‘સ્ત્રી પેદા નથી થતી સ્ત્રી બનાવાય છે’ : બકૌલ સિમોન ધ બોઉઆર


19 મી સદીમાં જન્મેલા ફ્રેંચ લેખિકા ‘બકૌલ સિમોન ધ બોઉઆર’ પોલીટીકલ એક્ટીવિસ્ટ, ફેમીનીસ્ટ અને સોશિયલ થીયોરીસ્ટ હતા. તેમણે નોવેલ, નિબંધો, બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી અને ફિલોસોફી પર મોનોગ્રાફસ, રાજકીય અને સામાજિક ઘટનાઓ વિષે લખ્યું છે.

‘બકૌલ સિમોન ધ બોઉઆર’ એ વાત પર જોર મુકે છે સ્ત્રીને પહેલા મનુષ્ય સમજવામાં આવે. સ્ત્રીની શારીરિક રચનાએ તેને સીમિત કરી છે અને અવરોધી છે. ‘સ્ત્રી પેદા નથી થતી સ્ત્રી બનાવાય છે’ સ્ત્રી જન્મતી નથી પરંતુ તેને બનાવાય છે કેમ કે તે વધુ ને વધુ પુરુષને જન્મ આપે. પુરુષપ્રધાન સમાજે વ્યાપક સ્તરે એવું ફેલાવ્યું કે સ્ત્રી માતૃત્વ વિના અધૂરી છે. કુંવારી, વિધવા, ત્યકતા અને માતા ના બની શકતી સ્ત્રી સમાજ માટે બોજ સમજવામાં આવતી અને માનવામાં પણ આવતું. પુરુષપ્રધાન સમાજની આવી સાજીશ સમજવા માટે એ જાણવું જરૂરી છે કે પૂરી દુનિયામાં સ્ત્રી-શરીર પર પુરુષોનો સર્વાધિકાર સુરક્ષિત છે. ઉતરાધિકાર અને સ્વામિત્વ માટે લગ્નવ્યવસ્થાની સ્થાપના વિચારણાપૂર્વક કરાઇ લગ્નવ્યવસ્થા બહાર જન્મેલ બાળક નાજાયજ અને તેની જવાબદાર સ્ત્રી-માતાને ગણવામાં આવી અને નાજાયજ બાળક વારસદાર ન ગણવામાં આવે એટલે કે લગ્ન વ્યવસ્થાથી જન્મેલ બાળક કાનૂની અને લગ્નવ્યવસ્થા વિના જન્મેલ બાળક ગેરકાનૂની અને પુરુષ કાનૂની અને ગેરકાનૂની સ્ત્રી સમજવામાં આવે અને આ કાનૂની ભેદભાવ વિશ્વભરમાં બનાવવામાં આવેલા.

જ્ન્મ થી જ સ્ત્રીને બનાવવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે. તેના મનોવૈજ્ઞાનિક માનસની તૈયારી અને એવો માહોલ જન્મ પહેલા જ બનવા લાગે છે ભારતમાં અમુક સ્થળે એવી માન્યતાઓ છે દીકરીના જન્મ સાથે ધરતી ત્રણ આંગળ નીછે જતી રહે છે અને દીકરાના જન્મ સાથે જ ત્રણ આંગળ ઉપર આવે છે. ચીનમાં છોકરીઓના પગ નાના બનાવવા લોખંડના જૂતા પહેરાવવાની પ્રથા છે અમુક પ્રદેશોમાં છોકરીઓને ખાતના કરી દેવામાં આવે છે. સાથે અમુક સમય સુધી તો સાહિત્ય ભાષા પાઠ્યપુસ્તકો અને સમાજમાં એવું ચિત્રણ જ કરવામાં આવ્યું છે કે પિતાને અખબાર વાંચતા અને માતાને રસોઈ કરતી કરતી પુત્રને શાળાએ જતા અને પુત્રીને ઢીંગલાં ઢીંગલી રમતાં દેખાડવામાં આવતી એટલે સવાલ એ થાય કે કોઈ સમય તો હોય સ્ત્રીને અલગ સ્વરૂપે દેખાડાય આદિ સ્વરૂપ કહી શકાય તેવા ઇતિહાસમાં વિના જેન્ડર આધારિત અલગ પડ્યા વિના સ્ત્રી પુરુષ એકસાથે કામ કરતા અને નિર્ણય લેતા બતાવવામાં આવ્યા છે.’

