભાવના ના આવે  અને તમે જુદા જ મનનું અસ્તિત્વ કે વ્યક્તિત્વ પામો છો.

8 responses to “આપણે પોતાને સાધારણ કેમ માનીએ છીએ?

 1. શ્રી મિતાબહેન,

  આપે બહુ સાચી વાત કરી. માણસ જેવી માન્યતા ધરાવે તેવો જ થઈ જાય છે. એટલા માટે આપણે ત્યાં ચિંતન ઉપર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે જો મારે બાળકોને ઉછેરવાના હોય અને હું તેમનો પિતા હોઉ તો નાનપણથી જ તેમને કહું કે અરે “તમે તો અમૃતના સંતાનો છો, અમર આત્મા છો, તમે કાઈ આ ક્ષુલ્લક શરીર કે મન નથી પણ તેનાથી પર એક અતીશય ઉચ્ચ દિવ્ય આત્મા છો. તમે ધારો તે કરી શકો.”

  નાનપણથી આ આત્મશ્રદ્ધા અને વિશ્વાસ નવી પેઢીમાં રેડવાની જરૂર છે. સાથો સાથ તેનામાં સેવા, સમર્પણ અને બીજા માટે કઈક કરી છુટવાની અરે જરૂર પડે જાન પણ દેવાની શક્તિ કેળવાવરાવવાની જરૂર છે.

  મનુષ્ય એકવાર પોતાની જાત વીશે નીચો અભિપ્રાય બાંધી લે એટલે તેની અધોગતિ શરુ થઈ જાય ફરી પાછા તેણે બેઠા થવું હોય તો તેની આ વીપરીત અને ભુલ ભરેલી માન્યતા સુધરે ત્યારે જ તે ફરી પાછો સ્વસ્થ જીવન જીવવા માટે લાયક બની શકે.

  અમુક લોકો પોતાની નબળાઈ છુપાવવા સતત બીજા ઉપર, આસપાસના સમાજ ઉપર, રીત-રીવાજો ઉપર , દેશ ઉપર, જાતી ઉપર, કે ધર્મ ઉપર સમજ્યા વગરના કોકની ઉછીની બુદ્ધીથી લીધેલા લેખો દ્વારા પ્રહારો કર્યા કરે છે. પોતાનો સ્વતંત્ર કોઈ મત નહીં બસ માત્ર કોકની માન્યતા અને ક્યાંક પ્રહાર. આવા કોકના વિચારોના શંભુમેળા જેવા વિચારો ઉપર પાછા અનેક લોકો ચર્ચા વિચારણા કરીને સમય અને શક્તિ ગુમાવે તેને બદલે સારુ સંગીત સાંભળે કે કોઈ સારી કવિતા વાંચે તો કાઈક ધન્યતા અનુભવી શકે.

  હશે ભાઈ, અંદાજ અપના અપના.

  Like

 2. મીતાજી,
  આ પ્રોબ્લેમ ધાર્મિક છે.આપણે તો ગરીબી માં મજા છે,તુલસી હાય ગરીબ કી,કુંતી એ દુખ માંગેલું,દુખ સારું બહુ સુખ નહિ સારું,બહુ પૈસો નહિ સારો,બહુ સગવડ નહિ સારી,ચાલશે,દોડશે,ઓછામાં પૂરું કરો,આપણે તો દીનહીન,બધું ભગવાન નાં હાથમાં છે,ઉપરવાળો કરે તે ખરું,નસીબમાં જે હશે તે થશે,કર્મ આપણાં આવું તો ઘણું બધું છે જે ગળથૂથી માં મળેલું છે અને તે જ ભારત નાં માનવી ને સાધારણ મનાવે છે અને એમાજ મજા છે તેવો ગર્વ કરાવે છે.માટે ભારત કદી ઊંચું આવવા માટે પ્રયત્ન કરતુ નથી.

  Like

  • ભૂપેન્દ્રસિંહજી સાચી વાત આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે ચાદર જેટલી જ સોડ તાણવી, એટલે કે એટલા જ પગ લાંબા કરવા. પણ એવું શીખવાતું નથી કે ચાદર લાંબી કરી શકાય. અને પૈસો તો હાથનો મેલ છે એવું ઠસાવવામાં આવે પણ મંદિરોમાં દાન પેટી તો સામે જ રાખી હોય અને ફંડ ફાળા માટે તો વારે તહેવારે કહેવામાં આવતું હોય છે. દરેક વ્યક્તિમાં અસાધારણ શક્તિ હોય જ છે. પોતાની જાતમાં વિશ્વાસ પેદા કરીએ તો એ શક્તિઓ બહાર આવે છે.

