અંગ્રેજોની રાજનીતિ અને વ્યાપારનીતિઃ મારું અવલોકન


મારા ‘એક બ્રેક તો બનતા હૈ’ નામના લેખમા ભૂપેન્દ્રસિંહજીએ પ્રતિભાવમાં કહેલું કે લંડન જઈને ત્યાંનો અભ્યાસ કરીને લખજો કે આ ધોળીયાઓએ આખી દુનિયા પર રાજ કઈ રીતે કર્યું હતું?મુઠ્ઠી જેવડા દેશના ગણ્યા ગાંઠ્યા લોકોએ ભારત જેવડા મોટા દેશ પર કઈ રીતે ૨૦૦ વર્ષ જોહુકમી ચલાવી?એમાંથી કશું શીખવા મળે.હજુ સુધી શીખ્યા છીએ ખરા?આપ લખી શકશો એવી આશા છે.

હવે આ વિષયમાં હું તો શું લખી શકું? ભારત જેવડા મોટા દેશ પર ૨૦૦ વર્ષ રાજ કર્યું તેનો આખો ને આખો ઈતિહાસ છે જ આપણી સમક્ષ. હું આ ધોળિયાઓનો અભ્યાસ થોડા મહિનાઓમાં શું કરી શકવાની હતી?  છતાં થોડુ મારી રીતે અંગ્રેજોએ આખી દુનિયા પર કઇ રીતે રાજ કર્યું તેના વિશે થોડું અમુક વાંચનના આધારે માહિતી લખવાનો પ્રયાસ  કરું છું.

પરંતુ તે પહેલાં અંગ્રેજો ભારત પર ૨૦૦ વર્ષ રાજ કેમ કરી ગયા તેને માટે આપણા પોતાની જ નબળાઇઓ જવાબદાર હતી. આમ તો હું ખાસ ટી.વી.ની રોનાધોના સાસબહુ સિરિયલ નથી જોતી. પણ હમણા ઝી ટી.વી. પર આવતી ‘ઝાંસી કી રાની’ સિરિયલ જોવી ગમે છે. માત્ર તે જ જોઇને લાગે કે અંગ્રેજો કરતાં આપણી રાજકીય વ્યવસ્થા, સમાજિક કારણો અને બીજા આપણાં જ કારણો જવાબદાર હતાં જેને લીધે આ લોકો આપણા પર રાજ કરી ગયા. માનો કે ધારાવાહિક હોય અને ૫૦ ટકા પણ વધારીને બતાવતાં હોય તેવું માનીએ તો પણ જોઇને લાગે કે અંગ્રેજો કરતાં આપણાં અંદર અંદરના કાવાદાવા સામે લડવામાં જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો મોટાભાગનો સમય અને જિંદગી વેડફાઇ ગઇ હશે.

