ટીનેજ અને યુવાનોમાં ગાંજા-ચરસનું વધતું ચલણ


આજકાલ તમામ પ્રકારના દિવસ મનાવવાનું ચલણ છે એવી જ રીતે એક વર્લ્ડ વીડ દિવસ મનાવાય છે.

ગાંજાને અગ્રેજીમાં વીડ Weed કહે છે અને મેક્સિકોમાં માર્જુઆનાથી ઓળખાય છે. એક એવો છોડ જેમાંથી ગાંજો, ભાંગ, ચરસ મળે છે. હવે આ ગાંજાનું સેવન અમેરિકાના અમુક રાજ્યોમાં કાયદેસર થયું છે. ખુદ ઓબામા જણાવે છે કે ગાંજો આલ્કોહોલ જેટલો નુકશાનકારક નથી. પ્રેસિડેંટ નિક્સનના સમયે બનેલી કમિટીની રાય પર કોઈ ફેંસલો થઇ શકેલ નહિ પરંતુ ઓબામાના સકારાત્મક વલણને કારણે ત્યાં ગંજેડિયોને ખાસી રાહત થઇ ગઈ. પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લીન્ટન પણ તેના સમર્થનમાં કહ્યું કે તેમણે ખુદ જવાનીમાં તેનું સેવન કરેલ. પરંતુ કમાલની વાત એ છે કે આ જ ગાંજાના સેવનને રાજીવ ગાંધીની સરકારે 1985માં અમેરિકાના જ દબાણથી પ્રતિબંધિત કરી દીધેલ. ગાંજાને નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ અનુસાર પ્રતિબંધિત કરવામાં આવેલ જેથી તેના કારણે સ્મોક,હેરોઈન તથા કોકીન જેવા ડ્રગ્સનો પડદંડો મહાનગરોમાં જામી શકે. જે ઘણું જ નુકશાનકારક હતું ઉપરાંત સીધેસીધું મોતની નજીક લઇ જનારું હતું પણ અધિક નફાકારક હતું.

ચીનમાં છ હજાર વર્ષ પહેલા ગાંજાના પ્રયોગને પ્રમાણ મળે છે વૈદિક યુગમાં પણ તેના પ્રમાણ મળી આવે છે. એટલે એવું પણ નથી કે ગાંજો આર્યવ્રતની શોધ છે ચીનમાં તેના ઔષધીય અને વ્યવસાયિક ઉપયોગના પુરાવા હજારો વર્ષ પહેલાં મળી આવે છે મહાન સામ્રાજ્યના સમયે તેના છોડના રેશમથી વસ્ત્રો બનાવાની કળા પણ વિકસેલી અને તેના બીજા પણ ફાયદા હતા.

ઘણા વિદ્વાનો તેમાંથી નીકળતા રસને સોમ રસ કહે છે પરંતુ તે સત્ય નથી. સોમની વેલો હતી. ગાંજા ના છોડમાંથી જે રસ નીકળે છે તેને ચરસ કહેવાય છે અને પ્રાચીન કાળમાં તેનો ઔષધીય ઉપયોગ થતો. કદાચ તેની આ ક્ષમતાને લીધે તેને કાયદેસર કરવાની માંગ શરુ થઇ હોય. પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન વખતે જે અમૃત મળી આવેલ તેના અમુક ટીંપા ધરતી પર પડવાથી તેમાંથી ગાંજાના છોડ ઉગ્યા. અમુક જ્ઞાનીઓ એવું મને છે કે અમૃતનું સામર્થ્ય બહુ વધુ હોવાથી તેને બેલેન્સ કરવા ખુદ શિવ ભગવાને તેમના શરીરમાંથી તેને ઉત્પન્ન કરેલ અને તેમના અંગમાંથી નીકળવાને કારણે તેનું એક નામ અંગ્જા પણ કહેવાય છે જેને સમયની સાથે ગાંજો કહેવાયું. અને શિવની ચલમને આ કથા સાથે જોડી દેવામાં આવી. અને પછી તેને અમુક સમુદાય શિવની પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરવા લાગ્યા.

