ખાસિયતોના આધારે વ્યક્તિત્વ


આમ તો દરેક વ્યક્તિ યુનિક હોય છે. દરેકની પોતાની અલગ ખાસિયતો હોય છે. પરંતુ કેટલીક ખાસ ખાસિયતોને આધારે અમુક પ્રકારના વ્યક્તિતવ ધરાવતી વ્યક્તિઓ જોવા મળે છે. અને આ ખાસ પ્રકારની ખાસિયતોની થોડી ખામીઓ પણ હોય છે. તો એવા કેટલાક વ્યક્તિત્વની ખાસિયતો અને ખામીઓ તરફ઼ નજર કરીએ.

૧. અમુક લોકોને લોકોનું ધ્યાન આકર્ષિત કરવું ગમે છે. આવા લોકોનું ડ્રેસ સેન્સ એવું હોય કે જેનાથી લોકો તેમના તરફ આકર્ષાય. ડાર્ક કલરના કપડાં પહેરે છે અને એક્શન એવી હોય કે લોકો તેનાથી આકર્ષાય.મોટી મોટી વાતો કરવી ગમે છે.બહુ જ ઈઝી ગોઇંગ લોકો હોય છે. લોકોને એકઠાં કરીને વાતો કરવી ગમે છે લોકો ના આવે તો સામેથી બોલાવે અને વાતો કરવા માંડે છે જેમ વધારે લોકો તેમ વધારે ખીલે છે. જ્યાં સુધી વાતો ન કરે અથવા કંઇક બતાવે નહીં ત્યાં સુધી મઝા નથી આવતી. નામના વધારે મળે તેવું વધુ ગમે કોઇક તેમનું માન વધારે તે ગમે છે.આવા લોકો દરેકને ઉત્સાહિત કરે તથા લોકોનું મનોરંજન કરવામાં ઉસ્તાદ હોય છે. પાર્ટી, લગ્ન તથા કોઇપણ મેળાવડામાં લોકોને આકર્ષિત કરે છે લોકોને પણ એમને સાંભળવા ગમે છે. એમનામાં જ ઘણા જ નવા આઇડિયા આવે છે. પણ આઇડિયા ઉપર અમલ કરવા માટે આવી વ્યકતિ પરફેક્ટ નથી હોતી. તેમનું કામ સિર્ફ નવા આઇડિયા આપવાનું જ હોય છે. આવા લોકો સાથે બિઝનેસ તથા હરવું ફરવું ઘણું જ આનંદદાયી હોય છે.

આવા લોકોની ખામીઓઃ

આઇડિયા આપી શકે પણ અમલ ના કરી શકે કે એટલે કે કામ પૂરું ના કરી શકે ડિટેઇલ સમજીને કામ પૂરું કરવામાં તેમને મજા નથી આવતી. માત્ર આઇડિયા આપવા જ ગમે. વધારીને વાતો કહેવાની આદતને કારણે વાતોમાં ડિટેઇલ વધારે મહત્વની નથી હોતી પણ લોકોને મજા આવે છે તે વધારે મહત્વનું છે.

કોઇપણ નાની વાત કહેવી હોય તો પણ તેની મોટી સ્ટોરી બનાવીને અને વધારીને લોકોને ગમે કે મજા આવે તે રીતે કહે છે. વાત વાધારીને કહેવાનો ઇરાદો ખરાબ ના હોય માત્ર એમનો સ્વભાવ એવો હોય છે. પરંતુ ઘણીવાર વધારીને વાત કહેવામાં બીજા લોકો પરેશાન થઇ જાય છે કે જેના વિષે વાત કહી રહ્યા હોય છે.

૨. બીજા એવા પ્રકારના લોકો હોય છે જેઓ હંમેશા લોકો પર કંટ્રોલ રાખે છે. જેમ કે આર્મી, પોલીસ તથા મેનેજર આવી પર્સનાલીટીમાં આવે. તેમનું કામ માત્ર ઓર્ડર કરવાનું અને બીજાને રાહ બતાવવાનું હોય છે. આવા લોકો હંમેશા ઓર્ડરથી વાત કરે છે. એમની વાત કરવાની ટેવ જ હુકમ કરવાની હોય છે. એટલે ક્યારેક આવા લોકો કોઇનો ઇગો હર્ટ કરી શકે. પરંતુ આ પર્સનાલિટીના લોકો કોઇપણ કામ પાર પાડવા માટે ઘણા જ સારા સાબીત થાય છે. ઘણું સારું કામ કઢાવી શકે. એટલે કે કામમાં પરફેક્ટ હોય છે.

