સદાસોહાગણ સદામોહક ગીર


 ધ્રુવ ભટ્ટના પુસ્તક અકૂપારમાં તેમણે   ગીર, ગીર નિવાસીઓ અને તેમની બોલીનું વર્ણન કરેલ છે.
‘આપણે પૃથ્વીને તત્વરૂપા માનીએ છીએ એ તો જાણે છે  ને?’
 
‘પણ તત્વરૂપે પૃથ્વી શું છે તે તું ખરેખર જાણે છે?’
 
‘એ વિષે મારી કેટલીક અંગત માન્યતાઓ છે.’
 
‘જો તું તારી અંગત  માન્યતાઓ પર જ આધાર રાખવાનો હો તો ઘરમાં બેસીને પણ કામ થશે.  ક્યાંય પણ જવાનું જરૂરી શા માટે લાગે છે?’
 
મારે ગીર જંગલમાં જવાની વાત હતી. 
 
આને જંગલ કહેવાય? આ સ્થળ જંગલ કહેવાય તેની નવાઈ  પણ મને આખે રસ્તે લાગ્યા કરતી હતી. જંગલ નામે થોડાં  ઊંચા વૃક્ષો, ક્યાંક ક્યાંક બાવળની ઝાડી, ઉંચી-નીચી ડુંગરધાર પર ઘસિયો વગડો.
 
હિસક પ્રાણીઓના પ્રદેશમાં આટલા માણસોનું સામે મળવું, મોટાં તો ઠીક, બાર-ચૌદ વરસના કિશોરોનું પણ ગાય ભેંસ દોરી જતા દેખાવું આ બધું મને નવી પમાડતું હતું.
 
મેં હિમાલયની તરાઈના ગાઢા વાનો જોયાં છે નર્મદાના વિકટ વનો, દક્ષિણના અંધારઘેરા વર્ષાવનો જોયા છે. અરે ગુજરાતમાં જ મેં મહાલના, દિવસે પણ સૂર્ય જમીનને સ્પર્શી ના શકે તેવા અરણ્યો જોયા છે. કંબોડિયા, મધ્યએશીયા અને આફ્રિકાના વનોની તસ્વીરો જોઈ છે. આમાંના કોઈની સાથે સરખામણી થઇ શકે એટલી વનરાજી આ સ્થળે નથી. 
 
આઈમાં ગીરને ખમા ગ્યર કહે. એ છોકરીએ પહેલા કહેલું ” આ ગ્યર  છે’ અત્યારે કહેતી  હતી ‘ આ તો  ગ્યર  કહેવાય’ અહી  આ લોકો આ સ્થળને જંગલ ભાગ્યે જ કહે છે શું મારી જેમ આ લોકોને પણ આ જંગલ લાગતું નહિ હોય! કે પછી આમ બોલવા માટે તેમને કોઈ જુદાં જ કારણો  હશે? જનગણ ને ભાષામાં, વર્તનમાં અને વ્યવહારમાં એક-બીજાંથી જુદા પાડતું કારણ  અને તેમની આગવી સમજ શું હોય છે તે મારે શોધવું પડશે તેવું મને  લાગ્યું.
 
આ સમયે અહીં એક હિંસક પ્રાણી  સાથે મિત્રવત વાત કરતી છોકરી ઊભી હતી. તેણે સિંહણને ‘જણી’ કહી હતી તે મેં બરાબર સાંભળ્યું હતું એનું કારણ મને તેની ભાષાની અધુરપ લાગ્યું હતું, ‘જણ’  કે ‘જણી’  સર્વનામો  માનવી માટે વપરાય છે તેની એ છોકરીને ખબર નહી હોય તેવી આશા કરવી પણ અસ્થાને હતી. 
આ બોલીની લાક્ષણિકતા  છે, ભાષાની અસ્પષ્ટતા છે કે પછી એની પાછળ કોઈ સમજ  છે તે મારે સમજવું છે. કદાચ આ બધા આ પ્રદેશને સ્પર્શ, ગંધ, શબ્દ, શ્રવણ અને દૃષ્ટિ તમામથી જાણે છે.
 
