દારૂબંધી જ ગુજરાતની શાંતિ, સ્ત્રીઓની સલામતી માટે જવાબદાર


મારા આગળના લેખ ‘હિટ અને રન’ માં મેં કરેલ ઉલ્લેખ કે થોડેઘણે અંશે એન.આર.આઇ જવાબદાર ખરા કે નહીં? તેમાં ગુજરાતમાં દારૂબંધી છે પણ વધુ પીવાય છે તેવા પ્રતિભાવો મળેલ.   ભલે ગુજરાતમાં બીજા રાજ્ય કરતાં અઢળક વધારે દારૂ પીવાતો હોય, છતાં ગુજરાતમાં દારૂબંધી છે તે ખૂબ ફાયદાકરક છે. અને તેના કારણે જ ગુજરાત ભારતના બીજા રાજ્યો કરતાં શાંત, સમૃદ્ધ અને સ્ત્રીઓની સલામતી માટે નંબર વન ગણાય છે. અને એટલે જ બીજા રાજ્યમાંથી આવતા લોકો અહીંની શાંતિ અને સ્ત્રીઓની સલામતી જોઇને અંજાઇ જાય છે તેમને ખૂબ જ નવાઇ લાગતી હોય છે. અને બે ત્રણ વર્ષ માટે આવેલા લોકો પાછા જવાનું નામ નથી લેતાં.

ગુજરાતમાં સ્ત્રીઓની સલામતી અને શાંતિના સંદર્ભમાં એક સાચો કિસ્સો જણાવું. ૨૦૦૮માં અમે હિમાચલ ટૂર માટે ગયેલા. અમારી સાથે બીજું એક ફેમિલી પણ હતું. અમે અહીંથી દિલ્હી ટ્રેનમાં ગયેલા અને દિલ્હીથી ટેક્સી કરેલ. ૨૦ દિવસના પ્રવાસ પછી પાછા ફરતાં રાજસ્થાનમાં ગૂર્જર આંદોલનને કારણે દિલ્હીથી બધી ટ્રેનો રદ કરી દીધેલ. અમે આગ્રામાં હતા અને અમને જાણ થઇ કે ટ્રેનો રદ થયેલ છે. એટલે અમારા ટેક્સી ડ્રાઇવરે અમને કીધું કે હું તમને અમદાવાદ સુધી મૂકી જઇશ ચિંતા ના કરો. અમે પહેલાં પણ બે વાર એની ટેક્સી કરેલ. એટલે સારી ઓળખાણ થઇ ગયેલી. અને તે મારા દીકરા કરતાં થોડો જ મોટો હશે.

અમારું  રાજધાની એક્સપ્રેસનું બુકિંગ હતું. તે અમને પહેલાં એના ઘરે દિલ્હી લઇ ગયો ત્યાં ચા- નાસ્તો કરાવીને તેની મમ્મીને કહ્યું કે હું રેલ્વે સ્ટેશન જઇને તપાસ કરીને જો ટ્રેન રદ થઈ હશે તો હું અંકલ-આન્ટીને અમદાવાદ સુધી મૂકવા જઇશ. અને તે અમને વચ્ચે આવતાં રાજ્સ્થાનમાં તોફાનો હોવા છતાં જોખમ ખેડીને મૂકવા આવ્યો. અને અમારી પાસે પણ કોઇ ઉપાય નહોતો કારણ કે ટ્ર્નો ક્યારે શરૂ થાય તે નક્કી હતું નહીં.