શ્રમના મૂલ્ય અને વેતન જવાબદાર. ઘરેલું શ્રમ કે સ્ત્રીના કૃષિ શ્રમને શ્રમમાં ગણવામાં નથી આવતું. તેના પરિણમે અડધી દુનિયામાં શ્રમ દ્વારા મળેલ વેતન ઘરના મુખ્ય પુરુષના નામે ગણવામાં આવતા. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર દુનિયાની 98 % આવક પર પુરુષોનો અધિકાર છે. ઉતરાધિકારના કાનુન પ્રમાણે આવક અને આવકના આધાર પર સંપત્તિ, સમાજ, શિક્ષા, ન્યાય અને રાજકારણ પર પુરુષોનું આધિપત્ય છે પુરુષની બરોબરીમાં આર્થિક અને રાજનીતિક સતત મેળવવામાં સ્ત્રીઓને હજુ ઘણો સમય લાગશે આદિ યુગની સ્ત્રી ઐતિહાસિક પ્રક્રિયામાંથી વર્તમાન સ્થિતિ સુધી પહોંચી છે જો કે આવક અને પુત્રધિકાર અને વિવાહ સંસ્થામાં કેદ સ્ત્રીના સામે પુરુષના વર્ચસ્વ વિરુદ્ધ લડાઈ લાંબી અને પેચીદી છે.
બાયોલોજીકલ ઐતિહાસિક કાળક્રમમાં પુરુષ સ્ત્રી બંનેએ વિકાસ કર્યો છે પરંતુ એવું મનાય છે કે સ્ત્રીની પાસે પ્રજનનની પ્રાકૃતિક અને સમૂહ સમાજ દ્વારા આપેલી પારિવારિક જવાબદારીઓ હતી એટલે પુરુષોના મુકાબલે ભૌતિક દોડમાં પાછળ રહી ગઈ તેનો વિકાસ પુરુષના મુકાબલે થોડો થયો એવું માનવામાં આવ્યું પણ પરિવારોનો વિકાસ થયો તેમાં સ્ત્રીની ભૂમિકા અવગણવામાં આવી વિકાસની વાત સામાજિકતા રાષ્ટ્રીયતા આંતર રાષ્ટ્રીયતા પર જોડાયેલી હોવા છતાં તેને માત્ર પુરુષોના વિકાસ સાથે જોડવામાં આવી. સ્ત્રી ઘરમાં હોવાથી તેના પર ધ્યાન આપવામાં ના આવ્યું અને બાહર પુરુષનું આધિપત્ય હોવાથી માની લેવામાં આવ્યું કે ઘર અને સ્ત્રી પર પુરુષનો જ અધિકાર છે સ્ત્રીનું સર્વસ્વ પુરુષ જ છે. આ રીતે સ્ત્રીના ચરિત્રની દોરીસંચાર પુરુષના હાથમાં આવી ગયો અને તેના બાહુબળથી ચાલતો સમાજ પણ એ જ અપેક્ષા કરવા લાગ્યો એવામાં બકૌલ સિમોન ધ બોઉંઆરનું કથન સાચું સાબિત થાય છે કે સ્ત્રી જન્મતી નથી તેને બનાવવામાં આવે છે બહાર જ નહી ઘર માટે નિયમ કાયદા તેના અચાર વિચાર ને આજે પણ ચકાસાઈ રહ્યા છે.પ્રકૃતિની રીતે સ્ત્રી શારીરિકરૂપમાં પુરુષથી જુદી છે પણ આ ભિન્નતા એટલી મોટી બનાવી દેવાઈ કે કાળક્રમે શરીર જ સ્ત્રી ની મુખ્ય ઓળખ બની ગઈ એ આજે પણ છે એના પરિણામે પુરુષ કરતા સ્ત્રી કેન્દ્રિત બજાર વિકસ્યા જેણે સ્ત્રીને સ્ત્રી બનાવી રાખવાની મોટી ભૂમિકા ભજવી અને અત્યારે પણ એ ચાલુ જ છે.

