સ્ત્રીની સાચી સુંદરતા શેમાં છે?


આજકાલ બ્યુટી વીથ બ્રેઇનનો જમાનો છે. સ્ત્રીને પોતાની સુંદરતાનાં વખાણ ગમે છે, પરંતુ સાથે તેની બુદ્ધિનાં વખાણ થાય તો સોનામાં સુગંધ ભળે તેવું લાગે છે. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ આ કહેવત ખોટી પડી છે તેના ઘણાં ઉદાહરણો છે. આજે ઉચ્ચ હોદ્દાઓ પર ઘણી સ્ત્રીઓ જોવા મળે છે. અને વધુને વધુ સ્ત્રીઓ આગળ આવતી જાય છે. આ કહેવતમાં તથ્ય પહેલાં પણ નહીં હોય. માત્ર સુંદરતા જોવાય એવો હોઇ શકે. મોટાભાગની સ્ત્રીઓને આ વાત નથી ગમતી કે તેમના કામ અને આવડત કે બુદ્ધિને મહત્વ આપવાને બદલે પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ પણ દેખાવ અને શરીરને જ વધુ અગત્યના ગણે છે. એટલે જ સ્ત્રીઓ પણ એવા તારણ પર આવે છે કે પુરુષોને તેમનુ શરીર જેટલું પ્રભાવિત કરે છે તેટલી બુદ્ધિ નહીં. સાયકોલોજીના નિષ્ણાતો કહે છે કે મોટાભાગે પુરુષોને શારીરિક સુંદરતામાં રસ છે. સ્ત્રીના મનના ઉંડાણને સમજવાનું કે સ્ત્રીની લાગણીઓમાં પુરુષને કોઇ રસ નથી. જો કે કમનસીબી એ છે કે પુરુષોની આ વૃત્તિનું સ્ત્રીઓ પોતાની લાગણીઓના ભોગે પણ સિંચન કરે છે. સ્ત્રીઓ જ પોતાની લાગણીઓ અને મન સાથે સમાધાન કરે છે માત્ર શરીરને મહત્વ આપે છે સારા ફિગર, મોડલ્સ કે હીરોઇનોને આદર્શ માને છે તેની આ ઘેલછાનો ભરપૂર ઉપયોગ ફિલ્મો અને જાહેરખબરવાળાઓ ઊઠાવતાં હોય છે. ઘણી સ્ત્રીઓ સારી શૈક્ષણિક લાયકાત. ઊંચી બુદ્ધિમત્તા હોવા છતાં શરીર અને સુંદરતાને કારણે નકારાત્મક લાગણીઓ અનુભવે છે. તો પછી એકલા પુરુષોને દોષ દેવો યોગ્ય ના કહેવાય એ તો કુદરતની રચનાના ભાગરૂપે છે. 

એટલે આ માનસિકતા કોણ બદલી શકે. માત્ર સ્ત્રી જ બદલી શકે. પોતાની સાચી સુંદરતા શેમાં છે એ પોતે સમજવું પડશે. સાચી સુંદરતા તમારા હ્રદયની ઉર્મિઓમાં છે, કપડાં, આભૂષણો, શરીરનો દેખાવ વગેરેમાં નથી. જો સ્ત્રી જ તેના પર ધ્યાન ન આપે તો જ અન્ય બાબતો પર બીજાનું ધ્યાન દોરી શકે. માત્ર શરીરને પામનારો દરેક પુરુષ અધૂરો છે જ્યારે મનને પામી ગયેલો પુરુષ પૂર્ણ છે.

33 responses to “સ્ત્રીની સાચી સુંદરતા શેમાં છે?

