આલોચના એટલે શું?


આજકાલ ઘણા લોકોને કોઈપણ મહાન વ્યક્તિની કે જેણે સ્વબળે જીવનમાં અપાર સિદ્ધિઓ હાંસિલ કરી  હોય તેની આલોચના કરવાની ચળ ઉપડી હોય તેવું લાગે છે. સરળતાથી ઉપલબ્ધ ટેકનોલોજી દ્વારા વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ વાણી વિલાસમાં થવા લાગ્યો છે.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મહાન કાર્ય કરે છે કે સિદ્ધિ હાંસલ કરે છે તેમાં તેમના ઘણાં  વર્ષોની મહેનત અને લગની સમાયેલી હોય છે રાતોરાત કઈ મેળવેલું હોતું નથી.
આવા સિદ્ધિ મેળવેલા વ્યક્તિની આલોચના કરીને સનસનાટી સર્જીને વગર મહેનતે આલોચનાના નામે પોતાનું ફસ્ટ્રેસન બહાર કાઢતા કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માંગતા લોકો પોતાને આલોચક ગણાવે છે.
શ્રી અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર, ડો.અબ્દુલ કલામ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી,  મુકેશ અંબાણી આ બધા લોકો રાતોરાત આગળ નથી આવ્યા કે નથી રાતોરાત મહાન બન્યા. એમના જીવનની અતિ મહત્વની વાતોમાંથી કંઈક શીખવા કરતા તેમના જીવનમાંથી પાણીમાંથી પોરા  કાઢે તેમ ભૂલો શોધવાનું કામ કરીને સનસનાટી દ્વારા લોકોમાં ઓળખવા માંગે છે. અને લોકોમાં એવું સાબિત કરવાની કોશિશ કરે છે કે હું કેવો હોશિયાર કે બહાદુર છું કે કોઈની પણ શરમ કે ડર  રાખ્યા વિના આલોચના કરી શકું છુ. હું કેવું સત્ય લોકો સામે નીડરતાથી પ્રગટ કરું છુ અને આવી  સનસનાટી સર્જીને લોકોમાં  પ્રખ્યાત થવા  ઉતાવળે ઉતાવળે કોઈ પણ સાચી-ખોટી ભળતી જ માહિતીને લોકોમાં રજુ કરે છે.
એકવાર એક પત્રકાર  લોકો આગળ કહે હું તો એક પૂર્વ પ્રધાનમંત્રીના ભાષણમાં તેમના સામેથી ઉભો થઇ  ચાલવા લાગ્યો જાણે  કોઈ મહાન કાર્ય કર્યું હોય તેમ બડાંસ  મારાવ લાગે. જાણે એવું બતાવવા માંગે કે હું કેટલો નીડર છુ મને તેમના ભાષણમાં કોઈ દમ ના લાગે તો હું તેને કોઈ મહત્વ ના આપું. માનો કે ભાષણ સારું ના હોય તો પણ પત્રકાર તરીકે તમે ત્યાં ગયા હશો ને!
આલોચના તો થવી જોઈએ પરતું તે સાચા અર્થમાં હોવી જોઈએ થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન શ્રી મોદીએ( અહી મુદ્દો શ્રી મોદી નથી તેથી મોદી વિરોધીઓએ ખોટી ચર્ચા ના કરવી ) પણ તેમના ભાષણમાં જણાવેલું કે આલોચના તો થવી જ જોઈએ. પણ આલોચક પોતે જીવનમાં કોક હાસિલ કરેલ તો હોવું જોઈએ કોઈપણ માહિતીની સચ્ચાઈ જાણ્યા  વગર પોતે કેટલાય વિશેષજ્ઞ હોય તેમ સફળ વ્યક્તિઓનો આલોચના કરીને પોતાની પ્રસિદ્ધિ મેળવતા લોકો પોતાને આલોચક ગણાવે!
સાચા અર્થમાં આલોચના થાય તો કોઈપણ વ્યક્તિને તેના કાર્યો દ્વારા કઈ ખોટું થતું હોય તો તેની જાણકારી  થઈ શકે અને તે તેના કાર્યને વધુ ઉત્તમ રીતે કરી શકે છે. કોઈ વ્યક્તિને સમાજના કલ્યાણ અર્થે કાર્ય સોપ્યું હોય ત્યારે તે કોઈ ખોટા કાર્ય દ્વારા સમાજનું અહિત ના કરે તે જરૂરી બને છે ત્યારે આલોચકો તટસ્થ રીતે આલોચના કરે તો સાચી રાહ મળી શકે છે એટલે એ રીતે જોતા તે વધુ સારી મહાન વ્યક્તિ બની શકે છે. પણ તેના અંગત જીવન કે કાર્યો વિષે  આક્ષેપો દ્વારા માત્ર પોતાની વાહવાહ કરાવવા ટીપ્પણીઓ ને આલોચના કહેવાય નહિ.
અને હવે તો  અમે કેવી નીડરતાથી સત્ય કહીએ છીએ તેવું બતાવવા  માટે અબ્દુલ કલમ જેવા દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે પણ અપશબ્દો વાપરે તેને આલોચના ગણાય? આલોચના માટે પણ એક યોગ્ય ભાષાનો પ્રયોગ તો કરવો જરૂરી છે કે નહિ? કે માત્ર પોતાના મિત્ર વર્તુળમાં થોડીક લાઈક અને કામેન્ટ ની  અને વાહવાહી  મેળવવા સોશ્યિલ મીડિયામાં થતો વાણી વિલાસ ને આલોચના ગણે છે
અને આવા કહેવાતા આલોચકો સાચીખોટી માહિતીમાંથી કે જેનો કોઈ સાચો સંદર્ભ પણ ના હોય ચર્ચાનો વિષય પકડીને આલોચના કરે છે પણ પોતાના જીવન ઉપર દૃષ્ટિ પણ નથી કરતા જે ટીકા-ટીપ્પણી  કરે છે તેવી કેટલીય બદીઓ તેમનામાં ભરેલી હોય જ છે. પણ વાચકોમાં સનસનાટી ફેલાવવાનું જ તેમનું કાર્ય હોય છે  તેમની આવી વર્તણુક દ્વારા લોકોને અધુરી માહિતી પ્રાપ્ય થાય છે. લોકોમાં નકારાત્મકતા આવે છે તેનો વિચાર પણ નથી કરતા.
 
 

 

One response to “આલોચના એટલે શું?

  1. ઘણા સમય પહેલા મે કાઇક આમ લખ્યુ હતું http://marisamvedana.blogspot.in/2011/04/blog-post.html

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s