દીકરા મને લાડકવાયા…..


દીકરા મને લાડકવાયા દેવના દીધેલ છે…વાયરા જરા ધીરે વાજો પ્રેમથી પોઢેલ છે. આ ગીત મને બહુ જ ગમે છે પણ આજે આ યાદ કરવાનું કારણ એ કે મારા દીકરા જે અમેરિકામાં ભણે છે તે અત્યારે તેમના વેકેશન માટે ભારત આવ્યા છે. અને એમની ભારતમાં જ વેકેશન માણવાની ઇચ્છાને માન આપીને અમે પણ લંડનથી અમદાવાદ પરત આવ્યા છીએ. અને અમારા દીકરા એમના પ્રોજેક્ટના લીધે ખૂબ થાક્યા છે અને ભારત અને અમેરિકાના રાતદિવસના ફરકને કારણે પણ આરામ ફરમાવે છે એટલે અમે સૂસવાટા મારતા પવનને કહીએ છીએ કે વાયરા જરા ધીરે વાજો પ્રેમથી પોઢેલ છે.

ક્યારે એમનો થાક ઉતરે તેની રાહ  જોઇ રહ્યું છે મારું છલકાઇ રહેલું માતૃત્વ. નવ મહિનાથી એના વિના સૂના પડેલા અમને અને એમનાં મિત્રોને પણ ખૂબ આતુરતા છે.

Advertisements

2 responses to “દીકરા મને લાડકવાયા…..

  1. શ્રી મીતાબહેન,

    દીકરા મારા લાડકવાયા દેવના દીધેલ છે.

    દીકરા ગમે તેટલા મોટા થઈ જાય પણ માતૃત્વ હદયની લાગણી

    હમેશા ચળકતી જ રહે છે. માં હમેશા એવું ઝંખતી હોય છે કે ક્યારે

    દીકરો જાગે ને ચા નાસ્તો કરવું. તેનું સુંદર મુખડું નિહાળું.

    ધન્ય છે એ જનેતાને કે દીકરાની આટલી બધી ખેવના રાખે છે.

    Like

  2. દીકરા વગર જનેતાને હૃદય પર જે વીતતી હોય તે તો જનેતા જ જાણે.અમે પણ અમારા સૌથી મોટા દીકરાને પાંચ વર્ષ થી મળ્યા નથી.ઓસ્ટ્રેલીયાથી ભારત પરત આવે એની રાહ જોઈએ છીએ.અમે પણ એને મળવા હવે આવીશું.સંજોગો એવા ઉભા થાય છે કે મજબુર બની જવાય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s