શું ભારત ગરીબ દેશ છે?


તમને કોઇ એમ પૂછે કે શું ભારત ગરીબ દેશ છે? તો કેવું લાગે?

*આવો સવાલ અમને લંડનમાં એક  અંગ્રેજે પૂછેલો.

*જે દેશમાં હજારો-લાખો કરોડના ભ્રષ્ટાચાર અને કૌભાંડો થતા હોય તે દેશ ગરીબ કેવી રીતે કહેવાય? જે દેશના મંદિરોમાં હજારો ટન સોનું હોય તે દેશ ગરીબ કહેવાય? ૨૦૦૮માં આવેલી વૈશ્વિક મંદીમાં એકમાત્ર ભારત જ આર્થિક રીતે ટકી રહ્યું. વિશ્વના તમામ દેશોએ ભયંકર આર્થિક મંદીનો સામનો કર્યો છે. ચીન અને ભારત જ તેમાંથી બાકાત રહ્યા. ભારતની આર્થિક સદ્ધરતાની નોંધ  વિશ્વના સમૃદ્ધ ગણાતા તમામ દેશોના ધ્યાનમાં આવી.

*છતાં કોઇ એમ પૂછે કે આપણો દેશ ગરીબ છે? ત્યારે વિચારવાની જરૂર તો પડે કે આપણે આપણી છાપ ઉપજાવવામાં કોઇ કચાશ રાખતા હોઇશું જ.

*હમણાં બે દિવસ પહેલાં રસ્તા પર એક સાત વર્ષની છોકરી અને દસ વર્ષનો છોકરો અને એક કુતરો ખેલ કરતાં હતાં. હવે આવું જોઇને ખરેખર લાગે કે દેશમાં આર્થિક અસમાનતા છે. અને દેશના બિહાર જેવાં પ્રાંતમાં તો જોઇએ તો ખ્યાલ આવે કે દેશમાં અરેરાટી ઉપજે તેવી ગરીબી છે.

*ભારત ગરીબ દેશ નથી પણ આર્થિક અસમાનતા તો વિશાળ પાયે છે જ. કોઇપણ પક્ષની સરકાર હોય  એવું અર્થતંત્ર કે રાજતંત્ર રચે છે જેમાં બિલ્ડરો, મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓ જ ફાવે છે.  આજે  દરેક ચીજમાં મોંઘવારી છે.

*તેમાં અધધધ સંપ્રદાયોને માત્ર રાજમહેલ જેવા ભવ્ય મંદિરો અને આશ્રમો બાંધવામાં જ રસ છે. આપણા દેશમાં તો બાંધે જ છે બીજા દેશોમાં પણ મંદિરો બાંધે છે. તેમને દેશના કરોડો ગરીબોને માટે પાયાની જરૂરિયાત માટે આવાસો કે રોજગારી મળે રહે તેવા પ્રયાસો નથી કરવાં. પણ ભગવાનના નામે પોતે એશોઆરામ ભોગવવા છે.

31 responses to “શું ભારત ગરીબ દેશ છે?

 1. હા, ભારત દેશ ગરીબ છે. ૭૭% વસ્તી રોજના રૂ.૨૦ પણ ખર્ચી શકે એટલું નથી કમાતી. અન્નના ઢગલા વચ્ચે દુકાળ હોય, કારણ કે ચર્ચિલે અનાજ માત્ર બીજા વિશ્વયુદ્ધામાં લડવા જતા સૈનિકો માટે રાખી મૂકવાનો હુકમ આપ્યો. અમર્ત્ય સેનને વાંચવાની ભલામણ છે.
  ધનના ઢગલા વચ્ચે ગરીબી હોય, કારણ કે સરકારો સંપત્તિ અમુક હાથોમાં કેન્દ્રિત થાય એવી નીતિઓ પર ચાલે છે.
  અહીં હું માત્ર મંદિરો બનાવનારાને દોષ નથી દેવા માગતો કારણ કે એ પણ ધંધો જ છે.
  કેટલાયે મુદ્દા વિચાર માગી લેશે.
  સંપત્તિ નીચે તરફ વહેવડાવવી હોય તો ટૅક્સના નાણાંમાંથી દર પાંચ કિલોમીતરે એક નિશાળ બામ્ધો, એક આરોગ્ય કેન્દ્ર શરૂ કરો, શિક્ષકો, ડોક્ટરો, નર્સો, બીજા મૅડિકલ સ્ટાફની ભરતી કરો, લોકોને મપત શિક્ષણ, મફત આરોગ્ય સેવા આપો. આજે તો આરોગ્ય માટે ખર્ચાતા દર ૧૦૦ રૂપિયામાંથી સરકાર માત્ર ૧૮ રૂપિયા ખર્ચે છે. બાકી ૮૨ રૂપિયા તો દરદીને માથે પડે છે. રોજના ૨૦ રૂપિયા પણ કમાતા હોય એ બીમાર પણ વધુ પડે. છે કોઈ નીતિ એમના માટે? આપણે તો એક ધનકુબેર મોટો મહેલ બાંધે છે એ જાણીને રાજી થઈ જઈએ છીએ. અને તેમાં પણ ગુજરાતી ધનકુબેર, એટલે આપણી ઉપરાષ્ટ્રવાદી લાગણીઓમાં પૂર આવે.- જાણે એ મારા-તમારા જેવા ને એમાં રહેવા દેવાનો હોય!
  છાપ ખોટી નથી. આપણો દેશ ગરીબ છે, કારણ કે આપણે એને ગરીબ રાખવા માગીએ છીએ.

