પુસ્તક દિન: મેલુહા પુસ્તક વિષે


વિશ્વ પુસ્તક દિને લેખક અમીષ અને વર્ષા પાઠક દ્વારા અનુવાદિત પુસ્તકમાંથી થોડીક ગમેલી તારવેલી નોંધ:

*પોતાની આવડત અને ઈચ્છા મુજબના સપના જોવાની, પૂરા કરવાની તક દરેક વ્યક્તિને ત્યારે જ મળે જયારે સમાજમાં સ્થિરતા હોય બાકી ચારેતરફ અંધાધૂંધી હોય,રોજબરોજનું જીવન ટકાવી રાખવા સંઘર્ષ કરવો પડતો, હોય સતત મારો કે ભાગોના વિચાર આવતા હોય એવા શ્રેષ્ઠતા પૂરવાર કરવાનું લગભગ અશક્ય છે અનિશ્ચિતતા ના વાતાવરણમાં મહાન બુદ્ધિજીવી, કલાકાર કે વેપારી પેદા થઇ શકે અને થાય તો એ ટકી ના શકે માણસની મૂળ પ્રકૃતિ રાની પશુથી બહુ જુદી નથી. એને કાબુમાં લાવતા સુસંસ્કૃતબનાવતા હજારો વર્ષ નીકળી જાય પણ સંસ્કૃતિ બહુ નાજુક હોય છે એના પર થતા સતત આક્રમણ સામે એ ટકી નથી શકતી થોડા દાયકા પૂરતી પણ અંધાધુંધી, મારામારી ચાલે તો માણસ પોતાની મૂળ પ્રકૃતિ પર જતો રહેવાનો આવું ના થાય તે માટે સમાજમાં સ્થિરતા અને સ્થિરતા માટે નિયમો જરૂરી છે.

*મોટાભાગના લોકો પોતાનું જીવનધોરણ સુધરતું હોય તો થોડાઘણા ફેરફાર માટે તૈયાર રહે છે પણ પોતાની નહિ પરતું બીજાની ઈચ્છા કે બળજબરીથી માણસને બદલવાની ફરજ પડે તો? કે બીજા કોઈ ફેરફાર ઝંઝાવાતની જેમ રાતોરાત આવી પડે તો? તો માણસ દુ:ખી થાય કે બળવો કરે.

*ઘણીવાર કુદરત એવા સંજોગો ઉભા કરે છે કે બદલાવું જરૂરી હોવા છતાં માણસ તે ના કરી શકે જેમ કે એક મહાન યોદ્ધો ઉંમરને કારણે અને બીમાર પડે ત્યારે તે પોતાની જૂની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરવા માટે વધુ વ્યાકુળ થાય ત્યારે તે પોતાની દુર્દશા માટે વૈધને કે કોઈકવાર આખી દુનિયાને દોષ આપશે.પોતાના જીવનમાં આવી ગયેલી કડવાશ ચારેતરફ ફેલાવશે, અને આવા લોકોની સંખ્યા સમાજ માટે આફતરૂપ પુરવાર થઇ શકે. પેટનો બળ્યો ગામ બાળે એ ન્યાયે દુ:ખીયારા ભેગા થઇ પોતાની દાઝ બીજા પર ઉતરશે.

*એકબીજા સાથે સતત સંઘર્ષમાં રહેતા લોકોને પોતાનું જીવનધોરણ સુધારવાની જાણે ફુરસદ જ નથી

*વ્યક્તિ જેને બહુ પ્રેમ કરતી હોય એની નજરમાં ઊંચા આવવાની દરેક કોશિશ કરશે. સામેવાળાનો પ્રેમ પામવાની લાયકાત પોતાનામાં છે એ પૂરવાર કરવા માટે માણસ તનમનની પૂરેપૂરી તાકત લગાવે છે. મારા જીવનમાં સહુથી મહત્વની વ્યક્તિ મારા પિતા હતા અને મારી એક જ ઈચ્છા હતી કે હું કઈ કરી બતાવું જેનાથી એ મારા માટે ગર્વ લઇ શકે.

*તમારે સ્ત્રી પાસેથી પ્રેમ મેળવવો છે પણ ક્યારેય વિચાર્યું છે કે તેને શું જોઈએ છે?
નિશ્વાર્થ ભાવે જે વ્યક્તિ સમાજના કલ્યાણ માટે સતત પ્રયત્નો કરે તેને તમે શું આપો?
જવાબ છે આદર તેને જરૂર છે આદરની સન્માનની પરંતુ તેને બદલે તે વ્યક્તિને નબળી ગણી ને મદદ કરવાનો કે રક્ષા કરવાનો પ્રયત્ન કરો એને શું કહેવાય? એનું અપમાન કેહવાય. સહાય નહી સન્માનની ઝંખના હોય છે જે કોઈ પાસેથી ના મળ્યું હોય તે ઝંખે છે.

