piercing


 

શરીરનાં અમુક અંગો પર વીંધવું કે કાણાં પડાવવા( piercing) તે શારીરિક દેખાવ અને શૃંગાર માટે કરાવવામાં આવે છે. આ શરીરના કાન કે નાક પર વીંધવાની રીત પણ કળા કહી શકાય અને તે શીખવું પડે પછી આવડત આવે છે.
લગભગ 5000 વર્ષથી નાક અને કાન વિધવાની પ્રક્રિયા પુરા વિશ્વમાં પ્રસરેલી છે તેના ઐતિહાસિક પ્રમાણ મળે છે કાન વીંધવામાં આવતા તેનો પુરાવો મમી(Mammy) માંથી મળી આવે છે

હોંઠ અને જીભ પર વીંધવાની રીત (piercing) આફ્રિકા અને અમેરિકાના ટ્રાઈબલની સંસ્કૃતિમાં છે. તેના ઐતિહાસિક પુરાવા મળી આવ્યા છે. જનેદ્રીય સંબધી વીંધવાની પ્રક્રિયા પણ અમુક કલ્ચરમાં જોવા મળી આવી છે.
પશ્ચિમી સંસ્કૃતિમાં તેની લોકપ્રિયતામાં વધારો બીજા વિશ્વયુદ્ધના સમયથી થયો છે. ગે પુરુષોમાં હવે તેની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે.

(piercing) વીંધવું જોઈએ કે ના વીંધવું જોઈએ તેના કારણો ભિન્ન ભિન્ન છે. ઘણા લોકો તેને ધાર્મિક અને અધ્યાત્મિક માટે ગણાવે છે અને ઘણા લોકો શારીરિક અભિવ્યક્તિ, જાતીય વિષયસુખ કે રૂઢીચુસ્ત સંસ્કૃતિ કે તેના વિરુદ્ધ બળવો કરવા માટે કરાવે છે. ખાસ કરીને યુવાનો તેને વિવાદાસ્પદ કે ચર્ચાસ્પદ રીતના અર્થમાં લે છે.
શારીરિક પ્રદર્શન કે અંગોને વીંધવાની નિયુક્તિને સ્કૂલ, નોકરીમા અને ઘણીવાર ધાર્મિક રીતે પ્રતિબંધ કરવામાં આવે છે.
શરીરના અંગોને વીંધવાની પ્રક્રિયા (piercing)તકલીફદાયક અને થોડેઘણે અંશે રિસ્ક ધરાવતી હતી. જેમ કે વિધવાની પ્રક્રિયામાં એલર્જીક અસરો, ચેપ લાગવો, વધુ પડતા ડાઘ કે ચકામાં પડવા અને અણધારી શારીરિક ઈજાઓના જોખમો રહેલા છે.
જો કે વખતોવખત ઉપયોગમાં લેવાતાં પીયર્સિંગના સ્પેશ્યલ સાધનો પણ વિકસતા રહ્યા છે

તાજેતરમાં આ વિષય (piercing)શરીરના અંગોને અલંકારિક કરવા માટે વીંધવાની પ્રક્રિયાને પુરાતત્વના વિદ્વાનો દ્વારા ઊંડાણથી સંશોધન કરવામાં આવી રહ્યું છે.
મધ્ય યુગમાં યુરોપીયનો માં એક અંધ શ્રદ્ધા હતી કે એક કાનમાં ઈયરીંગ પહેરવાથી દૂરની દૃષ્ટિનું તેજ વધે છે નાવિકો અને શોધકો આગેવાનીની પ્રથાને આગળ વધારે તેવા આશયથી અંધશ્રદ્ધાળુઓ એવી વાત કરતા।

હિંદુ સ્ત્રીઓના ખાસ જમણી નાસિકાના છિદ્રમાં નાકની કિલ પહેરવામાં આવે છે તેનું કારણ તેનું જોડાણ સ્ત્રીના ગર્ભાશય સાથે છે એવું માનવામાં આવે છે.

(piercing) વિવાદાસ્પદ હોવા છતાં ઘણા લોકો ગીનીશ વર્લડ બુક માટે તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે શરીર પર હજારોની સંખ્યામાં કાયમી કે હંગામી રીતે કરાવે છે

ઓફિસિઅલ ગીનીશ વર્લ્ડ રેકોર્ડનો કાયમી પીયર્સિંગનો મોસ્ટ પીયર્સડ વુમનનો રેકોર્ડ સ્કોટલેન્ડની Elaine Davidsonના નામે છે. 8 જુન 2006 ના રોજ સુધી 4225 સર્ટીફાઇડ પીયર્સિંગ નંબરનો રેકોર્ડ છે. ફેબ્રુઆરી 2009 માં ધ ડેઈલી ટેલીગ્રાફ તેણીના 6005 કાયમી પીયર્સિંગ હોવાનું નોંધે છે.