  Like

  • દિપકભાઇ ખૂબ ખૂબ સરસ પ્રતિભાવ. આભાર.

   છાપ ખોટી નથી. આપણો દેશ ગરીબ છે, કારણ કે આપણે એને ગરીબ રાખવા માગીએ છીએ. એકદમ સચોટ વાત કહી. અને આવકની અસમાનતા ઓછી થાય તે માટેનાં સૂચનો વિચારપ્રેરક.

   મંદિરો જો વ્યવસાય હોય તો તેને બીજા વ્યવસાયનાં જેમ નિયમો લાગુ કરવાં જોઇએ કે નહિં?

   Like

 2. મિતાબહેન,
  ભારત ગરીબ દેશ નથી ! સામાન્ય ભારતીય ગરીબ છે !!
  આજે જ વાંચ્યું કે આર્થિક અસમાનતાનું પ્રમાણ ૮૦:૨૦ થઇ જાય ત્યારે અર્થતંત્ર ખરાબે ચઢે છે. ૮૦% લોકો માત્ર ૨૦% સંપતી ધરાવે અને ૨૦% લોકો ૮૦% સંપતીના સ્વામી થઇ બેઠા હોય ત્યારે સર્વાંગી વિકાસ મુશ્કેલ બને.

  આશ્ચર્યની વાત એક જ છે કે આ ૨૦% સંપતી ધરાવતા ૮૦% લોકો પાછા તેમાંથી આ ભવ્ય ધાર્મિક સ્થાનો, બાવાસાધુઓ, પોતાના જ અન્ય (વધુ) ગરીબ ભાઇભાંડુઓને પોષે છે. (સરકારને આડકતરા ટેક્ષ સ્વરૂપે સૌથી વધુ કમાણી પણ આ વર્ગ જ કરાવે છે, પેલા સુપર ઉદ્યોગપતિઓને તો કરરાહતો હોય છે )

  કોઇ ચોક્કસ સહાયકારી નીતિ વિના આ અસમાનતા દુર થશે નહીં. (જો કે અર્થશાસ્ત્રીઓ કહે છે કે ૨૦% સમૃધ્ધ લોકોએ અંતે, પોતાના ભલા માટે પણ, પોતાની અમુક સંપતિની ફેરવહેંચણી કરી અને અર્થતંત્રને ટકાવી રાખવું પડશે) અને છતાં મુખ્ય કારણ, વસ્તિ વિસ્ફોટ,ને કારણે આ રેશિયો કદી સમાન થાય તેવું તો ન જ બને. ટુંકમાં, ભારત સમૃદ્ધ થતું જાય તો પણ શરેરાશ ભારતીય ગરીબ જ રહે છે.

  Like

  • અશોકભાઇ આભાર. ખૂબ સરસ પ્રતિભાવ. અર્થશાસ્ત્રનો નિયમ છે કે ૨૦ ટકા લોકો પાસેની સંપત્તિ દેશમાં દરેકને સમાન ભાગે વહેંચવામાં આવે તો પણ થોડા સમય પછી એ રેશિયો ૮૦/૨૦ નો જ થઇ જશે એટલે કે ૮૦ ટકા લોકો સામાન્ય અને ૨૦ ટકા લોકો ધનવાન. આ નિયમ વિશ્વમાં બધે જ લાગુ પડે છે. પણ ભારતમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ વધારે છે. એટલે કે ગરીબીનું પ્રમાણ વધારે છે. ઘણા લોકો બે ટંક ભોજન કે પાયાની જરૂરિયાતથી વંચિત છે.

   Like

 3. ભારતના અમીરો પણ ગરીબ છે.ગરીબ તો બિચારો ગરીબ જ છે.અહીની માનસિકતા ગરીબ છે.વિચારો ગરીબ છે.નેતાઓ ગરીબ છે,ગુરુજનો,મહાત્માઓ ગરીબ છે.એકંદરે ભારત ગરીબ છે.