આદી યુગથી આધુનિક સ્ત્રીના બાયોલોજીકલ પક્ષ શરૂથી એક જેવો રહ્યો છે સમાજવિજ્ઞાનના અનુરૂપ લૈંગિક સ્વરૂપ અને ધારણાઓ સતત બદલાતી રહી છે.પુરાતન સમયમાં સ્ત્રીને સંપૂર્ણ રીતે એની પ્રજનન ક્ષમતાથી જોડીને દેખવામાં આવતી પુરુષ પોતાની અંદર એક નવા જીવનું સર્જન કરી શકતો નહોતો એટલે 50 ના દશક સુધી સ્ત્રીનું જીવન પ્રજનન ક્ષમતાની આસપાસ સમેટાઈ ગયું 1950 પછી પ્રજનનથી થતી હાનીકારક અસરોને લીધે સ્ત્રીના શરીર પર ધ્યાન આપવામાં આવ્યું અને પ્રજનન નિયંત્રણ કરવા અને રોકવાના ઉપાયો શોધાવા લાગ્યા અને તેનો ઉપયોગ સ્ત્રીના સારા સ્વાસ્થ્ય માટે સફળતાપુર્વક કરવામાં આવ્યો મસાલા ફૂટવા અને ઘંટી, કોલસા અને લાકડાંના ચૂલાની જગ્યાએ ગેસ ના ચુલા શોધાયા અને સ્ત્રીને ઘરકામના શ્રમમાંથી રાહત મળી.

સિમોન ધ બાઉઆરના સમય વખતે સમાજ એક બદલાવ માટે કરવટ લઇ રહ્યો હતો સિમોનના વ્યક્તિત્વમાં એક ખાસ પ્રકારની સાદગી હતી જે સ્ત્રીઓ માટે બનાવેલા નિયમો અને પુરુષ વર્ચસ્વ વાળા સમાજમાં માનવીના સમાનતાના ભાવથી પેદા થતી હોય સિમોનનું આખું જીવન સ્ત્રીની શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વતંત્રતાનું પર્યાય બની ગયું સિમોન જીવનભર સ્ત્રીના શારીરિક આકર્ષણ ચહેરા પરના સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી પુરુષોને આકર્ષિત કરવાની કોશિશના બેહદ વિરોધી હતા અને અંગત રીતે તેમણે માત્ર વિરોધ જ નહી પરંતુ ફ્રાન્સમાં લગ્ન અને પરિવારની અવધારણા થી અગળ વધીને સહજીવનની પસંદગી કરી. એવી સિમોન જ્યારે સ્ત્રી બનાવાય છે તેવું વક્તવ્ય આપે ત્યારે તો એની પાછળ તેની જૈવિક આધાર પર નક્કી કરવામાં આવેલા નીચલો દરજ્જો, શારીરિક ફેરફાર, જરૂરિયાતના હિસાબે સ્થાપિત મુલ્યો અને પુરુષ વર્ચસ્વના અનુરૂપ ઠોકી દેવામાં આવેલા સ્ત્રી વિરોધી મીથનું ખંડન એક આધારભૂત કારણ છે

લાગે છે કે પ્રાચીન કાળમાં સ્ત્રી જયારે પુરુષના ખભે ખભો મેળવીને આગળ વધતી હશે ત્યારે તત્કાલીન જરૂરિયાતોના હિસાબે બાળકોને જન્મ આપવામાં લાગી હશે ત્યારે તેને જબરદસ્તી નવા જંગલોની શોધ યુદ્ધો અને વિજયોથી દૂર કરી અને કબીલા, તંબૂ અને વસ્તીઓના જીવનમાં સમેટી હશે અને પછી તે કદીય તેમાંથી આઝાદ ના તેની આસપાસ નિયમ અને મિથક થોપ્યા હશે આદિ સમાજની સ્ત્રીનું જીવન સભ્યતાઓના વિકાસની સાથે સાથે વિકસતું રહ્યું અને આજે એની પતનશીલ વ્યવસ્થાના રૂપમાં આપણે તેને જોઈએ છીએ.

