Category Archives: મનો મંથન

ટીનેજ અને યુવાનોમાં ગાંજા-ચરસનું વધતું ચલણ

આજકાલ તમામ પ્રકારના દિવસ મનાવવાનું ચલણ છે એવી જ રીતે એક વર્લ્ડ વીડ દિવસ મનાવાય છે.

ગાંજાને અગ્રેજીમાં વીડ Weed કહે છે અને મેક્સિકોમાં માર્જુઆનાથી ઓળખાય છે. એક એવો છોડ જેમાંથી ગાંજો, ભાંગ, ચરસ મળે છે. હવે આ ગાંજાનું સેવન અમેરિકાના અમુક રાજ્યોમાં કાયદેસર થયું છે. ખુદ ઓબામા જણાવે છે કે ગાંજો આલ્કોહોલ જેટલો નુકશાનકારક નથી. પ્રેસિડેંટ નિક્સનના સમયે બનેલી કમિટીની રાય પર કોઈ ફેંસલો થઇ શકેલ નહિ પરંતુ ઓબામાના સકારાત્મક વલણને કારણે ત્યાં ગંજેડિયોને ખાસી રાહત થઇ ગઈ. પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લીન્ટન પણ તેના સમર્થનમાં કહ્યું કે તેમણે ખુદ જવાનીમાં તેનું સેવન કરેલ. પરંતુ કમાલની વાત એ છે કે આ જ ગાંજાના સેવનને રાજીવ ગાંધીની સરકારે 1985માં અમેરિકાના જ દબાણથી પ્રતિબંધિત કરી દીધેલ. ગાંજાને નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ અનુસાર પ્રતિબંધિત કરવામાં આવેલ જેથી તેના કારણે સ્મોક,હેરોઈન તથા કોકીન જેવા ડ્રગ્સનો પડદંડો મહાનગરોમાં જામી શકે. જે ઘણું જ નુકશાનકારક હતું ઉપરાંત સીધેસીધું મોતની નજીક લઇ જનારું હતું પણ અધિક નફાકારક હતું.

ચીનમાં છ હજાર વર્ષ પહેલા ગાંજાના પ્રયોગને પ્રમાણ મળે છે વૈદિક યુગમાં પણ તેના પ્રમાણ મળી આવે છે. એટલે એવું પણ નથી કે ગાંજો આર્યવ્રતની શોધ છે ચીનમાં તેના ઔષધીય અને વ્યવસાયિક ઉપયોગના પુરાવા હજારો વર્ષ પહેલાં મળી આવે છે મહાન સામ્રાજ્યના સમયે તેના છોડના રેશમથી વસ્ત્રો બનાવાની કળા પણ વિકસેલી અને તેના બીજા પણ ફાયદા હતા.

ઘણા વિદ્વાનો તેમાંથી નીકળતા રસને સોમ રસ કહે છે પરંતુ તે સત્ય નથી. સોમની વેલો હતી. ગાંજા ના છોડમાંથી જે રસ નીકળે છે તેને ચરસ કહેવાય છે અને પ્રાચીન કાળમાં તેનો ઔષધીય ઉપયોગ થતો. કદાચ તેની આ ક્ષમતાને લીધે તેને કાયદેસર કરવાની માંગ શરુ થઇ હોય. પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન વખતે જે અમૃત મળી આવેલ તેના અમુક ટીંપા ધરતી પર પડવાથી તેમાંથી ગાંજાના છોડ ઉગ્યા. અમુક જ્ઞાનીઓ એવું મને છે કે અમૃતનું સામર્થ્ય બહુ વધુ હોવાથી તેને બેલેન્સ કરવા ખુદ શિવ ભગવાને તેમના શરીરમાંથી તેને ઉત્પન્ન કરેલ અને તેમના અંગમાંથી નીકળવાને કારણે તેનું એક નામ અંગ્જા પણ કહેવાય છે જેને સમયની સાથે ગાંજો કહેવાયું. અને શિવની ચલમને આ કથા સાથે જોડી દેવામાં આવી. અને પછી તેને અમુક સમુદાય શિવની પ્રસાદીના રૂપમાં ગ્રહણ કરવા લાગ્યા.

ભાંગની વાત કરીએ તો તેનું સેવન બારેય મહિના કોઈપણ નશાકારક ચીજ ના લેતા હોય તેઓ પણ શિવરાત્રી પર ભાંગ પ્રસાદ તરીકે લેવાનું આવશ્યક સમજે છે અથવા પસંદ કરે છે. અને ભાંગનું સેવન સીધું જ લાભપ્રદ છે. એવી માન્યતા છે કે તેનાથી શિવત્વ નો સંચાર થાય છે. ‘ગંગ અને ભંગ બે બહેનો સદા રહે શિવ સંગ’પાપ નિવારણ ગંગ અને હોશ નિવારણ ભંગ અને કાશીમાં તો ભાંગ તૈયાર કરવી તે પણ એક અધ્યાત્મિક પ્રક્રિયા છે. સાધુ સમાજમાં ચલમ ભરવી અને ઝ્ગવવી એ પણ એક શ્રદ્ધાનો ભાવ પેદા કરે છે ભાંગ અને ગાંજો દેશી ચીજ હોવાથી ગરીબોની ચીજ મનાય છે આપણે ત્યાં જ્યાં સુધી વિલાયતી લેબલ ના લાગે તેની કોઈ ઈજ્જત ના હોય પણ જેવું વિલાયતી લેબલ લાગે કે તરત જ તે ચીજ માન્યતા પ્રાપ્ત બની જાય હવે એ દિવસો દુર નથી કે આપણા દેશમાં પણ વીડ એનર્જી વૈધાનિક માન્યતા મળી જાય અને દમ મારો દમ ના નારા ફરી ગુંજવા લાગશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ વાશિંગટનના સમયે વધુ ને વધુ ગાંજાને ઉગાડવા માટે નિર્દેશ કરાયેલ. વાશિંગટન પોતે તમાકુના મોટા ખેડૂત હોવા છતાં તેમને ગાંજાના મહત્વને સ્વીકારેલું અને રાની એલીઝાબેથ પ્રથમે પણ મોટા કિસાનોને તેમના ખેતરમાં એક ભાગમાં ગાંજાના વાવેતરનો આદેશ કરેલ અંગ્રેજોએ ગાંજા ચરસના મોટાપાયે વપરાશને ધ્યાનમાં લઈને તેના પર ભારે ટેક્ષ 1856માં જ નાખી દીધેલ. થોડાક વર્ષો પછી બ્રિટીશ સંસદમાં ભારતમાં ગાંજા ભાંગ અને ચરસના સેવન અને તેના ટેક્સેશન પર ત્રણ હાજર પાનાથી પણ વધુ પાનાનો રીપોર્ટ પ્રસ્તુત કરવામાં આવેલ જે આ વિષય પર ઐતિહાસિક દસ્તાવેજ છે જેનો નિષ્કર્ષ એવો હતો કે સાધારણ ઉપયોગથી ગાંજા ભાંગ ચરસથી કોઈ નુકશાન નથી પહોંચતું. જો કે મુગલ કાળમાં પણ અમુક બાદશાહોએ તેના ઉપયોગ પર નિયંત્રણ મુક્વાનો પ્રયાસ કરેલો. બાબર ખુદ બાબરનામામાં તેનો ઉલ્લેખ કરી ચૂકેલ છે કે તેને અફઘાનિસ્તાનમાં જ ચરસના સ્વાદ વિષે ખબર પડી ચુકી હતી. અફઘાની ચરસ દુનિયામાં ઉંચી કક્ષાની મનાય છે. બ્રિટીશ કાળમાં ભારતમાં નિયંત્રિત કરવાના પ્રયાસ થઇ રહ્યા હતા ત્યારે એકબાજુ રાણી રવિક્ટોરિયાના અંગત ચિકિત્સક તેમની માસિકધર્મની પીડા માટે તેનો ઉપયોગ કર્યો હતો અને ઓન રેકોર્ડ ચિકિત્સકે કહેલું કે રાણી માટે આનાથી બીજી કોઈ યોગ્ય ઔષધી ઉપલબ્ધ નથી. તે પહેલા પણ આયર્લેન્ડના એક ડોક્ટર વિલિયમ બ્રુક જેઓ કલકત્તામાં નિયુક્ત થયેલા તેમણે પણ ગાંજો ઔષધી માટે ઉપયોગી હોવાનું જ્ઞાન ગોરા દર્દીઓમાં પ્રસારી દીધું જ હતું.