જો કે ગુજરાત વિશે તેના જે ખ્યાલો હતા કે ત્યાં દારૂબંધીને કારણે પછાત સ્ટેટ છે તે માન્યતા જેવી એની ટેક્સી ગુજરાતમાં પ્રવેશી તેમ ધીમે ધીમે દૂર થઇ ગઇ. અને સૌથી વધુ આંચકો તેને એ લાગ્યો કે અમદાવાદમાં રાત્રે ૧૧-૧૨ વાગ્યે પણ યુવતીઓ વ્હિકલ પર કે ચાલતી વિના ડરે ફરે છે તેનો લાગ્યો. તેને ખૂબ ખૂબ નવાઇ લાગી. અને તેના મોંમાંથી શબ્દો નીકળ્યા તે આ હતા ‘અંકલ યે સબ દારૂબંધી કે કારન હૈ.’ હમારે દિલ્હીમેં ૭ બજે કે બાદ બહાર કોઇ લેડી દિખાઇ નહી દેતી. ફેમિલી કે સાથ ભી રિસ્ક હોતા હૈ. દિલ્હી ઇતના સેફ નહીં હૈ.’ ઔર મેંને કહીં ભી ભારતમેં ઐસા કભી નહીં દેખા.

આ અમારા ટેક્સી ડ્રાઇવરને રોજ ડ્રિંક્સ લેવાની ટેવ પડી ગયેલી પહેલી બે વાર ગયેલા ત્યારે નહોતી.. જો કે રાત્રે જ લેતો પણ અમારા સાથે જે ફેમિલી હતું તે ભાઇને પણ ખૂબ ટેવ હતી. એટલે એ એને ડ્રિંક્સમાં કંપની આપતા. મારા દીકરાને અને પતિને પણ રોજ કહે પણ તેઓ લે નહીં. અને પેલા ભાઇ ક્યારેક દિવસે પણ લે અને ડ્રાઇવરેને પણ આપે. ત્યારે મને ખૂબ ગુસ્સો આવતો અને તે બાબતે હું કહું કે દિવસે કેમ લે છે? તારે તો ડ્રાઇવ કરવાનું હોય અમારી જિંદગીનો સવાલ છે. અને એકવાર મેં એને કહેલું કે હવે તું દિવસે લઇશ તો અમે બીજી ટેક્સી કરીશું અડધેથી તારી ટેક્સી છોડી દઇશું. એટલે એને અમારા પર ખાસ મારા પર ચીડ રહેતી. અને ગુજરાતની દારૂબંધીને  લીધે તે અમને અને ગુજરાતને પછાત માનતો.

હા વાત એકદમ સાચી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં સ્ત્રીઓની સલામતી છે. અને શાંતિ પણ ઘણી છે. આવી જ રીતે નવરાત્રીમાં પણ સ્ત્રીઓને યુવતીઓને જે રીતે ગરબા ગાતાં જોઇને લોકો અહીંની સલામતી માટે દારૂબંધી જ કારણરૂપ લાગે છે. ગુજરાતમાં બીજા રાજ્યમાંથી આવેલ મોટાભાગના લોકોને આપણી નવરાત્રીમાં અને બીજા ઉત્સવોમાં સ્ત્રીઓને આનંદ લેતી જોઇને ગમે છે કે આ સલામતી ક્યાંય નથી. અને કહેતા પણ હોય છે કે અમારા રાજ્યમાં તો આ શક્ય જ નથી. અને એટલે જ ક્યારેક બીજાં રાજ્યોના અમુક લોકો થોડાંક જ  નવરાત્રિના કિસ્સાઓને લઈને આપણા નવરાત્રિના ઉત્સવની મજાક કરે છે. મૂળ તો નથી જોઇ શકાતી કે પચાવી શકાતી ગુજરાતની સલામતી.

થોડા સમય માટે અમારે બેંગ્લોરમાં રહેવાનું થયેલું ત્યાં રસ્તા પર ૯.૦૦ વાગ્યા પછી કોઇ ફેમિલી સાથે પણ ના જોવા મળે. માત્ર કાર જતી જોવા મળે કોઇ ચાલતું ફેમિલી સાથે ના જોવા મળે. બેંગ્લોરમાં એક માત્ર ગુજરાતી-મારવાડી એરિયા ગાંધીનગર છે ત્યાં રાત્રે ૧૧ વાગ્યે ફેમિલી સાથે લોકો જોવા મળે બાકી બીજા રસ્તા સૂમસામ જ હોય. હા બેગ્લોર એક એજ્યુકેટેડ અને શિસ્તવાળું શહેર જરૂર છે. જ્યારે અમદાવાદ કે ગુજરાતમાં ચાર પાંચ સ્ત્રીઓ એકલી ૧૧ વાગ્યે પણ રસ્તા પર જોવા મળે. અહીં તો ઘણા લોકો અમારા જેવા તો આખા દિવસના ધમધમતા રાત્રે ૧૧ વાગ્યે થોડા શાંત થયેલા રસ્તાઓ પર ચાલવા નીકળે. થોડેઘણે અંશે મુંબઇમાં વધુ ધમધમાટવાળા જાહેર રસ્તાઓ પર ફેમિલી સાથે લોકો જોવા મળે કે યુવતીઓ કે સ્ત્રીઓ પણ જોવા મળે. બાકી ભારતના કોઇ રાજ્યમાં શાંતિ કે સ્ત્રીઓની સલામતી નથી.

