ફેસબુક એક ડીજીટલ કનેક્શન


ફેસબુકનું ભારતમાં આગમન થયું તે પહેલાં ભારતમાં લોકોએ ઓરકુટ ઉપયોગ કરવાનું શીખી લીધું હતું ઈન્ટરનેટ આસાન થઇ ગયું હતું અને એક મંચ મળી ગયેલ જ્યાં લોકો પોતાના જુના નવા મિત્રોને શોધીને ફરીથી ડીજીટલ કનેક્ટ થઇ રહ્યા હતા પરંતુ રાજનૈતિક વિવાદોનો અખાડો કે નવા કવિઓનો ઉભારવાનો મંચ નહોતો બનેલ વધારેમાં વધારે લોકો એકબીજાને ફોટા મુકીને દેખાડતા કે કોઈક જૂની વીતેલા દિવસોની વાતો થતી ઓરકુટ ઉપયોગ શીખી ચુકેલા લોકોને ફેસબુક મળતા જાણે કે દુનિયા જ બદલાઈ ગઈ, જાણે એક ખજાનો હાથ લાગી ગયો જેની સાથે સરસ દિવસો વિતાવેલા તે લોકો ફરી મળવા લાગ્યા

ફેસબુક અને ગૂગલના ઉપયોગથી એક વાતનો ભ્રમ તૂટી ગયો કે લખવા માટે ભણવું જરૂરી છે. બધાજ જ્ઞાની ગુગલીઆ જ્ઞાનથી ભરેલા યૌદ્ધાઓએ પોતાનો અડ્ડો જમાવી દીધો. સીધી ભાષમાં કહીએ તો જ્ઞાનની અંધાધૂંધી ચાલુ થઇ ગઈ ચાલીશ પચાસ વર્ષથી એકની એક જ ગોખેલી વાતની સામે ગુગલની આજ સુધીની જાણકારી ધરી દેવાવા લાગી જો કે ફેસબુકે આપણી એવી આવડતને નીખારી કે કોઈપણ જગ્યાએ તૂટી પડો કે ઘુસી જાવ પછી દેખ્યું જશે. જો કે આવા અંતરાયો વચ્ચે પણ એવા સારા સંવાદો કે ચર્ચાઓ પણ થવા લાગી કે જો કદાચ ફેસબુક ના હોત તો સંભવ છે કે અમુક માહિતીથી વંચિત રહી જવાત.

એવું લાગવા લાગ્યું કે સાહિત્યનો ફેસબુકીય સુવર્ણકાળ શરુ ગયો. દરેક લોકો કી- બોર્ડ પર તૂટી પડી રચનાઓ મુકવા લાગ્યા અને ઘણા દિવસો સુધી વાહ-વાહ ચાલવા માંડી.અને તેના રચનાકાર જો મહિલા હોય તો કહેવું જ શું? ચાર સેંકડમાં જ ચાલીશ લાઈક આવી જાય. જેટલા સમયમાં પોસ્ટ પૂરી ખુલે પણ નહિ તેટલા સમયમાં તો લોકો પસંદ પણ કરી લે. ઘણીવાર તો એવું પણ જોવા મળે કે કોઈ મહાન રચનાકારનો માલ કોઈ પોતાની દીવાલ પર મૂકે અને નીચે કાયદેસર રીતે રચનાકારનું નામ લખવાનું અહેસાન પણ કરે, તો પણ ઘણા લોકો ‘સી મોર’ પર ક્લિક કરે નહિ અને લાઈકનું લેબલ ચિપકાવી દે કે કમેન્ટમાં ‘કેટલું સારું લખો છો’ કે ‘તમારી પાસે સરસ આવડત છે’ ‘કયાંથી મેળવી આટલી સરસ આવડત? વગેરે વગેરે…જબરદસ્ત દોર આવ્યો ‘તું મને ખંજવાળ, હું તને ખંજવાળું’

એક એવો પણ ટ્રેન્ડ ચાલ્યો જેમાં ખાસ પ્રકારની પોસ્ટ કે કમેન્ટ કરવાથી કોઈ ખાસ ગ્રુપના સભ્ય બની ગયા હોય તેવું માનવા લાગ્યા અને પાછુ તેમના મન કે મત મુજબ પોસ્ટ કે કમેન્ટ ના કરવાથી કમેન્ટમાં કે ઇનબોક્સમાં ગાળો આપવાનું ચાલુ કરી દેવાનું જાણે કે ફેસબુક પર એક પ્રકારની ગ્રુપબાજી થવા લાગી અને ‘વ્હોટ જ ઇન યોર માઈન્ડ’ ને બદલે તેમના હિસાબ મુજબ પોસ્ટ કમેન્ટ થવી જોઈએ નહિ તો અન્ફ્રેન્ડ કે બ્લોકનું હથિયાર વાપરવાનું.

ફેસબુક પર સેક્યુલર ફેક્યુલાર અને આપ્યુલાર પોપ્યુલર યુગ પણ શરુ થઇ ગયો દેશની રાજનીતિને દિશા આપવાવાળા દરેક ઈ-ચોતરા પર સીધે સીધા જ પોલીટીક્સ ડીલ કરવા લાગ્યા જે લોકો ફેસબુકના આવ્યા પહેલાં ભાગ્યે જ રાજનીતિ જેવા મુદ્દે ચર્ચા કરતા તેવા સામાન્ય ફેસબુકિયા લોકો પણ રોજ દુકાન ખોલીને અડ્ડા જમાવવા લાગ્યા. રાજનીતિ હાવી થઇ ગઈ અને લોકોમાં કડવાહટ દેખાવા લાગી.

ઈન્ટરનેટ પર આસાનીથી ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોટા સાથે છેડછાડ કરવાનો નવો પ્રયોગ પણ દેખાવા લાગ્યો છે ક્રિયેટીવીટી વધી સાથે સાથે નકારાત્મકતાનો ગ્રાફ પણ ઘણો ઉંચે ગયો.

જેને ક્યારેય મળ્યા ના હોઈએ તેને માત્ર એટલા માટે સમર્થન ના આપવાનું હોય કે પછી તે મારી પોસ્ટને સમર્થન નહિ આપે. ફેસબુકને ડીજીટલ કનેક્શનની જેમ લેવું જોઈએ જેને કયારેય ના મળ્યા હોઈએ તેમની સાથે ક્યારેય મુલાકાત થશે કે નહિ તે પણ ખબર નથી હોતી, પણ જે લોકો પહેલાથી પરિચિત છે તેમની સાથે અને ફેસબુકથી પરિચિત થયેલા અમુક લોકો સાથે ઘણા સારા મજબુત જોડાણ પણ થઇ શકે છે.

2 responses to “ફેસબુક એક ડીજીટલ કનેક્શન

  1. આજથી સાતેક વર્ષ પહેલા મારા અમુક મિત્રો મને પુછાતા, FB છે ? મતલબ ફેસબુક. તો હું જવાબ આપતો ફેઈસ છે અને બુક પણ છે પણ ફેસબુક નથી. Just for kidding !!
    સરસ માહિતી સભર લેખ

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s