સ્ત્રી પુરુષ વચ્ચે જેન્ડરનો ભેદ પ્રાકૃતિક છે પણ તે ભેદ સ્ત્રી પુરુષ વચ્ચેનું, સ્ત્રીઓની સમાજિક પરાધીનતા કે ઉત્પીડન કે સામાજિક અંતરનું કારણ નથી. સ્ત્રીઓની પરાધીનતા, ઉત્પીડન, નીચલો દરજ્જો , પુરુષ વર્ચસ્વવાદનું મૂળ કારણ સમાજિક આને આર્થિક છે. આ સામાજિક ઢાંચો જ સ્ત્રી માનસને નિયત્રિત કરે છે. આ અર્થમાં સિમોન ધ બાઉઅરનું કહેવું સાચું છે સ્તરના સમાજિક આર્થિક અસ્તિત્વ પારિવારિક જીવન અને આંતરજગત સમય વિશેષના સમાજ નિર્મિત છે અંગત સંપત્તિ રાજ્યસત્તા અને પરિવારના ઉદ્દભવ પહેલાની આદી સ્ત્રી સ્વતંત્ર હતી વર્ગ આધારિત સમાજની સમાપ્તિ બાદ સ્ત્રી ફરીથી સ્વતંત્ર થશે

આદિ સ્વરૂપનો મતલબ જો પ્રાકૃતિક સ્વરૂપથી હોય તો એ તો કેવળ સ્ત્રી શરીરનું માંસ-પીંડ છે. કદાચ સ્ત્રીને સ્વયં ખબર હોતી નથી કે તેની આસપાસનો સમાજ જન્મ સાથે જ સ્ત્રીના નામનો થપ્પો મારી દે છે. તેની સાથે એવો જ વ્યવહાર કરવા લાગે છે તેની ચેતના પર થતી અસરને કારણે સ્ત્રી સ્વયં જ સ્ત્રી સ્વરૂપમાં ઓળખાવા લાગે છે. સ્ત્રી ઉચિત વ્યવહાર કરવા લાગે છે. સ્ત્રી ઉચિત વ્યવહાર સામાજિક સંરચના છે પ્રત્યેક સમાજમાં તેના નિયમો અલગ અલગ હોય છે પરંતુ સ્ત્રી પુરુષની સરખામણીએ વંચિત અને અન્યાયગ્રસ્ત છે.