અને એટલે જ ગુજરાતમાં જે આવા દારૂ પીને યુવાનો હિટ એન્ડ રન કે ધમાલ કરે તેને બીજા રાજ્યોમાંથી આવેલા  લોકોને જવાબદાર ગણવામાં આવે છે. અત્યાર સુધી મને પણ એમ જ લાગતું હતું પરંતુ જ્યારે મે આવી રીતે એન.આર.આઇ. લોકોને ખાસ અહીંના પ્રસંગો માટે દારૂ લાવતા જોયા એટલે મને લાગ્યું કે થોડેઘણે અંશે(સંપૂર્ણ જવાબદાર નહીં, કારણ કે આગલા લેખમાં આ મુદ્દે ગાડી આડે પાટે ચડી ગયેલી) આ લોકો પણ જવાબદાર ખરા જ. કોઇને એવો પ્રશ્ન થાય કે આ લોકો કેટલું લાવે? ગુજરાતમાં તો બીજાં રાજ્યો કરતાં વધુ પીવાય છે.

હું જે પ્લેનમાં આવી તેમાં માત્ર મુંબઇથી અમદાવાદ આવતા પેસેન્જરને ગણો બીજા જે મુંબઇ ઉતરી ગયા તે ના ગણો તો પણ આશરે ૧૦૦ માંથી ૩૦ ટકા લોકો પાસે લિકર હતું એમ માનીએ(જો કે મેં તો ૫૦ ટકાથી વધારે લોકોના હાથમાં જોયેલ) તો ૩૦ x ૪ =૧૨૦. આ તો એક જ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ થઇ આવી તો જેટ એરવેઝ, આરબ અમિરાત જેવી દરેક ઇન્ટરનેશનલ ફ્લાઇટની લંડનથી આવતી દરરોજની એક ફ્લાઇટ ગણો. અને એવી રીતે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા જેવાં બીજા દેશોમાંથી પણ દરરોજની એક ફ્લાઇટ હોય અને માત્ર આ લગ્ન સમયે જે લિકર આવે છે તેનો જ હિસાબ કરીએ તો સંખ્યા કેટલી થાય? એન.આર. આઇ.ની સંખ્યા કેટલી અને તેમની સાથે માત્ર ૩૦ ટકાની ગણતરીમાં  લાવેલ લિકરની સંખ્યા કેટલી ?  માત્ર ૧૫ દિવસ જ ગણીએ તો પણ મારા હિસાબે આંકડો નાનો સૂનો તો ના જ થાય. અધધધ કહેવાય એટલો તો થાય જ. અને એની અસર પણ થોડેઘણે અંશે તો થાય જ.

11 responses to “દારૂબંધી જ ગુજરાતની શાંતિ, સ્ત્રીઓની સલામતી માટે જવાબદાર

 1. ’ હમારે દિલ્હીમેં ૭ બજે કે બાદ બહાર કોઇ લેડી દિખાઇ નહી દેતી. ફેમિલી કે સાથ ભી રિસ્ક હોતા હૈ. દિલ્હી ઇતના સેફ નહીં હૈ.’
  આ સાચી વાત છે. દિલ્હીમાં 36 વર્ષથી રહું છું. શરાબીઓ જોયા છે પણ આટલાં વર્ષોમાં દારૂ પીને સડક પર પડ્યા હોય એવા સો કિસ્સા પણ નથી જોયા. દિલ્હીમાં અપરાધ માટે દારૂનો નહીં, બીજો નશો જવાબદાર છે. એ છે પૈસાનો, સત્તાના કેન્દ્ર સાથે સંપર્કનો નશો.