શેક્સપિયર માટે પણ એવું કહેવાતું કે તે ચલમનો દમ લગાવતા કેમ કે તેમની માટીની પાઇપ મળી આવેલ તેમાં ગાંજાના અંશ શોધકર્તાઓને મળી આવેલ. એટલે કે એવું સાબિત થાય કે માત્ર ભારતીય વિદ્વાનો જ ગંજેડી હતા તેવું નથી પરંતુ બ્રિટીશ સાહિત્યકારો પણ આના પારખું હતા અંગ્રેજોની સોસાયટી માં એક સમયે તેનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે તેના નિયંત્રણનો કાયદો પસાર કરવો પડ્યો. અમેરિકામાં પણ એક માન્યતા બની ગઈ હતી કે ‘કલર્ડ’ લોકો ગોરી યુવતીઓને ગાંજો પીવડાવી મદહોશ કરી દે છે અને પછી તેનો ફાયદો ઉઠાવે છે. અમેરિકામાં પણ એલીટ ક્લાસ દારૂ સિગારેટ પીએ છે પણ વીડને થોડું વાઇલ્ડ ચીજ ગણે છે અને દારૂ સિગારેટ કંપનીઓ સાજીશ કરીને ગાંજાને બદનામ કરવા લાગી કેમ કે તેનાથી અધિક નફો કરતી નશાકારક વસ્તુઓના વ્યાપાર પર અસર પડે સાથે સાથે દારૂથી થતા દુષ્પરીણામ અને સમસ્યાઓ પણ ખત્મ થઇ જાય.

અમેરિકામાં તો જે કાંઈ માર્કેટેબલ હોય, ગ્રોથ પોટેનશ્ય્લ વધુ હોય તે વસ્તુ ઉંચાઈ પર જ હોય. એક સમયે ભારતમાં દબાણથી પ્રતિબંધ કરેલ અને આજે તેમાંથી અબજોની કમાણી માટે તેને પોતાના દેશમાં કાયદેસર કરી દીધુ. અમેરિકન  સરકાર અને ત્યાની પાવરફુલ લોબીને બ્લેક માર્કેટની બજાર 10 અબજ ડોલરથી 120 અબજ ડોલરની છે તે કાનૂની બનાવવી છે. અમેરિકનોનું એક જ સુત્ર છે, જીંદગીમાં મોજ કરવી હોય તે કરી લો ભલે આપત્તિ આવવી હોય તે આવે!

યુરોપ- અમેરિકામાં જે જે બાળકો સિગારેટ પીતા હોય તેણે ગાંજો ચીલમ પણ ફૂંકી હોય છે. લંડનના એડીકશન સેન્ટરના પ્રોફેસર વેયની હોલએ કહ્યું છે કે, છેલ્લા 20 વર્ષમાં ગાંજો પીનારની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. આજે જે ટીનેજરો ગાંજાનો સ્વાદ લે છે તેમાંથી દરેક છમાંથી એક જણ તેનો વ્યસની બને છે અને ગમે તેમ કરીને- ચોરી કરીને, લૂંટફાટ કરીને પણ પૈસા મેળવી જે ભાવ માગે તે ભાવે ગાંજો ખરીદે છે.

ગાંજો,ચરસ, એલ.એસ.ડી.કે માર્જુઆના યુરોપ અમેરિકા જેવા અત્યંત આધુનિક ટેકનોલોજી અને કાયદા કાનુનમાં અતિ ચુસ્તકે નૈતિક ગણાતા દેશોમાં તેનું બિનકાયદેસર વેચાણનું પ્રમાણ અનેકગણું છે અને સૌથી અચરજની વાત એ છે કે તે જાહેર સ્થળોએ બેઝીઝક વેચાય છે જાહેર પાર્કમાં અને સ્ટ્રીટમાં તે વેચાય છે અને જાહેર સ્થળોએ યુવાનો તેનો નશો કરતા પણ જોવા મળે છે.

લંડનમાં અમે આવું ખરીદ-વેચાણ થતા જોયા છે અને યુવાનોને નશામાં બરબાદ થતા પણ જોયા છે. અમે બર્મિંઘહમના એક જાહેર પાર્કમાં સાંજે 6 વાગ્યે કસરત માટે ગયેલા ત્યારે નજરે જોયું છે બે વ્યક્તિ આવી અને લગભગ 20 જેટલા ટીનેજને માત્ર દસ મીનીટમાં આવી નશાકારક વસ્તુઓ આપીને ફટાફટ રોકડા લઈને ચાલતા થઇ ગયા અને કિશોરો પાર્કમાં જ તેનો નશો કરવા લાગ્યા, ઇંગ્લેન્ડ અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો જાહેર પાર્ક સાંજે અંધારું થતા જ આવા નશાકારક ચીજોના અડ્ડા બની જતાં હોય છે.

આ દૂષણ ભારતમાં પણ ફેલાવો કરી રહ્યું છે અને યુવાનો અને ટીનેજ બાળકો તેનો ભોગ બની રહ્યા છે. હમણાં એકવાર સમાચારમાં એક આર્મીના મોટા હોદ્દા પર રહી ચુકેલા અધિકારીનું એવું કહેવું હતું કે પંજાબના યુવાનો પહેલા લશ્કરમાં વધુ જોડતા પણ આજકાલ પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે અને તેનું કારણ આ નશાકારક દ્રવ્યો છે.

વિદેશોમાં તો ટીનેજ અને યુવાનો આવા નશાકારક વ્યસનોને કારણે બરબાદ થઇ રહ્યા છે ગેરમાર્ગે જઈ રહી છે અને તેને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. લત લાગવાને કારણે તેઓ તેના માટે ચોરી કે કોઈપણ ગુનાહિત કામ પણ કરવા લાગે છે.
હવે તો આ દૂષણ ભારતમાં જે માત્ર અમુક સાધુ સમાજમાં પ્રચલિત હતું તે હવે મોટા શહેરોમાં યુવાનોમાં પણ પ્રવેશી રહ્યું છે. આજે બિહાર, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં સત્તાવાળાને ખબર નથી કે કેટલો ગાંજો પીવાય છે

આ ઉપર જણાવેલ ગાંજા ચરસ વિશેની માહિતી કોઈ નશાને પ્રોત્સાહન માટે નથી. આ લેખ નો ઉદ્દેશ જાગૃતિ માટે છે. માતા પિતા અને સમાજના અગ્રણીઓ આ બાબતે સચેત બને અને યુવાપેઢીને ગેરમાર્ગે જતાં અટકાવે, બિનકાયદેસર રીતે ઘુસાડવામાં આવતું દૂષણ રેવન્યુ માટે કાયદેસર બને તે પહેલાં જાગ્રત બનવાની જરૂર છે.

Advertisements

ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો?

*શૂન્યની શોધ દુનિયાને પ્રથમ આપનાર ભારત છે.

*જો શૂન્યની શોધ ના થઇ જ હોત તો વિજ્ઞાન જ ના હોત અને વિજ્ઞાન ના હોય તો ટેકનોલોજી તો હોય જ નહિ એટલું તો સમજી જ શકાય ને?

*મેથેમેટિક્સ વિકસ્યું ના હોત તો અવકાશ જ્ઞાન હોત નહી. અવકાશ વિજ્ઞાનને કારણે આપણે એટલેકે ભારતે પૃથ્વી ગોળ છે તે પ્રથમ સાબિત કર્યું અને સૂર્યની આસપાસ 7 ગ્રહો છે તે ભારતની શોધ છે તે આજની ટેકનોલોજી વિના ભારતમાં શોધાયું છે.
લોખંડના શુદ્ધિકરણની શોધ અને તેમાંથી સ્ટીલ બનાવવું તે ભારતમાં પ્રથમ થયું છે તેનું સચોટ ઉદાહરણ અશોક સ્તંભ.

*ડાયમંડની શોધ અને તેના પ્યુરીફાયની શરૂઆત સૌ પ્રથમ ભારતમાં થઇ છે.

*કમ્પ્યુટર યુગની શરૂઆત 1940-50 માં થઇ તે વખતે તેના માટે જે લેન્ગવેજ-ભાષા વિકસી તેમાં ભારતીય ભાષા સંસ્કૃતનો મોટો ફાળો છે સંસ્કૃતનું ગ્રામર ટોપ મોસ્ટ લેન્ગવેજમાં આવે છે તેના જેટલું વિકસિત ગ્રામર કોઈ ભાષામાં નથી સંસ્કૃત ગ્રામરના આધારે કોમ્પ્યુટરની ભાષા કમ્પાઈલના મૂળમાં સંસ્કૃત ગ્રામરનો હિસ્સો છે.

*રેડિયો ટેકનોલોજી જગદીશચંદ્ર બોઝે વિકસાવેલી અને તેમાં મહત્વનું યોગદાન તેમનું છે, બ્રિટીશ શાશન હતું એટલે તેમની વિકસાવેલી રેડિયો ટેકનોલોજી માર્કોનીના નામે ચડાવી દેવામાં આવી.

*અને આ રેડિયો ટેકનોલોજીના આધારે જ આજની ટી.વી. અને મોબાઈલની ટેકનોલોજી વિકસી છે એટલે જગદીશચંદ્ર બોઝે રેડિયો ટેકનોલોજી વિકસાવી એટલે આજે આપણે ટી.વી. અને મોબાઈલ ટેકનોલોજી વાપરી શકીએ છીએ.
આવી ઘણી બધી વિજ્ઞાન અને સંશોધનમાં ભારત આગળ હતું અને દરેક સમયે અગ્રેસર જ રહ્યું છે. અને આજે પણ ભારતના બુદ્ધિધનનો ઉપયોગ નવી ટેકનોલોજીમાં થઇ રહ્યો છે. આજે ભારતીય બુદ્ધિધન ગણિત અને સોફ્ટવેર ક્ષેત્રે વિશ્વમાં ઘણું મોખરાનું સ્થાન ધરાવે છે.

