મારા વિષે

          નામ મીતા ભુપેન્દ્ર  ભોજક. લખતાં વાંચતાં આવડે છે. અને બહુ બધું વિચારવાની ટેવ ને લીધે મનોમંથન ચાલ્યા કરે. એને લીધે  ક્યારેક પતિ કે ખાસ મિત્રો સાથે થોડી સૂફિયાણી વાતો કરીએ એટલે તેઓએ પ્રેરિત કર્યા કે આ બધું એક બ્લોગ બનાવીને લખો. એટલે એક પરમ મિત્ર અને પતિની પ્રેરણાથી હું મારા મનોમંથનને આ ગુજરાતી બ્લોગ જગત માં  મૂકવાનો પ્રયાસ કરું છું. અત્યાર સુધી  અમદાવાદમાં રહેવાનું હતું થોડા દિવસથી બેંગ્લોર નિવાસ છે. એક પુત્રની માતા બનીને જગતનો સર્વોચ્ચ એવોર્ડ મેળવેલ છે. હમણાં થોડા સમય પહેલાં જ પુત્ર ઉછેરનો મહાયજ્ઞ પૂર્ણ થયો છે. હવે આથી વિશેષ પરિચય શું આપી શકું?

65 responses to “મારા વિષે

 1. આ પાના પર આપનો પરિચય આપશો.

  ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  Like

 2. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડીયા બ્લોગ એગ્રીગ્રેટર સાથે જોડેલ છે.આપ મુલાકાત લેશો . http://rupen007.feedcluster.com/

  Like

 3. મીતાજી,
  આપને લખતા વાચતા આવડે છે તે તો આજેજ જાણ્યું.અને સ્ત્રીઓ વિચારી શકે તે પણ આજે જ ખબર પડી.ચાલો કઈ નહિ આપનું મનોમંથન માણીશું.મજાક કરું છું ખોટું ના લગાડતા.સ્ત્રીઓ જ્યારે વિચારવાનું શીખશે ભારતની,તો સાધુ બાવાઓ નો બકવાસ ઝાઝો નહિ ચાલે.નીત્યાનંદો એમનું શોષણ નહિ કરી શકે. આશા રાખીએ કે આપની જેમ ભારત ની દરેક સ્ત્રી વિચારે,ભણેલી ગણાતી અભણ પણ અને રીયલ અભણ પણ.સ્વાગત સાથે અભિનંદન.

  Like

  • આપનો આભાર અભિનંદન આપવા બદલ. અને ચાલો આપને મોડેથી પણ ખબર તો પડીને કે મને લખતાં વાંચતા આવડે છે. અને સ્ત્રીઓ વિચારી પણ શકે છે.

   Like

 4. મીતાબહેન, નમસ્કાર.
  આપે બ્લોગ રચ્યો તે જાણ હમણા છેક થઇ. (ભુપેન્દ્રસિંહજીના બ્લોગરોલ પરથી)હાર્દિક અભિનંદન.
  આપ અમોને પ્રોત્સાહન આપતા જ આવ્યા છો, હવે અમોને ’વેર’ વાળવાનો મોકો મળશે !! આભાર.

  Like

  • અશોકભાઇ આપનો આભારઅભિનંદન આપવા બદલ. વેર વાળવાનો મોકો મળ્યો છે તો કચાશ રાખ્યા વિના વેર વાળજો. એ રીતે પણ આપના પ્રતિભાવથી પ્રોત્સાહન મળશે.

   Like

   • મિતાબહેન,

    આ વેરઝેર માં પડવા જેવું નથી. જો કે આમ તો આ વાત મારે અશોકભાઈને કહેવી જોઈએ, પણ વધારે સમજદાર હોય તેને પહેલા કહી જોવાય ને?

    Like

  • શ્રી અશોકભાઈ,

   કોઈ વ્યક્તિ અને તે પણ જ્યારે આપણા આટલા વખતના મિત્ર હોય ત્યારે ’વેર ઝેર’ ની વાત કરવી શું યોગ્ય છે?

