મારો પ્રતિભાવ:


 મારો પ્રતિભાવ:

શ્રી પ્રહલાદભાઈ જોશીનાલેખમાં

બિલેટેડ મિચ્છામીદુક્કડમ્ – અ લોંગ વે ટુ લેટ

નરેન્દ્રભાઇએ લખ્યું કે હું મિચ્છામી દુક્કડમ્ કોઇને નથી કહેવાનો, જેને જે કરવું હોય એ કરી લે. અફકોર્સ એમની મોટાભાગની પોસ્ટ્સની જેમ આ પણ હસવા માટે જ હતી

 
કોઇની પણ મજાક કરો, તો પહેલાં એ વિચારજો કે એનું અર્થઘટન સામા માણસ માટે કેવું થવાનું હશે. અને એનાથી ય વધારે તો એ વિચારો કે કોઇની મજાક કરવાનું તમારું પોતાનું એવું તે શું કારણ છે!
 “મારી ભૂલ હતી, હું ખોટો હતો, મારો અપરાધ સ્વીકાર કરું છું.” એ વાક્યો બોલવાં અતિશય કષ્ટનું કામ છે. સાહસ અને શક્તિ બેય જોઇએ એ સાચા હૃદયથી કહેવા માટે.

બીજાને પીડા, ચિંતા, ઉચાટ આપીને મેળવેલા ફોલ્સ સુપીરીયોરીટી – ભ્રામક ગુરુતાનુભવની શું જરૂર છે જો સાચી ગુરુતા મેળવવાના સારા રસ્તા છે જ!

‘મેચ્છામે દુષ્કરમ્’

જીવનમાં સાચી ગુરુતા મેળવવાના રસ્તા કોઇ માટે ખૂટી ગયા નથી કે મજાકોના નામે પરપીડનના રસ્તા લેવા પડે.
 
ઘણા લોકો હ્યુમર વિષે મોટી મોટી વાતો કરે પણ તેઓને સાચા અર્થમાં હ્યુમર  જ્ઞાન નથી હોતું. તેઓ ટીખળ અને ભદ્દી મજાકને હ્યુમર ગણવાની ભૂલ કરે છે.( હા અને આવા નરેન્દ્રભાઈઓ તેના વિષે કોઈ શરમ કે ક્ષોભ અનુભવતા જ નથી તો અફસોસ કે ક્ષમા માગવાની વાત તો આવે જ નહિ)  હ્યુમરનો સાચો અર્થ છે વિનોદવૃત્તિ. 
વિનોદવૃત્તિ દરેકમાં હોવી જોઈએ   . તે જીવનમાં જરૂરી પણ છે.  ભારેખમ વાતાવરણ કે એક નીરસ વાતાવરણ ને વિનોદવૃત્તિ દ્વારા હળવું કરી શકાય છે. પણ સાચા અર્થમાં હ્યુમરને  ના જાણનારા પોતાની ભૂલો સ્વીકારવાને બદલે મજાકનો આધાર લે છે. પોતાના અધૂરા જ્ઞાનને સ્વીકારવાને બદલે બીજાની  મજાક કરીને પોતાની નાદાની  દ્વારા લોકોનું ધ્યાન પોતાની ભૂલ તરફથી હટાવવા મજાકનો આશરો લેતા હોય છે આવા નરેન્દ્રભાઈ!   મજાક એક છટકબારી?

મારો એક અનુભવ કહું અમારા એક વડીલ આવા નરેન્દ્રભાઈ જેવા હતા. હું કોઇથી ડરતો નથી હું કોઈને નમતો નથી કોઈની માફી તો હું ક્યારેય ના માગું . એમના આવા ધમકીભર્યા સ્વભાવથી પરિવારના સભ્યોને ધાકમાં રાખતા અને તેમના બીજા સગા કે સંપર્કમાં આવતા બીજા લોકો સાથે  પણ આવી રીતે જ વર્તતા. પરિવારના નાના મોટા  એમનું માન  રાખવા કંઈ  કહેતું નહિ. અને લોકો પણ જાણી  ગયેલા એટલે એક અંતર રાખીને સંબંધ રાખતા.
પણ કહેવાય છે ને કે સમયથી બળવાન કોઈ નહિ. એ વડીલ જયારે અવસ્થાએ પહોંચ્યા અને નજીક આવતા મૃત્યુનો  અહેસાસ થયો એટલે પુત્રવધુઓ, સગા-સંબંધીઓ  સામે કોઈ પણ કારણ હાથ જોડીને વારંવાર માફી માગતા.( એક સામટુ  મિચ્છામી દુકડમ)
હું કોઈની માફી નથી માંગતો એવા લોકોનો પણ આત્મા અંદરથી ક્યાંક ને ક્યાંક ડંખ્યા કરતો હશે કે કેમ ખબર નહિ પણ ઘણીવાર કન્ફેસ કર્યા  કરતા હોય છે( અફકોર્સ એક એટીટ્યુડમાં જ તો).
જે મિત્રોને તેમના વર્તનથી દુભવ્યા હોય તેમને માટે કહે જાહેરમાં કે ખાનગી રીતે પાછલે દરવાજે  (આજકાલ જેમ મેસેજ બોક્ષ જેવું છે ને) હું તો કોઈને કઈ કેહતો નથી હું હું કોઈ પર કઈ થોપતો નથી એવા ઘણા બધા કન્ફેસ કરતા રહેતા હોય છે. શા  માટે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s