*એક પ્રાચીન માન્યતા જયારે જયારે અધર્મ ચારેકોર આવી જાય વિજયની કોઈ આશા ના જણાય અને શત્રુ હવે જીતી જ ગયો છે એવું લાગે ત્યારે એક જ આશા બચી જાય છે અને તે છે હવે તો એક મહાન તારણહાર ઉભરશે જ.
દુનિયામાં જે કઈ પણ બને છે એની પાછળ તર્ક છે અને કારણ હોય છે જે સમજવામાં વિજ્ઞાન આપણી મદદ કરે છે કોઈ ઘટના ચમત્કાર જેવી લાગે તો એનો અર્થ એટલો જ કે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ આપણને હજી સમજાયું નથી વિજ્ઞાન માત્ર હથિયાર છે જેની મદદથી માણસે પોતાનો માર્ગ શોધવાનો હોય છે.

*જે પોષતું તે મારતું તે સિધ્ધાંત અહી પણ લાગુ પડે છે.પ્રાણવાયું શરીરની અંદર ખોરાકમાંથી શક્તિની સાથે સાથે અમુક ઝેરી તત્વો પણ છુટા પડે છે આ વિષાણુંઓના સંસર્ગમાં આવતા આપણા અંગ ઉપાંગ ખુલ્લી હવામાં સડી જતા ફળ કે કટાઈ જતી ધાતુની જેમ સળવા લાગે છે બીજા શબ્દોમાં કહીએ તો જે પ્રાણવાયું આપણને જીવાડે છે એ જ પાછો આપણને વૃદ્ધ અશક્ત બનાવીને ધીરે ધીરે મૃત્યુ તરફ ઘસડી જાય છે.

*સત્ય એ છે કે હે સમાજમાં દરેક વ્યક્તિને પોતાની ફરજનું ભાન હોય ત્યાં કોઈએ પોતાના અધિકાર માટે લડવું જ ના પડે કારણ કે એકસૂત્રમાં બંધાયેલા લોકોમાં એક જણ કામ કરે એનાથી બીજાનું ભલું થવાનું જ હોય છે .

*માણસની વર્તણૂક એના સમાજની અપેક્ષા પ્રમાણે ઘડાય છે જે સમાજનાં પાયામાં ભલમનસાઈ વિશ્વાસ જેવા ગુણો હોય એમાં ઉછરેલી વ્યક્તિ જ આસપાસના લોકોને વિશ્વાસની નજરે જોવા ટેવાઈ ગઈ હોય છે.

*કોઈ પણ સામાજિક વ્યવસ્થા એવી નથી કે જેમાં કોઈ ખામી જ ન હોય સમય અને સંજોગો પ્રમાણે નિયમો ધડાય છે .

*વસ્તુ પર પડેલો પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખ પર પડે ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ.
આપણી નજરે જે પ્રકાશ સફેદ કે રંગહીન લાગે છે એ વાસ્તવિકતામાં સાત રંગનું સંયોજન હોય છે એટલે જ પાણીના ટીંપા પરથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થાય ત્યારે સપ્તરંગી મેઘધનુષ્ય દેખાય છે.શ્વેત સૂર્યપ્રકાશ વૃક્ષના પાંદડા પર પડે છે. વનસ્પતિનો એ કુદરતી ગુણધર્મ છે કે એ જાંબુડી,વાદળી, ભૂરો,પીળો,કેસરી અને લાલ રંગ શોષી લે, પણ સાતમો લીલો રંગ શોષવાની તેનામાં શક્તિ નથી એટલે તે પાછો ફેકે છે જે આપણી નજરને પહોંચે છે પરિણામે પાંદડું લીલું દેખાય છે.
*હવે તમારી જાતને પાંદડાની જગ્યાએ મુકીને વિચાર કરો પોતાને એ છ રંગનું બનેલું માનતું હશે કે જેને તે પચાવી નથી શક્યું એ લીલો રંગ એને ખુદમાં દેખાતો હશે?
વાસ્તવિકતાના પણ એનક રૂપ હોય છે એક જણને નરી આંખે દેખાય એ કદાચ બીજી તરફથી જોનારને સત્ય ના લાગે કોણ કઈ તરફથી કયા વિચાર સાથે જોઈ રહ્યું છે એના આધારે વાસ્તવિકતા કે સત્યનો નિર્ણય લેવાય છે.
શુભ્ર તરંગ હકારાત્મક અને કાળા તરંગ નકારાત્મક શક્તિનું રૂપ છે સૃષ્ટિમાં સંતુલન જાળવી રાખવા બંનેની સરખી જરૂર છે આ સંતુલન ખોરવાય તો વિનાશક ઉથલપાથલ સર્જાય.

* તમારા પર અપેક્ષાઓનો બોજ વધતો જશે, તમારા દરેક નિર્ણયની અસર લાખો લોકો પર થાય ત્યારે સાવધાન રહેવું જોઈએ.

*બહુમતીનું હિત સાધવા માટે મહાન વ્યક્તિએ પણ સહયોગીઓની નબળાઈઓ પ્રત્યે આંખ આડા કાન કરવા પડે છે.

2 responses to “પુસ્તક દિન: મેલુહા પુસ્તક વિષે

  1. સરસ નિખાલસ અને કડવી સચ્ચાઈ.

    Liked by 1 person

  2. મારે ‘મેલુહા’ અને ‘નાગવંશ’ વંચાઈ ગઈ, અત્યારે ‘વાયુપુત્ર …..’ ચાલે છે
    હું પણ આ વિશે બ્લોગ પોસ્ટ મૂકવાનું વિચારું છું પણ આળસ અને એફ્બી પર ના ખોટા આંટા-ફેરાના લીધે નથી મૂકાતી

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s