  Like

  • દિપકભાઇ સાચી વાત દિલ્હીમાં પૈસો અને સત્તાનો નશો અપરાધ માટે જવાબદાર છે અને તેમાં દારૂનો નશો થોડો ભાગ ભજવતો હશે. ગુજરાતમાં નશામાં બેહોશ થઇ જવા માટે હલકી કક્ષાના દારૂ અને લઠ્ઠા જેવાં પદાર્થો જવાબદાર છે. અને આવું મોટેભાગે સ્લમ વિસ્તારમાં કે ગલીઓમાં જ જોવા મળે છે. એટલે અમદાવાદ કે ગુજરાતમાં જાહેરમાર્ગો પર આવા નશામાં લુડ્કી પડેલા ખાસ હોતા નથી. મેં ક્યારેય જોયા નથી કે સમાચારમાં પણ નથી આવતું. અને દારૂબંધી હોવાને કારણે જે સારા પ્રકારનો દારૂ પીવાય છે તેમાં જેને પીવાની ટેવ ના હોય અને અતિરેક કરે તેવા યુવાનો જ હિટ એન્ડ રન કે કાર પરનો કાબૂ ગુમાવીને એક્સિડન્ટ માટે જવાબદાર છે. બાકી રોજ પીનારાને તો કોઇ અસર થતી નથી. અને કાયદેસર ગૂનો હોવાથી જાહેરમાં ના પીતા હોવાને કારણે જ ગુજરાતમાં શાંતિ અને સ્ત્રીઓ કે ફેમિલી નિર્ભય રીતે રાત્રે ઘર બહાર નીકળી શકતાં હોય છે. જો કે હવે દરેક ઉત્સવ-પ્રસંગોમાં દારૂ પીવાનો રિવાજ જરૂર બનતો જાય છે. બની શકે ગુજરાતમાં પણ અત્યારે છે તેવી સ્ત્રીઓની સલામતી ના રહે. અત્યારે થોડાઘણાં કિસ્સાઓ તો બને જ છે.
   આભાર.

   Like

 2. મીતાબેન,
  સરસ અને વિચાર માગી લે એવી વાત કરી તમે.

  Like

 3. મીતાબેન, સાચી વાત છે. દારૂ કરતાં તો ’વાહ! અમે દારૂ પીએ છીએ’ એ વિચારનો નશો હોય છે. દારૂ પીધો એટલે ગાડી પૂરપાટ ભગાવવી એને આ લોકો પોતાનો અધિકાર સમજે છે. દિલ્હીમાં પણ પૈસાદાર વર્ગનાં યુવક-યુવતીઓ મોડે સુધી પાર્ટીઓ કરે અને પાછા વળતાં અકસ્માતો કરે છે. ઍડમિરલ નંદાના પૌત્રનો BMW કેસ જાણીતો છે.
  નૈતિક્તાનાં ધોરણોને ઉચ્ચ વર્ગ ઠોકરે ચડાવતો હોય છે અને જેને દિવસ આખો જીવન સંઘર્ષ કરવો પડતો હોય એ લોકો નૈતિકતાનાં બંધનોમાંથી એસ્કેપ શોધે છે.
  મધ્યમ વર્ગના લોકો સામાન્ય રીતે પીતા નથી હોતા અને પીએ તો મર્યાદામાં રહીને જ પીએ છે. આ જેટલું ગુજરાત માટે સાચું છે એટલું જ દિલ્હી કે બીજાં સ્થળો માટે પણ સાચું છે. ઉલ્ટું મૉસ્કોમાં દરરોજ રસ્તા પર બે-ચાર માણસો પડેલા જોવા મળતા. બિચારી પત્નીઓ લાઇનોમાં ઊભી રહીને સામાન ખરીદે, નોકરી કરે, સાંજે ઘરે જઈને કામ કરે અને પતિ પાછો ન આવે એટલે શોધવા નીકળે અને ક્યાંક પડ્યો હોય તેને સંભાળીને ઘરે લઈ આવે. ખાસ કરીને શુક્રવારની સાંજે આ દૄશ્ય સામાન્ય હતું. ત્યાં સ્ત્રીઓની સલામતીની સમસ્યા નહોતી, પણ સ્ત્રીઓની તકલીફ ઓછી નહોતી.
  આમ છતાં દારૂબંધી ગુજરાતમાં નિષ્ફળ રહી છે એ પણ હકીકત છે.દારુબંધીનો લાભ પોલીસને ’ઉપરની કમાણી’ તરીકે મળે છે. બીજું, દિલ્હીમાં કે બીજાં રાજ્યોમાં પુરુષો સ્ત્રીઓનો ઉપયોગ દારૂને સેફ઼ રીતે લઈ જવા માટે નથી કરતા. આનો અર્થ શો કરવો? .