   Like

   • શ્રી અતુલભાઇ, અમને કોઇ જમવા બોલાવે ત્યારે જમ્યા પછી અમે યજમાનને નોતરૂં આપતા મજાકમાં (જો કે સાચા ભાવથી !) કહીએ છીએ કે “હવે આપ પણ ’વેર’ વાળવા પધારજો” !! આ અમારી ’મજાકિયા સ્ટાઇલ’ છે, આથી કોઇએ માઠું ન લગાડવા વિનંતી!!! અને વાત નીકળી જ છે તો શ્રીમાન ભગવતસિંહજીના આશરેથી થોડું ’વેર પુરાણ’ :
    વેર = કેસર, દેહ; શરીર, રીંગણીંનો છોડ, ઘણું ચાલવા, દોડવા કે કૂદવાથી અથવા પગના કોઈ પણ ભાગમાં ગૂમડું કે ઈજા થવાથી સાથળના મૂળમાં બંધાતી ગાંઠ; વળ, વેળા; સમય, આંગળીઓના અંદરના ભાગના લીટા, કરવતનો કાપ, કાનમાં પહેરવાનું એક ઘરેણું, ખાર; ઝેર; દ્વેષ, જ્ઞાનાવરણીયાદિ કર્મ, તડ; ફાટ, દુશ્મનાઈ; શત્રુવટ; અદાવત, માલ; વેચવાનો સામાન (આ પરથી ગોદામને અંગ્રેજીમાં ’વેરહાઉસ’ કહેવાયું હશે ?) લાકડું વહેરતાં કે કોતરતાં થયેલો ભૂકો; વહેર, સુધી; લગી; પર્યંત. (લો આ બહાને આપણા જ્ઞાનમાં આટલો ઉમેરો થયો, ધન્યવાદ)
    અને આપની ’સમજદારી’ વાળી મજાક અમને બહુ ગમી !!! હાશ ! હું દુઃખી નથી ! (શાહબુદ્દીનભાઇ કહે છે ને કે “તમે દુઃખી છો ? હા, તો તમે જરૂર સમજદાર હશો !) આભાર.

    Like

 5. મીતાબેન ,
  તમે ગુજરાતી બ્લોગલેખન શરૂ કર્યું તે બહુ જ આનંદની વાત છે. તમારું લખાણ પણ ઘણું જ વિચારપૂર્વકનું છે. ખૂબ ખૂબ અભિનંદન.

  Like

 6. આપના બ્લોગની પ્રથમ મુલાકાતથી આનંદ થયો…

  Like

 7. આપના બ્લોગ મા આવી જાણે નાના સરખા ગમતીલા પુસ્તકાલયમા આવી હોઉ તેવી મજા આવી…..
  અવાર નવાર મુલાકાત લેવા વિવશ કરે તેવો સુન્દર બ્લોગ છે આપનો….
  મળતા રહીશુ…

  Like

 8. Mitaji,

  Greetings..

  Do visit my blog http://www.madhav.in

  I would also like to invite you to write something on my blog…

  It will be an honour.

  Kind Regards,

  Like

 9. જય શ્રી કૃષ્ણ,

  લગભગ ૩ મહિના પછી બ્લોગ વિશ્વ તરફ નજર કરી ને પહેલાજ દિવસે તમારો બ્લોગ નજરે ચડી ગયો….

  સરસ…. શુભેચ્છાઓ….

  Like

 10. હુ આપના બ્લોગ નો મેહમાન થવા પોહછિ ગયો છુ
  આપનો બ્લોગ ખુબ સુદર છે. સમય ના અભાવે વધુ વાચી નથી શક્યો પરન્તુ વાચીશ જરુર .મે પણ મારા બ્લોગ ની શરુઆત જ કરી છે. મારો બ્લોગ જોવા વીનંતી …..આભાર

  Like

 11. mitaji,
  you have been humble in your introduction.my daughter’s name is also mitali so in short we call her mita.i had an opportunity to stay in bangaluru for two years and visit it rarely to meet my brother. so i have read your blog and found that you write so sweetly and clearly without using very bad words, one can only admire .If women of india think like you and behave ,like you i think days are not far when anyone can misuse and disrespect them.

