નો મોર નેગેટીવ: માય ચોઈસ


तेरे पास भी कम नहीं, मेरे पास भी बहुत है,
ये परेशानियाँ आजकल फ़ुरसत में बहुत है।
##share##

આજકાલ ‘નો મોર નેગેટીવ ન્યુઝ’ એવું વાંચ્યું એટલે લાગ્યું કે મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા થતી નેગેટીવ સમાચારોની ચર્ચાઓની અસરો વ્યાપક બની છે અને લોકો હવે આવી સ્ટ્રેટેજીથી કંટાળી રહ્યા છે, અને તેના દ્વારા રોટલા શેકતા લોકોની અસલિયતને પણ ઓળખી ગયા છે.

પરિસ્થિતિઓ અને સંજોગો પ્રમાણે દરેકને અલગ અપેક્ષાઓ અને અભિપ્રાયો હોઈ શકે તે સાથે સહમત ના થઇએ તે વાત અલગ છે. પણ પોતાના અભિપ્રાયો અને અપેક્ષાઓ સાથે બાંધછોડ ના કરી તેને પોતાનું સત્ય અંતિમ એવું માનનારા પોતાના અહમ અને દૃષ્ટિકોણને કારણે નકારત્મક અસરો અને વાતાવરણ સર્જે છે. બીજાને હીન નીચા બતાવીને પોતાનું ગોરવ વધારવા લોકો પર સાવ હલકી કક્ષાની ટીકાના વાગ્બાણ છોડ્યા જ કરશે.

જો આપણે આપણો દૃષ્ટિકોણ ના બદલીએ અને માત્ર પૂર્વગ્રહથી પીડિત કે બદલાયેલી પરિસ્થતિનો અભ્યાસ કર્યા વિના દરેક બનાવ, ઘટના કે કોઈપણ સંજોગો ઉભા થાય તેને નકારત્મકતાથી જોવાની કે મૂલવવાની દૃષ્ટિ અપનાવીએ તો સારું જોઈ શકવાની કે પરિસ્થિતિના બદલાવની શક્યતા કે ઉપાય નહિ મળે. માત્ર એ જ નકારાત્મક વાતોને વાગોળવાથી તો કોઈ બદલાવ આવવાનો છે નહિ.

બદલાવ લાવવા માટે પહેલા પોતાનામાં બદલાવ લાવવો જરૂરી છે. માત્ર જ્ઞાન કે માહિતીનો ખડકલો કરી દેવાથી કે નકારાત્મક ટીકા ટીપ્પણીઓથી પણ સમાજમાં કે દેશમાં બદલાવ નહીં આવે. ઘણા લોકો પોતાની પાસે માહિતી કે પોતાના વિચારો હોય તેનું પાલન પોતાના જીવનમાં તો કરી શકતા નથી પરંતુ તેઓ બીજાને તાત્કાલિક ધોરણે પોતાના વિચારો થોપી બદલી નાખવા માંગે છે. ઘણા લોકો જીવનમાં એવી ઘણી બધી વિચારસરણી કે ઘણું બધું જાણવા છતાં તે જીવનમાં ઉતારી ના શકતા હોય કે અપનાવી ના શકતા હોય તો પણ કોઈના જીવન રાતોરાત બદલી નાખવાની ચળ તેમને કેમ ઉપડતી હોય છે? જો તમે બીજાનું સત્ય ના અપનાવી શકતા હોવ તો તમને બીજાના જીવનમાં દખલ કરવાનો હક્ક નથી.

મોટેભાગે એવું બનતું હોય છે કે આપણે બીજા દેશોનો પૂર્ણત: અભ્યાસ કર્યા વિના જ આપણા દેશની દરેક હાલાકી અને તકલીફને જોઈએ છીએ અને તે વિષે સરખામણી કરીએ છીએ. પરંતુ તેના વિષે વિચારતા નથી કે આવું કેમ છે અને તેનો ઉકેલ શું  છે?
માત્ર જૂની પુરાની જ ઘીસીપીટી નકારાત્મક ટીકા ટીપ્પણીઓ કરી મજાક અને વિકૃત આનંદ લઈને કેટલુંય સમાજ સુધારક તરીકે કાર્ય કર્યું તેનો સંતોષ માનીએ છીએ.