(માહિતી સ્ત્રોત ગુગલ)

અહી  નીચે રાખેલ  Elaine Davidson નો ફોટો છે. અત્યારે સ્કોટલેન્ડના એડીનબર્ગ શહેરમાં તેમનો પોતાનો પીયાર્સિંગનો સ્ટોલ એડીનબર્ગની સ્ટ્રીટમાં આવેલો છે અને ત્યાં હરતા ફરતા જોવા મળે છે. અને અમે તેમનો ફોટો તેમની નજીક જઈને 2013ના જુલાઈ મહિનામાં લીધો હતો.

image

8 responses to “piercing

  1. મેં કેટલાક રોગોને મટાડવામાં આ એક્યુપક્ચર જેવી રીતનો ઉપયોગ થતો જોયો છે. આ હકીકત અંગે પણ જાણવું જોઈએ.

    Liked by 1 person

    • સાચી વાત આ વિષે વધુ જાણકારીના ઉદેશથી જ આ માહિતી લખી છે જેથી જાણવા મળે કે વર્ષોથી આપને ત્યાં પ્રચલિત સ્ત્રી અને પુરુષોમાં છુંદણા અને નાક-કાન વીંધવાની પ્રક્રિયા શા માટે હતી?

      Like

  2. અંગો વીંધવા અંગે ઘણો રસપ્રદ અને માહીતી સભર લેખ છે.

    Liked by 1 person

  3. મને અંગત રીતે આ piercing (નાક-કાન કે અન્ય અંગોમાં છેદન) જુગુપ્સાપ્રેરક કે ભયપ્રેરક જ લાગ્યું છે. કદાચ કોઈક પ્રકારનો ફોબિયા હશે. પણ મોટાભાગના લોકો તેને આનંદથી અપનાવતા હોય છે. આપનાં લેખથી આ વિષયે હજુ વધુ જાણવાની ઈચ્છા તો જાગી જ. ક્યારેક વધુ જાણીશું. કંઈક અલગ પ્રકારના સુંદર લેખ બદલ ધન્યવાદ.

    Liked by 1 person

  4. ગાંધીજી આ રિવાજને વખોડતા. પણ નાના બાળકની વધરાવળમાં બહાર ફેલાયેલા કાનના અમુક ચોક્કસ ભાગે ગામડાનો જ કાન વીંધનારો માણસ જાણકાર હોઈ વીંધી આપે છે. આ જ જગ્યાની આસપાસ રબારી વગેરે પુરુષો વીંધીને ઘરેણાં પહેરતા હોય છે. વધરાવળના કેસમાં તો બીજે જ દીવસે મટી ગયાની જાણકારી છે…..

    Liked by 1 person

    • ભારતમાં સ્ત્રીઓ નાક કાન વીંધે છે અને પુરુષોના કાન વીંધવામાં આવતા તે પણ જુના સમયમાં ભારતમાં ઘણી બધી જગ્યાએ જોવા મળતું અને તેનું કારણ કંઈક અંશે ઉપચાર તરીકે હશે તેમ જણાઈ આવે છે યુરોપના અમુક દેશોમાં સ્ત્રીઓના નાક કાન વીંધવામાં આવતા અને હજુ પણ તે જોવા મળે છે પણ હવે નવી પેઢી તેને ફેશન માટે કરાવે છે અને શરીરના ઘણા બધા અંગો પર જેમ કે આંખની ભ્રમર અને પાંપણ,જીભ, પેટ પર ડુંટીમાં કાન માં તે પણ યુવકો અને યુવતીઓ બંનેમાં જોવા મળે છે અને તેને વધુ ને વધુ શરીરમાં વીંધાવીને તેના રેકોર્ડ બનાવાવા માટે કરાવાય છે. ઘણી બાબતમાં આપણે ત્યાં જે રીવાજ કે જડતા માની ને દૂર કરવામાં આવે છે તેને જ અત્યારના યુગમાં તેનું સાચું કારણ જાણ્યા પછી અપનાવાઈ રહ્યું છે.

      Like

  5. શ્રી જુગલકીશોર ભાઈ સાચી વાત ઘણા પુરુષોના કાનની બુટ વીંધવા વિષે આવું જ કઈ જાણેલ છે કે અમુક દર્દ માં રાહત મળે

    Like

Leave a reply to Mita Bhojak જવાબ રદ કરો