હળવી રમૂજની પળો


એક કોમેડી ફિલ્મ આવેલી માલામાલ વિકલી તેમાં પરેશ રાવલ જે પાત્ર ભજવે છે તે ગામમાં એક માત્ર ભણેલ વ્યક્તિ હોય છે અને લોટરી ટીકીટ વેચાણ કરતા પહેલા સારી નોકરી માટે પ્રયાસ કરે છે સારી નોકરી તો મળતી નથી પણ ગામમાં જનગણ અધિકારી આવે છે. એક માત્ર ભણેલ હોવાથી તેને કામ સોપે છે અને અમુક તૈયાર સવાલોની યાદી આપે છે તે પ્રમાણે ગામના દરેક ઘરે જઈ ઘર નંબર સાથે પૂછવાનું હોય છે કે ,
‘ઘરમે કિતને લોગ હે’
‘આપકી શાદી હો ગઈ હે?’
‘ કિતને બચ્ચે હે?

એ પ્રમાણે તે પ્રથમ ઘરે જાય છે અને સવાલ પૂછે છે કે,
‘આપકી શાદી હો ગઈ હે ?’
તેના જવાબમાં સ્ત્રી જવાબ આપે છે ‘નહી’
પછી બીજો સવાલ આવે તે પ્રમાણે ‘કિતને બચ્ચે હે ?’
એટલે જવાબ માં સ્ત્રી થપ્પડ મારે છે
જનગણ અધિકારી સમજાવે છે પહેલા ‘ બચ્ચે હે,એવો સવાલ પુછવો હતો ને ,

પછી તે બીજા ઘરે જાય છે ત્યાં વિધવા ઉમરલાયક સ્ત્રી દરવાજો ખોલે છે ત્યારે સવાલ પૂછે છે કે ‘આપકે બચ્ચે હે’
માજી જવાબ આપે છે કે ‘હા’
પછી બીજો સવાલ પૂછે છે કે ‘આપકી શાદી હુઈ હે?
ફરી એક થપ્પડ પડે છે.

હવે તમને લાગશે કે અહી આ ફિલ્મની વાર્તા કહેવાનો અર્થ શું છે?
તો હવે મૂળ વાત પર આવું થોડા સમય પહેલા મારી એક ઇન્સ્યોરન્સ પોલીસીના સંદર્ભમાં વેરીફીકેશન કૉલ આવ્યો તેમાં પણ જે લોકો હોય તેમને પણ જે પકડાવ્યા હોય તેવા સવાલો જ પૂછવાનું શરુ કરી દે.( એમાં થોડીક પણ પોતાની  ના  વાપરે)😄
આપનું નામ શું,જન્મતારીખ શું, એજ્યુકેશન, પ્રવૃત્તિ, આવક શું છે એવા સવાલો હોય.
એક પછી એક સવાલના જવાબ આપ્યા પછી શું પ્રવૃત્તિના જવાબમાં, આમ તો હમણાં હું મારા એક પ્રોજેક્ટ પર વર્ક કરી રહી છુ પણ તેના વિષે બધાને સમજણ ના હોય એટલે તેને વાત કરવાનો કોઈ ફાયદો નહિ એમ માનીને મેં કહ્યું હાઉસવાઈફ(ગૃહિણી-હોમમેકર) છું.
હવે હું ગૃહિણી કહું પછી આવક કેટલી એ સવાલનો કોઈ અર્થ ખરો?
પાછો આવા એક જ વેરીફીકેશન માટેનો કૉલ ત્રણ વાર આવેલ અને ત્રણેય વખતે આવું જ રીપીટ 😄😄
જગતના કોઈપણ દેશમાં, વિકસિત દેશોમાં( જો કે વિક્સીતનો અર્થ દરેક વ્યક્તિએ પોતાના માટે કમાવું પડે) પણ નહિ હાઉસ વાઈફને પગાર કે વેતન મળતું હોય તેવું જાણકારીમાં નથી, કદાચ એકાદ દેશ અપવાદ તરીકે હોઈ પણ શકે, જેની મને જાણકારી નથી.
ટેક્ષ સેવિંગ માટે વાઈફને નામે અમુક રકમ ફાળવતા હોય છે જેને PIN કહેવાય છે. તેને આવક ગણાય?