ભાંગની વાત કરીએ તો તેનું સેવન બારેય મહિના કોઈપણ નશાકારક ચીજ ના લેતા હોય તેઓ પણ શિવરાત્રી પર ભાંગ પ્રસાદ તરીકે લેવાનું આવશ્યક સમજે છે અથવા પસંદ કરે છે. અને ભાંગનું સેવન સીધું જ લાભપ્રદ છે. એવી માન્યતા છે કે તેનાથી શિવત્વ નો સંચાર થાય છે. ‘ગંગ અને ભંગ બે બહેનો સદા રહે શિવ સંગ’પાપ નિવારણ ગંગ અને હોશ નિવારણ ભંગ અને કાશીમાં તો ભાંગ તૈયાર કરવી તે પણ એક અધ્યાત્મિક પ્રક્રિયા છે. સાધુ સમાજમાં ચલમ ભરવી અને ઝ્ગવવી એ પણ એક શ્રદ્ધાનો ભાવ પેદા કરે છે ભાંગ અને ગાંજો દેશી ચીજ હોવાથી ગરીબોની ચીજ મનાય છે આપણે ત્યાં જ્યાં સુધી વિલાયતી લેબલ ના લાગે તેની કોઈ ઈજ્જત ના હોય પણ જેવું વિલાયતી લેબલ લાગે કે તરત જ તે ચીજ માન્યતા પ્રાપ્ત બની જાય હવે એ દિવસો દુર નથી કે આપણા દેશમાં પણ વીડ એનર્જી વૈધાનિક માન્યતા મળી જાય અને દમ મારો દમ ના નારા ફરી ગુંજવા લાગશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ વાશિંગટનના સમયે વધુ ને વધુ ગાંજાને ઉગાડવા માટે નિર્દેશ કરાયેલ. વાશિંગટન પોતે તમાકુના મોટા ખેડૂત હોવા છતાં તેમને ગાંજાના મહત્વને સ્વીકારેલું અને રાની એલીઝાબેથ પ્રથમે પણ મોટા કિસાનોને તેમના ખેતરમાં એક ભાગમાં ગાંજાના વાવેતરનો આદેશ કરેલ અંગ્રેજોએ ગાંજા ચરસના મોટાપાયે વપરાશને ધ્યાનમાં લઈને તેના પર ભારે ટેક્ષ 1856માં જ નાખી દીધેલ. થોડાક વર્ષો પછી બ્રિટીશ સંસદમાં ભારતમાં ગાંજા ભાંગ અને ચરસના સેવન અને તેના ટેક્સેશન પર ત્રણ હાજર પાનાથી પણ વધુ પાનાનો રીપોર્ટ પ્રસ્તુત કરવામાં આવેલ જે આ વિષય પર ઐતિહાસિક દસ્તાવેજ છે જેનો નિષ્કર્ષ એવો હતો કે સાધારણ ઉપયોગથી ગાંજા ભાંગ ચરસથી કોઈ નુકશાન નથી પહોંચતું. જો કે મુગલ કાળમાં પણ અમુક બાદશાહોએ તેના ઉપયોગ પર નિયંત્રણ મુક્વાનો પ્રયાસ કરેલો. બાબર ખુદ બાબરનામામાં તેનો ઉલ્લેખ કરી ચૂકેલ છે કે તેને અફઘાનિસ્તાનમાં જ ચરસના સ્વાદ વિષે ખબર પડી ચુકી હતી. અફઘાની ચરસ દુનિયામાં ઉંચી કક્ષાની મનાય છે. બ્રિટીશ કાળમાં ભારતમાં નિયંત્રિત કરવાના પ્રયાસ થઇ રહ્યા હતા ત્યારે એકબાજુ રાણી રવિક્ટોરિયાના અંગત ચિકિત્સક તેમની માસિકધર્મની પીડા માટે તેનો ઉપયોગ કર્યો હતો અને ઓન રેકોર્ડ ચિકિત્સકે કહેલું કે રાણી માટે આનાથી બીજી કોઈ યોગ્ય ઔષધી ઉપલબ્ધ નથી. તે પહેલા પણ આયર્લેન્ડના એક ડોક્ટર વિલિયમ બ્રુક જેઓ કલકત્તામાં નિયુક્ત થયેલા તેમણે પણ ગાંજો ઔષધી માટે ઉપયોગી હોવાનું જ્ઞાન ગોરા દર્દીઓમાં પ્રસારી દીધું જ હતું.

શેક્સપિયર માટે પણ એવું કહેવાતું કે તે ચલમનો દમ લગાવતા કેમ કે તેમની માટીની પાઇપ મળી આવેલ તેમાં ગાંજાના અંશ શોધકર્તાઓને મળી આવેલ. એટલે કે એવું સાબિત થાય કે માત્ર ભારતીય વિદ્વાનો જ ગંજેડી હતા તેવું નથી પરંતુ બ્રિટીશ સાહિત્યકારો પણ આના પારખું હતા અંગ્રેજોની સોસાયટી માં એક સમયે તેનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે તેના નિયંત્રણનો કાયદો પસાર કરવો પડ્યો. અમેરિકામાં પણ એક માન્યતા બની ગઈ હતી કે ‘કલર્ડ’ લોકો ગોરી યુવતીઓને ગાંજો પીવડાવી મદહોશ કરી દે છે અને પછી તેનો ફાયદો ઉઠાવે છે. અમેરિકામાં પણ એલીટ ક્લાસ દારૂ સિગારેટ પીએ છે પણ વીડને થોડું વાઇલ્ડ ચીજ ગણે છે અને દારૂ સિગારેટ કંપનીઓ સાજીશ કરીને ગાંજાને બદનામ કરવા લાગી કેમ કે તેનાથી અધિક નફો કરતી નશાકારક વસ્તુઓના વ્યાપાર પર અસર પડે સાથે સાથે દારૂથી થતા દુષ્પરીણામ અને સમસ્યાઓ પણ ખત્મ થઇ જાય.