 1. મીતાજી,
  બહુ સુંદર વાત કરી સુંદરતા ની.સ્ત્રીઓ પોતાની બાહ્ય સુંદરતા માટે ખુબ સજાગ હોય છે.કેમ?કેમ કે પુરુષ ને મન શરીર ની સુંદરતાનું મહત્વ વધારે છે.પણ સ્ત્રી ને મન સુંદરતા નું બહુ મહત્વ નથી,અંતે પુરુષો પોતાની સુંદરતા બાબતે બહુ સજાગ હોતા નથી.એટલે સ્ત્રી વડે બ્યુટી પાર્લરો ઉભરાતાં,પુરુષો વડે નહિ.મતલબ સ્ત્રી ને પુરુષ બહુ સુંદર હોય તેની ખાસ પડી હોતી નથી,એની બુદ્ધિમતા ની અને પ્રેમની કે સલામતી ની જ વધારે પડી હોય છે.માટે એક કુરૂપ પુરુષ ને એની સુંદર પત્ની ખુબ ચાહી શકે છે.હવે જોકે પુરુષો પણ સજાગ થતા જાય છે.અને એમના વડે પણ બ્યુટી પાર્લરો ઉભરાતાં જાય છે.જોકે સુંદરતા વિષે દરેક ના પોત પોતાના ખયાલો હોય છે.અને સમયે સમયે બદલાતા જતા પણ હોય છે.પહેલા હેલ્ધી સ્ત્રીઓ સુંદર ગણાતી,હવે દુબળી પાતળી (૦ફિગર)સ્ત્રીઓ સુંદર ગણાય છે.દક્ષીણ ભારત માં અભિનેત્રીઓ હટ્ટી કટ્ટી ચાલતી,દુબળી ના ચાલતી.અને મુંબઈયા ફિલ્મો માં પાતળી ચાલતી.જોકે બધું બદલાતું જતું હોય છે.

  Like

 2. શ્રી મિતાબહેન
  મે કશેક વાંચેલુ કે સુંદરતા જોનારની દ્રષ્ટીમાં હોય છે. ઈશ્વરનું કોઈ પણ સર્જન હેતુ વિહિન નથી. તેમણે દરેક પદાર્થ, જીવો, પ્રાણીઓ, વનસ્પતિઓ, પશુઓ , માનવો અને જુદા જુદા લોક અને તેની વ્યવસ્થા તે બધુ હેતુપુર્ણ બનાવેલ છે. માત્ર જીવો પોતાના અંગત રાગ દ્વેષને લીધે આ સુંદર અને આ કુરુપ તેવી કલ્પના કરે છે. જે અંદરથી સંતુષ્ટ છે તે કદી બહાર સુંદર દેખાવા કે બીજા ઉપર પ્રભાવ પાડવા મથામણ નથી કરતો. જેને અંદરથી કશુંક ખુટે છે તે બાહ્ય દુનિયામાં સારા દેખાવા માટે મથામણ કરે છે. અલબત આ તો મારા વિચારો છે. તમારા વિચારો પણ તમારી દ્રષ્ટિએ બરાબર છે. માણસો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તે મનમાંથી આ સ્ત્રી-પુરુષના ભેદ દુર કરી શકતો નથી પણ એક માત્ર વેદાંત આહ્વાન કરે છે કે વાસ્તવમાં સ્ત્રી અને પુરુષ તે તો માત્ર શરીરને આધારે દેખાતા ભેદ છે પરંતુ તે બંને ને પ્રકાશનારુ ચૈતન્ય જેને આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક જ હોય છે. જેવી રીતે ટ્યુબ લાઈટ અને પંખો બંને એક જ વીજળી થી ચાલે છે તે રીતે પુરુષ હોય કે સ્ત્રી તે બંનેનું ચાલક બળ એક જ ચૈતન્ય આત્મા છે.

  એક સ્પષ્ટતા કરી દઉ કે હું અહીંયા મારા કશાયે અંગત લાભાલાભ માટે ચર્ચા કે પ્રતિભાવ આપવા નથી આવતો પણ આપના પ્રત્યે મને એક મોટા બહેન જેવો આદર છે અને આપની સાથે વાતો કરવી ગમે છે માટે જ આવું છું. બીજા બ્લોગર મિત્રોને પણ આ સ્પષ્ટતા ઉપયોગી જણાશે તેવી આશા રાખુ છું.