  Like

 4. વિશ્વે ૨૦૦૮ની મંદીમાં જોયું કે ભારત અને ચીન સિવાય કોઈ જ દેશ આ મંદી સામે ટક્કર લઇ શકેલ નહિ, તો પછી, ગરીબ દેશ કેમ? હા, એ હકીકત છે કે આવકની અસમાનતા ભારત દેશની બહોળી પ્રજા બે ટંક ભોજન પ્રાપ્ત કરવા માટે પણ સક્ષમ નથી, છતાં તે જીવે છે. અને જેટલી ફરિયાદ તેઓ નથી કરતાં તેથી વધુ તો પર્યાપ્ત આવક ધરાવનાર ગરીબાઈની કરે છે. માટે લાગે છેકે દેશની પ્રજામાં રહેલી માનસિકતા જ ગરીબીનો ઢોલ પીટે છે.

  Like

 5. પ્રિય અશોકભાઈ, (દાદીમાની પોટલી)

  “પર્યાપ્ત આવક ધરાવનાર” ગરીબો માટે બોલે છે તે બરાબર છે અને બોલવું જ જોઈએ, કારણ કે આજની “પર્યાપ્ત આવક” અત્યારની નીતિઓ ચાલુ રહેશે તો “પર્યાપ્ત” નથી રહેવાની. એ વખતે આપણા માટે બોલનાર કોઈ બચ્યું હશે?

  જર્મનીમાં હિટલરનો સુરજ ચડતો હતો અને સર્વગ્રાહી દમન શરૂ થઈ ગયું હતું એ વખતે પાદરી માર્ટિન નિયેમોલરે એક કવિતા લખી હતી જે બહુ પ્રખ્યાત થઈ છે અને કોઈ પણ અન્યાયી સ્થિતિ માટે એ લાગુ પડે છે. આ કવિતા નીચે આપું છું; વાંચવા વિનંતિ છે:
  First they came for the communists,
  and I didn’t speak out because I wasn’t a communist.
  Then they came for the trade unionists,
  and I didn’t speak out because I wasn’t a trade unionist.
  Then they came for the Jews,
  and I didn’t speak out because I wasn’t a Jew.
  Then they came for me
  and there was no one left to speak out for me.

  Like

 6. આપણા દેશ મો ,સાધુ , સંતો,મહંતો,ધર્મગુરુઓ , ધર્મના પ્રચારકો ,પૂજારીઓ ,ટ્રસ્ટીઓ ,ભગવાનના નામે ચરી ખાય છે , એસો ,આરામની , જીન્દગી જીવે છે ,
  ઈશ્વર ,અલ્લાહ,ને ગુરુદ્વાર, દેવળો, માંન્દીરોમો ને માંસ્ઝીદોમો ,બોધે છે ,ને શ્રદ્ધાળુ ઓ ની ભાવનાઓ સાથે ,રમત રમેછે ,અને પોતાનું ધાર્યું કરે છે ,