આ ઉપર પ્રમાણેની થોડીઘણી માહિતી મેં આપી તે આપણે સૌ જાણીએ જ છીએ. આવું બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે આજકાલ પોતાને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા, પરિવર્તનશીલ અને તટસ્થ ગણાવતા લોકો ભારતના લોકો કોઇપણ વિષયમાં અસહમતી દર્શાવતી ચર્ચા કરે ત્યારે એમ કહેતા હોય છે કે પશ્ચિમની ટેકનોલોજી અને પશ્ચિમે શોધેલા ગૂગલ પરથી માહિતી મેળવીને ચર્ચા કરવાનો ભારતના લોકોને કોઈ હક્ક નથી અને આ વાતને એવા બીજા અધૂરા ઘડા જેવા બિનભારતીય લોકોએ પકડીને ભારતના લોકોની મજાક અને ઉતારી પાડવામાં કરવા લાગ્યા.

પણ ઘણા લોકો જેમને ભારતની કોઈ પણ સિદ્ધિ જોવામાં રસ નથી અને સતત ભારતના લોકોને નીચા પાડવામાં રસ છે તેઓને લાગે છે કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી શોધાતી નથી માત્ર પશ્ચિમના દેશો જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ છે.

આવા લોકોને ખાસ કોઈ જ્ઞાન હોતું નથી કે અત્યારે જે સમય છે તે  વૈશ્વીક યુગ છે. જે પણ ક્ષેત્રે થતી શોધ વિશ્વના દરેક દેશ માટે હોય છે કોઈ એક દેશ માટે કે માત્ર પોતાના દેશ પૂરતું સીમિત સંશોધન થતું ના હોય. અને ભારતે તો સૌથી પ્રથમ આ  વૈશ્વીક યુગની શરૂઆત કરી છે. આંકડાઓની સરળ ગણતરીની રીત વિશ્વને સૌપ્રથમ આપી છે. દરેક વિષયના પાયાનું વિજ્ઞાન વિશ્વને સૌપ્રથમ આપનાર ભારત છે. એટલે કે વૈશ્વીક યુગની શરૂઆત પણ આપણે જ કરી છે એવું કહી શકીએ. આજે પશ્ચિના દેશો જે પણ વિજ્ઞાન કે ટેકનોલોજી શોધે છે તેના પાયામાં ભારતનું જ્ઞાન રહેલું છે અને ગમે તેવા કપરા સમયમાં ભારતમાં બુદ્ધિધનની કમી રહી નથી. આપણે પાયાનું કામ કર્યું અને હવે થતી નવી શોધોમાં આપણું બુદ્ધિધન વપરાય જ છે.

હવે વિચાર કરી જુઓ ભારતે તેના મહાન ભૂતકાળની શોધોને  વૈશ્વીક સ્તરે ના મૂકી હોત તો? આજના પશ્ચિમના દેશો હજુ પણ અંધકાર યુગમાં જ જીવતા હોત ને? અને વાતવાતમાં ભારતને વિષે ઘસાતું બોલતા લોકો લીલો ઘાસચારો ચરવા પશ્ચિમના દેશોમાં ગયેલા થોડા જ અધુરા ઘડાઓનું શું થાત?

ભારતના લોકોને નવી ટેકનોલોજીના ઉપયોગ ના કરવા વિષે કહેતા બિનભારતીય લોકોએ પશ્ચિમના લોકોને ભારતનું વિજ્ઞાન ઉપયોગ ના કરવા વિષે કહી શકશે? શરૂઆતમાં શોધો કરી છે તેના પાયા પર જ આજની ટેકનોલોજી છે. ભારતના લોકોને રોકનારા લોકોએ પહેલા પોતે જ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ ના કરવો જોઈએ ને?

આવું સત્ય લખીએ એટલે તમે તો ભૂતકાળમાં અને મેરા ભારત મહાનના અહોભાવમાં રાચો છો એવી દલીલ કરે અરે આજનું ભારતીય બુદ્ધિધન ભૂતકાળની મહાનતા ના ગણાય.

આભાસી દુનિયાએ આપણી સંવેદનામાં વધારો કર્યો કે સંવેદના સંકોચાઈ રહી છે?

જયારે તમે કોઈ સમસ્યા મિત્રને જણાવો ત્યારે મિત્ર તે સમસ્યાને ફેસબુક પર શેયર કરી રહ્યો હોય, ત્યારે કદાચ એને તમારી સમસ્યા દિલચસ્પ લાગી હોય પણ હેરાની તે મિત્રની સંવેદનહીનતા પર થાય કે  તેને તમારી સમસ્યા પર વાત કરવા કરતા તેના વર્ચ્યુઅલ ફ્રેન્ડસ સાથે તમારી સમસ્યાની ચર્ચા કરવાનું યોગ્ય લાગ્યુ. શું ફેસબુકની આભાસી દુનિયામાં આપણે બધા આવા સંવેદનહીન થઇ ગયા છીએ ? દરેક ઘટના, સુખ દુ: ખ આપણે માટે એક પોસ્ટ બની ગઈ છે, અને તેના પર થતી લાઈક, કમેન્ટ અને ટીપ્પણીઓ આપણી ઉપલબ્ધિ બની ગઈ છે? સોશ્યલ મીડીયાએ આપણી સંવેદનામાં વધારો કર્યો છે કે સંવેદના સંકોચાઈ રહી છે? ખરેખર દુનિયા આપણી નજીક આવી રહી છે કે આખી દુનિયામાં આપણે એકબીજાની નજીક આવવા માટે તરસી રહ્યા છીએ?

શું ખરેખર આપણે નવું નવું શેયર કરીને સુખી છીએ કે રોજેરોજ નવું નવું પીરસવાના ભ્રમમાં પોતાપણું ગુમાવી રહ્યા છીએ. ‘ખુબ સરસ’ કે ‘ બહુ જ દુ:ખદ’ એ કી-બોર્ડથી નીકળેલા શબ્દો છે દિલથી નહિ એવું તો નથી ને?

આજની ફેસબુક અને વોટ્સ  એપની આભાસી દુનિયાની સમસ્યા છે કે લોકો કોઈપણ વાત, ઘટના વિષે સાંભળતાની સાથે જ તેને સોશ્યલ મીડિયા પર પોતાના નામે પોસ્ટ તરીકે રાખી દેવાના મિજાજમાં હોય છે. જે ઘટના બને તે વખતે તેના વિષે વિચારવા કરતા તેને આભાસી દુનિયામાં લોકોને તેના વિષે બતાવવામાં દિલચસ્પી વધારે હોય છે. લગ્ન, પરિવારજન કે પોતાના હોસ્પિટલમાં દાખલ થયાની સેલ્ફી પણ સોશ્યલ મીડિયામાં મુકે એટલું તો ખરું પણ કોઈક વાર તો કોઈકના અંતિમ સંસ્કારની સેલ્ફી પણ મુકે છે. સેલ્ફી લઈને તેને સેલ્ફી સોશ્યલ મીડિયામાં મુકવાનો તો એક જાતનો જાણે રોગ થઇ ગયો છે.

ઘણીવાર તો કોઈ સાહિત્ય કે કવિ સંમેલન કે જાહેર કાર્યક્રમોમાં ઘણા લોકો કાર્યક્રમ માણવાને બદલે જુદી સેલ્ફી લઈને તરત જ મોબાઈલથી સોશ્યલ મીડિયામાં ડાઉનલોડ કરીને તેમના આભાસી મિત્રોને જાણ કરવામાં જ રસ હોય છે કે તેઓ કેટલા મહત્વના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આવા આભાસી આનંદને કારણે તેઓ વાસ્તવિક આનંદને કોઈ મહત્વ આપતા નથી.

લાગે છે કે આભાસી દુનિયામાં વધુ સમય આપવાને કારણે આપણી સાચી સંવેદના સંકોચાઈ રહી છે. આપણી બધી જ પ્રતિક્રિયા ઘટનાઓની ટીપ્પણીઓમાં સમાઈ ગઈ હોય તેવું લાગે છે.

ફેસબુક પર એક મૃત્યુની ખબર પર ‘દુ:ખદ’ લખી તરત જ લગ્ન કે જન્મદિવસની પોસ્ટ પર અભિનંદન અને કોઈ ક્રાંતિકારી વિચાર પર પોતાના વિચારો રજુ કરીએ છીએ. આ રીતે એક જ સમયે આપણે અનેક માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈને મોબાઈલ કે કમ્પ્યુટર પર આગળ વધતા જઈએ છીએ.

વાસ્તવમાં આપણી અંદર કશું જ ઘટતું- બનતું નથી, ના સુખ, ના દુ:ખ કે ના ક્રાંતિકારી વિચાર, માત્ર શાબ્દિક પ્રતિક્રિયાના દાયરામાં કેદ હોઈએ છીએ.

પરંતુ બીજી બાજુ એવો આભાસ થાય છે કે મારા સુખ-દુ:ખમાં ઘણા લોકો સાથે છે. સંભવ છે કે ઘણા લોકોને આભાસી રાહત મળી જાય પણ આવી આભાસી રાહત કુંઠા પેદા કરે છે. લોકો દરેક ઘટના કે કે સમસ્યાને સોશ્યલ મીડિયા કે બીજા મંચ પર એક પોસ્ટની રીતે જોવાનું શરુ કરે છે અને તે એક આદત બની જાય છે લોકોથી ઘેરાયેલા રહેવાની અને તારીફ સાંભળવાની અને પછી સ્થિતિ એવી ઉભી થાય છે કે આભાસી દુનિયા ચાહવા છતાં છોડી શકતા નથી.