  Like

  • અતુલભાઇ સાચી વાત છે સુંદરતા જોનારની દૃષ્ટિમાં હોય. પ્રતિભાવ બદલ આભાર. આપને મારા માટે મોટાબહેન જેવો આદર છે તે બદલ પણ આભાર. આપને ખોટું ના લાગે તો બ્લોગજગતમાં ચર્ચા કે પ્રતિભાવ દરેક વ્યક્તિ કોઇ અંગત લાભ માટે નહીં પરંતુ મિત્રભાવે ચર્ચા વિચારણા કરવાનો કે જે તે વિષય પર પોતાના અભિપ્રાય આપવાનો ઉદ્દેશ જ હોય. અને કોઇ વિષય પર વિચારો અલગ હોય તેવું પણ બને. અંતે તો કંઇક નવું જાણવા મળે તેવો જ ઉદ્દેશ હોય.

   Like

 3. The beauty of a women lies in her heart and not in the clothes she wears or figure she carries…..


  This is a wonderful presentation .

  Like

 4. ભુપેંદ્રજીની વાત એકદમ સાચી છે.

  નિર્દોષતા, ભોળપણુ અને સમર્પંણાપણુ સ્ત્રીની સુંદરતા છે એ ન હોય તો બધુ જ નકામુ છે.

  Like

 5. ખુબ જ સેન્સીટીવ ઈશ્યુ છે આ….. આપે કહ્યું તે સાચું જ છે. હું માનું છુ કે દરેક સ્ત્રી એ પોતાના આત્મવિશ્વાસ માટે પણ પોતાની જાતનું ધ્યાન રાખવું જ રહ્યું… મન ગમે તેટલું સુંદર હોય પણ એ ક્યારેય બે –ચાર મુલાકાતોમાં પરખાતું નથી જ. માટે કોઈ હીનભાવ અનુંભવ્યા વગર મન સાથે તન નું આરોગ્ય જાળવવામાં કઈ ખોટું નથી. આ સ્ત્રી પુરુષ બન્ને માટે સમાનરૂપે જરૂરી છે. આજના જમાનામાં પુરુષ સમોવડી દરેક રીતે થઇ ચૂકેલી સ્ત્રી કુદરતે મુકેલા અલગ અલગ હોર્મોન અને પ્રકૃતિ ને લીધે પુરુષ જેટલી દેખાવ બાબતે બેફીકર થઇ શકે તેમ નથી….!!! જો કે હવે આર્થિક પગભર થયેલી સ્ત્રીઓ પણ પુરુષોના દેખાવની નોંધ લેવા લાગી છે….. તો પુરુષો … હવે સાવધાન…. જેન્ટસ બ્યુટીપાર્લરની એપોઈન્ટમેન્ટ લેવાના દિવસો દુર નથી….!!!! આમ તો સ્ત્રીની સાચી સુંદરતા તેનું સ્ત્રીત્વ જ છે . તેની મમતા , તેનું સમર્પણ , તેની સહજતા …આપના સુંદર લેખ માટે ધન્યવાદ….

  Like

 6. જગતના ભાઈ બહેનો, સાવધાન….

  જે સ્ત્રી ઓ પાર્લર દ્વારા સુંદરતા વધારે છે, એ સ્ત્રીઓથી પુરુષો સાવધાન…. !!

  અને જે પુરુષો પાર્લરમાં જઈ ઉંદર દેખાય છે એનાથી તીએઓ
  સાવધાન…. !!

  કેમ કે ક્રુત્રીમ સુંદરતા ક્રુત્રીમ પ્રેમ જગાવહે પછી રડાવહે નહિ તો અહિ તહિ ભટકાવહે, એટલે “અતિ ને ના હોય મતી” જે હોય છે જ માટી.

  Like

 7. (મારુ કીબોર્ડ મને દગો દઈ રહ્યુ છે, અને w,s, ની આખી યે ઉભી લાઈનના ચાર હબ્દો ટાઈપ નથી કર્તુ એટલે ઘણા દિવહો થી કોઈ લેખ પણ લખાતો નથી એટલે મને ટાઈપ ભુલ માટે માફ કરજો)

  જો કે અતુલ ભાઈની વાત ૧૦૦% હાચી અને જીવનમાં ઉતારવા લાયક છે.