  Like

 7. મિતા બહેન, દુખતી રગ પર પાણો માર્યો છે તમે….
  (૧) ભારતદેશ ગરીબ જ રહેવાનો છે, યુગો યુગોથી, કેમ કે એક પણ ભારતીય પવિત્ર નથી, શારીરીક બંધુત્વ ના ઢોલ ફક્ત મુખેથી પીટે રાખે છે પણ ખરી આત્મિક બંધુત્વની સત્યતા કોઈ કરતા કોઈ અપનાવતુ જ નથી, કેમ કે બીજાને ઉંચો લાવવાના યજ્ઞમાં પંડે ઘસાવુ પડે, જતુ કરવુ પડે, આપી દેવુ પડે, હસતે મોંઢે દઈ દેવાની ભાવના કોઈના મનમાં યુગો યુગો થી હતી જ નહિ અને આવશે પણ નહિ જો પોતાના વિચારોને, પોતાની માન્યતાઓને જડથી નહિ બદલશે તો.
  (૨) ભારતન ગરીબોને જાણી જોઈને ગરીબ રાખવામાં અમીરોની દાદાગીરી અને ટોળાબંધી જ તો આડે આવે છે, નહિ તો સરકારે ઘણા પ્રયાસો કરી જોયા છે પણ સરકાર ના કર્મચારીઓ કાંઈ સરકારના વહાલાદવલા નથી હોતા, સર્વ કર્મચારીઓ કોઈને કોઈ પક્ષને, ધર્મને, માન્યતાઓને માનતો હોય જ છે અને એ જ ધર્મ, માન્યતાઓ, જાતિવાદ, પ્રાંતવાદ દેશની ગરીબી હટાવવાને આડે આવતો જ રહે છે. આ પાયાનુ રહસ્ય સર્વ કોઈ આ દેશને જાગીર માની લુંટનારો લુંટારુ અને ગરીબ ભોળી પ્રજા જાણે જ છે પણ મોઢુ ખોલવા કોઈ ધનવાન લાગવગદાર તૈયાર જ નથી થતા કેમ કે મોઢુ ખોલીને પોતાના જ પગ ઉપર કુહાડી કોણ મારે કેમ કે જો મોઢુ ખોલે અને જતુ કરવાની ચળવળ ઉપાડે તો “ધરમ કરતા ધાડ પડી” માં પોતાનુ જ પ્રથમ દઈ દેવુ પડેને અને એ દઈ દેવાની વ્રુત્તિ જ ભારતના કોઈપણ ધનવાન મર્દમાં નથી અથવા તો એવો કોઈ પણ ધનવાન મર્દ જ નથી, હા ફક્ત ગાંધીજી અને મોતિલાલ નહેરુ અને એ ગુલામી ના સમયના અન્ય મહાનુભાવો જ હતા. ત્યારે ભારત ધનગરીબ પણ આત્મિક સધ્ધર હતો જ્યારે આજે સંપત્તિધનવાન છે પણ આત્મિક રીતે કંગાલ છે અને એ કંગાલીયત આજે દુનિયામાં ભારતની ફજેતી કરાવે છે. આ વાત પણ નવી નથી કેમ કે દરેકે દરેક ભારતીય જણ આ સત્યને જાણે છે, ફ્કત મોઢુ ખોલવા કોઈ તૈયાર નથી એટલે જ ભારત ગરીબ છે. અને એ ગરીબ જ રહેવાનુ અને એનો ઠીકરો દેશની સરકારો ઉપર ફોડવામાં આવશે. મને નથી લાગતુ કે પીએમ, સીએમ, એફએમ, કે અન્ય કોઈ મંત્રીઓ આ દેશને લુંટતા હશે પણ એમની નીતીઓનો ગેરઉપયોગ કરીને અને સરકારી કર્મચારીઓનો લાભ ઉઠાવી આ દેશનો ધનવાન કુબેરપતિ આ દેશને લુંટે છે.
  (૩) કોઈનો આત્મા પવિત્ર નથી, સત્ય નથી, અને કોઈ કરતા કોઈ પરમાત્માથી ડરતુ જ નથી. સર્વ કોઈ સત્યને છુપાવવાના જ ગતકડા કરવામાં મશગુલ હોય છે અને ફક્ત સ્વાર્થી આંખે સમજાતા સફેદ જુઠને જ સત્ય માની લે છે એટલે તો અન્યદેશમાં જઈને પોતાના દેશની હાલત પર માથુ કુટવાનો વખત આવે છે.
  (૪) પરમાત્મા સહુને સદબુધ્ધિ આપે અને પાપી-લુંટારાઓને માફ કરે એવી પ્રાર્થના……..

  Like

  • રાજેશભાઇ આભાર. ખૂબ સરસ સત્ય હકીકતો દર્શાવતો પ્રતિભાવ.

   ભારતના ગરીબોને જાણી જોઈને ગરીબ રાખવામાં અમીરોની દાદાગીરી અને ટોળાબંધી જ તો આડે આવે છે,

   સર્વ કોઈ સત્યને છુપાવવાના જ ગતકડા કરવામાં મશગુલ હોય છે અને ફક્ત સ્વાર્થી આંખે સમજાતા સફેદ જુઠને જ સત્ય માની લે છે એટલે તો અન્યદેશમાં જઈને પોતાના દેશની હાલત પર માથુ કુટવાનો વખત આવે છે.

   Like

  • ડિયર પંડયાજી,
   ’એક પણ ભારતીય પવિત્ર નથી,’ ’કોઈનો આત્મા પવિત્ર નથી, સત્ય નથી,’ – આવુ તારન કયા સર્વેમા આવ્યુ છે ?

   ’ખરી આત્મિક બંધુત્વની સત્યતા કોઈ કરતા કોઈ અપનાવતુ જ નથી, ’ – બે વખત ’કોઇ’ છે એટલે ૧૦૦% થયુ. તો પછી ખરી આત્મિક બંધુત્વનો અર્થ તમારા મતે શું ? બધાયે વટલાઇને ખ્રીસ્તી થૈ જવુ તે ?

   ’સરકારે ઘણા પ્રયાસો કરી જોયા છે ..’ ’મને નથી લાગતુ કે પીએમ, સીએમ, એફએમ, કે અન્ય કોઈ મંત્રીઓ આ દેશને લુંટતા હશે..’ – સરકારોનુ કામ જ એ છે, તમે અહી સરકારને દોષમુક્ત ગણાવી માખણ ચોપળો છો પણ રાજા, સોનીયાનો પેલો સગો ક્વોટ્રાચી, કલમાડી જેવા હજારો લોકો દેશની (લોકોની) અબજોની મતા ખાઇ ગયા તે જવાબદારી સરકારની નહી ?

   ’પરમાત્મા સહુને સદબુધ્ધિ આપે અને પાપી-લુંટારાઓને માફ કરે એવી પ્રાર્થના……..’ – ગરીબીનુ સાચુ રહસ્ય આ છે, તમારા જેવા ધાર્મીક લોકો, અરે પાપી-લુંટારાઓને સખત સજા થવી જોયે કે આવી પ્રાર્થના ?
   ખોટુ માનો તોય વાધો નૈ પણ આવા સરકારીપ્રચારના કે ધરમપ્રચારના ડીગ હાકે રાખવા એ લોકોને ગેરમારગે દોરવાનુ કામ છે.