  Like

  • દિપકભાઇ સાચી વાત દારૂ કરતાં દારૂ પીધો એનો વધારે નશો હોય છે.

   નૈતિક્તાનાં ધોરણોને ઉચ્ચ વર્ગ ઠોકરે ચડાવતો હોય છે અને જેને દિવસ આખો જીવન સંઘર્ષ કરવો પડતો હોય એ લોકો નૈતિકતાનાં બંધનોમાંથી એસ્કેપ શોધે છે. ખૂબ સરસ અને સત્ય વાત. માત્ર મધ્યમ વર્ગ મર્યાદા રાખતો હોય છે. પણ ક્યારેક મધ્યમ વર્ગના યુવાનો ઉચ્ચ વર્ગનાં લોકોની દેખાદેખીમાં અને એમની સંગતમાં આવી જતા હોય છે. આપે મોસ્કોની વાત કહી તે મુંબઈમાં કે મોટા શહેરોમાં રોજની મજૂરી કરતાં કુટુંબોમાં પણ જોવા મળે છે. આખા દિવસની મજૂરીના પૈસા દારૂ પીવા માટે ઘરવાળીને માર મારીને પડાવતા હોય છે. અને પછી ક્યાંક બેહોશ થઇને પડ્યા હોય. દારૂ પીવાના કારણે સ્ત્રીઓ પર અત્યાચાર પણ ઉચ્ચ વર્ગ અને નીચલા વર્ગમાં જ વધુ થતા હોય છે. એટલે દારૂ પીવાના ગેરફાયદા સૌથી વધુ સ્ત્રીઓને જ થતા હોય છે. એટલે દારૂબંધી હોય ત્યાં કે દારૂની છૂટ હોય ત્યાં સ્ત્રીઓ જ આનો વિરોધ કરે કોઇ સહકાર કે કોઇપણ પ્રોત્સાહન ના આપે તે જ મહત્વનું છે. જ્યાં દારૂની છૂટ છે ત્યાં સ્ત્રીઓનો ઉપયોગ તો થાય જ છે પાર્ટીઓમાં-કલબોમાં બારગર્લ તરીકે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે સ્ત્રીઓનો ઉપયોગ દારૂની છૂટ હોય ત્યાંથી લાવવા માટે થાય છે. અને દારૂની કમાણી પણ પોલીસને ઉપરની કમાણી કરાવે છે તો એના માટે જનતામાં જાગૃતિ લાવવી જોઇએ અને તેનો વિરોધ કરવો જોઇએ. અને દારૂબંધીને વધુ સક્ષમ બનાવવા તેના પર બીજા કડક નિયંત્રણો લાવી શકાય. પરંતુ આજે ગુજરાતનું જે વાતાવરણ છે સલામતીનું તે રહેવું જોઇએ. અને પરમીટથી દારૂની છૂટ તો છે જ. જો કે મહતવની વાત એ કે છૂટ હોય કે ના હોય સ્ત્રીઓ સહકાર ના આપે.