  Like

 8. સુંદરતા સાપેક્ષ છે અને તે વિષેની દરેકની સમજ અલગ અલગ જ રહેવાની ! તેમ છતાં સ્ત્રીઓ પોતાની બાહય સુંદરતા માટે વધુ અને વધુ સભાન અને સતર્ક બની રહી છે અને આ સુંદર દેખાવાની લ્હાયમાં કેટલીક સુંદર દેખાવાને બદલે સેક્સી વધારે જણાય છે જે પુરૂષોને બહકાવે છે પરિણામે જાતીય સતામણી છેડતી અને બળાત્કર વધી રહેવાનું આ પણ એક વેલીડ કારણ બની રહે છે. કેટલીક આવી બાહય સુંદરતા દ્વારા પોતાના કામો કરાવી લેવાની ચાલાકી પણ અજમાવે છે અને લાલચુ પુરૂષોને તેનો ભોગ બન્યા બાદ જ સ્ત્રીની ચાલાકી/લુચ્ચાઈ સમજમાં આવતી હોય છે. ખરું પૂછો તો સ્ત્રી કે પુરૂષનું બાહય નહિ પણ આંતરીક સૌન્દર્ય પારખવાની ઉભય પક્ષે આવશ્યક દ્રષ્ટિ કેળવવી જોઈએ !

  Like

  • અરવિંદભાઇશ્રી આપે સત્ય વાત કહી. સ્ત્રીઓ સુંદરતા પ્રત્યે સતર્ક અને સભાન રહે ત્યાં સુધી સારી વાત છે પણ સુંદર દેખાવાનો ખોટો પ્રયાસ કે તેનો દુરપયોગ કરે છે તે બહુ જ શરમજનક બાબત છે. આપનો પ્રતિભાવ ખૂબ જ સચોટ. આપનો આભાર.

   Like

 9. શ્રી મીતાબહેન, શું યોગાનુયોગ છે !!!
  મને એક વિચાર, હમણાજ પ્રકૃતિના રહસ્યો પર એક લેખ વાંચતો હતો ત્યારે, આવ્યો કે; પ્રકૃતિમાં લગભગ વિના અપવાદે નર હંમેશા વધુ સુંદર અને વધુ મોહક એવી કોઇ ખાસિયત ધરાવતો હોય છે. તો પછી આ એક મનુષ્યજાતિમાં જ આટલું ઉંધુ કેમ કરીને લાગ્યું ! જનસંખ્યાને આધારે પણ જોઇએ તો પુરૂષ કરતા સ્ત્રીઓની સંખ્યા ઓછી જ રહી છે, આથી સ્ત્રી માટે પુરૂષોએ હરિફાઇ કરવી જરૂરી બને અને એ હરિફાઇની લાયકાત કેળવવા માટે વધુ પ્રયાસ પુરૂષોએ કરવો જોઇએ, તેને બદલે સ્ત્રીઓએ સુંદર દેખાવાનો, પુરૂષોની નજરે ચઢવાનો, આટલો કૃત્રીમ પ્રયાસ કેમ કરવો પડે છે ? કુછ તો ગરબડ હૈ !! (એ.સી.પી. પ્રદ્યુમન, CID)

  મારૂં એક (નિરાધાર) અંગત તારણ એ છે કે મહદાંશે તો સ્ત્રી પુરૂષને અભિભૂત કરવા માટે નહીં પરંતુ અન્ય સ્ત્રીને અભિભૂત કરવા માટે વધુ સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે. હરિફાઇ સ્ત્રી અને પુરૂષ વચ્ચે નહીં પણ સ્ત્રી અને સ્ત્રી વચ્ચે હોય તેવું લાગે છે. (અને પુરૂષો તેનો (ગેર) ફાયદો ઉઠાવે છે !!) આપની એ વાત સાચી જ છે કે આ માનસિકતા માત્ર સ્ત્રી જ બદલી શકે છે. આપની એ વાત શાથે સંપૂર્ણપણે સહમત છું કે સ્ત્રીની સાચી સુંદરતા તેમના દેખાવ (જો કે એ પણ સારો રાખવો કંઇ ખોટું તો નથી જ) કરતાં હૃદયની ઉર્મિઓ અને લાગણીઓમાં છે. આપણને આપણી માતા સદાય યાદ કેમ રહે છે ? દેખાવને કારણે તો નહીં જ, તેમના વાત્સલ્યને કારણે. મેરલિન મનરોને આપ ભલે ગમે તેટલા ચાહો પરંતુ આપનું હૃદય સન્માન તો કલ્પના ચાવલાનું જ કરશે. હજારો વર્ષોથી સત્તત એક પ્રકારની હેમરિંગ ક્રિયા દ્વારા સ્ત્રીઓને પોતે દ્વિતિય દરજ્જો ધરાવતી હોવાનું ઠસાવી દેવાયું છે. આજે પણ આમ તો સ્ત્રી સ્વાતંત્ર્યના નામે તેઓને ઠગવામાં જ આવે છે. તેઓમાં રહેલા આત્મવિશ્વાસને ખુદ તેમણે જ બહાર લાવવો પડશે. અમે તો આમાં વધુ મદદ કરી શકીશું નહીં જ !!! (જો કે પેલી ’કુછ ગરબડ’ પર પ્રકાશ પડે તેવું કંઇ વિચારવા વિનંતી છે.)
  સુંદર લેખ, એટલા જ સુંદર પ્રતિભાવો શાથે. આભાર.