  Like

 12. Mitaben,
  Possibly 1st time on your Blog !
  Nice to know you by this short “Parichay”.
  My Congratulatons for starting this Blog. Welcome to GujaratiWebjagat !
  I seem to have to have known you a bit by your comments on the Blog of Bhupendrasinhji.
  Wishing you all the BEST !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Mitaben…Inviting YOU & your READERS to my Blog Chandrapukar. Hope to see you !

  Like

 13. મીતા બહેન
  બ્લોગ વાંચન અને મનો મંથન બંને સર્જન તરફ લૈ જતા રાજ માર્ગો છે
  આશાછે કે આપ મનો મંથન ના અંતે કોઇક અમૄત શોધીને લાવશો જે વાંચી વાચક અમરત્વને પામે…
  હા કોઇક વખતે હળહળતુ ઝેર નીકળે તો નીલ્કંઠ ને જેમ પાર્વતીની આણ હતી તેવી માતૃભાષાની આણ
  વિજય શાહ
  http://www.vijayshah.wordpress.com
  http://www.gujaratisahityasarita.org

  Like

 14. મીતાજી,
  કડવૂ સત્ય કોઇને ગમતુ નથી.ઇશારો સમજાય છે?ઝેર પણ પચાવવુ પડે.મથંન માંથી ફક્ત અમ્રુત જ કાઢ્શો? ઝેર તમે પી જજો અને અમ્રુત અમારે માટૅ.માત્રુભાષા ની આણ આપી દીધી.નવી માહીતી મુજબ અહી જેમ્સબર્ગ માં ૩૦૦ મિલીયોન ડોલર ના બજેટ મા મદીંર બની રહ્યુ છે.સંતો ભારતીય સંસ્ક્રુતી નો ઝંડો લહેરાવશે આ અમ્રુત છે,અને સંતો એમનો “હુ”સંતોષવા પાગલ બનતા જાય છે,એમને ભારત મા વસતા લાખો બાળમજુરો માં ભગવાન નથી દેખાતો.આ ઝેર છે.આ ઝેર કોઇને ના ગમે,કેમ કે સંતો ની ભુલ દેખાય કોઇને?ધર્મ નો નાશ થઇ જાય.પણ આજ સત્ય છે.

  Like

  • ભૂપેન્દ્રસિંહજી મારા મનોમંથનના વલોણામાંથી અને વાચકોના અમૂલ્ય પ્રતિભાવોમાંથી જે નીકળશે તે માખણરૂપી અમૃત નીકળશે ઝેર નહીં. એટલે ઝેર પચાવવાનો સવાલ જ નથી તેથી મને માતૃભાષાની આણની જરૂર જ નથી. વાચકોના મનોમંથનનું અમૃત તો ઝેરનું મારણ છે.

   Like

 15. ખુબજ સરસ!!!!!!!! સારું લખો છો.. લખતાં રહેજો!!!!!!!!!!
  http://www.simplyyyystupid.wordpress.com

  Like

 16. મીતાબહેન
  સરસ લખો છો. ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા .

  Like

 17. mitaben,
  tamara shabdo ma takat 6,
  aavu utkrusht lakhta raho ane samaj ne jagrut karta raho tevi abhyadhna.