અંદરથી મારા સ્વરનો હાસ્યમય અવાજ આવ્યો ‘ તેની ભાષાની અધુરપ કે તારી સમજની? ખરેખર શું છે તે તારે જાણવું જરૂરી નથી? યાદ રાખ તું ચીતરે છે, તું સરજે છે અને સર્જનના મારગે તો કશું જ આખરી નથી હોતું આમ પણ માન્યતાઓનો ત્યાગ કર્યાનો દાવો તું કરે છે. 
તું ચીતરી શકે છે એક વાત સમજી લે. જગત સરે છે ચિત્રો સરતા નથી એ તો બનાતાવેત જેવા છે તેવા જ પટ પર સ્થગિત થઇ જાય છે 
 
સાંસાઈએ તેની બોલી સુધારવી જોઈએ એવું હું કહેવા માંગતો જ નથી તેની કે અન્ય કોઈની બોલી સુધારવાનું કોઈ કહી પણ શી રીતે શકે ? માટીમાંથી સર્જાયેલું આ જગત જે રીતે વિકસતું રહ્યું છે તે રીતે મનુજોની  બોલીઓ વિકસતી રહી છે. હું એને બદલવાની કે સુધારવાની કલ્પના કરું તો એનો અર્થ એ કે આ રમ્ય, મનોહર ગીર ખસેડી ને અહી  મારી ઈચ્છા મુજબના ઉપવનો રચવાની કલ્પના પણ  કરી શકું. મારી આવી ચેષ્ટા પૃથ્વી કદી પણ માફ કરે નહી.
નદી,પર્વત ,સમુદ્ર જેને આપને નિર્જીવ ગણીએ છીએ તેમની પાસે એવું શું છે જે આપણા  મન પર શાસન કરવા સમર્થ છે તે હું ક્યારેય સમજી શક્યો નથી. 
 
આ લોકો ડુંગર-ડુંગર અને પ્રાણી-પ્રાણી વચ્ચેનો ફરક સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકે છે તે કયા કારણે તે હું નથી જાણતો. એ કારણ જાણી  શકું તો મને લાગે છે કે ગીરને ખમા કહ્યું તેને સમજવાને રસ્તે હું આગળ જઈ શકુ એ માટે મારે ઘણું  શીખવાનું થશે.
 
 
ચિત્રો દોરતા મને હંમેશાં લાગ્યું છે કે મને દેખાતા રંગો અને મેં જોયલા દૃશ્યો હું જેવા હોય છે તેવા ફલક પર ઉતારી શક્યો નથી. એટલા સમયથી ચિત્રો કરતો હોવા છતાં આમાં કેમ બને છે તે હું સમજી શક્યો નથી. અત્યારે જરા-તરા આભાસ થાય છે કે આવું બનવાનું કરના માત્ર નજરથી જોઇને કામ કરવાનો પ્રયત્ન હોઈ શકે. દૃષ્ટિ સિવાય પણ રંગો જોતા શીખવાનું બાકી છે.
 
આ ગીરનિવાસીને લાકડાનાં ભમરડા સાથે રમતાં, વનોમાં રહેતાં જે સીધીસાદી સમજ મળી છે તેવી  સમજની તો હું કલ્પના પણ કરી શક્યો નથી. સાવ સહજ રીતે, આ સતત  ગતિશીલ, સ્થિર છતાં સભાન મસ્તીમાં ડોલતા ગરીયામાં નિર્જીવ લાકડાના રમકડામાં તે એક અવસ્થાને જોઈ શકે, દર્શાવી શકે, ઓળખી શકે, અને તેનાથી વિશેષ કોઈ અદભુત દ્રશ્યાવલી જોઇને ક્ષણિક સર્જાતી મન:સ્થિતિ સાથે સરખાવી શકે છે.
 