નકારાત્મકતાથી લોકોની ટીકા ટીપ્પણીનો થોડો સમય આવ્યો હોય અને એકાદ બે વ્યક્તિ તેમાં સફળ થાય એટલે દરેક વ્યક્તિ તેવા શોર્ટકટથી પ્રસિદ્ધિ કે પ્રશંસા મેળવવાનો પ્રયત્ન કરે તો હવે સમજદાર અને સન્માન પ્રિય વ્યક્તિઓ તેને ઓળખી જાય છે અને તેનો વિરોધ કરે છે.

ઘણા લોકો ભારતના લોકોને વગોવવા માટે આપણી અવિકસિત સીસ્ટમનો સહારો લે છે અને પરિસ્થિતિનો સાચો અભ્યાસ કર્યા વિના જ ભારતના લોકોને માનવતા વિહીન ગણાવે છે પરંતુ આજે આપણે બહુ વર્ષો કે સદીઓ પાછળ ના જઈએ અને માત્ર 40-50 વર્ષ પાછળ જઈને સમાજ દર્શન કરીશું તો આજની અમુક પરિસ્થિતિને સમજી શકીશું.

ઘણા બધાને અનુભવ હશે કે જોયું હશે જ કે નાના શહેરો કે ગામમાં મહોલ્લા, શેરીમાં કોઈ ગરીબ પરિવાર હોય તે આસપાસના પરિવારો દ્વારા સચવાઇ જતો તે પરિવાર ભૂખ્યો ના રહે તે માટે અને અમુક સદ્ધર પરિવારની મદદથી બાળકોના ભણતર કે અવસરોમાં મદદરૂપ બનતા, આવું તો મેં 20-25 વર્ષ પહેલા પણ જોયું છે. આવા માનવતાના દાખલાઓ તો અઢળક છે અને આજે પણ લોકો દ્વારા આવા માનવતાનાં કાર્યો થતા જ રહે છે. આ તો મેં એક જ ઉદાહરણ આપ્યું પણ આવા અનેક કાર્યો સમાજ દ્વારા થતા હતા અને આજે તો જેમ સમાજમાં જાગૃતિ આવતી જાય છે તેમ પ્રમાણ વધતું જ રહે છે. પણ સારું ના જોવાની આદત અને અચાનક બહારની દુનિયાની ચમક દમક જોઇને વિસ્મય પામેલા લોકો આ સ્વીકારવા તૈયાર જ નથી.

પાછુ આવા લોકો કહે કે અમે કડવું સત્ય કહીએ છીએ, અરીસો બતાવીએ છીએ. શેનું સત્ય અને શેનો અરીસો? માસી રાજરાણી લાગે એટલે જેની સાથે મૂળિયા જોડાયેલા છે તે માતાને વાતવાતમાં ભિખારણ અને હલકી ચિતરવી તે? પોતાના વિચારોને અંતિમ સત્ય માનવું અને બળજબરીથી થોપી દેવું તે અરીસો? આવું સત્ય હોય કે અરીસો  હોય  તો   માય ફૂટ!! નથી માનવું આ સત્ય અને નથી જોવું અરીસામાં. અમને અમારું ભારત જે છે તે મંજુર છે, અને અમારી માટે મહાન હતું અને આજ પણ મહાન છે. કોઈ બેચાર ચમકદમકમાં અંધ બનેલા લોકો ભારતના લોકો પર ‘સાયકોલોજી પ્રેસરનો’ ઉપયોગ કરી હલકા શબ્દો વાપરી ઉતારી પડવાની કોશિશ કરશે અને સફળ થશે? એમને હજુ ભારતીય લોકોની સાયકોલોજી તાકાતનો અંદાજ નથી અમારે ગુગલ પરથી સાયકોલોજી શીખવાની જરૂર નથી જગતને સાયકોલોજી શીખવાડનાર તો ગળથૂથીમાંથી શીખીને જ આવે છે.

ભારત દેશ 5000 વર્ષ પહેલા હતો તે કે 500 વર્ષ પહેલા હતો તે આજે નથી કે 5000 વર્ષ કે 500 વર્ષની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે તો તે બદલાવને વારેવારે જુના ધર્મ કે શાસ્ત્રો સાથે સરખાવી ધર્મ સંસ્કૃતિ કે શાસ્ત્રોને ઉતરતાં સાબિત કરવાથી લોકોમાં બદલાવ ના લાવી શકાય પરંતુ ધર્મ અને સંસ્કૃતિની સાચી સમજણ આપી શકાય. શાસ્ત્રોના મનઘડત અર્થઘટન કરવા કરતા તેનો આજના સમયમાં પણ કેટલું ઉપયોગી છે તેવું અર્થઘટન જરૂરી છે. અને જે બિનજરૂરી હોય આજના સમયમાં તે બિલકુલ આવશ્યક ના હોય અને સમાજને નુકશાનરૂપ હોય તે દૂર કરવા અભ્યાસપૂર્ણ માહિતી રજુ કરી સમજણથી દૂર કરી શકાય. અને અમુક પરિસ્થિતિ બદલવા કડક કાયદા અને ન્યાયિક પ્રક્રિયા સક્ષમ બનાવવી જરૂરી છે.