જે લોકો આભાસી દુનિયાને પોતાની જિંદગી માને છે કે વાસ્તવિક માની લે છે તેઓ ખરેખર તો પોતાની ઓળખની સમસ્યા માટે તરસી રહ્યા હોય છે. જેની પોતાના આસપાસના લોકોમાં ખાસ જાણ પહેચાન ના હોય તે લોકો માને છે કે મારા સોશ્યલ મીડિયામાં હજારો મિત્રો છે અને તેઓ તેમના ફોટા કે વિચારોની વાહ વાહ કરે છે. ત્યારે કદાચ તેનો અહં સંતોષાય છે. અને આ જ મનોવૈજ્ઞાનિક હાલત તેને વધુ ને વધુ સમય આભાસી દુનિયામાં પસાર કરવા મજબુર કરે છે. પરંતુ આ ક્રમને લીધે તે વાસ્તવિક દુનિયાથી અલગ પડી જાય છે. અને પછી એવું બને છે કે તે વાસ્તવિક દુનિયાની વાતોને પણ પણ આભાસી દુનિયાની જેમ વિચારવા લાગે છે.

હકીકતમાં આજકાલ ઘણા લોકો વાસ્તવિક દુનિયામાં હોવા છતાં માનસિકરૂપથી આભાસી દુનિયામાં ગુમ રહેવા લાગ્યા છે. એ લોકોના દિમાગમાં ફેસબુકના ખાતામાં હવે શું નવું મુકવું કે જેના લીધે લોકો હેરાન રહી જાય, સનસની ફેલાઈ જાય કે વધુ વાદવિવાદ સર્જી શકાય.

ઘણીવાર અમુક સમસ્યા કે ઘટના પર થતી ચર્ચાઓના કારણે એવું બને કે આભાસી દુનિયામાં વધુ પ્રશશંક બનાવવામાં તે વાસ્તવિક દુનિયાના સાચા મિત્રોને ખોઈ બેસે છે.

એવું બની રહ્યું છે કે આભાસી દુનિયાના 1000 કે 5000 મિત્રોને મોબાઈલ ટચ સ્ક્રીનથી ટચ કરવામાં વાસ્તવિક દુનિયાના 5 મિત્રોનો ટચ ગુમાવી રહ્યા છીએ.

નો મોર નેગેટીવ: માય ચોઈસ

तेरे पास भी कम नहीं, मेरे पास भी बहुत है,
ये परेशानियाँ आजकल फ़ुरसत में बहुत है।
##share##

આજકાલ ‘નો મોર નેગેટીવ ન્યુઝ’ એવું વાંચ્યું એટલે લાગ્યું કે મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા થતી નેગેટીવ સમાચારોની ચર્ચાઓની અસરો વ્યાપક બની છે અને લોકો હવે આવી સ્ટ્રેટેજીથી કંટાળી રહ્યા છે, અને તેના દ્વારા રોટલા શેકતા લોકોની અસલિયતને પણ ઓળખી ગયા છે.

પરિસ્થિતિઓ અને સંજોગો પ્રમાણે દરેકને અલગ અપેક્ષાઓ અને અભિપ્રાયો હોઈ શકે તે સાથે સહમત ના થઇએ તે વાત અલગ છે. પણ પોતાના અભિપ્રાયો અને અપેક્ષાઓ સાથે બાંધછોડ ના કરી તેને પોતાનું સત્ય અંતિમ એવું માનનારા પોતાના અહમ અને દૃષ્ટિકોણને કારણે નકારત્મક અસરો અને વાતાવરણ સર્જે છે. બીજાને હીન નીચા બતાવીને પોતાનું ગોરવ વધારવા લોકો પર સાવ હલકી કક્ષાની ટીકાના વાગ્બાણ છોડ્યા જ કરશે.

જો આપણે આપણો દૃષ્ટિકોણ ના બદલીએ અને માત્ર પૂર્વગ્રહથી પીડિત કે બદલાયેલી પરિસ્થતિનો અભ્યાસ કર્યા વિના દરેક બનાવ, ઘટના કે કોઈપણ સંજોગો ઉભા થાય તેને નકારત્મકતાથી જોવાની કે મૂલવવાની દૃષ્ટિ અપનાવીએ તો સારું જોઈ શકવાની કે પરિસ્થિતિના બદલાવની શક્યતા કે ઉપાય નહિ મળે. માત્ર એ જ નકારાત્મક વાતોને વાગોળવાથી તો કોઈ બદલાવ આવવાનો છે નહિ.

બદલાવ લાવવા માટે પહેલા પોતાનામાં બદલાવ લાવવો જરૂરી છે. માત્ર જ્ઞાન કે માહિતીનો ખડકલો કરી દેવાથી કે નકારાત્મક ટીકા ટીપ્પણીઓથી પણ સમાજમાં કે દેશમાં બદલાવ નહીં આવે. ઘણા લોકો પોતાની પાસે માહિતી કે પોતાના વિચારો હોય તેનું પાલન પોતાના જીવનમાં તો કરી શકતા નથી પરંતુ તેઓ બીજાને તાત્કાલિક ધોરણે પોતાના વિચારો થોપી બદલી નાખવા માંગે છે. ઘણા લોકો જીવનમાં એવી ઘણી બધી વિચારસરણી કે ઘણું બધું જાણવા છતાં તે જીવનમાં ઉતારી ના શકતા હોય કે અપનાવી ના શકતા હોય તો પણ કોઈના જીવન રાતોરાત બદલી નાખવાની ચળ તેમને કેમ ઉપડતી હોય છે? જો તમે બીજાનું સત્ય ના અપનાવી શકતા હોવ તો તમને બીજાના જીવનમાં દખલ કરવાનો હક્ક નથી.

મોટેભાગે એવું બનતું હોય છે કે આપણે બીજા દેશોનો પૂર્ણત: અભ્યાસ કર્યા વિના જ આપણા દેશની દરેક હાલાકી અને તકલીફને જોઈએ છીએ અને તે વિષે સરખામણી કરીએ છીએ. પરંતુ તેના વિષે વિચારતા નથી કે આવું કેમ છે અને તેનો ઉકેલ શું  છે?
માત્ર જૂની પુરાની જ ઘીસીપીટી નકારાત્મક ટીકા ટીપ્પણીઓ કરી મજાક અને વિકૃત આનંદ લઈને કેટલુંય સમાજ સુધારક તરીકે કાર્ય કર્યું તેનો સંતોષ માનીએ છીએ.

નકારાત્મકતાથી લોકોની ટીકા ટીપ્પણીનો થોડો સમય આવ્યો હોય અને એકાદ બે વ્યક્તિ તેમાં સફળ થાય એટલે દરેક વ્યક્તિ તેવા શોર્ટકટથી પ્રસિદ્ધિ કે પ્રશંસા મેળવવાનો પ્રયત્ન કરે તો હવે સમજદાર અને સન્માન પ્રિય વ્યક્તિઓ તેને ઓળખી જાય છે અને તેનો વિરોધ કરે છે.

ઘણા લોકો ભારતના લોકોને વગોવવા માટે આપણી અવિકસિત સીસ્ટમનો સહારો લે છે અને પરિસ્થિતિનો સાચો અભ્યાસ કર્યા વિના જ ભારતના લોકોને માનવતા વિહીન ગણાવે છે પરંતુ આજે આપણે બહુ વર્ષો કે સદીઓ પાછળ ના જઈએ અને માત્ર 40-50 વર્ષ પાછળ જઈને સમાજ દર્શન કરીશું તો આજની અમુક પરિસ્થિતિને સમજી શકીશું.

ઘણા બધાને અનુભવ હશે કે જોયું હશે જ કે નાના શહેરો કે ગામમાં મહોલ્લા, શેરીમાં કોઈ ગરીબ પરિવાર હોય તે આસપાસના પરિવારો દ્વારા સચવાઇ જતો તે પરિવાર ભૂખ્યો ના રહે તે માટે અને અમુક સદ્ધર પરિવારની મદદથી બાળકોના ભણતર કે અવસરોમાં મદદરૂપ બનતા, આવું તો મેં 20-25 વર્ષ પહેલા પણ જોયું છે. આવા માનવતાના દાખલાઓ તો અઢળક છે અને આજે પણ લોકો દ્વારા આવા માનવતાનાં કાર્યો થતા જ રહે છે. આ તો મેં એક જ ઉદાહરણ આપ્યું પણ આવા અનેક કાર્યો સમાજ દ્વારા થતા હતા અને આજે તો જેમ સમાજમાં જાગૃતિ આવતી જાય છે તેમ પ્રમાણ વધતું જ રહે છે. પણ સારું ના જોવાની આદત અને અચાનક બહારની દુનિયાની ચમક દમક જોઇને વિસ્મય પામેલા લોકો આ સ્વીકારવા તૈયાર જ નથી.