   Like

 4. ગમે તે કારણ હશે,પણ ગુજરાતમાં સલામતી છે તે વાત સાચી છે.સ્ત્રીઓ અર્ધી રાત્રે અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં ફરી શકે છે.તેવું બીજા રાજ્યોમાં નથી.મારા મોટાભાઈ બેંગ્લોરમાં ત્રીસ કરતા વધારે વર્ષોથી રહે છે.તેમના દીકરા એકવાર બરોડા આવેલા.અમે બધા મુવી જોઇને રાત્રે એક્વાગે આવતા હતા.માંડવી વિસ્તારમાં થી પસાર થતા હતા.એક કારમાંથી થોડી સ્ત્રીઓ ઉતારી અને આઈસ્ક્રીમ ની ફેમસ લારીએ ઉભી રહી તે જોઈ મારા ભત્રીજા તો ખુબ નવાઈ પામ્યા અને આહ પોકારી ગયા.એકદમ બોલી ઉઠેલા કાકા જુઓ જુઓ રાત્રે એક વાગ્યો છે અને આ સ્ત્રીઓ અહી શું કરે છે?મેં કહ્યું કેમ ?આઈસ્ક્રીમ ખાવા આવી છે.ગુજરાત જેવી સેઈફ બીજી કોઈ જગ્યા નથી..દારુબંધીના ફાયદા તો છે જ.

  Like

  • ભૂપેન્દ્રસિંહજી,

   તમારા ભત્રીજા નવાઇ પામે છે તેમ બીજા રાજ્યોમાંથી આવે તે લોકો આ જોઇને નવાઇ પામે છે. મારા દીકરાનો એક ફ્રેન્ડ આપણા અહીંના નવરાત્રી જોઇને કહે કે અમારા યુ.પી.માં આવુ થાય તો તો કેટલીયે છોકરીઓનાં અપહરણ જ થઇ જાય. અને બેંગ્લોરમાં તો ફિલ્મનો છેલ્લો શો દસ વાગ્યે પૂરો થાય એટલે થિયેટર જ બંધ થઇ જાય ૧૦ વાગ્યા પછી કોઇ શો જ ના હોય શનિ-રવિમાં પણ નહીં મને એ જાણીને નવાઇ લાગેલી. અમદાવાદમાં તો ઘણા શો ૧ વાગ્યે કે ૧.૩૦ વાગ્યે છૂટતા હોય છે તે પછી પણ સ્ત્રીઓ કે યુવતીઓ વ્હિકલ પર જતી હોય છે.

   Like

 5. Mam I like your article but tell me in Gujarat, even after darubandhi why daily in paper we find that police capture 1 car/truck with 8/9 no. of bottle?
  & often I read in newspaper an add of ‘daru chodavo’ only in few days. if in Gujarat there is daru bandhi then from where people buy daru?

  Like

  • પ્રતિભાવ બદલ આપનો આભાર. દારૂબંધી હોવા છતાં વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે અને બહારથી આવે છે એવા પ્રતિભાવો મારા આગળના લેખ ‘હિટ એન્ડ રન’ નામના લેખમાં આવેલા છે. એટલે બહારથી ગેરકાનૂની રીતે આવતો દારૂ પકડાતો હોય તેના વિશે ન્યૂઝમાં આવતું હોઇ શકે. અને મારા ખ્યાલ મુજબ આ દારૂ છોડાવો અને સિગારેટ છોડાવોની જાહેરાતો તો દરેક રાજ્યમાં આવે છે. અને ગુજરાતમાં તો દારૂબંધી હોવા છતાં.

   Like

 6. Mitaben, like your artical, yes Prohbition has its draw back , but even without prohbition lower quality liqure will always be there.
  upper middle Gujrati class in and out of india need to be aware of alcoholisim , it is not how much you drink it is about what happen to you after you drink.
  Plus family diesase of alcoholisim is whole new trait family and community goes through,
  only control we have is bring awerness to individual level, like your Taxi drive is at young age a social drinker now, will slowly become full blown alcoholic , but that is us to watch .
  your blog is very good…….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s