  rahulpanchal
  palanpur
  http://r-panchal.blogspot.com

  Like

 18. નામ મીતા ભુપેન્દ્ર ભોજક. લખતાં વાંચતાં આવડે છે. અને બહુ બધું વિચારવાની ટેવ ને લીધે મનોમંથન ચાલ્યા કરે. એને લીધે ક્યારેક પતિ કે ખાસ મિત્રો સાથે થોડી સૂફિયાણી વાતો કરીએ એટલે તેઓએ પ્રેરિત કર્યા કે આ બધું એક બ્લોગ બનાવીને લખો. એટલે એક પરમ મિત્ર અને પતિની પ્રેરણાથી હું મારા મનોમંથનને આ ગુજરાતી બ્લોગ જગત માં મૂકવાનો પ્રયાસ કરું છું. …………………………………………
  Mitaben,
  After your visit/comment for the post of 3RD Birthday of Chandrapukar, I wanted to know MORE…
  I visited your Blog & posted a Comment for a post.
  Now I am REVISITING & read my OLD Comment.
  I read “About” again.
  Now I seem to know you better.
  I came to know BHPENDRAJI before I came to know you .
  Nice to know that !
  I will revisit your Blog !
  I sincerely wish you ALL the BEST in what you do.
  You have the Blog to express your views…..your thoughts can be in “words” and that is nice !
  Bhupendraji…..your support is most important !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Mitaji….Hope to see you on Chandrapukar…This invitation is extended to Bhupendraji whose visits/comments I read on your Blog..Also inviting the READERS of your Blog !

  Like

 19. પિંગબેક: 2010 in review | મીતા નું મનોમંથન

 20. Madam,
  Good blog, Your writing is too good Putra Uchher no MAHAYAGYA tyare j puro thayo ganashe jyare tamara PUTRA ne Banglore ma Vasvaat chhata pan Kadkadat Gujarati Bolta, Lakhta Anr Vaanchta Aavadshe

  Like

  • અન્શુભાઈ, પ્રતિભાવ બદલ આભાર. મારા દીકરા ગુજરાતમાં ભણ્યા છે થ્રુઆઉટ ઈંગ્લીશ મીડીયમમાં. બેંગ્લોર થોડા સમય પહેલા એટલે કે દીકરાના અમેરિકા ભણવા ગયા પછી જ જવાનું થયું છે. દીકરાને કડકડાટ ગુજરાતી બોલતાં, લખતાં અને વાંચતા આવડે છે. અમેરિકામાં ત્યાંના ઉચ્ચારની ઈંગ્લીશ બોલતાં મારા દીકરા અહી આવે ત્યારે શુદ્ધ ગુજરાતી જ બોલવાનું પસંદ કરે છે અને અમારી સાથે ગુજરાતીમાં જ વાતો કરે છે. બીજું એ કે ગુજરાતની પણ દરેક બોલીમાં બોલાતી ગુજરાતી બોલતાં આવડે છે.એટલે કે સૌરાષ્ટ્ર કે સુરત કે ઉત્તર ગુજરાતની.

   Like

 21. Meetaben
  aap ek umda maata purvaar thaya chho. Tamne vaarta vaanchvaamaa ras hoy to mara blog ni mulakaat avashya lejo http://aavovaatokarie.blogspot.com/
  Thanks
  Anshu Joshi

  Like

 22. મીતાબેન, આજે તમારો બ્લોગ વાંચ્યો. ઘણું સરસ. સારા વિચારો લોકો સુધી પહોંચે એ માટેનો તમારો પ્રયત્ન સરાહનીય છે.
  પ્રવીણ શાહ

  Like

 23. આદરણીય બહેનશ્રી. મીતાબેન

  આપે બ્લોગને સુંદર રીતે શબ્દોમાં સજાવેલ છે.

  ખુબ જ સરસ લખો છો તમે,

  આજ રીતે લખતા રહો ,

  અભિનંદન

  ડૉ. કિશોરભાઈ પટેલ

  સમયની અનુકુળતા હોય તો આપના પાવન પગલા અમારા બ્લોગમાં પાડશો.

  http://shikshansarovar.wordpress.com

  Like

 24. Dear Mita,
  Chhalo, hu pan jodau, “mane pan vichaartaa pan aavde chhe…!”
  Tamri pratibha thi prabhavit thai chhu…:)

  Like

  • ગૌરાંગીબહેન આભાર. આપ તો વિચારવામાં મારા કરતાં ઘણાં આગળ છો જ. અને ઘણી ઉમદા પ્રતિમા છે આપની. હું તમારી પ્રતિભાથી પ્રભાવિત થઇ. આપની વાત સાચી એકબીજાની પ્રતિમાથી પ્રભાવિત થઇને નવી મિત્રતાની શરૂઆત ગણાશે.

