સારા કાર્યને બીરદાવવું જોઇએ


કોઈના સારા કાર્યને  બીરદાવવું જોઇએ. તો એ કાર્ય ૨૦૧૧ના વર્ષની પ્રથમ પોસ્ટથી શરૂ કરું છું. કોઇએ કરેલ નવા કાર્ય માટેનો નાનકડો  પ્રયાસ પણ પ્રશંસાને પાત્ર છે. આપણા નવા પ્રયાસ કે કાર્યની નોંધ લેવાય ત્યારે આપણે હર્ષની લાગણીનો અનુભવ કરીએ છીએ. તો એ જ હર્ષની લાગણી આપણે બીજાને તેના પ્રયાસ બદલ આપીએ અને સામે તે આપણો આભાર માને ત્યારે કોઇની ખુશીમાં ભાગીદાર બનવાનું કેટલું મહત્વ છે તે સમજાય છે. એટલે જ વર્ડપ્રેસમાં ‘લાઇક’ ની સગવડ ઉમેરવામાં આવી હશે.

આ નાનકડી વાત લખવાનું મન એટલે થયું કે હમણાં એક મેઇલ આવી મેં એમના લેખમાં ‘લાઇક’ આપેલ. એમનો લેખ ખરેખર અર્થમાં ખૂબ જ સારો હતો. જો કે એમનું લખાણ દરેક વખતે વિચારપ્રેરક  જ હોય છે. મારા ‘લાઇક’ ના જવાબમાં તેમણે મારો આભાર માનવા માટે મને મેઇલ દ્વારા આભાર પ્રગટ કર્યો. અને તે માટે એમણે મારું મેઇલ આઇડી મેળવવા ખૂબ પ્રયત્ન કરવા પડ્યા.  હવે કોઇ બ્લોગમિત્ર આપણો આભાર માનવા માટે પણ ખૂબ જહેમત ઊઠાવે ત્યારે ખરેખર એક આનંદની લાગણી તો થાય સાથે એમ થાય કે બ્લોગજગતમાં જોડાવાથી આવી અમૂલ્ય ચીજ પણ પ્રાપ્ત થાય છે. જે આપણે રોજબરોજની ભાગદોડમાં ગુમાવી રહ્યા છે.  ખરેખર હવે તો મારે એમનો આભાર માનવો પડે.

બ્લોગમાં લખવા કરતાં મને બીજાના બ્લોગ પરનું લખાણ વાંચવું વધુ ગમે છે આમેય લેખન કરતાં વિશેષ વાંચન મારો પ્રિય શોખ છે. એટલે દરેક બ્લોગલેખકના લેખનપ્રયાસ અને તેમની લેખનશૈલી પસંદ પડે ત્યારે,  અને દરેક બ્લોગમાં પ્રતિભાવ આપવો સરળ ના હોય  કારણ એ કે દરેક વિષયમાં એટલું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે લેખમાં કંઈક તો સારૂ હોય જ તેથી ‘લાઇક’ આપવામાંથી શું કામ પાછા પડવું?

23 responses to “સારા કાર્યને બીરદાવવું જોઇએ

 1. હમમમ.. સરસ… મારાથી આમાં આથી વધુ કંઇ બોલાશે નહી!
  પણ હા ફરી એકવાર થેંક્યુ તો કહી જ શકાય ને?! 🙂