“પારેવાં ઉડી જાય, કોય દી  કુવો ઊડી જતો જોયો?”
 
આ અસીમ બ્રહ્માંડમાં કોને, ક્યાં, ક્યારે અને કેવું દર્શન થશે તે કહી શકવું અઘરું છે  . જળ પદાર્થોમાં પણ  અવસ્થાને જોઈ શકનારા જો સિંહણ ને ‘જણીઓ’ કે ‘બીજી કોઈ’ કહે તો મારે એ સમજવું જોઈએ કે માત્ર ભાષાનો પ્રશ્ન  નથી તેમની માન્યતાઓ પણ છે  . હા તે આમ માને છે. પૂરી સભાનતાથી. સદા, પોતીકા સત્ય તરીકે  .
જે કોઈ આવું માની શકે છે તે લોકો કંઈક એવું શીખ્યા છે જે તેમને તમામ પ્રાણીઓમાં, અરે, નિર્જીવ રમકડામાં પથ્થરો અને પહાડોમાં પણ  જીવન જોવાની દ્રષ્ટિ આપે છે. પોતાની આસપાસના જગતની તમામ ચીજોમાં સજીવારોપણ  કરવાની આ ટેવ તેમને માટે સહજ છે. હું મારા ચિત્રોમાં આ લાવી શકું તો મને સોંપાયેલું કામ પૂરું થઇ શકે કરું!
 
હા, આ ગીર છે. માત્ર ગીર. જગતના તમામ ભૂ-ભાગોથી અલગ. આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશા જીવતી, સદાસોહાગણ  સદામોહક  ગીર. જગસમસ્તમાં   નારીવાચક નામે ઓળખાતી આ એકમાત્ર વિકટ-ભૂને પોતાના નામ સિવાયના બધા  જ વર્ણનો બધા   જ સંબોધનો અધૂરા પડે.
અનેક ભૂપૃષ્ઠ ધરાવતી આ ધરા પર પ્રકૃતિના અનેક સ્વરૂપો, તત્વો એક જ સ્થળે પરિશુદ્ધ સ્વરૂપે કઈ રીતે વિકસે છે વિચાર મને સતત આવતો રહ્યો. 
 
આ અદભુત દૃશ્ય હતું અને મારી પાસે પીંછી કે રંગ, કશું જ નહોતું. મેં ખેતરોમાં લણણી થતી હોય તેવા ચિત્રો દોર્ય છે. ઊંચા મકાનો ચણાતાં હોય ત્યારે એક-બીજાના હાથમાં ઈંટો સરકાવતા મજુરોને પણ ચીતર્યા છે. સાથે  મળીને કામ કરતા મનુષ્યોનું તાલબદ્ધ હલનચલન જે લય સર્જે છે તેને ફલક પર ઉતારવા  હું હંમેશા આકર્ષાયો છું.  આ બધું કરવા છતાં મારી નજરે મેં એવું ક્યારેય નથી જોયું જે આજે હિરણને કાંઠે આ  બે સ્ત્રીઓને એકબીજાનાં બેડાં  ચડાવ્યા ત્યારે મને દેખાયુ. તેમની બેડાં ઉપાડવાની, માથા પર મુકવાની, માથા પર બેડું હોવાં છતાં જમીન પરથી ભરેલો ઘડો ઉઠાવવાની અને પછી ભરેલી હેલ સહીત રેતીમાં સમતોલ, ટટ્ટાર ચાલવાની. આ સમગ્ર દૃશ્યાવલીમાં મને અવર્ણનીય, અજાણ્યો લય સંભળાય,દેખાય છે જે મેં અગાઉ ક્યાંય જોયો, સાંભળ્યો નથી; છતાંયે  મારા અનુભવમાં ક્યાંક પડઘાય છે. એ કયા લયનો પડઘો હશે?
 
અગોચર અંતરીક્ષમાં ધબકતાં બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા  સર્વવ્યાપી હિલ્લોળનો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s