સ્વર્ગમાંથી ડાયનાસોરનો ફરિયાદ મેઇલ


સ્વર્ગમાંથી ડાયનાસોરની ફરિયાદ છે કે અમે સૌથી પહેલાં આવ્યા છીએ અને મનુષ્યો પાછળથી આવીને અમારી જગ્યા ઉપર હક્ક કરી રહ્યા છે. અમે સારા હોવા છતાં અમને આતંકવાદી બનવા મજબૂર કરી રહ્યા છે. અમે સૌથી પહેલાં ૧૬૦ કરોડ વર્ષ પહેલાં સ્વર્ગમાં આવ્યા છીએ અમે સ્વર્ગને આજ સુધી માણ્યું પણ હવે આજ કાલના પાંચ સાત હજાર વર્ષથી આવેલા બે પગા માણસો અમારી જગ્યા પચાવીને ત્યાં બિલ્ડિંગો આવાસો બાંધી રહ્યા છે. અમારા હરવા ફરવા પર રોક લગાવી રહ્યા છે. આને કારણે બધા ૮૪ કરોડ જીવોમાંથી એક બે પગા મનુષ્યને બાદ કરીને બધા એક થઇને મનુષ્યો પર ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છીએ. ૮૪ કરોડ યોનિમાંથી આવેલા જીવોનો અમને સાથ છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે નર્કમાંથી અમારા આતંકવાદી ડાયનાસોર ભાઇ બહેનોનો સહકાર લઇશું. અમારી નમ્ર વિનંતી છે કે હવે વધુ બે પગા મનુષ્યોને સ્વર્ગમાં આવતાં રોકવા. અમે સાંભળ્યું છે કે પૃથ્વી પર ચાર અબજ મનુષ્યો છે. જો આમાંથી અડધા પણ સ્વર્ગમાં આવશે તો અમારી હાલત શું થશે? અહીં સ્વર્ગમાં અત્યાર સુધી ૧૬૦ વર્ષોથી અને તેમાંથી માત્ર ૧૦ લાખ જીવ સ્વર્ગમાં આવે તો સ્વર્ગની સંખ્યાનો વધારો કેટલો થાય? અમારે વસ્તી ગણતરી વાળાં હવે કંટાળ્યા છે. અને રહેઠાંકના ભાવ વધી ગયા છે. પૃથ્વી કરતાં મોંઘવારી વધી ગઇ છે વધુ સંખ્યાના કારણે. અમારી નમ્ર વિનંતી છે કે સ્વર્ગમાં કે નર્કમાં જગ્યા નથી એટલે પંચમહાભૂતના બનેલા શરીરને ત્યાં પૃથ્વી પર જ પંચમહાભૂતમાં ઓગાળી નાખવા. સ્વર્ગ-નર્કમાં ભીડ ના વધારે.

૧૬૦ કરોડ  વર્ષને એકલાખ વસ્તીથી ગુણાકાર કરીએ તો ચાર અબજ મનુષ્ય પૃથ્વી ઉપરના અને એક અબજ ભારતના ૫૦ લાખ સાધુઓના ઉપદેશોથી જો સ્વર્ગમાં આવશે તો સ્વર્ગની હાલત શું થશે? આ ગુરુઓના ઉપદેશોથી અહીં ભીડ વધી ગઇ છે. અને મોંઘવારી ૫૦૦ ગણી પૃથ્વી કરતાં વધુ છે. પચાસ લાખ સાધુઓના ઉપદેશોથી સ્વર્ગ મેળવેલા લોકોમાં કર્મનો નિયમ તો છે નહીં સ્વર્ગમાં એટલે કોઇ કાર્ય કરતું નથી એટલે ખેતી કે બીજા ઉત્પાદન થતાં નથી અને આ કામધેનુ ગાય હવે પહોંચી વળતી નથી. અને તેણે પણ વધુ કામ કરવાની ના પાડી દીધી છે. હડતાળ ઉપર ઊતરી જવાની ધમકી આપી છે. એટલે સ્વર્ગનું સોનેરી ચિત્ર બતાવવામાં આવતું હોય તો તેનાથી લોભાવું નહીં. કારણ કે અહીં બધું કામ જાતે કરવું પડે છે. અને અપ્સરાઓ ઓછી પડે છે. એટલે નાચગાન પણ થતાં નથી. જે લોભામણી વસ્તુઓ બતાવાય છે તે બધાની ખૂબ જ અછત છે.