અમેરિકામાં તો જે કાંઈ માર્કેટેબલ હોય, ગ્રોથ પોટેનશ્ય્લ વધુ હોય તે વસ્તુ ઉંચાઈ પર જ હોય. એક સમયે ભારતમાં દબાણથી પ્રતિબંધ કરેલ અને આજે તેમાંથી અબજોની કમાણી માટે તેને પોતાના દેશમાં કાયદેસર કરી દીધુ. અમેરિકન  સરકાર અને ત્યાની પાવરફુલ લોબીને બ્લેક માર્કેટની બજાર 10 અબજ ડોલરથી 120 અબજ ડોલરની છે તે કાનૂની બનાવવી છે. અમેરિકનોનું એક જ સુત્ર છે, જીંદગીમાં મોજ કરવી હોય તે કરી લો ભલે આપત્તિ આવવી હોય તે આવે!

યુરોપ- અમેરિકામાં જે જે બાળકો સિગારેટ પીતા હોય તેણે ગાંજો ચીલમ પણ ફૂંકી હોય છે. લંડનના એડીકશન સેન્ટરના પ્રોફેસર વેયની હોલએ કહ્યું છે કે, છેલ્લા 20 વર્ષમાં ગાંજો પીનારની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. આજે જે ટીનેજરો ગાંજાનો સ્વાદ લે છે તેમાંથી દરેક છમાંથી એક જણ તેનો વ્યસની બને છે અને ગમે તેમ કરીને- ચોરી કરીને, લૂંટફાટ કરીને પણ પૈસા મેળવી જે ભાવ માગે તે ભાવે ગાંજો ખરીદે છે.

ગાંજો,ચરસ, એલ.એસ.ડી.કે માર્જુઆના યુરોપ અમેરિકા જેવા અત્યંત આધુનિક ટેકનોલોજી અને કાયદા કાનુનમાં અતિ ચુસ્તકે નૈતિક ગણાતા દેશોમાં તેનું બિનકાયદેસર વેચાણનું પ્રમાણ અનેકગણું છે અને સૌથી અચરજની વાત એ છે કે તે જાહેર સ્થળોએ બેઝીઝક વેચાય છે જાહેર પાર્કમાં અને સ્ટ્રીટમાં તે વેચાય છે અને જાહેર સ્થળોએ યુવાનો તેનો નશો કરતા પણ જોવા મળે છે.

લંડનમાં અમે આવું ખરીદ-વેચાણ થતા જોયા છે અને યુવાનોને નશામાં બરબાદ થતા પણ જોયા છે. અમે બર્મિંઘહમના એક જાહેર પાર્કમાં સાંજે 6 વાગ્યે કસરત માટે ગયેલા ત્યારે નજરે જોયું છે બે વ્યક્તિ આવી અને લગભગ 20 જેટલા ટીનેજને માત્ર દસ મીનીટમાં આવી નશાકારક વસ્તુઓ આપીને ફટાફટ રોકડા લઈને ચાલતા થઇ ગયા અને કિશોરો પાર્કમાં જ તેનો નશો કરવા લાગ્યા, ઇંગ્લેન્ડ અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો જાહેર પાર્ક સાંજે અંધારું થતા જ આવા નશાકારક ચીજોના અડ્ડા બની જતાં હોય છે.

આ દૂષણ ભારતમાં પણ ફેલાવો કરી રહ્યું છે અને યુવાનો અને ટીનેજ બાળકો તેનો ભોગ બની રહ્યા છે. હમણાં એકવાર સમાચારમાં એક આર્મીના મોટા હોદ્દા પર રહી ચુકેલા અધિકારીનું એવું કહેવું હતું કે પંજાબના યુવાનો પહેલા લશ્કરમાં વધુ જોડતા પણ આજકાલ પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે અને તેનું કારણ આ નશાકારક દ્રવ્યો છે.

વિદેશોમાં તો ટીનેજ અને યુવાનો આવા નશાકારક વ્યસનોને કારણે બરબાદ થઇ રહ્યા છે ગેરમાર્ગે જઈ રહી છે અને તેને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. લત લાગવાને કારણે તેઓ તેના માટે ચોરી કે કોઈપણ ગુનાહિત કામ પણ કરવા લાગે છે.
હવે તો આ દૂષણ ભારતમાં જે માત્ર અમુક સાધુ સમાજમાં પ્રચલિત હતું તે હવે મોટા શહેરોમાં યુવાનોમાં પણ પ્રવેશી રહ્યું છે. આજે બિહાર, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં સત્તાવાળાને ખબર નથી કે કેટલો ગાંજો પીવાય છે

આ ઉપર જણાવેલ ગાંજા ચરસ વિશેની માહિતી કોઈ નશાને પ્રોત્સાહન માટે નથી. આ લેખ નો ઉદ્દેશ જાગૃતિ માટે છે. માતા પિતા અને સમાજના અગ્રણીઓ આ બાબતે સચેત બને અને યુવાપેઢીને ગેરમાર્ગે જતાં અટકાવે, બિનકાયદેસર રીતે ઘુસાડવામાં આવતું દૂષણ રેવન્યુ માટે કાયદેસર બને તે પહેલાં જાગ્રત બનવાની જરૂર છે.

Advertisements

One response to “ટીનેજ અને યુવાનોમાં ગાંજા-ચરસનું વધતું ચલણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s