Category Archives: Uncategorized

‘ALWAYS રહીશું સાથે’

imageમિત્રો વર્ડ પ્રેસના બ્લોગ માધ્યમથી પરિચયમાં આવેલ મિત્ર રીતેશભાઈ મોકાસનાએ તેમની પોતાની લખેલ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ ‘Always  રહીશું સાથે’ બનાવી છે. અને તેઓ પોતે આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. એક નવા અલગ વિષય પર ગુજરાતીમાં ફિલ્મ બનાવવાનો તેમના આ નવતર પ્રયાસને સફળતાની ઉંચાઈ પ્રાપ્ત થાય તેવી અનેકાનેક શુભેચ્છાઓ અને ગુજરાતી ફિલ્મ જગતને પણ એક ઉંચાઈ પ્રાપ્ત થાય તે માટે સાથે મળી સહયોગ આપીએ તેવી અપેક્ષા સહ તેમની જાન્યુઆરીમાં   રીલીઝ થનારી ફિલ્મ ‘always  રહીશું સાથે’ વિષે માહિતી મારા બ્લોગમાં રાખું છું.

બેનર : કલ્પ સીને આર્ટ્સ
ડાયરેકટર : યુવરાજ જાડેજા
પ્રોડ્યુસર : રીતેશ મોકાસણા
આસી. ડાયરેકટર : મિહીર ઉપાધ્યાય
એકજી. પ્રોડ્યુસર : બાબુલાલ મોકાસણા
ફોટોગ્રાફી ડાયરેકટર : રાજીવ ચૌહાણ
મ્યુજિક ડાયરેકટર : સમીર-માના રાવલ
કથા : રીતેશ મોકાસણા – યુવરાજ જાડેજા
કોરિયોગ્રાફી : જય પંડ્યા
કાસ્ટિંગ ડાયરેકટર : પ્રકાશ જાડાવાલા
પ્રોડક્શન મેનેજર : કેયુર મહેતા
સંવાદ-ગીતકાર : યુવરાજ જાડેજા

ગાયક : ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર,પાર્થ ઓઝા, મિરાંદે શાહ,જીગરદાન ગઢવી વિગેરે.

સ્ટાર્સ : ઉમંગ આચાર્ય, ભરત ઠક્કર, તીલ્લાના દેસાઈ, પ્રકાશ જાડાવાલા, હર્ષ વ્યાસ, સોનાલી નાણાવટી, આનલ સુર્યાવાલા, કેયુર ઉપાધ્યાય, શૌનક વ્યાસ, ભૂમિ પંચાલ અને રિષભ મોદી વિગેરે.

 

આપ સર્વેને ને દિવાળીની શુભકામનાઓ, નવ વર્ષના અભિનંદન!

जिस रचना को हम दशकों से पढ़ते सुनते आए हैं वो आज भी कितनी प्रासंगिक है–

जलाओ दिये पर रहे ध्यान इतना
अँधेरा धरा पर कहीं रह न जाए।

नई ज्योति के धर नए पंख झिलमिल,
उड़े मर्त्य मिटटी गगन स्वर्ग छू ले,
लगे रोशनी की झड़ी झूम ऐसी,
निशा की गली में तिमिर राह भूले,
खुले मुक्ति का वह किरण द्वार जगमग,
ऊषा जा न पाये, निशा आ ना पाये
जलाओ दिये पर रहे ध्यान इतना
अँधेरा धरा पर कहीं रह न जाए।

सृजन है अधूरा अगर विश्व भर में,
कहीं भी किसी द्वार पर है उदासी,
मनुजता नहीं पूर्ण तब तक बनेगी,
कि जब तक लहू के लिये भूमि प्यासी,
चलेगा सदा नाश का खेल यूं ही,
भले ही दिवाली यहॉं रोज आये,
जलाओ दिये पर रहे ध्यान इतना
अँधेरा धरा पर कहीं रह न जाए।

मगर दीप की दीप्ति से सिर्फ जग में,
नहीं मिट सका है धरा का अॅंधेरा,
उतर क्यों न आयें नखत सब नयन के,
नहीं कर सकेंगे हृदय में उजेरा,
कटेंगे तभी यह अॅंधेरे घिरे अब,
स्वयं धर मनुज दीप का रूप आये
जलाओ दिये पर रहे ध्यान इतना
अँधेरा धरा पर कहीं रह न जाए।

***आप सभी को  सुरक्षित दीप पर्व की शुभकामनायें***

ફેસબુક એક ડીજીટલ કનેક્શન

ફેસબુકનું ભારતમાં આગમન થયું તે પહેલાં ભારતમાં લોકોએ ઓરકુટ ઉપયોગ કરવાનું શીખી લીધું હતું ઈન્ટરનેટ આસાન થઇ ગયું હતું અને એક મંચ મળી ગયેલ જ્યાં લોકો પોતાના જુના નવા મિત્રોને શોધીને ફરીથી ડીજીટલ કનેક્ટ થઇ રહ્યા હતા પરંતુ રાજનૈતિક વિવાદોનો અખાડો કે નવા કવિઓનો ઉભારવાનો મંચ નહોતો બનેલ વધારેમાં વધારે લોકો એકબીજાને ફોટા મુકીને દેખાડતા કે કોઈક જૂની વીતેલા દિવસોની વાતો થતી ઓરકુટ ઉપયોગ શીખી ચુકેલા લોકોને ફેસબુક મળતા જાણે કે દુનિયા જ બદલાઈ ગઈ, જાણે એક ખજાનો હાથ લાગી ગયો જેની સાથે સરસ દિવસો વિતાવેલા તે લોકો ફરી મળવા લાગ્યા

