આભાસી દુનિયા અને વાસ્તવિક દુનિયા


મારી માતા પ્રમાણમાં વધુ સોશ્યલ છે અમારા મહોલ્લામાં અને સમાજમાં બધા જ તેમને ઓળખે એટલે મેં તેને ફેસબુકમાં જોડાવાની સલાહ આપી. અમારી વચ્ચે થયેલી વાતચીત સક્ષિપ્તમાં.
હું : મમ્મી આટલી બધી સોશ્યલ છે તો ફેસબુકમાં આવી જા ઘણા બધા ઓળખશે તને.
મમ્મી: પણ મને તો ઘણા બધા ઓળખે છે, આખો મહોલ્લો જાણે છે અને સારી રીતે ઓળખે છે.
હું: પણ તેનાથી પણ વધુ લોકો ઓળખશે, મને જો કેટલા બધા ઓળખે છે અને ફોલો પણ કરે છે.
મમ્મી: પણ મહોલ્લામાં કોઈ નથી ઓળખતું ને! ઘણી વખત મને શરમ આવે છે જયારે લોકો પૂછે છે કે આ તમારી દીકરી છે? ક્યારેય દેખાતી નથી? અને જેટલા લોકો તું કહે છે તેમ ફેસબુક પર ઓળખે છે તને તેટલા લોકો મહોલ્લામાં અને આજુબાજુમાં ઓળખે તો તું સભાસદની  ચૂંટણી જીતી જાય.
હું:(થોડી અચકઈને ) અરે! મહોલ્લાના, આજુબાજુના કે જ્ઞાતિના લોકોને ઓળખીને શું કામ છે? ફેસબુકમાં તો લોકો મારા વિચાર સાંભળે છે-વાંચે છે.
મમ્મી: તો એમાં શું ફાયદો ? વિચાર સાંભળીને શું કરે છે?
હું: અરે! મારા વિચારની વાહ વાહ કરે છે અને કહે છે તમે કેવું સરસ તટસ્થ લખો છો ! અને હું બીમાર છું એવું લખું તો લોકો ‘ગેટ વેલ સુન’ લખે. ફેસબુકમાં આવું ઘણું સ્ટેટ્સ લખી શકાય.
મમ્મી: પણ દવા તો ના લાવી આપે કે ડોક્ટર પાસે તો ના લઇ જાય ને? અને કંઈ લખો એની વાહવાહી કરે એનાથી શું થવાનું? સારું છે દેશ આઝાદ થઇ ગયો નહિ તો તમે આઝાદીની લડાઈ પણ ફેસબુકથી જ લડી લેતા. કામથી થાકીને આવ્યા પછી આરામ કરવાને બદલે ફેસબુક પર કુટુર-પુટુર કર્યા કરે છે, મને તો ડર લાગે છે કે તારી આંગળીઓને નુકશાન થશે અને ચશ્માના નંબર વધી જશે.
હું: અરે! મમ્મી તું નહિ સમજે કેટલી મજા આવે છે તે, અને અહી બેઠાં  કેટલા અલગ અલગ શહેરોના લોકોને જાણી શકીએ છીએ અને વાતો કરી શકીએ છીએ.એમની સાંભળો અને આપણી સંભળાવો.
મમ્મી: વાહ ભાઈ! ઘરના લોકોની ના સાંભળો, મહોલ્લાના લોકોને ના જાણો, આસપાસના લોકોના દુખ: દર્દ ના જાણીએ અને દુનિયાભરના દર્દ વહેંચો આ તો મારી સમજમાં નથી આવતું.
કયારેક હું એકલી હોઉં અને મારી ચા બનાવવાની ઈચ્છા ના હોય તો પડોશમાંથી વર્ષા આવીને ચા આપી જાય કે એને ત્યાં બોલાવે અને સાથે ચા પીએ. પણ તારી ચા ક્યાંથી આવશે મુંબઈ કે દિલ્હીથી? કોઈકવાર આસપાસના લોકો સાથે વાતચીત કરી લે અને એમને પણ તારા વિચારો જણાવ.
(ખેર! આ વાતચીતને અંતે મને ખબર પડી કે મજબૂત લોકો વાસ્તવિક દુનિયામાં જ રહે છે અને ત્યાં રહીને જ પરિવર્તન લાવે છે.)

(ફેસબુક મિત્રની હિન્દી પોસ્ટમાંથી અનુવાદ)

3 responses to “આભાસી દુનિયા અને વાસ્તવિક દુનિયા

  1. સમાજથી અલગ કરી દેનારું આ માધ્યમ કેટલું છેતરામણું છે, તે વાત વડિલે સચોટ રીતે કહી. આ વાત સમજવા કરતાં અમલમાં મૂકવાની છે. ફેસબુકો એ નહીં કરી–કરાવી શકે.

    Liked by 1 person

  2. હું અંતરમુખી અને અતડા સ્વભાવનો હોઈ મને આભાસી એટલે કે ‘વર્ચુઅલ દુનિયા’ ખુબ રાસ આવી ગઈ. હવે અડોસપડોસમાં કે ગલી મહોલ્લામાં કોઈ ખાસ ઓળખાણ રહી નથી! સમય કે નોકરીનું બહાનું કાઢીને ચલાવ્યે રાખ્યું પણ હવે લાગે છે કે આવું નહિ ચાલે!

    Liked by 1 person

Leave a comment