જો કે બાળકના જન્મ પહેલા જ પૃષ્ઠભુમિ બંધાઈ જાય છે કે બાળક કયા કુળ, કયા પરિવારમાંથી છે તેના પરથી જ નક્કી થઈ જાય છે કે ગર્ભસ્થ શિશુને પારિવારિક,સમાજિક, સંસ્કૃતિક અનુવાંશિક ઉતરાધિકારના રૂપે શું મળવાનું છે બાળકનો જન્મ એક પરંપરા ઉતરાધિકાર સાથે થાય છે અને જન્મની સાથે શરુ થઇ જાય છે પછી તે ઈચ્છે તો વિદ્રોહ કરી કરી શકે પરંતુ હોશ આવતા પહેલા જ કદાચ તેને એટલો બનાવી ચુક્યા હોય છે કે તે વિદ્રોહ કરવા ઈચ્છે છે કે નહી ઈચ્છે છે તો વિદ્રોહની દિશા શું હશે એટલે કે પેદા થવું કે બનાવવું તે અલગ ઘટનાક્રમ નથી સિવાય કે જન્મ તો એક જ રીતે થાય છે પણ બનાવાય છે અલગ અલગ રીતે એ પણ એકલા સ્ત્રી પુરુષ નહિ પરંતુ અલગ અલગ સમાજિક પારિવારિક બીબા અનુસાર સ્ત્રીઓને અન્ય સ્ત્રીઓ થી અને પુરુષોને અન્ય પુરુષોથી અલગ અલગ અને આ બીબાં પણ કોઈ ઠોસ અનન્ય નથી હોતા કે તેમાંથી નીકળતી દરેક પ્રતિમા એક બીજાની પ્રતિકૃતિ હોય કહેવાનો મતલબ એ કે માનવીને જન્મની સાથે બધું ગોઠવેલું મળે છે તે પણ ઘણી હદ સુધી નિશ્ચિત પણ એક હદ સુધી અનિશ્ચિત હોય છે વાસ્તવમાં મનુષ્યનું આદિ પ્રાકૃતિક રૂપ શું છે તે આપણે નથી જાણતા જેવું બનાવાય એની વિરુદ્ધ વિદ્રોહની ક્ષણ આપણે કહીએ તો છીએ કે સ્ત્રી પેદા નથી થતી બનાવાય છે પણ મતલબ એ નીકળે શકે છે કે આવી નહિ બીજી રીતે પણ બનાવી શક્યાં હોત જેવી પેદા કરીએ છીએ તેવી પણ કયા બને છે કોઈપણ બીજી રીતે બનવા બનાવવાની વાત જ કરી શકીએ છે એટલે કે મનુષ્ય આદી મનુષ્ય પણ પ્રાકૃતિક નહિ સંસ્કૃતિક પ્રાણી છે અને પ્રકૃતિને તોડવા મરોડવામાં બદલવાની દિશામાં વિકસિત થયો છે એવી દિશા ક્યાંક કયાંક કોઈ કોઈ સંસ્કૃતિમાં પ્રકૃતિને અનુકુળ ( જેમ કે પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં ) પરંતુ આધુનિક સંસારમાં અધિકતર પ્રકૃતિની પ્રતિકુળ દિશા જ છે સ્ત્રીના આદિ સ્વરૂપ વિષે વિચારવું હોય તો વન્ય ગુફા નારીની કલ્પના કરી શકાય અથવા તો સ્ત્રી શરીરના અંત સ્ત્રાવો કે હોર્મોન્સના કારણે નિર્મિત થતી કોઈ બુનિયાદી સ્ત્રી સ્વભાવની.

આજે આપણી દૃષ્ટિ પેઢીઓથી ચાલી આવતી પરંપરા અને તેમાં થયેલા ફેરફાર અને એ પછી અપનાવેલી આધુનિકતાના વિચારોથી બને છે. આપણે જોયેલાં દાદી, નાની, સાસુ, નણદના સંબધોમાં આવતી સ્ત્રીઓને હંમેશા પારિવારીક સામાજિક મુલ્યોમાં જકડાયેલી જોયેલી. આ મુલ્યો સંપૂર્ણપણે બેડીઓ જ હતી જેમકે સામાજિક સન્માન અને સુરક્ષા પિતા અને પતિની આર્થિક સ્થિતિના અનુરૂપ સંપન્ન. જેનો સીધો અર્થ એવો કે ખાવા પહેરવા અને રહેવા માટે મૂળભૂત સુવિધાઓ અને શિક્ષા ક્ષેત્રમાં પણ એટલા જ આગળ વધવાની છૂટ હતી જેમાં પારિવારિક દાયરા અને મુલ્યોની પસંદગી થઇ શકે. પોતાની અભિવ્યક્તિના સ્તરે એક મુશ્કેલી એ હતી કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સૈદ્ધાંતિક અને વ્યવહારિક રૂપથી ઊંડી તિરાડ હતી. પુરુષોના નિર્ણય સ્ત્રીએ માનવા પડતા કેવળ ભારત જ નહી દુનિયાની બધી જ સભ્યતોમા સ્ત્રીને બાયોલોજીકલ કારણોથી ગુલામ બનાવવાની શરૂઆત કરી હતી અને તેના માટે નિયમો અને મીથકોની ભયંકર જેલ બનાવી દેવામાં આવેલી.

One response to “‘સ્ત્રી પેદા નથી થતી સ્ત્રી બનાવાય છે’ : બકૌલ સિમોન ધ બોઉઆર

  1. એક સરસ પંક્તિ ક્યાંક વાંચેલી : નામાંકને, ન્યાય આપવા જતા ખુદને અન્યાય કરી બેઠા.
    ખબર નહિ આ લેખ સાથે આ વાકયની કોઈ લીંક છે. આપના હર એક લેખમાં, આપની કલમમાં શુક્ષ્મતા અવશ્ય દેખાય છે.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s