આવા લોકોની ખામીઓઃ

વધારે પડતો કંટ્રોલ ક્યારેક કામ બગાડી શકે છે. અને તેમની પાસેથી કંટ્રોલ પાછો લેવો પણ મુશ્કેલ હોય છે. બીજાનું કહ્યું જલ્દી ના કરે.

૩. ત્રીજા પ્રકારના લોકો જેઓ કોઇપણ વિષયમાં વધુ પડતા ડિટેઇલમાં જાય. વધારે પડતા વિષયના ઉંડાણમાં જવાની ટેવને લીધે નિર્ણય લેવામાં થોડીવાર લાગે પણ એકવાર નિર્ણય લઇ લે પછી કામ સારી રીતે પાર પાડે. અને સફળતા પણ જલ્દી મેળવે. વધારે પડતા સવાલો પૂછે પણ તેમના જવાબ એકવાર સંતોષકારક મળી જાય તો ખુશ થઇ જાય.આવા લોકો સારા માબાપ બને છે બાળકોનું બહુ જ ધ્યાન રાખે છે તથા તેમને ભવિષ્યનું પ્લાનિંગની ચિંતા હોય. સાયન્ટિસ્ટ અને પ્રોફેશનલ લોકો આ પર્સનાલિટીમાં આવે.

ખામી માત્ર નિર્ણયશક્તિ ધીમી હોય છે.

૪.આ પ્રકારના લોકો આરામપ્રિય હોય અને ઓછા ઉત્સાહવાળા હોય છે. ઓછી મહેનત કરવી પડે તેવું જ કામ શોધે. પોતાની જાતને લોકોથી દૂર રાખે છે. માન સન્માન માટે પણ કોઇ ઉત્સાહ ના બતાવે. ઓછું બોલવાવાળા હોય છે. પણ લોકોને ધ્યાનથી સાંભળે. અને ખૂબ જ ધીરજવાળા હોય છે. કોઇ દુઃખી હોય અને આવા લોકો પાસે જાય તો મનને હળવું કરવા માટે ઘણા જ સારા ગણાય છે. લોકોને ધ્યાનથી સાંભળીને તેમની વાતોનું સમાધાન કરી આપે છે. ક્યારેય કોઇની સાથે વાદવિવાદ ના કરે. દરેકની વાત સાંભળીને પોતાની સલાહ આપે. અને ક્યારેક સામી વ્યક્તિની વાત ખોટી લાગે તો પણ તેને સાચો કહીને કે બીજી રીતે વાતનો અંત લાવી દે. યુનિટી રાખવાની ગમે છે.

ખામીઓમાં ઓછો ઉત્સાહ અને આરામપ્રિયતા.

7 responses to “ખાસિયતોના આધારે વ્યક્તિત્વ

  1. મીતાજી
    અમુક લોકો મોમાં આંગળા નાખી ને બોલાવે તેવા હોય છે.તમે શાંત રહો તેમ વધારે ઉછાળા મારે.લડ કાંતો લડવા વાળો દે,તેવા.મૂળ ખામી ઈગો ની છે.પોતાને બહુ સ્માર્ટ સમજતા હોય છે.આભાર.

    Like

    • ભૂપેન્દ્રસિંહજી સરસ. આવા પોતાને સ્માર્ટ સમજનારા લોકોને ઉછાળા મારીને શાંત વ્યક્તિને ઉશ્કેરીને કે સતત કોઇને કોઇ ખોટા વાદવિવાદ ઉભા કરીને લાઇમલાઇટમાં રહેવાની ટેવ હોય છે.

      Like

  2. મજાનું !

    આ વાંચીને મને હું ક્યાં મૂકી શકું ? એવો સવાલ થયો ! પણ દરેક જગ્યાએ થોડુંઘણું લાગૂ પડતું હોય તેવું લાગ્યું ! છતાં જાણે હજી કંઈક ઉમેરવાનું રહી જતું હોય તેવું લાગ્યું.

    માણસના મનને અંદરથી ઓળખવાનું અઘરું છે. આમ બાહ્ય વિશ્લેષણથી થોડુંઘણું જાણી શકાય.

    આભાર.