   બેનનો લેખ સરસ છે, ઘના લોકોએ વિગતસર કામની વાતો પણ સમજાવી. ગરીબી મહેનતથી હટે, કોઇ ધર્મ કે કોઇનો ભગવાન મો મા કોળીયો આપવા આવતો નથી. અહી બેઠા મહેનત કરીએ છીએ માથા નથી કુટતા, અને દેશમા ટેકો આપી થોડીક ગરીબી ઓછી થાય તેમ મહેનત કરીએ. ધર્મના ઠાલા પ્રચાર નહી.

   Like

   • જે અસત્યને “સત્ય” માં ખપાવે છે એનો આત્મા દુષિત માંદલો આત્મા છે, અપવિત્ર આત્મા છે, અને ભારતમાં અસતને જ સત માનવામાં આવે છે કે નહિ?? હવે મને કહો કે ખોટુ બોલનારો સ્વર્ગમાં જઈ શકશે કે નહિ? ફક્ત યુધિષ્ઠીરે “નરો વા કુંજરો વા” કહ્યુ અને એનો રથ જે જમીનથી બે વેંત ઉંચે ઉડતો હતો એ જમીન પર આવે ન ગયો હતો? તો પછી……..

    ફક્ત પોતાનો જ ભાઈ અને પોતાના જ સગાઓ અને નાતિલાઓ જ બંધુ નથી પણ આખુએ જગત એ આપણુ બંધુ છે, આત્મિક બંધુત્વ ની સમજ એ છે જગતનો કોઈપણ મનુષ્ય અન્ય બીજા મનુષ્યનો સગ્ગો બંધુ છે એટલે એને બનતુ સર્વ કરવુ જ જોઈએ એવુ આત્મિક બંધુત્વ જ મારી સમજમાં ખપે છે અન્ય બીજુ બંધુત્વ તો ફક્ત બીજાને અને પોતાનાને પણ લુંટનારુ બંધુત્વ જ છે.

    જગતને આજની પ્રગતિજનક સ્થિતિએ લાવનારુ પરીબળ ફક્ત અને ફક્ત ખ્રિસ્તી જગત જ છે , બીજી કોઈ પણ તાકાત આજના જગતની બંધુત્વની ભાવનાને વઘારનારુ નથી જણાયુ. બીજી વિચારધારો તો જગતને પોતાના પગની એડીએ જ દબાવવા ચાહતી હતી પણ ખ્રિસ્તીઓએ જ જગતને આજે પણ એક દોરે બાંધી રાખ્યુ છે કેમ કે યુનોના જનેતાગળ મારા મતે ખ્રિસ્તીદેશો જ હતા. અને જે આજના જગતને બગાડવાની ભાવના રાખે છે એ સર્વ ભાવનાઓ “પ્રભુ યીશુના ઉપદેશોની ઠેકડી ઉડાવનાર વિચારધાર જ છે.” જગતનુ સત્યને ઉંડાણમાં જાણશો તો તમને ઘણો લાભ થશે એવુ મારુ નમ્ર રીતે માનવુ છે. હવે થોડુ ઘણુ અન્યધર્મોનુ પણ વાંચવા વિનંતિ કરુ છુ.

    મારા ભાઈઓ, આપણે આપણી સંસ્ક્રુતિને ઠુકરાવીને પશ્ચિમી નાગી સંસ્ક્રુતિને અપનાવી લીધી, અંગ્રેજી અપનાવી લિધુ, પણ એમની સત્યતાને અને માનવતા અપાવનારી સમજના મુળને અપનાવતા હુ વટલાવનાર બની જાઉ છુ, એ ક્યાનો ન્યાય?

    મારે ભૌતિક ધનવાન નથી બનવુ જે મને પાપના કામો કરાવે છે પણ મારે તો આત્મિક ધની થવુ છે જે મને આપણા પરમપિતા પરમેશ્વર સાથે મેળાપ કરાવે.