જો કે મારો મુદ્દો હાઉસ વાઈફને વેતન હોવું જોઈએ કે નહિ તે નથી( આ તો શું લોકો પાછા અવળે પાટે ચર્ચાએ ચડી જાય નહિ ) પણ આવી રીતે પૂછાતા સવાલોથો હળવી રમૂજનું વાતાવરણ ઉભું થાય છે તે છે.

આવો જ એકવાર કોઈ બેંક માર્કેટીગનો કૉલ આવેલ મને મારા પતિ માટે પૂછ્યું એટલે મેં કહ્યું કે તેઓ અત્યારે અહી નથી.
એટલે મને કહે કે તો એમના ફાધરને આપો.
એટલે મેં સામે આશ્ચર્યથી પૂછ્યું શું કહ્યું?
પણ મેં એનો જવાબ સાંભળ્યા વિના જ ફોન કટ કરી દીધો.
એકબાજુ મને વિચાર આવ્યો અને સાથે સાથે હસવું
વિચાર એ માટે કે મારા ફાધર ઇન લો માટે ક્યારેય આવી રીતે કોઈએ પણ કહ્યું જ નથી કે, એમને ફોન આપો કારણ કે મારા ફાધર ઇન લોનાં અવસાનને પણ 20 વર્ષ થઇ ગયા છે એટલે અને તેઓ મુબઈમાં રહેતા એટલે ક્યારેય કોઈ સગાસંબધી પણ આ રીતે કહે નહિ.
અને એટલે હસવું પણ આવી ગયું કે પૂરતી માહિતી વિના આ લોકો માર્કેટિંગ કૉલ કરતા હોય છે.
મેં ફોન કટ કરી દીધો પછી ફરી કૉલ કરીને મને કહે કે ફોન કેમ મૂકી દીધો।
મને ગુસ્સો તો બહુ આવ્યો કહેવાનું મન થયું કે અક્કલ વિનાના પ્રશ્નો પૂછી દીમાગ અને સમય બગાડો છો તો શું કરું? પણ મગજ શાંત રાખીને હસતાં હસતાં કહ્યું કે તમે મારા પતિના ફાધરને ફોન આપવા કહ્યું, પણ એમના ફાધર હું ક્યાંથી લાવું એ તો 20 વર્ષ પહેલા જ આ દુનિયા છોડી ગયા છે.

તો એ બહેન કહે કે મને એમ કે તમને ફાયનાન્સ વિષે ખબર ના પડે એટલે મેં તમારા પતિના ફાધરને ફોન આપવા કહ્યું હતું.

લો હવે પાછું મારે એમને કયાં કથા કહેવી કે બહેન હું એક બીઝનેસ વુમન છું, અને ઘરનું તથા બિઝનેસનું ફાયનાન્સ હું જ સંભાળું છું.

આજની ભાગદોડ જીંદગીમાં આવી રીતે પણ થોડું હાસ્ય મેળવતા રહેવું. આમ પણ બિનજરૂરી નકારાત્મકતા કરતા આવી સકારત્મક સમજણથી જ તણાવમુક્ત રહી શકીએ જેમ શાહબુદ્દીન રાઠોડ કહે છે તેમ દ્રષ્ટિ હોય તો હાસ્ય તો મળી રહે જ.

4 responses to “હળવી રમૂજની પળો

 1. આ લેખમાં એક મુદ્દો વાંધાજનક છે…એટલે કે પરણેલા સૌ પુરુષો માટે વાંધાજનક છે…એટલે હું આ લેખ પર પ્રતિબંધ મુકવાની માંગ કરું છું !!

  એ તો હાસ્યહાસ્યલેખ છે એટલે જરા હળવી મજાક કરી. બાકી આ અધકચરા જ્ઞાની કોલરોની સારી ફિરકી ઉતારી છે હોં. જો કે એ લોકો પણ બે પૈસા કમાવા માટે પોતાના જોબદાતાઓની, ક્યારેક અક્કલમઠ્ઠી એવી, પોલીસીઓને ફોલો કરતા હશે. આપે કહ્યું તેમ, કોઇ ખાસ ગંભીર નુકશાન ન હોય તો, આવા કોલ પર ગુસ્સાને બદલે જરા રમુજ પણ માણી લેવી જોઇએ જ. આપણે કાઠિયાવાડીમાં કહે છે ને કે ‘સાવ વડકે વાતુ’ કે પછી ‘હડકાઇ હાલ્યા’ એવું વર્તન ન રાખતાં ક્યારેક ‘હંસ ભી લીયા કરો, યારા !’