    Like

    • સાચી વાત છે આપ શ્રી ની આ માણસને બાહ્ય દેખાવ અને તેના ગુણોથી થોડોક જ ઓળખી શકાય પરંતુ કોઇના મનને જાણવું તો અઘરું જ છે. ઘણીવાર અતિનિકટ અને વર્ષોના સહવાસ પછી પણ માણસને કળવો મુશ્કેલ છે. પરંતુ જ્યારે ખૂબ લાગણીથી જોડયેલ વ્યક્તિના મનને થોડુંઘણું જાણી શકાય. આપના પ્રતિભાવ બદલ આભાર.

      Like

  3. શ્રી મીતાબહેન, સરસ અવલોકન કર્યું. પણ માત્ર ચાર પ્રકાર જ ??
    કદાચ આગળ વધુ પ્રકાર વાંચવા મળશે. અત્યારે તો મને લાગે છે હું ચોથા પ્રકારમાં વધુ ફીટ બેસું છું ! મિત્રોનો મત અલગ હોઇ શકે !
    મારો ધંધાદારી અનુભવ છે કે પહેલા પ્રકારના લોકો જાત પર કંટ્રોલ ન કરી શકતા હોય તો લાંબા સમયે કંટાળો આપે છે. તેઓ પાસેથી કોઇ નક્કર કામગીરી કરાવવી પણ અઘરી પડે. ક્યારેક તમારો કલાક બગાડશે પણ એક નયાપૈસાનો પણ માલ નહીં ખરીદે. હા, પ્રસંગોપાત તેઓ પ્રસંગને ચારચાંદ લગાવી શકે છે.
    બીજા પ્રકારના લોકો દુરથી અઘરા લાગે પરંતુ આવડત હોય તો તમે તેઓ પાસેથી જોઇતું કામ કઢાવી શકો ખરા. એટલું ખરૂં કે તમારૂં કામ કાયદેસરનું હોવું જોઇએ. (આ મારો રોજીંદો વ્યવસાઇક અનુભવ છે)
    ત્રીજા પ્રકારના લોકોને અમે ધંધાદારી દૃષ્ટિએ પરફેક્ટ કસ્ટમર ગણીએ છીએ. તેઓની પાછળ થોડો સમય બગાડો તો સામે વળતર પણ ચોક્કસ મળે. (તમને સમજાવતા આવડે તો તેઓ તમારા કાયમી ગ્રાહક બની રહે)
    અને ચોથો પ્રકાર, (કોઇ ખોટું ન લગાડે પણ..) તેઓ પાસેથી કઇ રીતે ધાર્યું કામ કરાવી લેવું તે વિચારવામાં પણ અઘરૂં લાગે ! તેઓ શામ, દાન, દંડ, ભેદથી પરે હોય છે ! મિત્રતા માટે બહુ સારા પરંતુ કશી નક્કર કામગીરી માટે અયોગ્ય. તેઓનું (મારી જેમ !!) એક જ બ્રહ્મવાક્ય, ” હાલશે, ચાલશે, ફાવશે” બસ લે‘ર કરો.

    આપે વિવિધ વ્યક્તિત્વના સારા-નરસા પાસાઓ સરસ વર્ણવ્યા, અમને પણ થોડું વિચારવાની તક આપી (કે કષ્ટ આપ્યું !!) તે બદલ આભાર.

    Like

    • અશોકભાઇ આપે આપના અવલોકન અને અનુભવથી વ્યક્તિત્વ વિશે સરસ વિશ્લેષણ કર્યું. ચાલો મને કોઇકની કંપની મળી રહેશે.(મને પણ લાગે છે કે કદાચ આ ચોથા પ્રકારમાં જ ફીટ થાઉં છું). જો કે એવું લાગતું હતું કે હું ચોથા પ્રકારમાં ફીટ થાઉં છું પણ આપના વિશ્લેષણ પછી ચોક્કસ થઈ ગયું. આપનો ખૂબ આભાર.

      Like

  4. મીતાજી,
    વિશ્લેષણ વાંચવાની મજા આવી. જો કે મારા જેવા બીનઅનુભવી માટે ખૂબ અઘરો ટોપીક છે. પણ વિચારપ્રેરક છે ખરો. મારે કઈ કક્ષામાં મૂકાવું એ નક્કી થઈ શકે તેમ હમણા તો નથી. કદાચ થોડા વખતમાં બ્લોગજગત મારી સાથેના અનુભવો પરથી નક્કી કરી આપશે. એ દિવસની રાહ જોઉં છું.
    આભાર

    Like

Leave a comment