આજના આધુનિક બિઝનેસનો આધારસ્તંભ શેરબજાર અંગ્રેજોએ સૌપ્રથમ શરૂ કરેલું. આજથી ૫૦૦ વર્ષ પહેલાં લંડનમાં શેરબજાર શરૂ થયેલું શેરબજારના કારણે બીજા ઘણા બિઝનેસ શરૂ થયા. દેશના લોકો પાસેથી ફાઇનાન્સ મળવા લાગ્યું અને તેથી અંગ્રેજોનો શિપિંગ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ આ કો-ઓપરેટિવ ફાઇનાન્સના કારણે વધ્યો. તેઓએ સારા શિપિંગ બિઝનેસ માટે સારા શિપ તૈયાર કર્યા અને તેઓ એક શિપમાં માલ અને તેની રક્ષા માટે આગળપાછળ વૉર શિપ(લડાકૂ શિપ) રાખતા. આવી આધિનક ફેસિલિટી બીજા દેશો કે ભારત પાસે નહોતી ચાંચિયાઓથી બચવા. અને અંગ્રેજો જ્યાં પણ બિઝનેસ માટે જતાં ત્યાં એમના આર્મીશીપ લઇને જતાં તથા તેઓ જરૂર પડે આ આર્મીનો ઉપયોગ બીજા દેશોને કેપ્ચર કરવામાં પણ કરતાં. દા.ત. જેમ કે ભારતમાં બિઝનેસ માટે જ આવેલા અને આપણાં નાનાં નાનાં રજવાડાઓમાં વહેંચાયેલો દેશ અને એકતાનો અભાવ ને અંદરોઅંદર લડાઇ અને ઇર્ષાખોરી, એકબીજા રાજ્યો ખાસ એકબીજાને મદદ નથી કરતાં આવું બધું જોઇને તેઓએ લાભ લેવા માંડ્યો. એકાદ નાનું રજવાડું અંગ્રેજોની મદદ લઇને બીજા મોટાં રજવાડાને હરાવવાં લાગ્યાં અને તેના બદલામાં અંગ્રેજો પોતાનો લાભ લેતાં અને ધીમે ધીમે પગપેસારો કરવા લાગ્યાં. આધુનિક શસ્ત્રો અને સિસ્ટેમેટિક યુદ્ધનીતિ હોવાને લીધે નાનાંમોટાં રજવાડાઓને આસાનીથી હરાવવા લાગ્યા અને આપણા દેશને જ લૂંટીને એમના રક્ષણ માટે અને યુદ્ધ માટેનું ધન મેળવવા લાગ્યા અને સાથે સાથે તેમનો વ્યાપાર પણ વધારવા લાગ્યા. શરૂઆતમાં આપણા દેશમાં અંગ્રેજોની સાથે જર્મન, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ લોકો પણ આવેલા. આ લોકોએ પણ તેમના બિઝનેસ થાણાં ભારતમાં સ્થાપેલા. તેમાં માત્ર અંગ્રેજો જ ટક્યા તેમાં તેમની સિસ્ટેમેટીક બિઝનેસ નીતિ અને તેમના દેશનું મની પાવર બેક અપ જવાબદાર હતું. ફ્રેન્ચ, જર્મન લોકો પાસે આવું બેકઅપ નહોતું પોર્ટુગીઝ લોકોએ અંગ્રેજોનું જોઇને શરૂ કરેલું પણ અંગ્રેજો જેવું પરિણામ મેળવી શકેલા નહીં. અંગ્રેજો જ્યાં પણ ગયા ત્યાં તેમના આ મલ્ટિનેશનલ ઓર્ગેનાઇઝડ બિઝનેસને કારણે ચીન,ભારત, અને એશિયાના બીજા ઘણા દેશો અને દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં પણ આ જ નીતિ વાપરેલી.

બીજું અંગ્રેજો જ્યાં પણ જાય ત્યાં ડિવાઇડ એન્ડ રૂલનો ભરપૂર ઉપયોગ કરતાં. ૧૮૫૭નો ઈતિહાસ જોયા પછી લાગે કે ભારતમાં આટલા વર્ષ રાજ્ય કરી ગયા તેમાં આપણી જ નબળાઇઓનો અંગ્રેજોએ ભરપૂર લાભ લીધો છે. એડમિનિસ્ટ્રેશનમા આપણા જ લોકો હતાં. સૈનિકો આપણા હતાં. ઉચ્ચ સ્થાન પર ગણ્યાંગાંઠ્યા લોકો જ અંગ્રેજો હતા. તે સિવાય આપણાં જ લોકો હતાં.
જો કે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી પછી જ ભારત એક મોટો દેશ બન્યો છે બાકી પહેલાં નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. સરદાર વલ્લભભાઇ પટેલનું ખૂબ જ યોગદાન છે આઝાદી પછી નાના રાજવાડાઓને એક ભારત નામનો દેશ બનાવવામાં. તે પહેલાં ભારત એક દેશ નહોતો કે અંદરઅંદર એકતા પણ નહોતી( જો કે આજે પણ છે કે નહીં તે પ્રશ્ન છે!)

ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૮૫૭ પછી ડિસ્વોલ્વ કરીને રાણીનું રાજ્ય આવી ગયેલું અને બધા જ હક્કો રાણીએ લઈ લીધેલાં એવું કહીને કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઓફિસરો -કંપની બહાદૂર આટલા મોટા દેશને સંભાળી નહીં શકે.