પાછુ આવા લોકો કહે કે અમે કડવું સત્ય કહીએ છીએ, અરીસો બતાવીએ છીએ. શેનું સત્ય અને શેનો અરીસો? માસી રાજરાણી લાગે એટલે જેની સાથે મૂળિયા જોડાયેલા છે તે માતાને વાતવાતમાં ભિખારણ અને હલકી ચિતરવી તે? પોતાના વિચારોને અંતિમ સત્ય માનવું અને બળજબરીથી થોપી દેવું તે અરીસો? આવું સત્ય હોય કે અરીસો  હોય  તો   માય ફૂટ!! નથી માનવું આ સત્ય અને નથી જોવું અરીસામાં. અમને અમારું ભારત જે છે તે મંજુર છે, અને અમારી માટે મહાન હતું અને આજ પણ મહાન છે. કોઈ બેચાર ચમકદમકમાં અંધ બનેલા લોકો ભારતના લોકો પર ‘સાયકોલોજી પ્રેસરનો’ ઉપયોગ કરી હલકા શબ્દો વાપરી ઉતારી પડવાની કોશિશ કરશે અને સફળ થશે? એમને હજુ ભારતીય લોકોની સાયકોલોજી તાકાતનો અંદાજ નથી અમારે ગુગલ પરથી સાયકોલોજી શીખવાની જરૂર નથી જગતને સાયકોલોજી શીખવાડનાર તો ગળથૂથીમાંથી શીખીને જ આવે છે.

ભારત દેશ 5000 વર્ષ પહેલા હતો તે કે 500 વર્ષ પહેલા હતો તે આજે નથી કે 5000 વર્ષ કે 500 વર્ષની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે તો તે બદલાવને વારેવારે જુના ધર્મ કે શાસ્ત્રો સાથે સરખાવી ધર્મ સંસ્કૃતિ કે શાસ્ત્રોને ઉતરતાં સાબિત કરવાથી લોકોમાં બદલાવ ના લાવી શકાય પરંતુ ધર્મ અને સંસ્કૃતિની સાચી સમજણ આપી શકાય. શાસ્ત્રોના મનઘડત અર્થઘટન કરવા કરતા તેનો આજના સમયમાં પણ કેટલું ઉપયોગી છે તેવું અર્થઘટન જરૂરી છે. અને જે બિનજરૂરી હોય આજના સમયમાં તે બિલકુલ આવશ્યક ના હોય અને સમાજને નુકશાનરૂપ હોય તે દૂર કરવા અભ્યાસપૂર્ણ માહિતી રજુ કરી સમજણથી દૂર કરી શકાય. અને અમુક પરિસ્થિતિ બદલવા કડક કાયદા અને ન્યાયિક પ્રક્રિયા સક્ષમ બનાવવી જરૂરી છે.

હવે વિકાસ તરફ જઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ એક સંઘર્ષમય જીવનશૈલીમાં અટવાઈ ગયો છે તેથી અને અમુક નવી સીસ્ટમ અને કાયદા કાનૂન આવવાથી અમુક પરિસ્થિતિમાં લોકો મદદ કરવા ઈચ્છે તો પણ નથી કરી શકતા. જાણકારીના અભાવે અને ન્યાયિક પ્રક્રિયામાં પ્રમાણિકતાના અભાવે લોકોમાં કોઈને મદદ કરવામાં પોતે ફસાઈ જશે એવો ડર હોય છે.
એટલે હવે એવું બની રહ્યું છે કે તમને એક સાથે બે અનુભવો થાય છે લોકોની મદદ કરવાની ભાવના મારી પરવારી નથી તે અને અમુક કારણોસર લોકો મદદ કરવા આગળ નથી આવી શકતા તે. એટલે સમાજ માનવતાહીન થઇ ગયો છે એવું કહી ના શકાય.

એક મારા પોતાના અનુભવ દ્વારા હું આ વધુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. 2011 માં અમે બેંગ્લોર શિફ્ટ થયેલા, વર્ષોથી અમદાવાદમાં રહેતા હતા. ત્યારે એક સાંજે હું મારા  પતિ  સાથે થોડી ખરીદી માટે નજીકમાં જ જતા હતા ત્યાના રસ્તાઓથી અજાણ હું એક નાની જ ઠોકર લાગવાથી પડી ગઈ. આમ તો જાણે બેસી પડયું હોય તેવું જ હતું પણ એક અણીદાર પત્થર પગમાં ઘુંટણ ની પાસે પેસી જવાથી હેર ક્રેક ફ્રેકચર થયું હતું.
અમે લોકો ત્યાં એકદમ અજાણ્યા જ હતા માત્ર 15 દિવસ જ થયા હતા ત્યાં ગયાને, એટલે મકાન માલિક સિવાય કોઈ ઓળખે નહિ પણ જ્યાં હું પડી ગયેલી તે એપાર્ટમેન્ટનો વોચમેન પહેલા દોડી આવ્યો અને હું ફ્રેકચરને કારણે ઉભી નહોતી થઇ શકતી તેથી ત્યાં રહેતા એક બે ઘરના લોકોને બોલાવી લાવ્યો, તરત જ એક ખુરશી લઇ આવ્યો અને બધાએ ભેગા થઇ મને ખુરશીમાં બેસાડી અને ઉપાયો કરવા લાગ્યા એક બહેન તો એમના એક બે ઓળખીતાને ફોન કરી અમુક રેકી જેવી ચિકત્સા માટે બોલવી લીધા પણ પછી લાગ્યું કે કઈ વધરે છે એટલે તરત જ મને હોસ્પિટલ લઇ જવાનું નક્કી કરી મારા પતિ ઘરે જઈ કાર લઇ આવ્યા ત્યારે તે એપાર્ટમેન્ટમાં રહેતા એક બહેન તેમના ઘેર જણાવી અને અમારી સાથે આવ્યા તે પહેલા હોસ્પીટલમાં ફોન કરી દીધો અને રાતના 11 વાગ્યા સુધી અમારી સાથે એક આપ્તજનની જેમ રહ્યા અને બીજે દિવસે સવારે અમારી જમવાની અને બીજા ઘરકામ માટેની વ્યવસ્થા પણ કરવા હાજર થઇ ગયા અને કોઇપણ કામ માટે અડધી રાતે પણ તેઓ આવશે તેવી હૈયાધારણ આપી અને સમયાંતરે ખબર પૂછતા રહેતા. એવી જ રીતે એક બે ગુજરાતી લોકો તો માત્ર થોડી જ વાતચીત દ્વારા થયેલી ઓળખાણ હોવા છતાં ખબર પૂછવા અને મદદ માટે આવી ગયા

2011 માં બનેલી ઘટના બહુ જૂની નથી અને તેને 500 કે 5000 વર્ષની અમુક પ્રસંગો સાથે સરખાવી ને એમ ના કહી શક્ય કે આપણો સમાજ માનવતાવિહીન છે.

જો સારા અનુભવો થતા હોય તો કોઈ સંજોગો કે પરિસ્થિતિને કારણે કોઈ ખરાબ અનુભવ પણ થઇ શકે મને મદદ કરવા માટે ઘણા લોકો આગળ આવ્યા તેમ જે મકાન માલિકના ઘરમાં રહેતા હતા તેનો દીકરો અને પુત્રવધુ પણ ત્યાંથી પસાર થયા પણ તેઓ ઉભા પણ ના રહ્યા કે રાત્રે અમે હોસ્પિટલથી આવ્યા પછી કે એક મહિના સુધી દરરોજ દિવસમાં ત્રણ વખત ટેરેસ પર આવે છતાં ઘરના 6-7 સભ્યોમાંથી ક્યારેય મને મદદ માટે તો નથી પૂછ્યું પણ કયારેય ‘હવે કેમ છે’ તેમ નથી પૂછ્યું.

When you move your focus from competition to contribution, life becomes a celebration.

મને એક જ સમયે હકારત્મક અને નકારત્મક બંને અનુભવ થયા પણ હું હકારત્મક અનુભવ યાદ રાખીને તે વિચારસરણીને આગળ વધારું અને નકારત્મક અનુભવથી હું વિચારું કે તે તેમની કોઈ મજબૂરી કે સ્વભાવ હશે. બની શકે કે કોઈકવાર આપણને નકારત્મકતા વધુ મળે અને હકારત્મક ઓછુ પણ મળે પણ એક હકારત્મક વિચારસરણીથી સમાજમાં ઘણો બદલાવ આવશે પણ ઘણી બધી હકારત્મકતમાં એક નકારત્મક વિચારસરણી સમાજનું ઘણું નુકશાન કરી શકે છે એટલે નક્કી આપણે કરવાનું છે કે શું કરવું અને શું ના કરવું। બની શકે તો હકારત્મક વાતાવરણ સર્જો સમાજમાં નકારત્મક વાતાવરણ કે અસરો ના થાય તે માટે સજાગ બનીએ

હવે જો હકારત્મક દૃષ્ટિકોણ હોય તો તમે જે સારું હોય તેને યાદ રાખો અને નકારત્મક દૃષ્ટિકોણ હોય તો પાણીમાંથી પોરાં કાઢતા હોય તેમ જ્યાં ને ત્યાં ખરાબ જ શોધ્યા કરશો. અમે નકારત્મક વાતને ભૂલી હકારત્મક અભિગમ યાદ રાખ્યો તેથી સ્વભાવ તો આમેય કોઈને પણ થઇ શકે તે મદદ કરવાનો હતો તેમાં વધુ હકારત્મક અભિગમનો ઉમેરો થયો કે પેલા સિંધી બહેન જેમણે પોતાના ઘર અને જમવાની ચિંતા છોડી રાતના 11 વાગ્યા સુધી અમારો સાથ આપ્યો મારે માટે સાચી માનવતાની મૂર્તિ બન્યા.