  Like

  • અશોકભાઇ સાચી વાત સ્ત્રી ક્યારેય પુરુષોને આકર્ષવા કે અભિભૂત કરવા નહીં પરંતુ બીજી સ્ત્રીઓને જ અભિભૂત કરવા જ સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે. એટલે જ કોઇ મેળાવડા કે લગ્નપ્રસંગોએ કે જ્યાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં આવવાની હોત ત્યાં જવાનું હોય ત્યારે સ્ત્રીઓ બહુ જ સભાનતાપૂર્વક અને આયોજનપૂર્વક તૈયાર થતી હોય છે. અને સ્ત્રીઓને જ્યારે તેનાથી ઓછી ઉંમરની સ્ત્રી સાથે બહાર જવાનું હોય ત્યારે તો તેને તૈયાર થવામાં વધુ સમય લાગે છે.

   બીજું એ કે સ્ત્રી સ્વાતંત્ર્યના નામે સ્ત્રી વધુ ઠગાય છે. પરંતુ સ્ત્રી હજુ સ્ત્રી સ્વાતંત્ર્યતાનો સાચો અર્થ સમજી નથી અને ઘણીવાર તો સ્વતંત્રતા સ્વચ્છદંતા બની જાય છે. સ્ત્રી પુરુષ સમોવડી બનવાના પ્રયાસ કરે છે પણ સ્ત્રી પોતે જાણતી નથી કે કુદરતી રીતે તે પુરુષ કરતાં ખૂબ જ આગળ છે. સ્ત્રી જ્યારે આ વાત સ્વીકારીને આત્મવિશ્વાસ કેળવેશે તો જ પેલી કુછ તો ગરબડ હૈ પર પ્રકાશ પાડી શકે.
   આભાર.

   Like

 10. ક્યા ખુબ કહી, વાહ અશોકભાઇ આપે તો અદભુત વાત કહી, અતિ ઉત્તમ ચર્ચા થઈ રહી છે, અરવિંદ સાહેબ પણ ઉત્તમ વાત કહી મીતા બહેનનુ મનોમંથન ઉત્તમ માખણ નીપજાવી રહ્યુ છે…સરસ,

  Like

  • આભાર રાજેશભાઇ મેં તો સ્ત્રીની સાચી સુંદરતા વિશે થોડું જ મનોમંથન રજૂ કરેલું પરંતુ આપ સર્વે મહાનુભાવોના પ્રતિભાવોના મનોમંથનમાંથી અતિ ઉત્તમ માખણ નીપજી રહ્યું છે. સર્વે બ્લોગમિત્રોના જ્ઞાનસભર પ્રતિભાવોને લીધે જ લેખની પણ સાચી સુંદરતા વધી રહી છે.

