પ્રેમ વિશેઃ


પ્રેમની ઝાંખી કર્યા વગર તમે મૃત્યુની ઝાંખી નહીં કરી શકો–કેથરિન બટલર હેથાવે

પ્રેમને ત્રાજવે તોલી ના શકાય —

પ્રેમ યુદ્ધ જેવો છે જેની શરૂઆત સહેલી અને અંત કરૂણ છે- ટોલ્સ્ટોય

પ્રેમ અને ગરીબાઇ કરતાં ધિક્કાર અને ધન સરળતાથી છુપાવી શકાય છે —-

જીભ બોલવાનું બંધ કરે છે કાન સાંભળવાનું બંધ કરે અને જ્યારે માત્ર આંખો જ બોલે અને આંખો જ સાંભળે ત્યારે પ્રેમ પ્રગટે છે.–ખલિલ જીબ્રાન

પ્રેમ એક એવું દર્દ છે જે નસીબદાર હોય એને જ મળે છે–

પ્રેમ મનની મુક્તિ છે–ભગવાન બુદ્ધ

મુક્તિ એક જ માર્ગ છે અને તે પ્રેમ છે–સ્વામી વિવેકાનંદ

વિચાર વગરનું વર્તન અને પ્રેમ વગરનું સમર્પણ શું કામનું?

પ્રેમથી આપેલું થોડું પણ ઘણું મનાય છે

પ્રેમનો આનંદ તેને આપવામાં છે પ્રેમના બદલામાં કશું પામવામાં નહીં-ઓશો રજનીશ

પથ્થર રસાયણથી પીગળે પણ પથ્થર હ્રદય તો પ્રેમથી જ પીગળે —

પ્રત્યેક માફીમાં પ્રેમનો અંશ રહેલો હોય છે –

પ્રેમ એટલે પ્રકાશના પૃષ્ઠ પર પ્રકાશના હસ્તે લખાયેલો પ્રકાશનો શબ્દ -ખલિલ જીબ્રાન

પ્રેમ પાતળો તેમ વાંક જાડો

જીવન પોતે જ પ્રેમનો ધોધ છે. પણ તમને તે વરસાવતાં આવડવું જોઇએ—ગટે

પ્રેમે વશ વનિતા રહે, પ્રેમે પ્રજા પળાય, પ્રેમે પરમેશ્વર મળે, પ્રેમે જગત જિતાય-

પ્રેમ કોઇને પોતાનો તાબેદાર બનાવતો નથી અને પોતે કોઇનો તાબેદાર થતો નથી –ખલિલ જીબ્રાન

પ્રેમ કશોય વિચાર કર્યા વિના સર્વસ્વનું સમર્પણ કર્યે જ જાય છે. અને છતાં ડરતો રહે છે કે મેં ઓછું આપયું છે, તેથી તેનો અસ્વીકાર તો નહીં થાય ને? —જોનાથન સ્વિફટ

જીવન એક ફૂલ છે. અને પ્રેમ તેની સુગંધ.

જ્યાં પ્રેમ હોય છે. ત્યાં પરિશ્રમ હળવો ફૂલ બની જાય છે.

માતાનો એક રતિભાર પ્રેમ એ ધર્મગુરુના ટનબંધ ઉપદેશ કરતાં ચઢે છે

12 responses to “પ્રેમ વિશેઃ

 1. શ્રી મિતાબહેન,
  પ્રેમ વિશે સુંદર અવતરણો:
  એકાદ હું પણ ટાંકી દઉ;
  પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય;
  રાજા પ્રજા જો ચહૈ, શિશ દીયે લે જાય.

  પ્રેમ વિશેનું આ ભજન આપને વાંચવુ ગમશે.
  http://bhajanamrutwani.wordpress.com/2010/06/11/vacation-sagai/
  જો કે તેમાં ૫૦૦૦ વર્ષ પહેલાના શ્રી કૃષ્ણની વાત છે, પણ પ્રેમ ને વર્ષો સાથે શું લેવા દેવા? કદાચ અન્ય અવતારો કરતા શ્રી કૃષ્ણ તેમના પ્રેમને લીધે જ આજે પણ આટલો આદર પામ્યા હોય.

  Like

 2. પ્રેમ હજારો લાખો ફૂલો ની સુગંધ છે,સવાલ તમારા નાક નો છે.એ બંધ તો નથી ને?બંધ હોય તો કોઈ ઉપાય નથી,ખુલ્લા હોય તો કોઈ સવાલ નથી.ફૂલ કદી કોઈ ને કહેતું નથી કે મારી સુગંધ ફક્ત આને માટે જ છે,પેલા માટે નથી.

  Like

 3. પ્રેમ એવી ચાસણી છે જેમાં બોળી બોળી ચોફેર મીઠાશ વહેંચી શકાય છે.

  Like

 4. વાહ બેન વાહ, સરસ વાત કહી…..!!

  હ્રદય નુ ભોજન પ્રેમ છે,
  આત્માનુ ભજન પ્રેમ છે,
  મિત્ર પ્રત્યે બલિદાન પ્રેમ છે,
  દેશ પ્રત્યે ઈમાનદારી પ્રેમ છે,
  પતિ અથવા પત્ની પ્રત્યે વફાદારી પ્રેમ છે,
  સંતાનોને સત્ય માર્ગે ચલાવવા એ પ્રેમ છે,

  !*!*! પ્રેમ કશોય વિચાર કર્યા વિના સર્વસ્વનું સમર્પણ કર્યે જ જાય છે. અને છતાં ડરતો રહે છે કે મેં ઓછું આપયું છે, તેથી તેનો અસ્વીકાર તો નહીં થાય ને? —જોનાથન સ્વિફટ !*!*!

  Like

 5. miatji,
  you have chosen a very difficult subject and yet very popular. by putting quotes of great fellows you have really tried honestly to give some light on the subject ,esspecially khalil zibran whose book The Prophet i have read.love can not be defined ,not even by those who have achieved it and knowen it. an ant cannot swim across the ocean. Thank god you have not tried to explained it by yourself. and even if you have done that it would have been embarresing ,not that you are not capable do that but i think only MIRA could do it, even she had to write poetry to do that and still today no one can grasp the true meaning of love. become mashiha for women who have lost their way after false glory and money.,go to clubs and dance and drink and kill innocent people while driving madly. inspire them.

  Like

 6. પ્રેમ વિષે સુંદર અવતરણો આપે આપ્યા અહી..અને ગમ્યા..ખરેખર કોઈ પ્રેમમાં હોય ત્યારે જ ક્સોટી થઈ જાય છે કે પોતે પ્રેમ માટે કેવો અભિગમ રાખે છે..ઘણાને અસહ્ય, અદેખાઈ અને નિંદ્ય અને ઘ્રૂણાસ્પદ અને ન જિરવાય તેમ પણ બને. !!!
  ધર્મ ને સંસ્ક્રુતિ મા ને બાપ છે
  પ્રેમ કરવો કેમ જાણે પાપ છે
  પાણિ માંગો દૂધ પણ મળશે અહી
  ચાહ્શો કોઇને તો મળ્શે શ્રાપ છે

  Like

 7. જે દર્દ પીએ તે પ્રેમ પામવા નો અધિકારી, પ્રેમ એજ પરમાત્મા,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s