   Like

 25. Kadach, aa ek, navi friendship nee sharuaat tarike saabit thashe..Ameen!
  http://www.gaurangipatel.com

  Like

 26. આપ નો આ બ્લોગ ખુબ સુન્દર અને સરળ છે….

  Like

 27. અચાનક જ તમારા બ્લોગમાં આગમન થઇ ગયું.બ્લોગ વાંચ્યો, ગમ્યો અને તમારા વિશે જાણ્યું કે તમે બેંગ્લોરમાં છો તો થયું… મારે પણ એક કોમેન્ટ મુકવી જોઈએ. તમારો બ્લોગ ગમ્યો. મારા બ્લોગની મુલાકાત લેશો તો મને ગમશે..http://chandrakantmanani.wordpress.com

  Like

 28. ગુજરાતની બહાર લાંબા સમય સુધી હોઇએ ત્યારે ગુજરાતી બ્લૉગ્સનું વાચન એ સાંપ્રત ગુજરાતી સાથે સંપર્ક રાખાવામાટેની કડી તો છે જ, તેમાં પણ જો સક્રિય બ્લૉગ્ગર થઇ શકાય તો સોનામાં [ગુજરાતી ભાષામાં] સુગંધ ભળ્યા બરાબર કહેવાય.

  Like

 29. Dear

  Do download “Shreenathji Application” Which is Directed by me..have darshan enjoy..

  Link : http://www.shreenathjibhakti.org/app/index.htm

  Dr Sudhir Shah

  slogan : Samay + Samaj + Sanjog = Santosh

  સમય + સમજ + સંજોગ = સંતોષ

  Like

 30. મીતાબેન મોકલેલ પોસ્ટ તમારી ગમી
  નાસ્તિક કરતા ધાર્મિક જડતા એ વધારે નુકસાન કર્યું છે
  હિંદુઓ માં સંપ્રદાયો ના વ્યાપારો એકતા ને તોડે છે .
  સ્વામી , પપુ ધાપુ , ૧૦૦૮, હરી ઓમ, જય સ્વામીનારણ
  જય યોગેશ્વર, ઓમ,
  આ બધા માર્કેટિંગ ના બ્રાંડ છે. પ્રમુખ સ્વામી ઉઘરાણા કરી મોટા મોટા ભવ્ય
  મંદિરો બનાવી છેવટે લીલાલહેર કરે છે. શું આ ધર્મ છે?
  આ મંદિરો એક કારખાના ની બરોબર જ કહેવાય જ્યાં વગર ઉત્પાદને નફો જ થયા કરે
  આજ પૈસા થી પાપ પુણ્ય ના ભાષણ આપે તે અનુયાયી માં ક્યાં થી ઉતરે ?
  પોતાના પરસેવે કમાયેલો પૈસા થકી લોક સેવા કરે તો ફળ પ્રાપ્ત થાય.
  સંપ્રદાયો તો હિંદુઓ ને ખોખલા કેરે છે. પછી ૧૦ સ્વામી વિવેકાનંદ હશે તો પણ હિંદુઓ
  એક થઇ શકશે નહિ. પાપ પુણ્ય ની બીક બતાવી બતાવી હિંદુઓ ને માયકાંગલા
  બનાવી દીધા છે.

  Like

 31. મીતાબેન,

  આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.ગમ્યો.

  આપની સફળતા માટે મારી શુભેચ્છાઓ છે.

  Pl do visit my blog and comment.

  વિનોદ પટેલ
  www,vinodvihar75.wordpress.com

  Like

 32. આજ રોજ આપના બ્લોગની અનાયાસે મુલાકાત થઈ ગઈ…!!! બહુ સુંદર છે.

  Like

 33. આપ ઘણું જ સરસ લખો છો.

  Like

 34. khub sara vichar che tamara ava vichar harek na man ma tame pasrav jo ane khubaj agad vadhjo

  Like

 35. મને આનંદ થયો તમારા લેખ વાચીને …હું તમારા વિચારો સાથે સહમત છુ॰તમારો આભાર

  Like

 36. આપના શબ્દ સરોવરની મુલાકાત લીધી; ગમ્યું.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s