હવે વિકાસ તરફ જઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ એક સંઘર્ષમય જીવનશૈલીમાં અટવાઈ ગયો છે તેથી અને અમુક નવી સીસ્ટમ અને કાયદા કાનૂન આવવાથી અમુક પરિસ્થિતિમાં લોકો મદદ કરવા ઈચ્છે તો પણ નથી કરી શકતા. જાણકારીના અભાવે અને ન્યાયિક પ્રક્રિયામાં પ્રમાણિકતાના અભાવે લોકોમાં કોઈને મદદ કરવામાં પોતે ફસાઈ જશે એવો ડર હોય છે.
એટલે હવે એવું બની રહ્યું છે કે તમને એક સાથે બે અનુભવો થાય છે લોકોની મદદ કરવાની ભાવના મારી પરવારી નથી તે અને અમુક કારણોસર લોકો મદદ કરવા આગળ નથી આવી શકતા તે. એટલે સમાજ માનવતાહીન થઇ ગયો છે એવું કહી ના શકાય.

એક મારા પોતાના અનુભવ દ્વારા હું આ વધુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. 2011 માં અમે બેંગ્લોર શિફ્ટ થયેલા, વર્ષોથી અમદાવાદમાં રહેતા હતા. ત્યારે એક સાંજે હું મારા  પતિ  સાથે થોડી ખરીદી માટે નજીકમાં જ જતા હતા ત્યાના રસ્તાઓથી અજાણ હું એક નાની જ ઠોકર લાગવાથી પડી ગઈ. આમ તો જાણે બેસી પડયું હોય તેવું જ હતું પણ એક અણીદાર પત્થર પગમાં ઘુંટણ ની પાસે પેસી જવાથી હેર ક્રેક ફ્રેકચર થયું હતું.
અમે લોકો ત્યાં એકદમ અજાણ્યા જ હતા માત્ર 15 દિવસ જ થયા હતા ત્યાં ગયાને, એટલે મકાન માલિક સિવાય કોઈ ઓળખે નહિ પણ જ્યાં હું પડી ગયેલી તે એપાર્ટમેન્ટનો વોચમેન પહેલા દોડી આવ્યો અને હું ફ્રેકચરને કારણે ઉભી નહોતી થઇ શકતી તેથી ત્યાં રહેતા એક બે ઘરના લોકોને બોલાવી લાવ્યો, તરત જ એક ખુરશી લઇ આવ્યો અને બધાએ ભેગા થઇ મને ખુરશીમાં બેસાડી અને ઉપાયો કરવા લાગ્યા એક બહેન તો એમના એક બે ઓળખીતાને ફોન કરી અમુક રેકી જેવી ચિકત્સા માટે બોલવી લીધા પણ પછી લાગ્યું કે કઈ વધરે છે એટલે તરત જ મને હોસ્પિટલ લઇ જવાનું નક્કી કરી મારા પતિ ઘરે જઈ કાર લઇ આવ્યા ત્યારે તે એપાર્ટમેન્ટમાં રહેતા એક બહેન તેમના ઘેર જણાવી અને અમારી સાથે આવ્યા તે પહેલા હોસ્પીટલમાં ફોન કરી દીધો અને રાતના 11 વાગ્યા સુધી અમારી સાથે એક આપ્તજનની જેમ રહ્યા અને બીજે દિવસે સવારે અમારી જમવાની અને બીજા ઘરકામ માટેની વ્યવસ્થા પણ કરવા હાજર થઇ ગયા અને કોઇપણ કામ માટે અડધી રાતે પણ તેઓ આવશે તેવી હૈયાધારણ આપી અને સમયાંતરે ખબર પૂછતા રહેતા. એવી જ રીતે એક બે ગુજરાતી લોકો તો માત્ર થોડી જ વાતચીત દ્વારા થયેલી ઓળખાણ હોવા છતાં ખબર પૂછવા અને મદદ માટે આવી ગયા

2011 માં બનેલી ઘટના બહુ જૂની નથી અને તેને 500 કે 5000 વર્ષની અમુક પ્રસંગો સાથે સરખાવી ને એમ ના કહી શક્ય કે આપણો સમાજ માનવતાવિહીન છે.