આમ તો ગુજરાતમાં તો મેં ઠેર ઠેર આવી રીતે અકસ્માતમાં પણ લોકોને મદદ કરતા જોયા જ છે. અને હવે તો 108 સીસ્ટમ પણ સારી છે તેને કારણે થોડીક જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સેવા મળી રહે છે. કોઈપણ કૉલ કરે અને એમ્બ્યુલન્સ આવી જાય અને તાત્કાલિક સ્થળ પર જરૂરી સેવા આપી જરૂર હોય તો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જાય. આ સેવા ગુજરાતમાં નાનકડા કોઈપણ નાના સ્થળે કે મોટા હાઈ વે કે કોઈપણ ખૂણે કોઈપણ અકસ્માતમાં એકસરખી રીતે મળી રહે છે. આ મેં નજરે નિહાળેલું છે.

હળવી રમૂજની પળો

એક કોમેડી ફિલ્મ આવેલી માલામાલ વિકલી તેમાં પરેશ રાવલ જે પાત્ર ભજવે છે તે ગામમાં એક માત્ર ભણેલ વ્યક્તિ હોય છે અને લોટરી ટીકીટ વેચાણ કરતા પહેલા સારી નોકરી માટે પ્રયાસ કરે છે સારી નોકરી તો મળતી નથી પણ ગામમાં જનગણ અધિકારી આવે છે. એક માત્ર ભણેલ હોવાથી તેને કામ સોપે છે અને અમુક તૈયાર સવાલોની યાદી આપે છે તે પ્રમાણે ગામના દરેક ઘરે જઈ ઘર નંબર સાથે પૂછવાનું હોય છે કે ,
‘ઘરમે કિતને લોગ હે’
‘આપકી શાદી હો ગઈ હે?’
‘ કિતને બચ્ચે હે?

એ પ્રમાણે તે પ્રથમ ઘરે જાય છે અને સવાલ પૂછે છે કે,
‘આપકી શાદી હો ગઈ હે ?’
તેના જવાબમાં સ્ત્રી જવાબ આપે છે ‘નહી’
પછી બીજો સવાલ આવે તે પ્રમાણે ‘કિતને બચ્ચે હે ?’
એટલે જવાબ માં સ્ત્રી થપ્પડ મારે છે
જનગણ અધિકારી સમજાવે છે પહેલા ‘ બચ્ચે હે,એવો સવાલ પુછવો હતો ને ,

પછી તે બીજા ઘરે જાય છે ત્યાં વિધવા ઉમરલાયક સ્ત્રી દરવાજો ખોલે છે ત્યારે સવાલ પૂછે છે કે ‘આપકે બચ્ચે હે’
માજી જવાબ આપે છે કે ‘હા’
પછી બીજો સવાલ પૂછે છે કે ‘આપકી શાદી હુઈ હે?
ફરી એક થપ્પડ પડે છે.

હવે તમને લાગશે કે અહી આ ફિલ્મની વાર્તા કહેવાનો અર્થ શું છે?
તો હવે મૂળ વાત પર આવું થોડા સમય પહેલા મારી એક ઇન્સ્યોરન્સ પોલીસીના સંદર્ભમાં વેરીફીકેશન કૉલ આવ્યો તેમાં પણ જે લોકો હોય તેમને પણ જે પકડાવ્યા હોય તેવા સવાલો જ પૂછવાનું શરુ કરી દે.( એમાં થોડીક પણ પોતાની  ના  વાપરે)😄
આપનું નામ શું,જન્મતારીખ શું, એજ્યુકેશન, પ્રવૃત્તિ, આવક શું છે એવા સવાલો હોય.
એક પછી એક સવાલના જવાબ આપ્યા પછી શું પ્રવૃત્તિના જવાબમાં, આમ તો હમણાં હું મારા એક પ્રોજેક્ટ પર વર્ક કરી રહી છુ પણ તેના વિષે બધાને સમજણ ના હોય એટલે તેને વાત કરવાનો કોઈ ફાયદો નહિ એમ માનીને મેં કહ્યું હાઉસવાઈફ(ગૃહિણી-હોમમેકર) છું.
હવે હું ગૃહિણી કહું પછી આવક કેટલી એ સવાલનો કોઈ અર્થ ખરો?
પાછો આવા એક જ વેરીફીકેશન માટેનો કૉલ ત્રણ વાર આવેલ અને ત્રણેય વખતે આવું જ રીપીટ 😄😄
જગતના કોઈપણ દેશમાં, વિકસિત દેશોમાં( જો કે વિક્સીતનો અર્થ દરેક વ્યક્તિએ પોતાના માટે કમાવું પડે) પણ નહિ હાઉસ વાઈફને પગાર કે વેતન મળતું હોય તેવું જાણકારીમાં નથી, કદાચ એકાદ દેશ અપવાદ તરીકે હોઈ પણ શકે, જેની મને જાણકારી નથી.
ટેક્ષ સેવિંગ માટે વાઈફને નામે અમુક રકમ ફાળવતા હોય છે જેને PIN કહેવાય છે. તેને આવક ગણાય?

જો કે મારો મુદ્દો હાઉસ વાઈફને વેતન હોવું જોઈએ કે નહિ તે નથી( આ તો શું લોકો પાછા અવળે પાટે ચર્ચાએ ચડી જાય નહિ ) પણ આવી રીતે પૂછાતા સવાલોથો હળવી રમૂજનું વાતાવરણ ઉભું થાય છે તે છે.

આવો જ એકવાર કોઈ બેંક માર્કેટીગનો કૉલ આવેલ મને મારા પતિ માટે પૂછ્યું એટલે મેં કહ્યું કે તેઓ અત્યારે અહી નથી.
એટલે મને કહે કે તો એમના ફાધરને આપો.
એટલે મેં સામે આશ્ચર્યથી પૂછ્યું શું કહ્યું?
પણ મેં એનો જવાબ સાંભળ્યા વિના જ ફોન કટ કરી દીધો.
એકબાજુ મને વિચાર આવ્યો અને સાથે સાથે હસવું
વિચાર એ માટે કે મારા ફાધર ઇન લો માટે ક્યારેય આવી રીતે કોઈએ પણ કહ્યું જ નથી કે, એમને ફોન આપો કારણ કે મારા ફાધર ઇન લોનાં અવસાનને પણ 20 વર્ષ થઇ ગયા છે એટલે અને તેઓ મુબઈમાં રહેતા એટલે ક્યારેય કોઈ સગાસંબધી પણ આ રીતે કહે નહિ.
અને એટલે હસવું પણ આવી ગયું કે પૂરતી માહિતી વિના આ લોકો માર્કેટિંગ કૉલ કરતા હોય છે.
મેં ફોન કટ કરી દીધો પછી ફરી કૉલ કરીને મને કહે કે ફોન કેમ મૂકી દીધો।
મને ગુસ્સો તો બહુ આવ્યો કહેવાનું મન થયું કે અક્કલ વિનાના પ્રશ્નો પૂછી દીમાગ અને સમય બગાડો છો તો શું કરું? પણ મગજ શાંત રાખીને હસતાં હસતાં કહ્યું કે તમે મારા પતિના ફાધરને ફોન આપવા કહ્યું, પણ એમના ફાધર હું ક્યાંથી લાવું એ તો 20 વર્ષ પહેલા જ આ દુનિયા છોડી ગયા છે.

તો એ બહેન કહે કે મને એમ કે તમને ફાયનાન્સ વિષે ખબર ના પડે એટલે મેં તમારા પતિના ફાધરને ફોન આપવા કહ્યું હતું.

લો હવે પાછું મારે એમને કયાં કથા કહેવી કે બહેન હું એક બીઝનેસ વુમન છું, અને ઘરનું તથા બિઝનેસનું ફાયનાન્સ હું જ સંભાળું છું.

આજની ભાગદોડ જીંદગીમાં આવી રીતે પણ થોડું હાસ્ય મેળવતા રહેવું. આમ પણ બિનજરૂરી નકારાત્મકતા કરતા આવી સકારત્મક સમજણથી જ તણાવમુક્ત રહી શકીએ જેમ શાહબુદ્દીન રાઠોડ કહે છે તેમ દ્રષ્ટિ હોય તો હાસ્ય તો મળી રહે જ.

ભારત અને ભારતીયને સતત હલકો ચિતરવાની ગંદી માનસિકતા

હમણાં હું મારા એક પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાને કારણે મારું બ્લોગમાં લખવાનું બંધ થઇ ગયું છે ઘણીવાર વિચારું કે મહિનામાં એકાદ બે લેખ તો લખું પણ સાતત્ય જળવાતું નથી પણ ક્યારેક અન્ય બ્લોગમાં કોઈ કારણસર આપેલ પ્રતિભાવ ત્યાં મોડરેટ ના થઇ શકે ત્યારે બ્લોગમાં રાખું છુ.

