ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો?


*શૂન્યની શોધ દુનિયાને પ્રથમ આપનાર ભારત છે.

*જો શૂન્યની શોધ ના થઇ જ હોત તો વિજ્ઞાન જ ના હોત અને વિજ્ઞાન ના હોય તો ટેકનોલોજી તો હોય જ નહિ એટલું તો સમજી જ શકાય ને?

*મેથેમેટિક્સ વિકસ્યું ના હોત તો અવકાશ જ્ઞાન હોત નહી. અવકાશ વિજ્ઞાનને કારણે આપણે એટલેકે ભારતે પૃથ્વી ગોળ છે તે પ્રથમ સાબિત કર્યું અને સૂર્યની આસપાસ 7 ગ્રહો છે તે ભારતની શોધ છે તે આજની ટેકનોલોજી વિના ભારતમાં શોધાયું છે.
લોખંડના શુદ્ધિકરણની શોધ અને તેમાંથી સ્ટીલ બનાવવું તે ભારતમાં પ્રથમ થયું છે તેનું સચોટ ઉદાહરણ અશોક સ્તંભ.

*ડાયમંડની શોધ અને તેના પ્યુરીફાયની શરૂઆત સૌ પ્રથમ ભારતમાં થઇ છે.

*કમ્પ્યુટર યુગની શરૂઆત 1940-50 માં થઇ તે વખતે તેના માટે જે લેન્ગવેજ-ભાષા વિકસી તેમાં ભારતીય ભાષા સંસ્કૃતનો મોટો ફાળો છે સંસ્કૃતનું ગ્રામર ટોપ મોસ્ટ લેન્ગવેજમાં આવે છે તેના જેટલું વિકસિત ગ્રામર કોઈ ભાષામાં નથી સંસ્કૃત ગ્રામરના આધારે કોમ્પ્યુટરની ભાષા કમ્પાઈલના મૂળમાં સંસ્કૃત ગ્રામરનો હિસ્સો છે.

*રેડિયો ટેકનોલોજી જગદીશચંદ્ર બોઝે વિકસાવેલી અને તેમાં મહત્વનું યોગદાન તેમનું છે, બ્રિટીશ શાશન હતું એટલે તેમની વિકસાવેલી રેડિયો ટેકનોલોજી માર્કોનીના નામે ચડાવી દેવામાં આવી.

*અને આ રેડિયો ટેકનોલોજીના આધારે જ આજની ટી.વી. અને મોબાઈલની ટેકનોલોજી વિકસી છે એટલે જગદીશચંદ્ર બોઝે રેડિયો ટેકનોલોજી વિકસાવી એટલે આજે આપણે ટી.વી. અને મોબાઈલ ટેકનોલોજી વાપરી શકીએ છીએ.
આવી ઘણી બધી વિજ્ઞાન અને સંશોધનમાં ભારત આગળ હતું અને દરેક સમયે અગ્રેસર જ રહ્યું છે. અને આજે પણ ભારતના બુદ્ધિધનનો ઉપયોગ નવી ટેકનોલોજીમાં થઇ રહ્યો છે. આજે ભારતીય બુદ્ધિધન ગણિત અને સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વમાં ઘણું મોખરાનું સ્થાન ધરાવે છે.

આ ઉપર પ્રમાણેની થોડીઘણી માહિતી મેં આપી તે આપણે સૌ જાણીએ જ છીએ. આવું બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે આજકાલ પોતાને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા, પરિવર્તનશીલ અને તટસ્થ ગણાવતા લોકો ભારતના લોકો કોઇપણ વિષયમાં અસહમતી દર્શાવતી ચર્ચા કરે ત્યારે એમ કહેતા હોય છે કે પશ્ચિમની ટેકનોલોજી અને પશ્ચિમે શોધેલા ગૂગલ પરથી માહિતી મેળવીને ચર્ચા કરવાનો ભારતના લોકોને કોઈ હક્ક નથી અને આ વાતને એવા બીજા અધૂરા ઘડા જેવા બિનભારતીય લોકોએ પકડીને ભારતના લોકોની મજાક અને ઉતારી પાડવામાં કરવા લાગ્યા.

પણ ઘણા લોકો જેમને ભારતની કોઈ પણ સિદ્ધિ જોવામાં રસ નથી અને સતત ભારતના લોકોને નીચા પાડવામાં રસ છે તેઓને લાગે છે કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી શોધાતી નથી માત્ર પશ્ચિમના દેશો જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ છે.