જો સારા અનુભવો થતા હોય તો કોઈ સંજોગો કે પરિસ્થિતિને કારણે કોઈ ખરાબ અનુભવ પણ થઇ શકે મને મદદ કરવા માટે ઘણા લોકો આગળ આવ્યા તેમ જે મકાન માલિકના ઘરમાં રહેતા હતા તેનો દીકરો અને પુત્રવધુ પણ ત્યાંથી પસાર થયા પણ તેઓ ઉભા પણ ના રહ્યા કે રાત્રે અમે હોસ્પિટલથી આવ્યા પછી કે એક મહિના સુધી દરરોજ દિવસમાં ત્રણ વખત ટેરેસ પર આવે છતાં ઘરના 6-7 સભ્યોમાંથી ક્યારેય મને મદદ માટે તો નથી પૂછ્યું પણ કયારેય ‘હવે કેમ છે’ તેમ નથી પૂછ્યું.

When you move your focus from competition to contribution, life becomes a celebration.

મને એક જ સમયે હકારત્મક અને નકારત્મક બંને અનુભવ થયા પણ હું હકારત્મક અનુભવ યાદ રાખીને તે વિચારસરણીને આગળ વધારું અને નકારત્મક અનુભવથી હું વિચારું કે તે તેમની કોઈ મજબૂરી કે સ્વભાવ હશે. બની શકે કે કોઈકવાર આપણને નકારત્મકતા વધુ મળે અને હકારત્મક ઓછુ પણ મળે પણ એક હકારત્મક વિચારસરણીથી સમાજમાં ઘણો બદલાવ આવશે પણ ઘણી બધી હકારત્મકતમાં એક નકારત્મક વિચારસરણી સમાજનું ઘણું નુકશાન કરી શકે છે એટલે નક્કી આપણે કરવાનું છે કે શું કરવું અને શું ના કરવું। બની શકે તો હકારત્મક વાતાવરણ સર્જો સમાજમાં નકારત્મક વાતાવરણ કે અસરો ના થાય તે માટે સજાગ બનીએ

હવે જો હકારત્મક દૃષ્ટિકોણ હોય તો તમે જે સારું હોય તેને યાદ રાખો અને નકારત્મક દૃષ્ટિકોણ હોય તો પાણીમાંથી પોરાં કાઢતા હોય તેમ જ્યાં ને ત્યાં ખરાબ જ શોધ્યા કરશો. અમે નકારત્મક વાતને ભૂલી હકારત્મક અભિગમ યાદ રાખ્યો તેથી સ્વભાવ તો આમેય કોઈને પણ થઇ શકે તે મદદ કરવાનો હતો તેમાં વધુ હકારત્મક અભિગમનો ઉમેરો થયો કે પેલા સિંધી બહેન જેમણે પોતાના ઘર અને જમવાની ચિંતા છોડી રાતના 11 વાગ્યા સુધી અમારો સાથ આપ્યો મારે માટે સાચી માનવતાની મૂર્તિ બન્યા.

આમ તો ગુજરાતમાં તો મેં ઠેર ઠેર આવી રીતે અકસ્માતમાં પણ લોકોને મદદ કરતા જોયા જ છે. અને હવે તો 108 સીસ્ટમ પણ સારી છે તેને કારણે થોડીક જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સેવા મળી રહે છે. કોઈપણ કૉલ કરે અને એમ્બ્યુલન્સ આવી જાય અને તાત્કાલિક સ્થળ પર જરૂરી સેવા આપી જરૂર હોય તો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જાય. આ સેવા ગુજરાતમાં નાનકડા કોઈપણ નાના સ્થળે કે મોટા હાઈ વે કે કોઈપણ ખૂણે કોઈપણ અકસ્માતમાં એકસરખી રીતે મળી રહે છે. આ મેં નજરે નિહાળેલું છે.