હમણાં મારા આવા જ પ્રતિભાવમાં એક વાચકની સરળ અને હૃદયને સ્પર્શી જાય તેવી કમેન્ટ આવી હતી.
એ કમેન્ટનો ભાવાર્થ એ છે કે આજકાલ અમને ભારતવાસીઓને ગમાર અને હલકા મગજના હોઈએ તેવા બતાવવાની એક રેસ ચાલી રહી છે અમારામાં હજારો બુરાઈ હશે પણ જેવા દેખાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેવા સાવ અક્કલમઠ્ઠા કે હલકા પણ નથી.

માતા જયારે ભૂલ બતાવવા કાન ખેંચે ત્યારે તેમાં માતાનો પ્રેમ અને ચિંતા હોય છે તે બાળક સમજી જાય છે અને સતત ઉતારી પાડવા માટે કાન ખેંચ્યે રાખે તો નાનું બાળક પણ સમજી જાય છે તો આપણે તો મોટા છીએ.
તમારા જેવું સમતોલ લખાણ વાંચી દિલને ટાઢક થાય છે.

અહી હું મારું લખાણ સારું છુ તેના માટે આ વાત નથી કરતી. પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને હાથવગી ટેકનોલોજી મળવાથી અધૂરા ઘડાઓ માત્ર થોડી વાહવાહી અને લાઈક કમેન્ટ મેળવાવા માટે ભારતના લોકોની સંવેદના અને લાગણીઓની સાથે એક ભદ્દી મજાક કરી સતત ઉતારી પડવાની રમત રમી રહ્યા છે તેનું તેમને કોઈ ભાન નથી.

જગતના કોઈપણ મહાન વ્યક્તિએ કે મહાન વૈજ્ઞાનિકો કે ટેકનોલોજીના શોધકોએ પણ માનવીની સંવેદના અને લાગણીને વિજ્ઞાન અને ટેકનોલોજી કરતાં વધુ મહત્ત્વ આપ્યું છે માણસ સામાજિક રહેવા ટેવાયેલો છે અને એટલે જ સોશ્યલ મીડિયા અસ્તિત્વમાં આવ્યું છે ને સંવેદના વિના તો ટેકનોલોજી કે વિજ્ઞાન પણ પાંગળું બની જાય છે વિશ્વમાં સંવેદના જ પ્રથમ સ્થાને છે અને તે હશે તો જ વિજ્ઞાન અને ટેકનોલોજી રહેશે.

આટલી સાદી સમજ પણ આવા અધૂરા  ઘડાઓ પાસે નથી તેઓ માત્ર ગુગલ પરથી માહિતી ઉઠાવે છે કા તો પુરાણોમાંથી મનઘડત અર્થ કરી ભારતના લોકોને પછાત-દંભી સાબિત કરવામાં અને શબ્દોની રમત રમી લોકોને ઉતારી પડવાનું કાર્ય કરે છે અને પોતાને મહાન લેખક માને છે. આમેય થોડીઘણી ઉપરછલ્લી માહિતી મેળવનારા લોકો જજમેન્ટલ વધુ હોય દરેક બાબતમાં પોતાના જજમેન્ટ આપે. ઇન્ફોર્મ ડીસીઝન ના લઇ શકે.

ભારત બહાર કમાવા જતા કે ફરવા જતા લોકોમાં થોડાક આવા લોકો ઉપરછલ્લી માહિતી અને ચમકદમક જોઇને અંધ બની જાય છે સતત સરખામણી કરી અને ભારતના લોકોને સતત ઉતારી પાડવાની ચેષ્ટા કરતાં જોવા મળે છે હું જયારે પ્રથમ વખત લંડનમાં આવી ત્યારથી આજ સુધી હું કોઈપણ વસ્તુ કે સિસ્ટમ કે લોકોને જોયા પછી વિચારું અહી આવું છે તે અને મારા દેશમાં કેમ આવું છે તે વિષે સતત મનોમંથન કરું કયારેય એમ ના વિચારું કે આવું જ મારા દેશમાં હોવું જોઈએ અને તમે જો ચમકદમકથી અંજાયા વિના વિચારો તો તમને ખ્યાલ આવે કે સારું શું અને ખોટું શું?

મારા પતિ લંડનમાં પણ કોઈ ભારતીય લોકો ભારત વિષે ઘસાતું બોલે કે તરત જ કહે તમે છેલ્લે ભારત કયારે જોયું ? મીડિયા અને સમાચારોમાંથી અધુરી માહિતીથી ભારતને ના મૂલવો, ભલે આજે આપણે મહાન નથી કે ઘણી બાબતમાં પાછળ છીએ પણ આપણે ઘણું સારું પરિવર્તન અને વિકાસ કરી રહ્યા જ છીએ એમ વ્યવસ્થિત ચર્ચા કરે અને હું જ્યારે પણ ભારત આવતી હોઉં ત્યારે અચૂક કહે કે દેશની કોઈપણ વ્યક્તિને એવું લાગવું ના જોઈએ કે આપણે વિદેશમાં રહેવાથી ભારતના લોકોથી ઊંચા કે વિશેષ છીએ ઉપરથી એ લોકોને સતત ભારત વિષે માન રહે તેવું અને ભારતમાં પણ તેઓ સારી જિંદગી જીવે છે તે અહેસાસ કરાવજે અને ક્યારેક કોઈ બાબતમાં ચર્ચા થાય તો કોઈને ઉતારી પાડવાની ચર્ચા તો ના જ કરતી.

એવી જ રીતે મારા દીકરા સાથે આ વિષય પર ચર્ચા થાય તે સાચી માહિતીના અભ્યાસ અને ભારતમાં લોકોમાં આવતા બદલાવને જોઇને કહે કે અત્યારે ભારતનો દરેક વર્ગ આર્થિક રીતે સતત ઉપર આવી રહ્યો છે અને તેથી જ સમાજમાં તહેવારો અને ઉત્સવોનું પ્રમાણ વધુ દેખાય છે દરેક વ્યક્તિ  સારું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. અને એમાં ખોટું પણ શું છે? સતત કચડાયેલો દબાયેલો સમાજ આર્થિક રીતે આગળ વધે ત્યારે થોડુક અંધાધૂધી જેવું કદાચ લાગે પણ ધીમેધીમે તેના પ્રમાણે નવી નીતિ, કાયદા બને તે માટે ધીરજની જરૂર છે અને તે દિશામાં કાર્ય થાય તે વિચારવાને બદલે સતત પછાત ગણવા વ્યવહારિક ના કહેવાય.

હું ક્યારેય પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમના લોકો કે તેમની ટેકનોલોજી-સિસ્ટમને ઉતરતી માનતી નથી કે તેમાં કોઈ દોષ છે એવું પણ નથી કહેવા માંગતી, પણ થોડે ઘણે અંશે જે આપણે ત્યાં છે તેવું બધે જ જોવા મળશે એટલેકે બધું જ બીજા દેશોનું સારું અને આપણું જ ખરાબ કે આપણે જ પછાત અને દંભી છીએ એવું નથી કાગડા બધે જ કાળા હોય છે.

અમે ચાર વર્ષથી લંડનમાં જ હતા પણ હમણાં થોડો સમય બર્મિઘહામમાં હતા લંડન એક મલ્ટીકલ્ચર શહેર છે ત્યાં મોટેભાગે બધા જ લોકો બહારથી આવેલ છે ત્યાની સ્થાનિક પ્રજા બહુ જ ઓછી દેખાય, હવે બધાજ બહારથી આવ્યા હોય ત્યાં તમને કોઈ ઓળખતું ના હોય તો તમે તમારી મરજીથી જેમ રહેવું હોય તેમ અને જેમ વર્તવું હોય તેમ વર્તો કોઈની આંખની શરમ જેવું ના હોય એટલે આપણે માનીએ કે આ લોકો કોઈ દંભ દેખાડો નથી કરતા એમ તો આપણે ત્યાં મુંબઈ જેવા મહાનગરોમાં પણ લોકો પોતાને મરજી પડે તેમ રહેતા હોય પણ નાના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો એકબીજાને ઓળખતા હોય એટલે શરમ કે ઢાંકપિછોડો હોય તે દંભ ના કહેવાય. અમને આજ ફરક લંડન અને બર્મિંગહામમાં જોવા મળતો લોકો ફેમિલી સાથે હોય બગીચાઓમાં છોકરાં અને છોકરીઓના ગ્રુપ અલગ જોવા મળે લંડનમાં જાહેરમાં કિસ કરતા કે એકબીજાને વળગીને કલાકો સુધી ઉભા રહેલા યુવક-યુવતી કે ટીનેજરો ઠેર ઠેર જોવા જયારે બર્મીગહામમાં પરિણીત કપલ પણ જાહેરમાં આમ જોવા ના મળે તો એ લોકો દંભી અને પછાત માનસિકતા ધરાવતા ના બની જાય.

