એક બ્રેક તો બનતા હૈ ના?


 

બ્લોગ મિત્રો એવું ના માની લેતાં કે નવરાત્રિનાં ગરબાનો થાક ઉતારવા અને આવનારી દિવાળીના લીધે ઘરની સફ઼ાઇ, કરવાના લીધે બ્રેક જાહેર કરું છું ( જો કે આમેય પોસ્ટ નિયમિત તો મૂકાતી જ નથી. એટલે બ્રેક તો આમેય હોય જ છે શું ફ઼રક પડે છે? નહિં લખું તો પણ) આમ તો દિવાળીમાં ઘરની સફ઼ાઇ સાથે મનમાં થયેલા જાળાં પણ સાફ઼ થવા જોઇએ એ જ સાચી સફ઼ાઇ.

તો મિત્રો નવરાત્રિ કે દિવાળીને કારણે નહીં પણ થોડા મહિના માટે લંડન જવાનું હોવાથી થોડા દિવસો બ્લોગ પર નવી પોસ્ટ મૂકી શકાશે નહીં. પરંતુ બીજા બ્લોગ પરના લેખ વાંચવાનું કે દરેક લેખમાં કંઇક તો સારું હોય જ છે એટલે અને નવા પ્રયાસ બદલ પણ “લાઇક” આપવાનું તો ચાલુ જ રહેશે.

હમણાં બનેલી એક રમૂજભરી વાત મારા વિસા માટે ઈન્ટરવ્યૂમાં જે ભાઇ હતા તે પૂછે કે કોણ છે તમારું ત્યાં તો મે કહ્યું કે મારા પતિ છે અને એમણે જ સ્પોન્સર મોક્લ્યા છે, ફ઼ાઇલમાં છે જ. તો એ ભાઇ કહે કે બીજું કોઇ નજીકનું છે લંડનમાં?

મને કહેવાનું મન થઈ ગયું કે ભાઇ પતિથી વધુ નજીકનું કોણ હોય બીજું? પણ શું થાય ત્યાં પૂછ્યું હોય તેનાથી વધારે તો કંઇ બોલાય જ નહીં(ભાઇ ખુરશીનો ફ઼ર્ક પડે ને?) વીસા ના આપે તો? અને મારી હવે વધારે એકલા રહેવાની ક્ષમતા પણ રહી નહોતી.

22 responses to “એક બ્રેક તો બનતા હૈ ના?

  1. શ્રી મિતાબહેન
    આપને આપના પતિનું સાનિધ્ય પ્રાપ્ત થાય તેનાથી વધારે રુડું બીજું શું હોઈ શકે? ખૂબ ખૂબ અભિનંદન.

    Like

  2. હા….હા…હા….
    પતિથી વધારે કોણ નજીકનું હોય??? એટલી વાત પણ પેલાને ખબર નહિં હોય?
    પણ હા, આવા વખતે તો ચુપ રહેવામાં જ ભલાઇ છે.સારુ કર્યું આપે…
    નવી પોસ્ટ સાથે મળતા રહીશુ…

    Like

  3. મીતાબેન આપનું લંડન માં હાર્દિક સ્વાગત છે.

    આમ તો મારૂ નિવાસ્થાન થોડા વર્ષથી વેમ્બલી મા છે પણ થોડા દિવસથી ઇંગ્લેન્ડ ના (પરગણામા) નાના ટાઉનમાં મૂવ થયા છીએ.

    જરૂરથી અનૂકૂળતા હોય તો મૂલાકાત લેશો.

    મેલ અડ્રેસ તો આપણી પાસે છે, જાણ કરશો તો પૂરું સરનામું તૂરત જ લખી મોકલીશું.

    અશોકકુમાર -‘દાસ’
    http://das.desais.net

    Like

  4. મીતાબેન,
    આવ્યા પછી વધારે લખશો એવી આશા છે.
    એ ભાઇ કહે કે બીજું કોઇ નજીકનું છે લંડનમાં..
    જવાબમા કહેવું હતુંને કે: બ્લોગ છે!!!!

