Daily Archives: નવેમ્બર 21, 2010

What is religion??? ધર્મ શું છે???

What is religion? — people are taught to follow the rules without knowing the reasons behind them (My husband said).

જ્યારે કોઇ વૈજ્ઞાનિક કે ફિલોસોફર કે મહાનુભાવ ધર્મ એટલે જ વિજ્ઞાન એમ કહે છે ત્યારે આપણે ધર્મનો સાચો અર્થ સમજવાની જરૂર છે. એવો નહીં કે માત્ર આધળું અનુકરણ. ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળું છે તેનો સાચો અર્થ જાણવાની જરૂર છે કુદરતના નિયમો સમજ્યા વિનાનું વિજ્ઞાન પાંગળું હોઇ શકે એવો અર્થ કરી શકાય. આપણે માત્ર તેનો અર્થ બીજા દેશો કરતાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાછળ છીએ એટલે આપણે આ વાક્યનો અર્થ ખોટો કરીએ છીએ.

ધર્મ તેને પાળનાર પ્રજાને મોટાં સામ્રાજ્યો જીતવામાં અને સ્થાપવામાં, કરોડપતિ બનવામાં, એશઆરામ અને ભૌતિક સુખ ભોગવવામાં આડે આવનારી વસ્તુ છે, પણ માણસના અર્થ અને કામનોય શત્રુ હોઇ શકે? તે એવો હોઇ શકે ખરો કે જે તેનું પાલન કરે તેને જ અન્ન અને દાંત વચ્ચે વેર  થાય એટલો કંગાળ કરી મૂકે? ગમે તે એને ડરાવી ધમકાવીને મહેનતથી મેળવેલી અને સાચવેલી ચીજ ઝૂંટવીને લઈ લે અને ગરીબ બનાવી દે? સહેજે છેતરાઇ જાય તેવો ભોળો બનાવી દે? નજીવી કરામતોથી ફોસલાઇ જાય એવો અંધશ્રદ્ધાળુ, મૂર્ખ કે લાલચી કરી દે? જો આવું જ હોય તો આપણે ધર્મપરાયણ પ્રજા છીએ તે વાત ખોટી છે અથવા આપણે જેને ધર્મ સમજીને વળગીએ છીએ તે ધર્મ જ નથી, કોઇક જાતનો ભ્રમ છે અને ધર્મ દ્વારા જ અર્થ અને કામ સિદ્ધ થાય છે તે ખોટું છે અથવા આપણે ધર્મપરાયણ પ્રજા છીએ એ આપણું અભિમાન ખોટું છે. અને એટલે જ  કેટલાક લોકો કહે છે કે આપણે ધર્મને જીવનમાં ઘણું મહત્વનું સ્થાન આપનાર પ્રજા હોવાથી જ સંસારમાં પાછળ પડી ગયા છીએ અને આગળ વધી નથી શકતા.
ઈશ્વર (કુદરતી શક્તિ) અને ધર્મ વિશેની સાચી સમજણ ના હોવાને કારણે બંને એક જ છે એવી સમજણને  કારણે શંકા થાય ત્યારે પ્રશ્ન કરીએ કે ઈશ્વર છે તો આવા અન્યાય, દુઃખ કેમ? ઈશ્વર આવું કેમ સાંખી લે છે? એટલે જ ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા કરે છે. જો કે આપણે જેને ઈશ્વર તરીકે માનીએ છીએ તે એક અલગ શક્તિ છે.

હવે ધર્મ, ઈશ્વર અને અર્થ અને કામ વિશેના વિરોધાભાસના મૂંઝવણના કોઇ ખુલાસા કોઇપણ ધર્મ કે જ્ઞાન, આધ્યાતમના શાસ્ત્રો, દર્શનો વગેરેના ગ્રંથોમાં સામાન્ય માનવીને મળતા નથી. તેમાંથી સામાન્ય વ્યક્તિ જાતે અભ્યાસ કરી પોતાના અનુભવ દ્વારા કોઇ પુરાવા મેળવી શકે તેવું હોતું નથી. યોગના અભ્યાસ, સિદ્ધિઓ, અગમ્ય શબ્દો તત્વો અને તેનાં ગણિત વગેરેની ખૂબ વાતો છે, કદી જ ના ખૂ્ટે તેવા  આનંદ અને કલ્પના પણ ના કરી શકાય તેવા પ્રકાશ અને કિરણોનો ઉલ્લેખ છે હજારો વર્ષની સમાધિઓ, મૃત્યુ પછીના સ્વર્ગલોકોની, રામકૃષ્ણ અને બીજાં ઘણાં અવતારોની કથાઓ છે તેમાં. સ્વપ્નમાં સ્વપ્ન એમાંયે પાછું સ્વપ્ન બ્રહ્માંડમાં ઓરડો અને તેમાં અણુ અને તે અણુમાં બીજાં બ્રહ્માંડો આવી આવી ઘણી અદભૂત કથાઓ પણ તેમાં છે દુઃખના નાશની અને સુખની ખાતરીઓ, યજ્ઞો અને વિધિઓના નિયમો છે પણ ભારતની પ્રજાનાં અતિ કરૂણ દુઃખોના નાશ માટે તથા સાધારણ સુખ મેળવી અને સ્વાભિમાનથી અને પુરુષાર્થ જીવન જીવવા માટે પ્રેરણા આપનાર ધર્મ અને સંસ્કૃતિ શું અને કયાં એનો કોઇ વિશેષ ઉપદેશ મળતો નથી.

જગત દુઃખરૂપ છે અને દુઃખરૂપ જ રહેવાનું છે. જીવન ક્ષણભંગૂર છે તેથી તેને સહન કરી લેવું એવું કહીને દુઃખના નિવારણનો પ્રયાસ કે પુરુષાર્થ કરવાના વિચાર કરવા ઉપર પૂર્ણવિરામ જ મૂકી દીધું છે. આમ જ ચાલ્યું આવે છે ધર્મ અને સંસ્કૃતિના વિચારમાં કઇ ખામીઓ ઉભી થઇ છે અને કેવી રીતે ઉભી થઇ છે તે કોઇ કહેતું નથી. કારણ ખામીઓ છે તે સ્વીકારવા જ તૈયાર નથી.