આવા લોકોને ખાસ કોઈ જ્ઞાન હોતું નથી કે અત્યારે જે સમય છે તે  વૈશ્વીક યુગ છે. જે પણ ક્ષેત્રે થતી શોધ વિશ્વના દરેક દેશ માટે હોય છે કોઈ એક દેશ માટે કે માત્ર પોતાના દેશ પૂરતું સીમિત સંશોધન થતું ના હોય. અને ભારતે તો સૌથી પ્રથમ આ  વૈશ્વીક યુગની શરૂઆત કરી છે. આંકડાઓની સરળ ગણતરીની રીત વિશ્વને સૌપ્રથમ આપી છે. દરેક વિષયના પાયાનું વિજ્ઞાન વિશ્વને સૌપ્રથમ આપનાર ભારત છે. એટલે કે વૈશ્વીક યુગની શરૂઆત પણ આપણે જ કરી છે એવું કહી શકીએ. આજે પશ્ચિના દેશો જે પણ વિજ્ઞાન કે ટેકનોલોજી શોધે છે તેના પાયામાં ભારતનું જ્ઞાન રહેલું છે અને ગમે તેવા કપરા સમયમાં ભારતમાં બુદ્ધિધનની કમી રહી નથી. આપણે પાયાનું કામ કર્યું અને હવે થતી નવી શોધોમાં આપણું બુદ્ધિધન વપરાય જ છે.

હવે વિચાર કરી જુઓ ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને  વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો? આજના પશ્ચિમના દેશો હજુ પણ અંધકાર યુગમાં જ જીવતા હોત ને? અને વાતવાતમાં ભારતને વિષે ઘસાતું બોલતા લોકો લીલો ઘાસચારો ચરવા પશ્ચિમના દેશોમાં ગયેલા થોડા જ અધુરા ઘડાઓનું શું થાત?

ભારતના લોકોને નવી ટેકનોલોજીના ઉપયોગ ના કરવા વિષે કહેતા બિનભારતીય લોકોએ પશ્ચિમના લોકોને ભારતનું વિજ્ઞાન ઉપયોગ ના કરવા વિષે કહી શકશે? શરૂઆતમાં શોધો કરી છે તેના પાયા પર જ આજની ટેકનોલોજી છે. ભારતના લોકોને રોકનારા લોકોએ પહેલા પોતે જ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ ના કરવો જોઈએ ને?

આવું સત્ય લખીએ એટલે તમે તો ભૂતકાળમાં અને મેરા ભારત મહાનના અહોભાવમાં રાચો છો એવી દલીલ કરે અરે આજનું ભારતીય બુદ્ધિધન ભૂતકાળની મહાનતા ના ગણાય.

2 responses to “ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો?

 1. “બટન” – ઈ.પૂ.૨૦૦૦
  “કાર્બન રંગદ્રવ્ય” – ઈ.પૂ. ૪થી શતાબ્દિ
  “છીંટ (કૅલિકો) કાપડ અને કાપડ પર રંગકામ” – ૧૧મી સદી
  “પીંજણ સાધનો” (રૂ પીંજવાની પ્રક્રિયા) – બીજી સદી
  “ચેસ, શતરંજ (રમત) – ઈ.સ.૨૮૦
  “crescograph” – વનસ્પતીનો વિકાસ માપતું સાધન – ૨૦મી સદી (બોઝ દ્વારા)
  “ક્રૂસિબલ સ્ટીલ” – ભઠ્ઠીમાં ગાળેલું પોલાદ – ઈ.પૂ. ૩૦૦
  “ડૉક, ગોદી, બંદર, વહાણ લાંગરવાનું ઠેકાણું” – ઈ.પૂ. ૨૫૦૦
  “ધૂપઘડીયાળ, Incense clock” – પ્રથમ સદી આસપાસ
  “મગદળ, (સં.) મુદ્ગલ, clubs or meels” –
  “લોહ-પારો-લોહ જોડાણ, આયર્ન-મર્ક્યુરી કોહિઅરર” – ૧૮૯૯ (જે પરથી ટેલિફોન રિસિવર શક્ય બન્યું) – પેટન્ટ નં: ૭૫૫,૮૪૦ (બોઝ દ્વારા)
  “કબડ્ડી” – રમત – ઈ.પૂ.૧૫૦૦
  “લુડો, Ludo” રમત – છઠ્ઠી સદી
  “મલમલ (કાપડ)” –
  “રોકેટ” (૨ કિ.મી.થી વધુ રેન્જના લડાયક શસ્ત્ર તરીકે) – ૧૭૮૦
  “તૈયાર મકાનો, prefabricated homes” – ઈ.સ.૧૫૭૯
  “માપપટ્ટી, ફૂટપટ્ટી, ગજ, Ruler” – ઈ.પૂ.૨૪૦૦
  “સાંધારહીત ખગોલિય ગોળો, Seamless celestial globe” – ઈ.સ. ૧૫૯૦
  “શૅમ્પૂ, Shampoo” – વેદિક કાળથી, (સં.) चपयति, અંગ્રેજીમાં સમાવેશ ૧૭૬૨માં
  “કોટન જિન, રૂ પીલવાની ચરખી” – પાંચમી સદી
  “પગથીયાંવાળી વાવ, Stepwell” – ઈ.પૂ.૨૫૦૦ અને વહેલું.
  “સ્તૂપ” – ઈ.પૂ.૩જી સદી
  “કાર્ડગેમ્સ, ગંજીફો, સાપસીડી રમત વ.” –
  “ઘોડાનું પેગડું, Stirrup” – ઈ.પૂ. ૫૦૦ અને પહેલાં.
  “જડતરનું લોઢું, Wootz steel” – ઈ.પૂ. ૬ઠી સદી અને પહેલાં.
  ટૂંકમાં:
  * કપાસનું અને શણનું ઉત્પાદન, કાશ્મિરી ઊન, ખાંડનું શુદ્ધિકરણ, ગળી (Indigo dye), આંખના મોતીયાબિંદની સારવાર, કુષ્ટરોગ (રક્તપીત)ની સારવાર, પ્લાસ્ટીક સર્જરી, પથરીની સારવાર, કાળાતાવની સારવાર, હીરા અને જસતનું ખાણકામ, એમોનિયમ નાઈટ્રેટ, બોસોન, ચંદ્રશેખર લિમિટ અને આંક, મર્ક્યુરીયસ નાઈટ્રેટ, રામન ઈફેક્ટ, અને હા, પેલું મોટુંમસ “શૂન્ય” તો ખરું જ ! યાદી કરવા બેસો તો પાર ન આવે. પણ અક્કલના અંધ કે કોઈક પ્રકારનાં ચોક્કસ પૂર્વગ્રહોથી દોરવાયેલા લોકોને આ ન સમજાય. અને સમજાવવાની જરૂર પણ શું છે ?!