  Like

 2. હાલમાં જ શ્રી ભૂપેન્દ્ર્સિંહભાઈના બ્લૉગ પર મેં લખ્યું કે કોઈ લેખક પૂરેપૂરો મૌલિક ન હોઈ શકે. આપણા સૌ પર કોઈ-ને-કોઈ અસર હોય જ. પરંતુ આપણી મૌલિકતા આપણી પારદર્શકતામાં છે. તમારા આ સંક્ષિપ્ત લેખમાં તમારી પારદર્શકતા વ્યક્ત થઈ છે અને એ જ તમારી મૌલિકતા છે.
  લેખક અને વાચક બન્ને એક સ્તરે હોય તો જ એમના વચ્ચે સંવાદ સર્જાય છે.સંવાદમાં માત્ર સંમતિ નથી હોતી. લખવું એ અનુભૂતિ+કલા છે, પણ વાંચવું એ અનુભૂતિ છે. આમ અનુભૂતિના સ્તરે માત્ર વાંચવું એ પણ લખવા બરાબર છે. એવું પણ બને કે વાંચનાર વાંચ્યા પછી જરા પણ પ્રતિભાવ ન આપી શકે, પરંતુ એના પરથી એમ ન કહી શકાય કે એનું અનુભૂતિનું સ્તર નીચું છે. પરંતુ સારૂં લખાણ આપણી અંદર આપોઆપ પ્રતિભાવ જગાડે છે, એ વ્યક્ત થાય કે ન થાય અથવા એ સંમતિનો હોય કે અસંમતિનો.
  મહેનત કરીને ઇ-મેઇલથી તમારો આભાર વ્યક્ત કરનારનું નામ આપવાનું કદાચ યોગ્ય રહ્યું હોત, સિવાય કે એમણે પોતે જ કહ્યું હોય.

  Like

  • દીપકભાઈ,
   આપના જ્ઞાનપ્રેરક પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. સાચી વાત છે કે ઘણીવાર લેખ વાંચીને તરત જ પ્રતિભાવ આપવો મુશ્કેલ હોય પરંતુ સારું લખાણ આપણી અંદર આપોઆપ પ્રતિભાવ જગાડે છે.
   અને ખૂબ જ મહેનત કરી આભાર મેઈલ કરનાર બ્લોગમિત્ર રજનીભાઈ( એક ઘા ને બે કટકા બ્લોગ) છે.

   Like

 3. મીતાબેન,
  બહુ જ મજાની મજાની વાત છે.
  આજના દોડધામના યુગમાં “લાઈક” દ્વારા હાજરી પૂરાવવાનું અને ખુશી વ્યકત કરવાનું આસાન થઈ ગયું છે.
  આ LIKE વિષય મારા મનમાં પણ થોડા દિવસોથી રમી રહ્યો છે. લખવા જેવું ખરું.

  Like

  • યશવંતભાઈ પ્રથમ તો આપનો આભાર. આપણે દિવસે દિવસે આસાન હોય તે જ કાર્ય પસંદ કરતા થઇ ગયા છીએ. હવે ખુશી કે અભાર વ્યક્ત પણ આસાન રીતે. આપ આ વિષય પર લખશો તે ઉપયોગી જ હશે.

   Like

 4. “દરેક બ્લોગલેખકના લેખનપ્રયાસ અને તેમની લેખનશૈલી પસંદ પડે ત્યારે, અને દરેક બ્લોગમાં પ્રતિભાવ આપવો સરળ ના હોય કારણ એ કે દરેક વિષયમાં એટલું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે લેખમાં કંઈક તો સારૂ હોય જ તેથી ‘લાઇક’ આપવામાંથી શું કામ પાછા પડવું? ” – આ વસ્તુ એકદમ સાચી લખી છે.

  Like

 5. મિતાબહેન, નમસ્કાર.
  મને એમ કે આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ !! ૨૦૨મી સદી ચાલે છે તે તો આજે ખબર પડી !! : – ) ૨૦૧૧૧ ???
  (જોયું ! આટલું જીણવટથી અમે સૌને વાંચીએ છતાં અમારી કોઇ કદર કરતું નથી : – ( ) Sorry ! આ તો નવા વર્ષની પ્રથમ મજાક છે.
  સાવ સાચી વાત, સારા કાર્યને જરૂર બીરદાવવું જોઇએ. મેં એક વખત આપને, એક ચર્ચામાં, એટલે જ તો કહેલું કે; આભાર, ધન્યવાદ, સરસ (હવે LIKE) જેવા શબ્દો અમને બોલવા દો. તેનાથી કંઇક સારૂં કાર્ય કરવાનો ઉત્સાહ વધે છે. આભાર.