આપણા દેશના લોકો પણ વ્યાપારમાં આગળ પડતાં હતાં. દરિયાઇ બિઝનેસમાં ચીન, જાવા, સુમાત્રા એમ એશિયાના ઘણા દેશોમા અને દક્ષિણ આફ્રિકામાં તો ગુજરાતીઓ જ પહેલાં હતાં વ્યાપાર માટે. પરંતુ ક્યારેય આપણા લોકોએ બીજા દેશોને કેપચર્ડ કરવાનું તો ઠીક એક ઓર્ગેનાઇઝડ વ્યાપાર નીતિ વિશે પણ ના વિચાર્યું.

ટૂંકમાં અંગ્રેજોએ પહેલાં આર્થિક વ્યવસ્થા મજબૂત કરી અને સાથે સાથે સંરક્ષણ વ્યવસ્થા પણ મજબૂત કરી અને તેથી જ દુનિયાના મોટાભાગના દેશો પર રાજ કર્યું. 

આના સંદર્ભમાં અહીં મને એક વાત લખવાનુ મન થાય છે  એકવાર એરફોર્સના વડા મિ. ત્યાગીના સેમિનારમાં મિ. ત્યાગીએ  હસતાં હસતાં ગુજરાતીઓ વિશે કહેલું કોઇપણ દેશને આર્થિક રીતે સદ્ધર હોવા સાથે સંરક્ષણમાં પણ સદ્ધર હોવું જોઇએ. એના માટે ગુજરાતીઓ બિઝ્નેસમાં કમાઇને દેશને આર્થિક સદ્ધર બનાવવામાં ફાળો આપી જ રહ્યા છે. અને સંરક્ષણમાં પણ આગળ વધે તો ગુજરાતને માટે ગર્વની વાત કહેવાશે.

આમેય સુપર પાવર દેશ માટેની વ્યાખ્યા એટલે ચમચમાતી આર્થિક વ્યવસ્થાની  સાથે ચમચમાતી સંરક્ષણ વ્યવસ્થા, શિક્ષા, સ્વાસ્થ્ય,  જીવનસ્તર અને રાજનૈતિક માહોલ.

હમણાં પસાર થઇ ગયેલી ભારે વૈશ્વિક મંદીમાં એક માત્ર ભારત જ આર્થિક રીતે મજબૂત રહ્યું અને ભારત પાસે સંરક્ષણ વ્યવસ્થા પણ મજબૂત છે. પરંતુ હજારો વર્ષ ગુલામ રહેલું ભારત આઝાદીને પચાવી શક્યું નથી. આમ તો આઝાદી કેવી રીતે મળી છે તે બધા જાણે જ છે. લૂટવાનું હતું તે લૂંટાઇ ગયેલું. અને અંગ્રેજોએ પણ વર્લ્ડ વૉરના કારણે આઝાદી આપી દીધેલી. એ પણ એમની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ પ્રમાણે જ પાકિસ્તાન નામનો દેશ તૈયાર કરીને. જો કે હવે પણ ખાસ બદલાયું નથી હવે મુઠ્ઠીભર અંગ્રેજોની જગ્યાએ મુઠ્ઠીભર નેતાઓ આ દેશને લૂંટી રહયા છે.

8 responses to “અંગ્રેજોની રાજનીતિ અને વ્યાપારનીતિઃ મારું અવલોકન

 1. શ્રી મીતાબહેન
  રસપ્રદ અવલોકન છે. ત્યાંનો વિશદ અભ્યાસ કરતાં કરતાં હાલની સાંપ્રત પરિર્સ્થિતિમાં ભારતને વધુ ને વધુ કેવી રીતે સુદૃઢ કરી શકાય અને પુન: આપણાં રાષ્ટ્રને તેની મુળભૂત ગરિમા સુધી કેમ પહોંચાડી શકાય તે વિશે પણ થોડો વિચાર કરવા વિનંતી. ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાને તો ઉત્સવોની ઉજવણી વિશે પણ જાણવામાં રસ હોય છે. દિપાવલીની ઉજવણી ભારતીયો ત્યાં કેવી રીતે કરે છે તેના વિશે પણ બને તો એકાદ લેખ લખવા વિનંતી.