    મારા ભોળા ભાઈઓ, મને માફ કરજો, હુ કોઈને પણ સજા આપવાના મતમાં નથી, કેમ કે સજા આપનારો તો ફક્ત એક જ છે ફકત અને ફક્ત આપણો “પરમપિતા પરમેશ્વર” અને પરમેશ્વરનો ખોફ ભારતદેશ છેલ્લા બે હજાર વરસોથી ભોગવતુ જ આવ્યુ નથી શુ? “મનુષ્ય નો ન્યાય” તો ફ્કત પોતાના અનુમાન અને સ્વાર્થ પ્રમાણે થાય છે અને “સત્ય” ને લોકો પોતાના સ્વાર્થ પ્રમાણે જ અનુમાને છે. ધન્ય હો ગાંધીજીની જનેતાને અને પોરબંદરના માટી-પાણીને જેણે જગતને ખરુ ખ્રિસ્તી જીવન જીવી દેખાડ્યુ…. અને એના કામોના કારણે જ આજે ભારત જગતમાં “ધનવાન” થયુ છે……

    “સરકાર” માં દરેકે દરેક સરકાર આવી જાય છે એ ધ્યાનમાં રાખવુ જરુરી છે. ખરેખર તો દરેક સરકારો પોતાની પ્રજાને ઉચી લાવવાના કામો “મને-કમને” કરતી હોય છે પણ જ્યારે કર્મચારીઓ અને એ નીતીને લાગતાવળગતા ધનવાનો સરકારી મુલાજીમોને લલચાવે છે અને પરમપિતા પરમેશ્વરને “કોઈ નથી જોતુ” ને માન્યતા ગબડાવી મારી ભ્રષ્ટાચાર મી લીલા રચે છે અને નામ સરકારનુ આવે છે.

    રામ પાપી ન હતા પણ એમની પ્રજા જ પાપી નિકળી તો રામનો શુ દોષ…..

    ગરીબી મહેનતથી નથી હટતી, એ ગરીબી ફક્ત અને ફક્ત સાચ્ચા બંધુત્વથી હટે છે. ગરીબ એટલા માટે ગરીબે છે કેમ કે એની સંપુર્ણ મજુરી નથી ચુકવાતી, એ ગરીબની મજુરી ખોટા બીલો પર અંગુઠા લઈને ખુંચવી લેવાય છે. ગરીબ, ગરીબ છે કેમ કે ધનવાનો નથી ઈચ્છતા કે ગરીબ ધનવાન બને એટલે એને ધનવાન બનતો અટ્કાવવામાં આવે છે અને એને ગબડાવવામાં આવે છે, એનુ બધુ લુંટી લેવાય છે. ગરીબ ને કોઈ ભણાવતુ કે ભણવા નથી દેવાતુ. ગરીબની સમજને તુચ્છ સમજવામાં આવે છે. અને એટલે જ કહુ છુ કે હે પ્રભુ સહુને માફ કરજે……..

    Like

 8. શ્રી રાજેશભાઈનો પહેલો અને ત્રીજો મુદ્દો, બન્ને સો ટકા સાચા છે.; પરંતુ બીજા મુદ્દા બાબતમાં મારું માનવું છે કે તેઓ આમાં સવાસો ટકા સાચા છે.

  Like

  • ધન્યવાદ ધોળકિયા સાહેબ, પણ શુ કરીએ, રાડો પાડવી પડે છે, ભૌતિક વત્તા વૈજ્ઞાનિક, આધુનિક સ્વેચ્છાચારે લોકો આંધળા તો હતા હવે તો બહેરા પણ થઈ ગયા છે. પણ હવે મને કોઈ વસવસો નથી મે જે કામ કરવુ હતુ એ ૨૦% થઈ ગયુ છે ૮૦% આગળ જતા પુરુ થઈ જશ….

   Like

 9. *તેમાં અધધધ સંપ્રદાયોને માત્ર રાજમહેલ જેવા ભવ્ય મંદિરો અને આશ્રમો બાંધવામાં જ રસ છે. આપણા દેશમાં તો બાંધે જ છે બીજા દેશોમાં પણ મંદિરો બાંધે છે. તેમને દેશના કરોડો ગરીબોને માટે પાયાની જરૂરિયાત માટે આવાસો કે રોજગારી મળે રહે તેવા પ્રયાસો નથી કરવાં. પણ ભગવાનના નામે પોતે એશોઆરામ ભોગવવા છે.

  1) Now Govt. Must take actions against such construction.
  2) Once we have build society (water supply systems), then after why kumbh mela exsists ? Govt must stop all these foolish activities. and must force people to contribute for other sectors like health, education, such NGOs etc.
  3) All these “Blind Faith” should cover in school/college exams and should force students to think about ppl instead of ‘Murti’.

  Like

 10. ગોવિંદભાઇ મારુ, ભૂપેન્દ્રસિંહજી, અશોકભાઇ, દિપકભાઇ, શકીલભાઇ, રજનીભાઇ, પારુબહેન, તપનભાઇ, બટુકભાઇ અને પ્રવિણભાઇ લેખને લાઇક કરવા બદલ આપ સૌનો આભાર.