  Like

  • અશોકભાઈ ઘણીવાર બહુ ખુશ થઇ જઈએ ત્યારે આનંદના અતિરેકમાં આગળ દોડી જવાય. (પણ કેટલું બધું ?) આપે ધ્યાન દોર્યું તે બદલ આભાર. જો કે આપના પ્રતિભાવ પહેલા જ મારું ધ્યાન ગયું એટલે સુધારી લીધું હતું.
   આપની નવા વર્ષની મજાક ગમી અને હવે આપની કદર કરવામાં પણ પાછા નહીં પડીએ. અને મારું માનવું હતું કે આભારનો ભાર લાગે છે તે ખોટું હતું તેનો સ્વીકાર કરીને હવે આભાર ધન્યવાદ દ્વારા સારા કાર્યમાં ઉત્સાહ વધારવામાં અમે પણ આપની સાથે જ રહીશું . ખૂબ ખૂબ આભાર.

   Like

 6. મીતા બહેન નમસ્કાર ,
  ખરે ખર તમારી વાત સાવ સાચી છે
  આજની અણ ધારી દોડ ના યુગમો આભાર વ્યક્ત કરી ફરજ પાલન ની મનોવૃત્તિ મો થી છુટકારો મેળવવો એય ઘણી મોટી વાત છે

  Like

 7. શ્રી મીતાબહેન,
  વાહ શું એકદમ સર્વેને સ્પર્શી મનમાં ઉતરી જઈ અમલીકરણ
  માટે જીવનમાં, લેખનમાં, કાર્યમાં ,સંસારમાં એમ દરેક ક્ષેત્રમાં
  અપનાવવા જેવો ઉત્મોત્ત્મ વિચાર રજુ કર્યો છે.
  અભિનંદન.

  Like

 8. પારુબેન, સોહમભાઇ, ગોવિંદભાઇ, યશવંતભાઇ, રજનીભાઇ, અશોકભાઇ, રાજનીભાઇ, શકીલભાઇ, સતીષભાઇ અને વેદાંગભાઇ
  આપ સર્વેનો મારા લેખમાં ‘લાઇક’ આપવા બદલ આભાર.

  Like

 9. નમસ્કાર મીતાબેન
  કોઈ ના કાર્ય ને બીરદાવવું, આ એક શિષ્ટાચાર છે. તમે આ શિષ્ટાચાર ને દાખવી ને એક આદર્શ વ્યક્તિત્વ ની છબી ઉભી કરી છે અને તે બદલ આપ સન્માન ને પાત્ર છો. મીતાબેન, મેં મારા બ્લોગ પર બનાવેલ એક લેખ માં આપના બ્લોગ ના નામ નો સમાવેશ કર્યો છે તો આપ તેને નિહાળશો એવી આશા. આ રહી એની લીંક : http://vedangthakar.wordpress.com/2011/01/03/wordpress-com-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE/

  Like

 10. ‘લાઈક’ દ્વારા હાજરી પૂરાવવાનું આસાન છે પણ અમૂક પોસ્ટ જ એવી હોય છે કે જેમાં તેની મેહનત અને તેણે આપેલ વસ્તુનો આભાર વ્યક્ત કરવા ‘લાઈક’ જેવો ટૂંકો રસ્તો ન અપનાવીએ તો સારું. ‘લાઈક’ મોડ સારો છે પણ અમૂક બ્લોગર મિત્રો એવા પણ હોય છે કે જેને માટે અમૂક બ્લોગરમિત્રોના પ્રતિભાવ સારી પોસ્ટ મૂકવા માટે પ્રેરક રૂપ પણ હોય શકે ?
  તેવું મારું માનવું છે.

  આભાર !

  Like

 11. ૧૩ જણાએ લાઈક આપી દીધું.જોયું?કદર બધાને વહાલી હોય તેનાથી લખવાનો ઉમંગ વધે.ગુણવતા પણ સુધરે.સારા કાર્યને જરૂર બીરદાવવું જોઈએ.જોકે અમુક મિત્ર લાઈક આપી ને મજાક કરતા હોય તેવું લાગ્યું.એક બાજુ નીચા પાડવાની હરકતો કર્યા કરવી અને બીજી બાજુ લાઈક આપી હસવું.દાળમાં કાયમ કાળું દેખવાની આદત.શું કરવાનું?પણ એનાથી સારા લેખમાં લાઈક આપવાનું બંધ થોડું કરી દેવાય?શુદ્ધ હૃદયની સુંદર ભાવના વ્યક્ત થઇ લેખમાં.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s