સ્ત્રી હંમેશા રહસ્યમયી આલેખવામાં આવી.


સભ્ય સમાજની શરૂઆતમાં સ્ત્રી શ્રેષ્ઠ હતી. આધિપત્યના આક્રમણોથી દૂર, આડંબરવાળા પૂર્વગ્રહો વિનાના સ્વાભાવિક સ્વરૂપમાં, પ્રાકૃતિક ગુણોથી ભરેલી, શરીરની બાબતમાં બળવાન,નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતી,યુદ્ધ કરવામાં અને શિકાર કરવામાં પુરુષની સહાયક બનતી, તેનામાં બધાને સાથે રાખીને આગળ વધવાની શક્તિ હતી. તે ટોળામાં આગળ ચાલતી, પોતાના જીવનસાથી પોતે પસંદ કરતી. ‘વોલ્ગાથી ગંગા ‘ માં લખેલ છે કે સ્ત્રીની ભુજાઓ પુરુષની જેમ ભુજાઓ બળવાન હતી. જો કે સંગઠન શક્તિ શરીરની શક્તિથી નહિ પણ માનસિક લચીલાપણથી આવે છે. સ્ત્રીમાં લચીલાપણું હોય છે એટલે જ બધા કાયદાના બંધન સ્ત્રી માટે જ હતા. અત્યારના વર્તમાન લગ્નવ્યવસ્થામાં પણ સ્ત્રી જલ્દીથી પોતાના ઘરમાં જ્યાં ફરીવાર રોપવામાં આવે છે ત્યાં પણ તે પોતાની એક જગ્યા બનાવવામાં કામયાબ થાય છે અને મોટેભાગે નિપુણતાથી સંચાલન કરે છે એ વાત અલગ છે કે અસ્તિત્વ બચાવવા તે પોતાનું સમગ્ર જીવન તેની રચનાત્મકતા અને સમસ્ત શક્તિ હોમી દે છે.

સદીઓથી વૈધવ્ય, સતીત્વ, વાંઝીયાપણું પડદાપ્રથા, અશિક્ષા, કડક નિયમો, ચરિત્ર માટેના ક્રૂર ચોકઠાંમાં ઝોલાં ખાતી સ્ત્રીની શક્તિ કમજોર પડી ગઈ. પોતાની અસ્મિતા પોતાના અધિકાર અને ચેતનાથી અજાણ સ્ત્રી પોતેજ ઘણા પ્રકારની સમજુતી કરવા લાગી છતાયે પરિવારમાંથી મળતા સંસ્કારોથી સ્ત્રીએ પોતે જ પોતાને હારેલી માની લીધી સંયુક્ત મોટા પરિવારોમાં સ્ત્રીઓએ એકમાત્ર મુલ્યવાન જીવનની આહુતી આપી દીધી દીકરીનું લગ્ન જેટલું ઊંચા ઘરમાં થાય તેટલું તેનું જીવનનું મોટું બલિદાન.

સાહિત્ય,ભાષા,શાસ્ત્રો પણ સ્ત્રીને શરીર બનાવવામાં અને ભરમાવવામાં મોટી ભૂમિકા છે. વિશ્વની લગભગ દરેક ભાષામાં સાહિત્યમાં સ્ત્રી સુકોમળ,મધુર અને કામિનીના રૂપમાં ચરિત્ર કરવામાં આવી છે. કમર,નિતંબ, હોંઠ, નયન, ડોક ચહેરાના શૃંગારિક વર્ણન તેને ગજગામિની બનાવી દે છે. તેના સૌંદર્ય જ નહિ પણ તેના શૃંગાર તેના વસ્ત્ર આભૂષણમાં જ એટલી સુંદરતા દેખવામાં આવી કે તેના પર જ નખશીખ પોથીઓ ભરાઈ। ઉંમરના પ્રમાણે નાયિકાઓના પ્રકાર પણ બન્યા સવાલ એ છે કે પ્રકૃતિની બનાવેલી કઈ ચીજમાં સુંદરતા નથી? પરંતુ સ્ત્રીના અપ્રિતમ પ્રાકૃતિક ગુણોને બદલે સ્ત્રીના શરીર સૌન્દર્યના વખાણ સાહિત્ય અને શાસ્ત્રો પ્રત્યે નહિ પણ તેના રચનાકાર પ્રત્યે સંદેહ પેદાન કરે છે. આવી પ્રકૃતિની સ્ત્રી ગાયબ થઇ ગઈ અને  હંમેશા  રહસ્યમયી આલેખવામાં આવી.

પ્રકૃતિની વ્યવસ્થામાં સ્વચ્છંદતાની મનાઈ છે. સામાજિક મુલ્યોની રક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીના ખભે નાખી પુરુષ એ મુલ્યોના પાલન પ્રત્યે ગેર જીમ્મેદારની હદ સુધી લાપરવાહ થાય છે. આજની સ્થિતિ પુરુષપ્રધાન સ્વચ્છંદ વ્યવસ્થાને કારણે ઉભી થઇ છે। દહેજ-હત્યા ભ્રુણ-હત્યા અને બળાત્કાર તેનું પરિણામ છે.કારણોની પળોજડમાં પડ્યા વિના આ અપરાધોને માટે સ્ત્રી ‘સ્ત્રીની દુશ્મન સ્ત્રી’ કહી.આજ પણ વ્યવસ્થા રચવાવાળાઓ દોષ સ્ત્રીને માથે ચડાવી દેવાની સાજીશ ચાલુ જ છે.