  મજા આવી બહેન, ખાસ મને એ વાતે વધુ આનંદ થયો કે આપને સુંદર મજાના હળવા લેખ લખતા આવડી ગયું…આપ ભલે ન સ્વીકારો, પણ આપને “હાસ્ય લેખ લખવો કેમ ?” એનું જ્ઞાન તો મેં જ આપ્યું હતું !!! (જુઓ, છું ને હું નમ્રતાતિનમ્ર માણસ 🙂 ) ધન્યવાદ.

  Liked by 1 person

 2. આપની અનુમતિ હોય તો હજુ એક વાત કરવી છે. આપે જનગણનાનો કિસ્સો લખ્યો તો મને એક વાસ્તવિક પ્રસંગ યાદ આવ્યો. 91 ની જનગણનામાં મેં પણ સહાયક લેખે ભાગ લીધેલો. અમને એક લાંબી પ્રશ્નોત્તરી અપાયેલી, એક નાનકડા ગામડામાં વયોવૃદ્ધ માજી ઘરે એકલા, અન્ય સૌ ખેતરે કામ કરવા ગયેલા, તે અમે વળી ધક્કો ન ખાવો એવી લાલચે માજીને કૌટુંબિક વિગતો લખાવવા મનાવી લીધા. પ્રશ્નોત્તરી ચાલી, બધું સમુસુતરું ચાલ્યું જાત પણ ‘સંતાનો ?’ એ પ્રશ્નના પેટાપ્રશ્ન ‘જીવીત કેટલાં, મૃત કેટલાં ?’ એ પ્રકારની વિગત ભરવાની આવી અને અમારી માઠી બેઠી ! મેં પુછ્યું, ‘માજી, દિકરા દિકરી કેટલાં ?’ જવાબ મળ્યો, ત્યાં મારા સાથીદારે પ્રશ્ન કર્યો, ‘મર્યા કેટલાં ?’ અને માજીએ સરસ્વતી સંભળાવી, ‘મરી ગ્યાવ, મરે તમારાં ને તમારી માયુનાં, ફાટીમુવાવ તમારાં મોં માં કીડા પડે, મારા શું કામ મરે ?’ જો કે અમે વધુ સાંભળવા ઊભ્યા પણ નહીં, સંકેલો કર્યો ને ગામના પાદર સુધી તો પાછું વળીને પણ ન જોયું. જો કે ત્યારે પણ અમને એ માજીના શબ્દોનું માઠું નહોતું જ લાગ્યું, ઉલટા છેટે ગયા પછી હસી હસીને બેવડા વળી ગયેલા. પણ પછી એ પ્રશ્નો જરા અલગ ઢબે અને હળવી શૈલીમાં પુછવા એમ નક્કી કર્યું.

  ટુંકમાં, પેટ માટેનાં પાંપણા માંડીને બેઠા હોઇએ ત્યારે અન્યની લાગણીઓનો વિચાર કાં તો આવતો જ નથી કાં જરા મોડેથી આવે છે.

  Liked by 1 person

  • અશોકભાઈ,
   આપની હળવી મજાક ગમી , પહેલા તો આ પ્રતિબંધ અને વાંધાજનક વાંચીને હું ડરી ગઈ આજકાલ આવું બહુ ચાલે છે એટલે મને લાગ્યું કે શું થઇ ગયું? સભાનપણે કોઈની પણ લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખવા છતાં.

   આભાર સહ સ્વીકારું છું આપની નમ્રતા કે હું હાસ્ય લેખ તો આપ જેવા બ્લોગ મિત્રો પાસેથી જ શીખી છું.

   આપના અનુભવની વાત જાણીને હાસ્ય હાસ્ય બેવડાયું

   ખૂબ સરસ સત્ય રજૂ કર્યું આપે કે પાંપણા માંડીને બેઠા હોઈએ ત્યારે અન્યની લાગણીનો વિચાર આવતો નથી અથવા મોડેથી આવે છે.

   આપના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવા આતુર જ હોઈએ છીએ અમારી અનુમતિ તો જરૂર જ નથી

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s