  Like

 11. સરકાર ગરીબો માટે પૈસા વાપરવાનું ધ્યેય રાખે, અને ખરેખર તેમના માટે વપરાયા છે કે નહિ, તેનું ધ્યાન રાખે, પૈસા વચ્ચેથી ખવાઈ ના જાય, ભ્રષ્ટાચાર ના થાય, તો ગરીબીમાં કંઇક ઘટાડો થાય. સરકારમાં સારા માણસો આવે, ખરેખર ગરીબો માટે કામ કરવાની વૃત્તિવાળા માણસો આવે, તો જ આ દેશની સ્થિતિ સુધરે. અત્યારે એવું છે કે સારા માણસો સરકારમાં આવતા નથી. એમને સરકારમાં આવવું હોય તો પણ ખરાબ માણસો તેમને આવવા દેતા નથી. અને આવી ગયા હોય તો ખરાબ માણસો તેમને ટકવા દેતા નથી.

  Like

 12. શ્રી મીતાબહેન,

  આપે એક મહત્વના મુદ્દાને સ્પર્શતો લેખ લખ્યો છે તે બદલ પ્રથમ તો આપને લાખ અભિનંદન

  ભારત ગરીબ નથી પણ ધર્મ ક્ષેત્રે, રાજ્યક્ષેત્રે, અધિકારીક્ષ્ત્રે અને ચલચિત્ર ક્ષેત્રે એને ગરીબ ચીતર્યો

  છે. મતની ભીખ, સફળતાની ભીખ, લાંચની ભીખ, ડોનેશનની ભીખ, જાહેર સેવાના કામોમાં કોન્ત્રત્રાક્તની

  ભીખ નમ્બર વન કલાકાર અને ચિત્રપટ માટે જાહેર રોડ પર કાર્યક્રમો આ બધી ભીખ દુનિયા જોઈ રહી છે

  અને તેમના માનસ પટ પર આ છવાઈ જાય છે. જુઓ સમાચર પત્રો અને ટી.વી સમાચારોમાં મંદિર બહાર

  માંગનારા બતાવે છે. માનું છું કે સામાજિક, નાણકીય વ્યવહારિક અસમાનતા છે પણ દેશ એટલો બધો

  ગરીબ પણ નથી જુઓ કોઈ પ્રધાનના લગ્ન સમારંભ જુઓ તો દેશ ધનવાન જ લાગે આવી અસમાનતા ભરીછે

  આદેશમાં. સરકાર મંદિર બાધવા મફતના ભાવે જમીન આપી દેશે. પણ નાની શાળાના મકાન કે ગરીબને નહી ફાળવે.

  મોટાના મહેલ નહી તોડે ઝુપડા પર બુલડોઝર ફેરવાશે. હવે તો કુરુક્ષેત્ર રચાય તો જ સારું. સરસ લેખ…….

  Like

 13. “Imagining India” by Nandan Nilekani is a must read book to understand these issues in our Country 🙂

  Like

 14. મારા કરોડ રૂપિયા બે કરોડ થયા તેમાંજ મને રસ છે, નહી કે રસ્તા ઉપર ના ભિખારી ને રોટલો મળે.
  મારા મતે/અભિપ્રાય મોટા ભાગ ના કરોડ પતિ આવુજ મને છે.
  હા કરોડ પતિ તેના પૈસા બમણા કરવા માં અનેક કામકાજો અને આજીવિકા ના વિકલ્પો ઉભા કરે છે.
  મારા મતે આ વાસ્તવિકતા છે. સર્વે આદર્શ્વાસીએ (Idealists) આ વાસ્તવિકતા સમજવી જોયીએ.
  આટલું ઉવાચ્યા પછી કહું તો:
  કરોડપતિ એ તેના પૈસા ક્યાં રોકવાથી જલ્દી થી વધશે તેવી સમજ ઉભી કરવાથીજ
  સમૃધી વધે છે અને ગરીબી અને ભૂખ મરો ઘટે છે.

  છેલ્લા ૫૦ – ૬૦ વર્ષો માં ભારત માં ઘણી પ્રગતી થઇ છે. અને પ્રગતી નો દોર હવે હરણફાળ ભરશેજ તે પણ નિશંક છે.
  નમાવી દેવી નર્મદે (નર્મદા કેનાલ) : ગુજરાત માં સારીએવી પ્રગતિ કરી છે.

  મારા મતે :

  Like

 15. માફ કરજો, NIR is life, મને નથી લાગતું કે કરોડપતિ ક્યાં પૈસા રોકવા તે નિર્ણય કરે છે તેથી આજીવિકાના વિકલ્પો ઊભા થતા હોય છે.
  આ વિધાનના સ્પષ્ટ બે ભાગ છે, જે બે વર્ગ બનાવે છે. એક તો ’કરોડપતિ (અથવા ધનિક વર્ગ), જેની આજીવિકાનાં સાધનો પર માલિકી છે અને બીજો આજીવિકા રળનારો વર્ગ. મારી પહેલી કોમેન્ટમાં જ મેં આંકડો આપ્યો છે કે દેશમાં ૭૭% લોકો વીસ રૂપિયા કરતાં પણ ઓછું કમાય છે. બીજી બાજુ ચાર અબજપતિઓ બન્યા છે.આમાં સરકારી નીતિઓનો મોટો ફાળો છે. હાલની મંદીમાં આ જ ધનિકોને સરકારે માતબર રકમ મદદ તરીકે આપી હતી. આ પણ વાસ્તવિકતા જ છે, આદર્શવાદ નથી. બીજા ઉદાહરણ તરીકે આ વાંચવા વિનંતિ છે. તે પછી પ્રગતિ એટલે શું એની વ્યાખ્યા નક્કી કરી શકીશું: http://www.hindu.com/2011/02/13/stories/2011021364482000.htm