   Like

 3. શ્રી મીતાબહેન,
  આને ’લઘુતાગ્રંથી’ પણ કહેવાય ? જો હા ! તો એ માટે હું તો ’અજ્ઞાન’ અને ’ગરીબી’ને કારણરૂપ ગણીશ. (બાપુ ભલે ધર્મને કારણરૂપ ગણતા !! કારણ કે મારૂં અંગત નિરીક્ષણ એવું છે કે આને ધાર્મિકતા શાથે કોઇ લેવાદેવા નથી, ઉલ્ટું ધાર્મિક લોકો પોતાને ’અસાધારણ’ ગણતા હોય તેવું વધુ જોવા મળશે.) મોટાભાગે અભણ કે નિર્ધન માણસ કોઇ ભવ્ય કચેરી કે રેસ્ટોરાંમાં જતા અચકાશે. ખીસ્સામાં ગરમી હોય તો ભલભલાને ઠોકરે ચઢાવી અને પસાર થઇ શકાય છે ! (આ બધું રોજબરોજનું નિરીક્ષણ માત્ર છે) સામાન્યરીતે તો લગભગ કોઇ પણ (પ્રાણીમાત્ર) પોતાને સાધારણ માનવા ઇચ્છતું નથી, પરંતુ સમય અને સંજોગ મુજબ સાધારણપણાનો દેખાવ માત્ર કરે છે. આ ગળે ઉતરે તેવું સીધુંસાદુ કથન નથી, પરંતુ થોડા નિરીક્ષણ પછી કદાચ સાચું હોય તેવું લાગે ખરૂં. એક અધિકારી પોતાની નીચેના લોકોને બેધડક ધબડાવી શકે, પરંતુ એ પાછો પોતાના ઉચ્ચ અધિકારી પાસે ગરીબડો બની જાય ખરો !!
  હા, કોઇ કોઇ ધાર્મિક વિચારકોએ અજ્ઞાન અને ગરીબીના વખાણની હદ સુધીના કરેલા ગુણગાનને કારણે પણ સમાજ પર વિપરીત અસર થઇ હોય તેટલા પુરતા ધર્મો પણ જવાબદાર ખરા. (જેમાં તુલસી હાય…થી લઇ અને સોયના નાકામાંથી ઊંટ.. સુધીના બધા જ આવી જાય !) બાકી તો આ એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે, અને મનોવૈજ્ઞાનિક ઢબે ઉપચારથી ઠીક પણ થઇ શકે છે. ઉપાય છે, આપે કહ્યું તેમ વિશાળ સ્વતંત્ર વિચારસરણી અને તે માટે જરૂરી છે ’જ્ઞાન’ અને ’વિકાસ’.
  આપને આવા સ_રસ “સ્વતંત્ર વિચારસરણી” યુક્ત વિષયો કઇ રીતે સુજે છે ? અમને જણાવશો તો અમે પણ આવું કશુંક નવું વિચારતા થઇ અને ’અસાધારણ’ બનીએ !!
  : – ) આભાર.

  Like

  • સાચી વાત છે ધાર્મિક લોકો પોતાને અસાધરણ માનતા હોય છે.એક સબન્ધિ ના ત્યા પાર્ટી હતી.કેક કાપવામા આવી.એમના મતાપિતા કહે અમે ના ખાઇયે.એમા ઇન્ડા હોય.બિજા લોકો રેપર ઉપર વાચવા લાગ્યા કે ઇન્ડા વગરની હોય તો જોઇ લેવાય. છેવટે એગ્સ વાળી જ નીકળી.એ બન્ને જણા ના મુખ પર બચી ગયા ની ભાવના જોઇ.એક જ ક્ષણ મા કેક ખાવા વાળા બધા કીડા મકોડા થઇ ગયા.અને પેલા બે જણા સ્વર્ગ ના અધીકારી.હુ તો ખુબ હસ્યો,બીજા લોકો ના મોઢા ઉપર ગિલ્ટ ના ભાવ વાન્ચી ને.પણ ભાઇ હવે અજ્ઞાનતા તો રહી નથી અને આખો દેશ તો ગરીબ નથી,છતા આખુ ભારત બિચારુ અને ગરિબડુ કેમ?નનકડા દેશો કે એક ત્રાસ્વાદી કેમ મારી જાય છે?

   Like

  • અશોકભાઇ સાધારણતાનો અર્થ આપે સરસ અને સાચો જણાવ્યો- લઘુતાગ્રંથી. આપનો પ્રતિભાવ ખૂબ જ્ઞાનસભર છે. અને આપનું નિરિક્ષણ પણ સાચું છે આવું ઘણીવાર જોવા મળતું હોય છે. સાધારણતા માટે અજ્ઞાન, ગરીબી, ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્નો કારણરૂપ હોઇ શકે એવું પણ કહી શકાય. અશોકભાઇ આપના પ્રતિભાવ ખૂબજ જ્ઞાનસભર, માહિતીસભર હોય છે. આપ અસાધારણ છો જ. મને તો આપના અને બીજા મિત્રોના પ્રતિભાવથી જ લેખ પૂર્ણ બનતો હોય તેવું લાગે છે. આભાર.

   Like

 4. આવુ જ કાઇક અલગ શબ્દોમા અહી લખેલુ છે. http://marisamvedana.blogspot.in/2011/03/blog-post.html

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s