   Like

 11. મીતાજી, આપનું ચિંતન ગમ્યું…આપણે ત્યાં પણ સત્યમ શીવમ સૌન્દ્રયનો આદર્શ છે જે કહે છે સમ્પૂર્ણ સૌન્દર્ય બહાર અને અંદરનું અર્થાત ગૂણ સૌન્દ્રર્ય, વિચાર સૌન્દર્ય ભાવ સૌન્દર્ય, આંતરિક ગુણો પણ સૌન્દર્ય જ છે..મન અને શરીર જુદા નથી તેમ સાયકોલોજીસ્ટ કહે છે..સ્ત્રી શારીરિક રીતે વધુ સુંદર છે તેમાં પણ પરમાત્માનો આશય છે..આપણે ત્યાં પણ શાસ્ત્રોમાં સ્ત્રી શરીરની નીંદા કરી છે પણ ઈશ્વરે સર્જેલ શરીર ભોગ્ય નહી ત્યાજ્ય નહિ તેમજ ઉપાસનીય, સરાહનીય હોવું જોઈએ..જે શરીરમાં પ્રભુનો અંશ હોય તેને શણ્ગારવું ખરાબ નથી જ..આપણે ત્યા તો મ્રુત્યુ ઉપરાંત પણ શરીર શણગારાય છે !! પણ સ્ત્રી તરફ જોવાનો ને જગત તરફ જોવાનો ઈશ્વર તરફ પણ જોવાનો દ્રુશ્ટીકોણ બદલાવો જોઈએ..સ્ત્રી માત્ર ભોગપૂર્તિ માટે નથી ભાવના અને બુદ્ધિશાળી પણ છે..

  સદા અજવાશ દિપક આપતો ખુદને જલાવીને
  ફકત ઉપદેશ ના દે દંભના ચહેરા સજાવીને
  જુઓ શક્તિ વડે ધન સ્ત્રી અને વિદ્યા કયી નજરે ?
  જગત સુંદર દિશે ભ્ક્તી થકી દ્રુષ્ટી સુધારીને
  -દિલીપ ગજજર

  Like

  • આપનો પ્રતિભાવ અને કાવ્ય સરસ. સાચી વાત જગતને જોવાનો દૃષ્ટિકોણ બદલવો જોઇએ. અને આંતરિક સુંદરતા સાથે બાહ્ય સુંદરતા હોય તો સોનામાં સુગંધ ભળે.

   Like

 12. પોતાના સૌંદર્ય વિષે લઘુતા અનુભવતી સ્ત્રીઓને માટે એક પુરુષ તરીકે બે પ્રશ્ન:

  તોપ મોં તરફથી સુંદર લાગે કે જામગરી તરફથી? (મોં તરફથી જ તો!)
  ડાહ્યો માણસ કઈ બાજુએથી જોવા ઇચ્છે? (જામગરી તરફથી!)

  🙂

  Like

 13. અર્થાત, બાહ્ય સૌંદર્ય હોય અને ગોળા જેવી વાણી હોય તે કરતાં બાહ્ય સૌંદર્ય ઓછું હોય પણ જામગરી જેવી શક્તિ હોય તે શું ખોટું?

  Like

 14. જે બાહ્ય રીતે ક્રુત્રિમ સુંદર રીતે સુંદર છે એ અંતરથી કદાચ કાચો હોઈ શકે એવુ મે ૯૦% વખત જોયુ અને જાણ્યુ છે પણ જે મન,વચન અને કાયાથી પવિત્ર, નિર્મળ અને દયાળુ હોય એ સુંદર જ હોય છે ૧૦૦ એ ૧૦૦% વખત જાણ્યુ અને માણ્યુ છે.

  Like

 15. પિંગબેક: 2010 in review | મીતા નું મનોમંથન

 16. Well said. I agree with u. and I have experienced the same.

  Like

 17. Meetaben,
  I never believe in gender bios any lady can have beautifu physique or brain, smoe lucky lady possese both brain and beauty we should accept with broad mind. I don’t know why people are stii keep this kind of topic in their mind the 18th cetury is over before 200 years a go Men should change their mentality. if you like to read short stories pls visit my blog http://aavovaatokarie.blogspot.com/ and give me your valuable comments for all the stories

  Like

 18. બાહ્ય સુંદરતા એ માનવજાત દ્વારા કરવામાં આવતો ડોળ છે મનુષ્ય નું મન પવિત્ર હોવું જોઈએ

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s