હું બહાર નીકળી પડું લોકોની વચ્ચે જઈને તેમનો નજીકથી અભ્યાસ કરવાની કોશિશ કરું દરેકની ભાષા તો આવડે નહિ પરતું માનવીના ચહેરા કે માણસ વાંચતા આવડે અને આ રીતે સમજ કેળવીએ તો ક્યારેય તમને એમ નહિ લાગે કે આપણે દંભી છીએ ,હા ! અલગ જરૂર છીએ.

પશ્ચિમના દેશો વિકસિત દેશો છે આપણે વિકાસશીલ દેશમાં ગણાઈએ છીએ એમ ગણીએ કે વિકસીત દેશો એક સમૃદ્ધ ઉમરલાયક વ્યક્તિ છે જયારે ભારત હજુ કિશોરાવસ્થામાં છે હવે આ બે વ્યક્તિની સરખામણી શક્ય જ નથી બીજું એ કે વિવિધતા વિશાળ માત્રામાં છે.

હકારાત્મક રીતે લઈએ તો આજે દેશની પ્રગતિ થઇ રહી છે ઘણા બધા ક્ષેત્રોમાં અને બીજી રીતે કહીશ કે આ જ પેલી ઉતારી પાડવાની કે હલકા ચિતરવાની માનસિકતાનું કારણ છે. એક વ્યવસ્થિત ષડયંત્ર છે ઊંચાઈ પર પહોંચેલા ભારતની આર્થિક સમૃદ્ધિનો આંક જોઇને અચબિંત થઇ ગયા છે 2008 માં આવેલી વૈશ્વિક મંદીમાં ભારત અડીખમ ટકી રહ્યું અને વિકસિત દેશોના પાયા ડગી ગયા હતા ત્યાર પછી એક બાજુ વધુ વસ્તી હોવાથી મોટા માર્કેટ માટે ભારતનો ફાયદો ઉઠાવવો છે તેમનો માલ ભારતના બજારોમાં ઠાલવવો છે અને બીજી તરફ મીડિયામાં પગપેસારો કરી ભારતને સતત ખરાબ ચિતરવાની કોશિશ થઇ રહી છે ટૂંકમાં દબાયેલા રાખવા અને પછાત સાબિત કરવાની એક ચાલ છે જો તમે ઊંડાણઉર્વક વિચારશો તો આ બધી રમતનો ખ્યાલ આવશે.

હવે આવા ષડયંત્રમાં અમુક  જાણે અજાણે અને અમુક વ્યવસ્થિત રીતે ભાગ લઇ રહ્યા છે અમુક લોકો આ પછી પણ સ્વીકારશે નહિ કેમ કે તેમને ભારત પ્રત્યે કોઈ લાગણી નથી કે ભારતના લોકોની સંવેદના  વિષે પણ વિચારવાની જરૂર નથી લાગતી.

પ્રતિભાવ

હમણાં ફેસ્બૂકમાં મેસેજ બોક્ષમાં જે મારા ફ્રેન્ડ લીસ્ટમાં પણ નથી એમના દ્વારા એક લીંક આવી. કોઈના બ્લોગની લીંક છે તેવું લાગ્યું એટલે ઓપન કરી.
વાંચીને જાણ્યું કે એકની એક વાત કોઈપણ હિસાબે સાબિત કરવાની કોશિશ થઇ રહી છે. તેમના લેખના જે મુદ્દા હતા તે વાંચીને હસવું   આવે અને તેમનો પ્રયાસ માત્ર પોતાની વાત સાચી સાબિત કરવા માટે અને હાસ્યાસ્પદ લાગે તેવા વગર વિચાર્યે લખી નાખ્યું  તેવા મુદ્દા હતા.

એક તો એ મુદ્દ્દો એ હદ સુધી ચર્ચાઈ ગયો છે કે હવે તો એમ લાગે કે ખોટા પડ્યા છે પણ ઓટી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

પહેલા તો આવા કહેવાતા બુદ્ધિજીવીઓને જુના ગ્રંથોમાંથી ગમે તે રીતે મારીમચડીને એકની એક વાત કરવાની આદત અને મજા લઇ રહ્યા છે. ભૂતકાળ ભૂલવાની અને પરિવર્તનની વાત કરનારા પોતે ભૂતકાળના પ્રસંગો જ વાગોળ્યા કરે છે.

તેઓ ભૂલી જાય છે કે મહાભારત માં દ્રૌપદીનું ચીરહરણની વાત છે પણ આવા લોકો તેને બળાત્કાર સાથે સાંકળે છે. દરેક વખતે તેઓ દ્રૌપદી, સીતા અને અહલ્યા કે રામ વિષેની વાત મનઘડત રીતે આજના બનાવો સાથે સાંકળે છે.આવા બુદ્ધિમાનોને એટલી અક્કલ ના હોય કે રામાયણ અને મહાભારતનો સમયકાળ અલગ હતો અને આજનો સમયકાળ અલગ છે તે વખતની ઘટનાઓ અને આજની બનતી ઘટનાની કોઈ સરખામણી કે ઉદાહરણો વાહિયાત છે.

આજે કોઈ સ્ત્રીને સીતા કે દ્રૌપદીની જેમ જીવવા કે તેના દાખલા આપી સલાહો આપાય ત્યારે તેનો વિરોધ કરવો એ સાચા બુદ્ધિમાનોની ફરજ છે તે સમય અને કાળ પ્રમાણે તેઓ જીવ્યા હશે આજે તે પ્રમાણે ના જીવાય એ સુધાર કરવાને બદલે તે ખોટી રજૂઆત કરી આવા લોકો પોતાને સમાજસુધારક  કહેવડાવા માંગે છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણની વાત આજના બળાત્કાર સાથે સરખાવવી ખુબ જ શરમજનક ગણી શકાય

બીજું એ કે આવા લોકો એમ કહે કે આપણે આપણી ભૂલો જોવા માંગતા નથી અને કોઈ અરીસો બતાવે તો આપણે ભૂલો જોવાને બદલે તેનો વિરોધ કરીએ છીએ પણ તેઓ પોતાના વિચારો અંતિમ સત્ય સાબિત કરવામાં ભૂલી જાય છે કે લગભગ 20 વર્ષ પહેલા  આપણે ત્યાં એક સામુહિક બળાત્કારની ઘટના બની હતી તે પર પુરા ત્રણ કલાકની ફિલ્મ બની ચુકી છે અરીસો બતાવીને ભૂલો જોવા નથી માંગતા એ આ વાત ખોટી સાબિત થઇ જાય છે અને  સમાજમાં જે પણ દુષણો છે તેને આવા કોઈપણ માધ્યમ દ્વારા ઉજાગર કરાય જ છે પણ આવા કહેવાતા બુદ્ધિવાદી વધુ પડતા લિબરલ થવામાં સાચી રીતે તો દંભી લીબરલો ભારતની દીકરી ડોક્યુમેન્ટ્રીનો વિરોધ શું છે તે સમજ્યા વિના જ અમે જ સાચા સાબિત કરવામાં લાગી ગયા છે.

હવે બીબીસીની આવી ડોક્યુમેન્ટ્રીનો વિરોધ જાણે કે કોઈએ કર્યો જ ના હોય એમ વાતો કરે. એક યુએસની જ ડોક્યુંમેન્ટરીમાં ત્યાના પોલીસની એક નાનકડી મજાક જે માત્ર બે સેકન્ડ માટે જ બતાવેલી તેનો યુએસ દ્વારા   વિરોધ થયેલો અને વિશ્વમાં   પ્રતિબંધિત પણ કરાવેલી એવું જ યુકેની મહાન ઘરાનાની ડોક્યુમેન્ટરી પ્રતિબંધિત થયેલી જ છે.
પણ આપણા બુદ્ધિમાનોને વિરોધનો વિરોધ હોય ત્યાં કોઈને શું કહેવાનું?

ત્રીજો મુદ્દો સંસદમાં બેઠેલા લોકો વિષે લખ્યું છે તો બળાત્કારના આંકડાઓના આધારે મહાન ગણાતા દેશોમાં તો શું પરિસ્થિતિ વિચારવાની ?
અને એક હાસ્યાસ્પદ વાત પોતાને પરિવર્તનશીલ અને વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક માહિતીના આધાર પર લખતા માનનાર એ ભૂલી ગયા ને કયાંથી આછકલાઈ જેવી માહિતી પણ શેર કરી દીધી કે બળાત્કારીઓ યોનીમાંથી આંતરડા કાઢી નાખે હહાહાહા.  આવું શક્ય છે? કુદરતી રીતે બાળક ના જન્મી શકે ત્યારે ડોક્ટર ઓપરેશન કરી બાળકને જન્મ અપાવે છે ત્યારે માત્ર નાખ વડે હાથથી જ આંતરડા ખેંચી કાઢ્યા આવી માહિતી દ્વારા લોકોના મનમાં આક્રોશ અને અરેરાટી ઉભી કરવાનો પ્રયાસ ગણી શકાય આવી રીતે નખ બળે થતું હોય તો સ્ત્રીઓના ગર્ભાશય કે બીજા સ્ત્રીરોગમાં શસ્ત્રક્રિયા જરૂર જ ના રહે
આ વાંચ્યા પછી મારા ગાયનેકને પૂછ્યું તો પહેલા તો ખુબ જ હસ્યા પછી કહ્યું આવું પોસીબલ જ નથી હાથ નાખી ને.