4 responses to “નો મોર નેગેટીવ: માય ચોઈસ

 1. તમે ખુબ સારી વાતો કરી. અનુભવો તો સારાખરાબ હોય જ. જુની સંસ્કૃતીના દોશો પણ હોય જ. પણ લેખનકાર્ય–ઉપદેશકાર્ય, સુધારાકાર્યની જવાબદારી બન્ને બાજુઓના સમતોલનની ગણાય.

  * કડવી વાત કહેનારા ફક્ત કડવી જ વાતો કહે છે ? કે પછી કડવી સીવાયની મીઠી વાતો પણ કહે છે ?
  * કડવી કહેતી વેળા કહેનારના મનમાં દેશવાસીઓ માટે દયાનો ભાવ હોય છે કે પછી તમે બતાવેલો ‘સંજોગો’વાળો ભાવ ?
  * દયા ખાવાની સાથે સાથે દુર બેઠા બેઠા ફક્ત ભલામણો કરવાની જ દાનત હોય છે કે પછી “મારાં (એમનાં)ભાંડુઓ”ને માટે પ્રેમ પણ હોય છે ?
  * કડવી વાતો દ્વારા દેશી લોકોને સુધારવાનું સેવાકાર્ય હોય છે ? જો હા તો તે માટે ટીકા સીવાયના કેવા કેવા પ્રયત્નો તેઓએ કર્યા હશે તેની જાણ થઈ શકે ?
  * કે પછી પરોપદેશે (પરદેશે) પાંડીત્યમ્ ફક્ત ?
  * પોતે જ્યાં રહે છે તે પ્રદેશો–દેશોના લોકોમાં પણ કોઈ ખામી તેઓને જડી છે ખરી ? જો હા, તો તેમને માટે કડવી વાતોનો સ્ટૉક રખાયો હોય છે ખરો ? કે પછી ત્યાં કશી કડવી વાતો કોઈ સહન કરે તેમ નથી હોતું તેથી “મેરી તો ચુપ ?”
  * દેશમાં જ રહીને દેશની ખામીઓ બતાવવાનું કાર્ય કરનારાને વીદેશી અનીષ્ટોની માહીતી હોય છે ખરી ? જો હા, તો તે ખામીઓ વીશે કેટલાં લખાણો લખાયાં તેની જાણકારી મળે ખરી ?

  આ સીવાય પણ ઘણા સવાલો થાય પરંતુ હવે બે કામ કરવા–પ્રચારવા જેવાં છે :
  ૧) નેગેટીવ વાતો વાંચવા–સાંભળવા–જોવા (ઓડીયોવીડીયો)નું સૌ બંધ કરે !
  ૨) લખનારાં સારી, તંદુરસ્ત, હકારાત્મક બાબતોનો સ્ટોક ભેગો કરવા માંડે જેથી નેગેટીવ વાચન બંધ કરનારાંઓને સારી પ્રવૃત્તી મળે !

  Liked by 2 people

 2. શ્રી જુગલકિશોરભાઈ,
  આભાર
  પૂર્વગ્રહથી પીડિત લોકો માટે મગજ અને આંખો ખોલે તેવો પ્રશ્નોતરી પ્રતિભાવ અને હકારત્મક વિચારસરણી ધરાવતા લોકો માટે કરવા લાયક અને પ્રચારવા જેવા કાર્યો વિશે આપનો પ્રતિભાવ ખૂબ ગમ્યો.

  Like

 3. પાછું જોવા જેવું એ હોય છે કે આવી મૂર્તિઓ પોતે ક્યારેય ઢંગધડા વાળી કોમેન્ટ/રીપ્લાય કરે નહિ અને આશા રાખે કે એમને ત્યાં વ્યવસ્થિતપણે લખે અને એમ પણ લખો તો ય ટંગડી ઊંચી જ રાખે

  જો કે તમે કહ્યું એમ હવે લોકો આવા આત્માઓને સારી રીતે ‘ઓળખી’ ગયા છે, પણ જો કે તેઓની પણ મજબુરી છે, જો નેગેટીવ નહિ લખે તો જે ૨-૫% એમને વાંચે /ફોલો કરે છે એ ય નહિ કરે

  Liked by 1 person

 4. સાચી વાત તટસ્થ ચર્ચા ના કરતા હોય તે ઢંગધડા વગરની ચર્ચા કરે અને એવા વિવાદાસ્પદ મુદ્દા પર પોસ્ટ મુકે કે બે પક્ષના લોકો દલીલો કરે તો તમે કીધું તેમ 2 કે 5 ટકા લોકોની લાઈક કમેન્ટ તો મળી રહે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s