  Like

 2. Mitaji Sunder mahiti..aape abhyaas purn aapi..Aapni Aavbhagat..Udarniti..Javaabdar ..sachu chhe..

  Like

 3. મીતાબેન,

  થોડાં વખત પહેલા એક મેઈલ મળ્યો હતો. એમાં વર્ષો પહેલા ઈંગ્લેન્ડના શરૂઆતના લોર્ડ (નામ યાદ નથી આવતું) તો ત્યાની સરકારને ભારત આવ્યા પછીનો પત્ર લખ્યો હતો. (જો એ સ્કેન્ડ કરેલો લેટર મને મળી આવશે તો જરૂરથી શેર કરીશ.). એમાં કાંઇક એવું લખ્યું હતું કે

  “ભારત જેવો સમૃદ્ધ બીજો દેશ આખી દુનિયામાં મેં ક્યાય જોયો નથી. કેમ કે માનવતાથી ભરેલો આ દેશ અનેક ખાજાનોથી ભરેલો પડ્યો છે. એને લૂંટવો હોય કે પર રાજ કરવુ હશે તો અહીંયાં લોકોને ધર્મના નામ પર ફાટફૂટ પેદા કરી અલગ કરવા પડશે. એ કર્યા વિના બીજો કોઈ રસ્તો નથી. ”

  અંગ્રેજો એ જ નસ પકડીને આપણને ગુલામીની જંજીરમાં જકડી લીધા પણ એ દુખાવો જેમને સહન ન થયો એ નરબંકાઓ એ આખરે જાગી, જગાડીને સૌની જંજીર તોડી આપી. નહિ તો એ લોકો ૨૦૦ તો શું ૨૦૦૦ વર્ષ પણ રાજ કરી શકત. બસ આજે પણ આ એક મુદ્દો પકડીને દેશના દુશ્મનો એને જીતવાની (કે નાબૂદ કરવાની) કોશિશ કરી રહ્યાં છે.

  Like

 4. મીતાબહેન,
  ઈતિહાસનું સારું વિશ્લેષણ છે. આપણી ભારતીયોની મુખ્ય નબળાઈ એ ફાટફૂટ જ બની રહી છે. વાડાબંધી અને સંકુચિત વ્યાખ્યાઓએ ધર્મની પાયાગત સારી બાબતો ભૂલાવી દીધી. ઉપરાંત વ્યક્તિપૂજાને લીધે સાચું શું છે એ વિચારવાની શક્તિ લોકો ગુમાવતા ગયા અને એ પરિસ્થિતી આઝાદી પછી પણ ચાલુ રહી. માત્ર ગાડરીયા પ્રવાહે દેશહિતને ભૂલાવી દીધું અને સ્વાર્થ સર્વોપરી રહ્યો. અધુરામાં પૂરું આપણા નેતાઓએ પણ દેશને ફોલી ખાવામાં પાછું વળી ને જોયું નહિ તેથી નિરાશ લોકો દેશહિત માટે અત્યારે પણ ઉદાસીન જોવા મળે છે.
  આ ઉપરાંત અતુલભાઈએ કહ્યું તેમ ત્યાં આપણા ઉત્સવો કેમ ઉજવાય છે એ વિષે પણ લખશો તો મારા જેવાઓને નું જાણવા મળશે.

  Like

 5. મીતાજી,
  બહુ સરસ છણાવટ કરી.અંગ્રેજોની વ્યાપારી કુનેહ જબરદસ્ત હતી.અને શિસ્ત પણ જબરદસ્ત.આપણે શિસ્ત વગરની પ્રજા છીએ.વેરવિખેર,ખોખલા ડહાપણ થી ભરેલા છીએ.માનવતાના મહાન આદર્શો સર્વાઈવલ નાં યુદ્ધમાં નકામાં પુરવાર થાય.આપણાંમાં ફાટફૂટ પડાવી એવું બધા કહે છે,સાચી વાત પણ આપણે તો દુનિયાની સૌથી વધારે ડાહી પ્રજા માનીએ છીએ પોતાને તો એટલી સમજ કેમ ના પડી કે આ લોકો ફાટફૂટ પડાવે છે.આપણને ફાટફૂટ પડાવનારા નો વાંક દેખાય છે આપણો કેમ નહિ?જુઓ દિવાળીમાં અશિસ્ત કેટલી દેખાય છે?કોઈ બીજાને તકલીફ થશે એનું કદી વિચારતા નથી.બહુ સરસ લેખ આપ્યો બ્રેક કે બાદ…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s