નફાની જાળમાં ફસાયેલું મેડીકલ વિજ્ઞાન


મેડિકલ વિજ્ઞાનમાં થયેલા વિકાસને કારણે માનવતા એક એવા પડાવ પર આવી ગઈ છે કે એક સમયે પ્લેગ જેવી બીમારીએ યુરોપની એક તૃતીયાંશ આબાદી ખત્મ કરી દીધેલી, જેનો ભારતના લોકોમાં તો ડર પેસી ગયેલો અને પ્લેગ જેવું નામ પણ જીભ પર આવવા દેતા  નહિ. આજે તે બીમારી સંપૂર્ણ રીતે કાબુમાં છે. અનેક ડોકટરો અને વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને માનવતાએ આ સફળતાની મંઝીલ મેળવેલી. પરંતુ આજે ફરી એકવાર માનવીની સામે એ સમય પાછો ફરી રહ્યો છે, તેનો ભય ઉભો થયો છે જેનું કારણ દવાઓના વિનાકારણ અને ગેર વૈજ્ઞાનિક ઉપયોગ છે.

એક તાજા અભ્યાસ પ્રમાણે ભારત દુનિયામાં એન્ટીબાયોટિક દવાઓના સૌથી વધુ ઉપયોગ કરતા દેશોમાંથી એક દેશ તરીકે સામે આવ્યો છે. 2000-2010 સુધીના દશકમાં ભારતમાં આ દવાઓના ઉપયોગમાં 62% વધારો થયો છે. આ સમયમાં વિશ્વમાં 36% પ્રમાણ રહ્યું છે. ચીન ભારત કરતા એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગમાં ભારત કરતા પાછળ છે. આમ તો અમેરિકા એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગમાં આગળ છે. પરંતુ પહેલા કરતા ઉપયોગમાં ઘટાડો થયો છે. ત્યાં કુલ વસ્તી ઓછી હોવાને કારણે કુલ વપરાશ ભારત અને ચીન કરતા ઓછો છે.

એન્ટીબાયોટીક દવાઓના વપરાશમાં વધારાનું કારણ એ નથી કે લોકો ની તંદુરસ્તીની સુવિધાઓ પહેલા કરતા વધુ થઇ છે અભ્યાસકર્તા ઓના કહેવા પ્રમાણે વપરાશના વધારાનું મુખ્ય કારણ વિના કારણ તથા ગેર વૈજ્ઞાનિક વપરાશ છે. આમ  જોઈએ તો એન્ટીબાયોટીક દવાઓ એક ખાસ પ્રકારના જીવાણુઓ- બેક્ટેરિયાના કારણે થતી બીમારીઓમાં જ કારગર સાબિત થાય છે.જેમ કે ઝાડાના અમુક મામલામાં ટાઈફોઈડ, ચામડી, ફેંફસા તથા લોહીના ઇન્ફેંકશન વગેરેમાં. પણ દરેક ઇન્ફેકશન બેક્ટેરિયાના લીધે નથી થતાં પરંતુ અડધાથી વધુ ઇન્ફેકશન એક અલગ પ્રકારના જીવાણું- વાયરસ ને કારણે થાય છે. જેમ કે સર્દી, ઝાડાના અમુક મામલામાં, વધુ તાવમાં, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તથા અન્ય અનેક વાયરલ તાવમાં. જેના ઇલાજમાં એન્ટીબાયોટીક દવાઓ અસર કરતી નથી અને  આવા ઇન્ફેકશનમાં એન્ટીબાયોટીકની કોઈ જરૂર હોતી નથી. છતાયે ઘણીવાર એવું થાય છે કે આ બધી બીમારીઓમાં કારણ વાયરસ છે કે બેક્ટેરિયા? તે જોયા વિના જ એન્ટીબાયોટીકનો ઉપયોગ કરાય છે. આનાથી એક તરફ તો  આર્થિક નુકશાન થાય છે અને બીજી તરફ આવી એન્ટીબાયોટીક બેકાર જવાનો ખતરો ઉભો થાય છે કેમ કે આ એન્ટીબાયોટીક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી બેકટેરિયાની મોટી સંખ્યા માટે આ દવાઓ અસરહીન બની ગઈ છે. એટલે કે આવી દવાના કારણે બેક્ટેરિયા વિકસિત બન્યા એવું બન્યું.

2 responses to “નફાની જાળમાં ફસાયેલું મેડીકલ વિજ્ઞાન

  1. નફા વાળી વાત વિસરાઈ ગઈ .. એવું નથી લાગતું ?
    કઈ ફાર્મા કંપની કેવી કેવી બીનજરૂરી દવાઓ વેચી કેટલો મોટો નફો કરેછે તે વિષે થોડી માહિતી મુકવી જોઈતી હતી.

    Liked by 1 person

  2. આપની વાત સાચી છે ફાર્મા કંપનીઓની માહિતી મુકવી જોઈતી હતી પણ તેની માહિતી બહુ ઘણી લાંબી છે તેને માટે એક અલગ લેખ લખવો પડે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s