  હા, અંગતરીતે આપણને કોઈ કહેવાતી પાશ્ચાત્ય કે એવી કશી તકનિકી કે સંસાધનો ન વાપરવા બાબતે “સલાહ” આપે ત્યારે તેને પણ આવું એક લિસ્ટ (યાદી યુ નો !!!) પકડાવી દેવી ! ભલેને ખમીશમાં બટનને બદલે ચેન લગાડીને ફરે !! મોબાઈલ તો બીચારા વાપરી જ ન શકે (ઈલેક્ટ્રોમેગ્નેટિકના પાયારુપ ચૂંબકિય ખલેલ માપણીની રીતભાત તો પછાત ભારતીયોએ શોધીને !) ગળપણ માટે છો ને સેકેરિન કે એસ્પાર્ટમના ફાકડા ભરતા, અને મોટી મોકાણ તો માથું ધોવાની થશે ! શૅમ્પૂ (આ શબ્દ જ ભારતીય છે !!!) ની અવેજીમાં વાપરવું શું ? (અરિઠા ? એ તો વળી ભારતીય રીત !!)

  અને ગૂગલ કે જ્ઞાનકોશ જેવી (પાશ્ચાત્ય !) સગવડો વાપરવા વિશે સંભાષણ આપનારને જણાવવું કે આ બધા આજે આગળ આવ્યા એમાં સિંહફાળો કોનો છે ? હજારો કલાકના ઉજાગરા વેઠીને એ બધું તૈયાર કરનારાઓ, એ પણ વિના પારિશ્રમીકે, માં લાખો અનામી ભારતીયોનો પણ ફાળો છે. જે કમાવા કરતાં સમાજને કંઈક આપવા અને આવતી પેઢીને જ્ઞાનયુક્ત બનાવવા રત છે. એ માટે કશું જ ન કરનારાઓ કૃપયા એ પર સલાહો ન આપે !!!!!!

  મજા તો આવી જ, નવું જાણવા અને શોધવા પણ મળ્યું. આભાર બહેનજી.

  Like

  • શ્રી અશોકભાઈ સાચી વાત યાદી કરવા બેસીએ તો પાર જ ના આવે તે ચોક્કસ પ્રકારના પૂર્વગ્રહ પીડિતને નહિ જ સમજાય અને પશ્ચિમી ચમકદમકમાં અંધ બનેલાં કમાણી વિના સમાજને કંઈપણ આપી શકાય તે વાત તો સમજી જ ના શકે,

   મેં લખેલી માહિતી ને સંપૂર્ણ કરતો આપના અમૂલ્ય પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર।

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s