સંબંધ એટલે શું?


સંબંધ એટલે પોતાની જાત પર વિશ્વાસ.

સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબધ . સુગંધ જેવો અનુભવાય પણ પકડી ન શકાય.

આપણા જીવનમાં જ્યારે એક નવો સંબંધ બંધાય તો લાગે જાણે એક નવી દુનિયા રચાય છે. દરેક નવા સંબંધમાં વ્યક્તિઓ બદલાતી હોય છે પણ અનુભવો અને લાગણીઓ તો એ જ રહે છે.

સંબંધને ગમે તે નામ આપો તે સો ટચનાં સોનાં જેવો જ હોય છે. સંબંધો જ માણસને દુન્વયી બાબતોથી ઉંચકીને આધ્યાત્મિકતાની ઊંચાઇ સુધી લઇ જાય છે માણસની દરેક પ્રવૃત્તિમાં એક યા બીજા સ્વરૂપે સંબંધ જોવા મળે છે અને સંબંધને કારણે જ કાર્ય કે પ્રવ્રુત્તિને ચોક્કસ વેગ મળે છે. ક્યારેક કોઇ સંબંધો વિશે કોઇ શબ્દો જ નથી હોતા કે તેને વિશે વિચારવુ શક્ય નથી હોતું, શાંત ચિત્ત અશાંત બની જાય છે. તેને વિશે વિચારવાને બદલે તેની લાગણીઓને મહેસૂસ કરવી જોઇએ.

સંબંધમાં મોસમનાં પહેલાં વરસાદ પછીની માટીની સુગંધની જેમ બધું કુદરતી હોય છે. જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે.

સરળતાથી સંબંધ શરૂ થાય અને એ જ સરળતાથી સંબંધ આગળ વધે એ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળે અને સરળતાથી સંબંધ પૂરો થાય કે કોઇ કારણસર અલગ થવું પડે આમાં માત્ર સરળતા સિવાય કશાનું મહત્વ જ ના હોવું જોઇએ. સંબંધની બાબતમાં તમે કોઇને ભ્રમમાં લાંબો સમય રાખી ના શકો. તમને કોણ ચાહે છે કે કોણ નથી ચાહતું એની ખબર આપોઆપ પડી જાય છે.

ક્યારેક સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય. એકસમયે સાથે હોય તેવી વ્યક્તિ સામસામે છેડે મૂકાઇ જાય. પરંતુ તેવા સમયે ધીરજ રાખીએ તો સામસામે ગોઠવાઇ ગયેલી વ્યક્તિઓ એક સર્કલ પૂરું કરીને ફરી સંબંધની સફર શરૂ કરી શકે. એટલે સંબંધોમાં ક્યારેક એવું લાગે કે સાવ અલગ થઇ જવાયું છે કે બધું છીનવાઇ ગયું છે ત્યારે જ તે સંબંધ એકબીજાનો સાચો અંશ બને છે. દૂર રહેવાથી સંબંધનું સ્વરૂપ જરૂર બદલાય પણ બંનેને ગાઢ સંબંધની અનુભૂતિ થાય છે.

સંબંધમાં મેળવવા કરતાં પામવાનું મહત્વ વધારે છે. મેળવીને નહીં પામીને જ સંબંધ નિરંતર રહે.માંગ્યા વિના મેળવવું એટલે પામવું. આકાશને મેળવી ના શકાય પણ આકાશમય બનીને તેને પામી શકાય.
 
સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. તમારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તમારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તમે કોને પહેલી જાણ કરો છો? જે વ્યક્તિ સૌથી નજીક હોય તેને કાયમ દિલથી જકડી રાખવી. એ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ. સંબંધોમાં ગૂંચવણો કે કાવાદાવા કે ખરાખરીના ખેલ ના હોવા જોઇએ.
 
સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જાળવવા છે. સંબંધોને તોડવા તો અત્યંત સહેલા છે પરંતુ સંબંધો વિના જીવવૌં અશક્ય છે. જો કે સંબંધોનું મહત્વ સમજાય  તો પછી સહેલા કે અઘરાનો સવાલ જ ઊભો નથી થતો, બધું જ એકદમ સરળ લાગે છે. છતાં જે સરળ હોય છે એને જ સમજવું સૌથી અઘરું પડતું હોય છે!

હકસલએ જણાવેલું કે સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી, પરંતુ જે  કંઇ બને છે તે સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે.

(સંબંધ વિશે મેં મારી ડાયરીમાં જુદા જુદા સમયે જુદા જુદા સ્ત્રોતને આધારે કરેલો સંગ્રહ)

19 responses to “સંબંધ એટલે શું?

 1. મીતાબેન તમારા આ સુ-લેખ સંબંધ પરથી મને એક ક્વોટ યાદ આવ્યું:

  “સાચા સંબંધો સાચવવા પડતા નથી , ને જે સંબંધો સાચવવા પડે છે તો સાચા હોતા નથી.”

  Like

  • મુર્તઝાભાઇ આભાર. મને પણ એક અમારા એક પાડોશી બોલતા તે વાક્ય યાદ આવ્યું તે કહે સગાવહાલા એટલે સગા હોય તે વહાલા ના હોય અને વહાલા હોય તે સગા ના હોય. એમાં આ વાત સાચી લાગે જે સાચા સંબંધો સાચવવા પડતા નથી.

