સૂતા છો જાગો તો ખરા


સૂર્ય પાસે ભાગ માગો તો ખરા,

ક્યારના સૂતા છો જાગો તો ખરા.

 

એ પછી ગોપીઓ પણ આવશે,

વાંસળીની જેમ વાગો તો ખરા!

 

વાત માનવતા વિશે કરવી છે, પણ, 

આપ માણસ જેવા લાગો તો ખરા.

 

સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,

જાતથી પણ દૂર ભાગો તો ખરા.

 

સૌ ઈચ્છાઓ પૂરી થઈ જશે,

પારકાની આશ ત્યાગો તો ખરા

 

(સ્ત્રોતઃ એક મિત્રની મેઇલ)

 

5 responses to “સૂતા છો જાગો તો ખરા

 1. વાત માનવતા વિશે કરવી છે, પણ,
  આપ માણસ જેવા લાગો તો ખરા.

  સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,
  જાતથી પણ દૂર ભાગો તો ખરા.

  સૌ ઈચ્છાઓ પૂરી થઈ જશે,
  પારકાની આશ ત્યાગો તો ખરા

  ખૂબજ સુંદર વાત છે જે જીવનમાં એટલીજ મહત્વની છે પણ સમજાતું નથી. અને ડુ:ખી થતા હોય છીએ.

  આભાર !

  http://das.desais.net

  Like

 2. સૂર્ય પાસે શું ભાગ માંગુ??મારે તો એ રોજ ઉગે ત્યારે સુવાનો સમય થાય છે.અને એ આથમી જાય ત્યારે જાગવાનો સમય થાય છે.હા!હા!હા!હાઆઅ!!

  Like

  • ભૂપેન્દ્રસિંહજી,

   સૂર્ય પાસે ભાગ નહીં,

   આખેઆખા સૂરજની માલિકી માટે એક સ્પેનિશ મહિલા એન્જલિ્ના દુરનએ સ્પેનની કોર્ટમાં લિગલ પેપર ફાઇલ કર્યા છે અને માલિકી હક્ક માટે દાવો કર્યો છે. અબજો વર્ષ પછી સૂરજદાદાને એમના માલિક મળ્યા છે. હવે આ મહિલાને વિચાર આવવાનું કારણ એવું છે કે એક અમેરિકાની વ્યક્તિએ ચંદ્ર અને નવ ગ્રહોની ઉપર પોતાનો માલિકી હક્ક છે તેવા લિગલ પેપર્સ અમેરિકન કોર્ટમાં ફાઇલ કર્યા છે.

   આંતરરાષ્ટ્રિય એગ્રિમેન્ટમાં એવું છે કે કોઇપણ દેશ સૂરજ કે ચંદ્ર કે કોઇપણ ગ્રહના માલિકીહક્ક્નો દાવો ના કરી શકે. પરંતુ એમાં કોઇ વ્યક્તિ ના કરી શકે તેવો ઉલ્લેખ નથી આના આધારે આવો દાવો કરીએ છીએ તેવું આ મહિલા જણાવે છે અને જણાવે છે કે સૂરજ G2 ટાઇપનો તારો છે અને તે પૃથ્વીથી ૧૪૯,૬૦૦,૦૦૦ કિલો મીટરની દૂરી પર છે.

   Like

 3. ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  જાગો તો ખરા

  December 1, 2010 at 7:41 am · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ

  સૂર્ય પાસે ભાગ માંગો તો ખરા !
  ક્યારના સૂતા છો જાગો તો ખરા !

  એ પછી તો ગોપીઓ પણ આવશે,
  વાંસળીની જેમ વાગો તો ખરા !

  વાત માનવતા વિશે કરવી છે, પણ
  આપ માણસ જેવા લાગો તો ખરા !

  સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,
  જાતથી પણ દૂર ભાગો તો ખરા !

  સૌ ખલીલ ઇચ્છાઓ પૂરી થઈ જશે,
  પારકાની આશ ત્યાગો તો ખરા !

  -ખલીલ ધનતેજવી

  Like

himanshupatel555 ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s