આજે ઘણા પુરુષો સારા છે પણ શું પરિસ્થિતિ સામાન્ય છે? પિતાની સંપત્તિમાં હક્ક જતો કરવો, સવાલ કોઈના મનમાં નથી ઉઠતો લગ્ન બાદ સેવિકાની જેમ ગણવામાં આવે છે. ઘણીવાર સવાલ પૂછતી સ્ત્રીઓને ઝગડાખોર કુલટા કહેવામાં આવે છે. જે પરિવાર કે સમાજમાં પતિ પરમેશ્વર માનવામાં આવે તે વાતાવરણમાં ઉછરેલો પુરુષ સભ્ય પોતાને સ્વયંભૂ માને છે અને સ્ત્રીને સામાન અને સેવિકાથી વધુ નથી ગણતો.

સત્ય એ છે કે સ્ત્રીની ગરિમા પુરુષ નથી. સ્ત્રી તો સ્વયં અતુલનીય રૂપથી મહત્વપૂર્ણ છે પરંતુ હાલત બહુ જ વિડંબનાપૂર્ણ એ છે કે સ્ત્રીને ગર્ભાશયની ભેટ તેની પ્રથમ ઓળખ છે ગર્ભધારણ પ્રકૃતિનું એક વરદાન છે અને તેને લીધે જ સ્વચ્છંદ કે અધીર થવું તેનો સ્વભાવ નથી છતાં સ્ત્રીના શરીર પરના નિયમો નક્કી કરવાના અધિકાર પુરુષ પાસે કેવી રીતે હોઈ શકે? સ્ત્રી માટે શું યોગ્ય અયોગ્ય છે તે સ્ત્રી સારી રીતે જાણે છે જો સ્ત્રી પોતાના અધિકારોનો ઉપયોગ કરવાની આઝાદી મેળવે તો પુરુષ સ્વયં અનુશાસિત ના થઈ શકે? પુરુષપ્રધાન વ્યવસ્થાએ સ્ત્રી માટે ચરિત્રના નિયમો નક્કી કરવામાં બંને બાજુ પોતાના પક્ષે રાખી એક બાજુ ઘરેલું સ્ત્રી અને બીજી બાજુ બજારુ સ્ત્રી. શું કોઈ સ્ત્રી પોતે બજારુ થવા માંગે છે? તેમાં તેને સુખ છે?

એટલે જ આજની સ્ત્રીનો નવી જ એક ચહેરો ઉભરી આવ્યો છે જે છે વિદ્રોહી સ્ત્રીનો જે સમાજથી નારાજ અને એકલી રહેવાનું પસંદ કરે છે સ્ત્રીના ચરિત્ર પર સવાલ ઉઠાવવો તે સ્ત્રીના અસ્તિત્વ પર સવાલ કરવા બરાબર છે.

આજની સ્ત્રી બહુ જ દુવિધાઓ વચ્ચે છે શું સાચું શું ખોટું એનો નિર્ણય કરવામાં બહુ જ પરેશાની ઉઠાવવી પડે છે આજે તેની પાસે અધિકાર તો છે પણ સામાજિક માન્યતાઓ તેની સાથે નથી આજના ભૌતિકતા યુગમાં તેને પોતેજ કોમોડીટી બનવાથી કેવી રીતે બચવું? ચેતના સ્તર પર આજની જાગૃતિ ધૂંધળી છે ઘણા બધા મામલામાં તે શરીરનો ઉપયોગ કરવા લાગી છે પરંતુ તેને શું એ તેની મંઝીલ સુધી લઇ જશે ખૂલાં કપડા પહેરવા કોઈ ગુનો નથી પરંતુ તેની પાછળનો આશય સાફ છે કે નહિ શું પોતે શરીરતી એટલી મુક્ત છે જો નહિ તો શરીર પ્રદર્શન ને સ્વયમાં પોતાનું હથિયાર બનાવે છે તેમાં પાછળ પહાડ અને આગળ ખાઈ છે. શું કપડાંથી પ્રગતી આવશે? આદિવાસી સ્ત્રીઓ જેઓ શરીરનું ઉપવસ્ત્રઅન નથી પહેરતી અને તેના કપડાં ઘૂંટણ સુધી હોય છે પરંતુ તે અશ્લીલ નથી લગતી કેમ કે તેઓ પોતાની લડાઈ લડવામાં સમર્થ હોય છે દેહપ્રદર્શન એમના આશયમાં સામીલ નથી હોતું પ્રદર્શનની આશયથી પહેરાતાં કપડાં સ્ત્રી ના શરીર- રૂપને જ દેખાડે છે. સ્ત્રીએ પોતાની અસ્મિતા ઓળખવાની છે.

જ્યાં સ્ત્રી પોતાના માટે આર્થીક આધાર ઉભો નથી કરતી સંગઠિત થઇ પોતાની લડાઈ નથી લડતી પોતાના નિર્ણયો પોતે નથી કરતી ત્યાં સુધી સહજીવનમાં કોઈ સુખ નથી પુરુષની માનસિકતા જ નથી કે સ્ત્રીની માનસિકતા બદલે। સ્ત્રીએ જ જાતે માનસિકતા બદલી સ્વાવલંબી થવું જરૂરી છે પિતા, ભાઈ કે પતિ તેનો દીકરી બહેન કે પત્ની તરીકે ગર્વ લે તે જરૂરી છે અને તો જ આવનારી પેઢીમાં બદલાવ લાવી શકાય.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s