છેલ્લી જૂન ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ અત્યારે સ્વર્ગમાં ડાયનોસોરની અને બીજાં પ્રાણીઓની સંખ્યા અબજોમાં છે. ૫૦૦૦થી ૨૫૦૦૦ પેઢીઓના દાદાઓ પોતાના કુટુંબ કબીલા સાથે વાડાઓ તૈયાર કરી લીધાં છે અહીં પણ પંથ સંપ્રદાયો સ્થપાઇ રહ્યાં છે. અમુક દાદાઓ તો નવા સંપ્રદાયોને ઓળખતા પણ નથી. અહીં પણ પૃથ્વીની જેમ પંથ સંપ્રદાયોના ઝઘડા શરૂ થઇ ગયા છે. અને કૌટુંબિક વિગ્રહ પણ સંપ્રદાયોના કારણે ચાલુ થઇ ગયા છે. નવી પેઢીઓ નવા સંપ્રદાયોના ઉપદેશોથી સ્વર્ગે પધાર્યા છે તેથી એમના અને એમના પૂર્વજો વચ્ચે વિગ્રહ ચાલુ થઇ ગયો છે

ડાયનોસોરની ફરિયાદ છે કે બધાં જીવો પહેલાં મનુષ્યો સહિત સંપીને રહેતાં હતાં પણ જાતજાતનાં ટપકાં ટીલાંવાળા આવીને અહીંની શાંતિ ભંગ કરી રહ્યા છે. અને અમારી એકતા ખોરવાઇ ગઇ છે. અમને અંદરોઅંદર લડાવી રહ્યા છે. સ્વર્ગમાં શાંતિ જેવું રહ્યું નથી. ભારતમાં પૃથ્વી પર માનવો હું ગુજરાતી હું મરાઠી હું મદ્રાસી, હું બંગાળી, એમ કેટાલાયે રાજ્યમાં વહેંચાઇને લડે છે એમાં દરેક રાજ્યમાં પાછા આ સંપ્રદાયોવાળાએ ભારતને ૨૫૦૦૦ નાના મોટા ભાગમાં વહેંચી દીધું છે.  લોકોમાં દેશપ્રેમ જ રહેવા નથી દીધો. અને પૃથ્વી પર તો એકતા રહેવા દીધી નથી અને હવે અહીં સ્વર્ગમાં પણ શાંતિ ભંગ કરી રહ્યા છે.

6 responses to “સ્વર્ગમાંથી ડાયનાસોરનો ફરિયાદ મેઇલ

 1. હળવી શૈલીમાં મોટી વાત.

  Like

 2. મેં તો નક્કી કર્યું છે કે સ્વર્ગમાં તો ન જ જવું!

  Like

 3. હવે સ્વર્ગમાં ના જવાય.અહીં સારું છે.નેટ ત્યાં પણ પહોચી ગયું એમ ને?ઈમેલ સ્વર્ગમાંથી પણ આવવા લાગી.

  Like

 4. Ho !! Ho ! Ho 🙂
  મેં તો ક્યાંક વાંચેલું ડાયનોસોરના કદના પ્રમાણમાં મગજ બહુ નાના હતા ! (એટલે મેં ધાર્યું કે સમજણ પણ ઓછી જ હશે !)
  આ તો માળા આપણા કરતાં તો વધુ સમજદાર નીકળ્યા 🙂
  વધુ કોઈ મેઈલ આવે તો આમ જ, અમને પણ સમાચાર આપતા રહેશો. આભાર.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s