    Like

  5. મીતા બહેન આપનું સ્વાગત છે લેસ્ટરગુર્જરી વતી લેસ્ટર શહેરમાં.માનવી જીવનમાં ઘણું આપણી સમીપ હોય છે પરન્તુ લગ્ન અર્થાત.. સમર્પિત જીવન શોભે છે પછી ત્યાર પછી જે નજીકના છે તે કોણ તે પ્રશ્ન હંમેશા પૂછાશે કાયદાકીય રીતે..આવી મજાક બને છે..મૂકેશ જોષીએ આખુ કાવ્ય લખી દીધેલું..અને મારો ફોટોગ્રાફ્ર મિત્ર જેને ઈન્ટર્વ્યુમાં લંડન જવાનો હેતુ પુછતાં અન્ગ્રેજીમાં રોકડું જણાવેલુ કે ,..આઈ વોન્ટ ટુ શૂટ બ્રિટન !!!.. પ્રશ્ન પૂછનાર પણ ચોંકી ગયો પછી ફોડ પાડી કે ફોટૉશૂટ !!!અમે ખુબ હસ્યા !! મારા બ્લોગાઆંગણે પધારો છો માટે આભાર…

    Like

  6. લંડન જઈ ને ત્યાનો અભ્યાસ કરી ને લખશો કે આ ધોળીયાઓએ આખી દુનિયા પર રાજ કઈ રીતે કર્યું હતું?મુઠ્ઠી જેવડા દેશના ગણ્યા ગાંઠ્યા લોકોએ ભારત જેવડા મોટા દેશ પર કઈ રીતે ૨૦૦ વર્ષ જોહુકમી ચલાવી?એમાંથી કશું શીખવા મળે.હજુ સુધી શીખ્યા છીએ ખરા?આપ લખી શકશો એવી આશા છે.હેપી જર્ની.

    Like

  7. સમન્વ્યની વાત છે તો બ્રેક તો બનતા હી બનત હૈ 🙂
    Enjoy.

    Like

  8. મીતાબહેન, ખુબ ખુબ અભિનંદન અને સંપુર્ણ સુખરુપ પ્રવાસ ની પરમપિતા પરમેશ્વરર્ને પ્રાર્થના……. જે આપના પતિ કરતા પણ આપની વધુ નજીક છે, જે આપને એકલાને સુખરુપ અને આનંદથી ભરપુર રાખીને જ ભારતથી લંડન લઈ જશે, તમે બિલ્કુલ એકલા નથી, એ પિતા જોડે જ વાતો કરતા રહેજો તમારા પ્રશ્નો એ જ હલ કરશે!! કરશે શું, એ જ કરે છે બીજુ કોઈ પણ નહિ, એટલે મારી આપને નમ્રતાતી નમ્ર વિનવણી છે એમના સિવાય અન્ય કોઈ પર ભરોસો રાખવો એ પિતાને અવગણવા જેવુ છે…….અભિનંદન, આનંદ અને આશિષ રુપી ફુલો અને હિરા-મોતી આપ પર આપણો પિતા તમારા ઉપર સતત વરસાવે જ રાખે એવી પ્રાર્થના …….

    Like

  9. તો મળીએ એક નાનકડા (કે મોટા?) બ્રેક પછી..

    Like

  10. મીતાબહેન ,
    આપે સાચું કહ્યું કે લગ્ન પછી સ્ત્રીના જીવનમાં એના પતિથી વધુ નજીક કોઈ નથી હોતું…
    આપને લંડનની આબોહવા સદી જાય અને તાજા-માજા થઇ ફરી બ્લોગ પર આવો તેવી શુભેચ્છા.

    સામીપ્ય સાજનનું ને સહચર્ય લગ્નજીવનનું,
    છે મુબારક આપને નવું પગથીયું જીવનનું…..
    શુભેચ્છા છે દોસ્તોની ને આશિષ છે ઈશના ,
    સફળ ને સુખદ હો યાત્રા આપના મિલનની…..

    Like

  11. મીતાબેન નવા વાતાવરણમાં નવા વિચારો સાથે મીની વેકેશન બાદ ફરી આપનું મનોમંથન જણાવતા રહેજો . આપની વિદેશ સફર શુભ રહે તેવી શુભેચ્છાઓ .

    Like

  12. મીતાબહેન,
    ब्रकके बाद फीर मिलेंगे ..

    Like

Leave a comment