   Like

 2. ” हम ने देखी है इन आँखों की महकती खुशबू
  हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
  सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
  प्यार को प्यार ही रहने दो कोई नाम न दो ” —
  ( http://lyricsindia.net/songs/show/707 )
  * સંબંધ એટલે પોતાની જાત પર વિશ્વાસ.
  * સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબધ .
  * સંબંધમાં મેળવવા કરતાં પામવાનું મહત્વ વધારે છે.
  શ્રી મીતાબહેન, લાગે છે કદાચ આખો લેખ જ કોપી કરી નાખીશ ! (મારી ફેસબુક પર તો સાભાર લિંક મુકી જ છે)
  લેખ વાંચતા વાંચતા સૌ પ્રથમ ઉપરનું ગીત યાદ આવ્યું.
  સંબંધ (સમ+બંધ) = સમાન બંધન, શાથે બાંધવું, એક ગાંઠ, જે ક્યાં બંધાય છે તે પર તેનું નામકરણ થાય છે ! જો કે ’બંધન’ વીનાનો ’સંબંધ’ વધુ ટક્યાના પુરાતન દાખલાઓ મળે છે. કદાચ તે જ સાચો ’સંબંધ’ હશે ! ( જ્યાં ગાંઠ આવે ત્યાં બહુ તાણતા છુટવાની બીક પણ આવે ! )
  સુંદર અને ભાવવાહી લેખ. આભાર.

  Like

 3. મીતાજી,
  અન કન્ડીશનલ સંબંધ હોય તે વધારે સચવાય છે.સંબંધોમાં સ્વાર્થ ના હોય તો સારું,પણ સ્વાર્થ વગરના સંબંધ બહુ ઓછા જોવા મળે છે.પતિ પત્નીના સંબંધોમાં પણ દુરગામી સ્વાર્થ તો છુપાયેલો જ હોય છે.બહુ સરસ લેખ છે.

  Like

  • ભૂપેન્દ્રસિંહજી, આભાર. સાચી વાત સ્વાર્થ વિનાના સંબંધો ના હોય. નિઃસ્વાર્થ સંબંધોમાં પણ પ્રેમ મેળવવાની ભાવના તો રહેલી હોય છે. મારા મતે સંબંધોને દરિયાની લહેરો સાથે નહિં પણ તેની ગહેરાઇ સાથે સરખાવા હોઇએ. લહેરો તો ક્યારેક વધે અને ક્યારેક ઘટે પણ.

   Like

 4. તમારી અભિવ્યક્તિ સરસ છે. તમારો બ્લોગ નિયમિત વાંચીશ. તમે પણ મારો
  બ્લોગ madhpudo.wordpress.com વાંચીને પ્રતિભાવ લખશો.

  Like

 5. સરસ સુ-વાક્યોથી ભરેલૌ લેખ…

  Like

 6. મીતાબેન,

  ખૂબજ સુંદર વિચારો સાથેનો લેખ છે; સંબંધ વિશે શું લખું ? સૌ પોત પોતાની રીતે તેને અભિવ્યક્ત કરે છે, પરંતુ આ મને નથી લાગતું કે અભિવ્યક્ત કરવાની વાત અહીં હોય !? સંબંધની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે સીમા નથી હોતી તે ખરેખર અનૂભૂતિ અને આત્મા સાથે જોડાયેલી કળી છે તેમ મને લાગે છે, જો કોઈપણ સંબંધમાં આપણને દોષ જણાય તો તે આપણી સમજ શક્તિનો અને દ્રષ્ટિનો જ છે તેમ મને લાગે છે. સંબંધ જ્યારે આપણે નક્કી કરવા લાગીએ છીએ ત્યારે તેમાં થોડો દોષ નો પણ સમાવેશ થાય છે.

  સુંદર લેખ !

  આભાર !

  http://das.desais.net

  Like

 7. ખરેખરે સુંદર…………. એટલે જ સાચવવો પડે એવો લેખ છે બહેના…………

  Like

 8. સરસ લેખ…મે ઘણી વખત શોસિયલ નેટવર્કિગ સાઈટ્સ પર વાચ્યું છે. “સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા”

  Like

 9. Mitaben,
  Nice article about relationships. relationship word seems so dry. It needs strengths and maturity to maintain good relationship going. So in fact “Sabandho sachavava pade che” is more true. here i will disagree with Rajni Tank. sometimes a person has to sacrifice a lot and show mental strength in order to maintain relationships. relationships based on false premise are not going to hold for long.

  Like

 10. સબધ એટલે મારા મતે ,સરખા બંધને ,બંધાવું, એકબીજાથી ,, આ બંધન , સ્નેહ નું પવિત્ર પ્રેમ નું , ભાઈ બહેનના ,સ્નેહ નું ,ભાઈ ભાઈ નાં સ્નેહ નું ,પિતા પુત્રના સ્ન્હેનું ,
  મિત્ર ,મિત્ર નાં સ્નેહ નું, સમાજ પ્રત્યેના સ્નેહનું ,એક બીજાના વિચારો નાં, સ્નેહનું બંધનમો બંધાવું , એકબીજાની સમજ ની આપલે નું નિર્દોષ બંધનમો બંધાવું , હોઈ શકે ,
  પતી પત્ની નાં સબધે, બંધાવું , તેનું નામ સબધ, હોએ શકે, વડીલો પ્રત્યેનું આદર્ભાવનું ભંધ ન પણ હોઈ શકે , સબંધ = સરખો બંધન ,[ એક બીજાથી ]

  Like

 11. આ સબધ બોન્ધવો સાવ સહેલો છે નિભાવવો અઘરો છે

  Like

 12. સબંધ મો લાગણીઓ નો ઉમેરો કરી , પોતાની લાગણીઓને વાચા આપી ,હૈયું હળવું કરવાનું સ્થાન એટલે સબધ , અને તે ,જો સ્વાર્થ વગરનો હોય તો સોનામો સુગંધ ભળે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s