  Like

 16. દીપકભાઈ
  મારી પ્રગતી ની વાખ્યા:
  રોટી, કપડા ઓર મકાન for all, reasonable/affordable health care for all and basic education for all kids.
  Though this is Utopian concept, in large degrees Western countries have attained this and India will soon.
  ગુજરાતી વહેપારીઓ ચોપડા ઉપર સવા (૧ ૧/૪) નો અન્કડો લખતા હોય છે. મને સમજાવિયું હતું કે મારે એક રૂપિયા નો સવા રૂપિયો
  કરવા નો છે માટે ૧ ૧/૪ લખાતો હોય છે. બીજી ગુજરાતી કહેવત યાદ આવે છે “પૈસો પૈસા ને લાવી તાણી” મેં અનેક વાર
  સભરિયું છે કે સૌ પહેલા લાખ કમાવવા ઘણા અઘરા હોય છે પછી ના લાખો થોડી સહેલાઈ થી આવતા હોય છે.
  અતિ પૈસાદાર પૈસા રોકી ને બીજા ધંધાઓ ઉભા કરે તીયારેજ બીજી આજીવિકા ની તકો પેદા થાય છે.
  સરકાર ની નીતિ રોજગારી ની તકો ઉભી કરવા માં જવાબદાર છે તે વાત સાથે સંમત છું, પરંતુ
  પૈસાદારો જ મોટા ભાગે સરકાર પાસે નીતિ ઘડાવતા હોય છે.

  ગાંધીજી, શ્રી વલ્લભાઇ, શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા આદર્શવાદી નેતાઓ નો જમાનો હવે ગયો.

  તમે આપેલા આંકડાઓ મેં જોયા. મારી પાસે સરખામણી કરવા માટે મેં ૧૯૬૦-૭૦ માંજોયેલું અને આજે જોવ છું તો મને
  લાગે છે. પ્રગતિ થઇ છે. અને દુખ પણ થાય છે કે have and have nots વચે અંતર પણ લાંબુ છે.

  Like

 17. Faith; that’s another word for ignorance, isn’t it? I’ve never understood how people can be so proud of believing in something with no proof at all, like that’s an achievement.
  copied quote I like

  મીતાબહેન તમારા બ્લોગ પર ના લખાણો અને અન્નીય વાચકમિત્રો ની ટીકા ટિપ્પણો વાંચવાની મઝા આવે છે

  સરસ માનસિક ખોરાક (Brain Food) પૂરો પડે છે. મારા લખાણ ની કક્ષા મને બીજા લેખકો ની સરખામણી માં મને થોડી નીચી લાગે છે.

  આશા રાખું સૌ તેની અવગણના કરે !!!

  “મંદિરો જો વ્યવસાય હોય તો તેને બીજા વ્યવસાયનાં જેમ નિયમો લાગુ કરવાં જોઇએ કે નહિં”?

  મીતાબહેન ની એક comment વિષે મારો અભિપ્રાય :

  ૬૦ વર્ષ જીવન જીવીયા પછી અનુભવે હું કહીશ :

  મંદિરો અને મોટાભાગ ના ધર્મ ગુરુઓ hope અને salvation વેચવાનો ધંધો જ કરે છે. માટે મંદિરો એક વ્યવસાય તરીકેજ

  જોવા જોઈએ અને ધંધા ની જેમજ મંદિરો ને નિયમો લાગુ કરવા જોઈએ.

  Like

  • NIR is life, જળ એ જ જીવન. આ વાક્યથી જ આપના ઉમદા વિચારો અને અનુભવનો પરિચય થાય છે. આપ જેવા અનુભવીઓનાં જ્ઞાનસભર પ્રતિભાવોથી જ મારો બ્લોગ શોભે છે અને મેં મારા રજૂ કરેલા વિચારોની અધૂરપ આપ જેવા મિત્રોના પ્રતિભાવોથી પૂર્ણ બને છે. આ રીતે ઉમદા પ્રતિભાવો જણાવતાં રહેશો. આપનો મંદિરોને વ્યવસાયનાં નિયમ લાગુ કરવા જોઇએ તે અભિપ્રાય સરસ અને સત્ય. આપનો આભાર.

   Like

 18. NIR is life, તમારી સાથે સંમત છું. આમાં કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટનો પણ સમાવેશ થઇ શકે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s