ફેસબુક અને ગૂગલના ઉપયોગથી એક વાતનો ભ્રમ તૂટી ગયો કે લખવા માટે ભણવું જરૂરી છે. બધાજ જ્ઞાની ગુગલીઆ જ્ઞાનથી ભરેલા યૌદ્ધાઓએ પોતાનો અડ્ડો જમાવી દીધો. સીધી ભાષમાં કહીએ તો જ્ઞાનની અંધાધૂંધી ચાલુ થઇ ગઈ ચાલીશ પચાસ વર્ષથી એકની એક જ ગોખેલી વાતની સામે ગુગલની આજ સુધીની જાણકારી ધરી દેવાવા લાગી જો કે ફેસબુકે આપણી એવી આવડતને નીખારી કે કોઈપણ જગ્યાએ તૂટી પડો કે ઘુસી જાવ પછી દેખ્યું જશે. જો કે આવા અંતરાયો વચ્ચે પણ એવા સારા સંવાદો કે ચર્ચાઓ પણ થવા લાગી કે જો કદાચ ફેસબુક ના હોત તો સંભવ છે કે અમુક માહિતીથી વંચિત રહી જવાત.

એવું લાગવા લાગ્યું કે સાહિત્યનો ફેસબુકીય સુવર્ણકાળ શરુ ગયો. દરેક લોકો કી- બોર્ડ પર તૂટી પડી રચનાઓ મુકવા લાગ્યા અને ઘણા દિવસો સુધી વાહ-વાહ ચાલવા માંડી.અને તેના રચનાકાર જો મહિલા હોય તો કહેવું જ શું? ચાર સેંકડમાં જ ચાલીશ લાઈક આવી જાય. જેટલા સમયમાં પોસ્ટ પૂરી ખુલે પણ નહિ તેટલા સમયમાં તો લોકો પસંદ પણ કરી લે. ઘણીવાર તો એવું પણ જોવા મળે કે કોઈ મહાન રચનાકારનો માલ કોઈ પોતાની દીવાલ પર મૂકે અને નીચે કાયદેસર રીતે રચનાકારનું નામ લખવાનું અહેસાન પણ કરે, તો પણ ઘણા લોકો ‘સી મોર’ પર ક્લિક કરે નહિ અને લાઈકનું લેબલ ચિપકાવી દે કે કમેન્ટમાં ‘કેટલું સારું લખો છો’ કે ‘તમારી પાસે સરસ આવડત છે’ ‘કયાંથી મેળવી આટલી સરસ આવડત? વગેરે વગેરે…જબરદસ્ત દોર આવ્યો ‘તું મને ખંજવાળ, હું તને ખંજવાળું’

એક એવો પણ ટ્રેન્ડ ચાલ્યો જેમાં ખાસ પ્રકારની પોસ્ટ કે કમેન્ટ કરવાથી કોઈ ખાસ ગ્રુપના સભ્ય બની ગયા હોય તેવું માનવા લાગ્યા અને પાછુ તેમના મન કે મત મુજબ પોસ્ટ કે કમેન્ટ ના કરવાથી કમેન્ટમાં કે ઇનબોક્સમાં ગાળો આપવાનું ચાલુ કરી દેવાનું જાણે કે ફેસબુક પર એક પ્રકારની ગ્રુપબાજી થવા લાગી અને ‘વ્હોટ જ ઇન યોર માઈન્ડ’ ને બદલે તેમના હિસાબ મુજબ પોસ્ટ કમેન્ટ થવી જોઈએ નહિ તો અન્ફ્રેન્ડ કે બ્લોકનું હથિયાર વાપરવાનું.

ફેસબુક પર સેક્યુલર ફેક્યુલાર અને આપ્યુલાર પોપ્યુલર યુગ પણ શરુ થઇ ગયો દેશની રાજનીતિને દિશા આપવાવાળા દરેક ઈ-ચોતરા પર સીધે સીધા જ પોલીટીક્સ ડીલ કરવા લાગ્યા જે લોકો ફેસબુકના આવ્યા પહેલાં ભાગ્યે જ રાજનીતિ જેવા મુદ્દે ચર્ચા કરતા તેવા સામાન્ય ફેસબુકિયા લોકો પણ રોજ દુકાન ખોલીને અડ્ડા જમાવવા લાગ્યા. રાજનીતિ હાવી થઇ ગઈ અને લોકોમાં કડવાહટ દેખાવા લાગી.

ઈન્ટરનેટ પર આસાનીથી ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોટા સાથે છેડછાડ કરવાનો નવો પ્રયોગ પણ દેખાવા લાગ્યો છે ક્રિયેટીવીટી વધી સાથે સાથે નકારાત્મકતાનો ગ્રાફ પણ ઘણો ઉંચે ગયો.

જેને ક્યારેય મળ્યા ના હોઈએ તેને માત્ર એટલા માટે સમર્થન ના આપવાનું હોય કે પછી તે મારી પોસ્ટને સમર્થન નહિ આપે. ફેસબુકને ડીજીટલ કનેક્શનની જેમ લેવું જોઈએ જેને કયારેય ના મળ્યા હોઈએ તેમની સાથે ક્યારેય મુલાકાત થશે કે નહિ તે પણ ખબર નથી હોતી, પણ જે લોકો પહેલાથી પરિચિત છે તેમની સાથે અને ફેસબુકથી પરિચિત થયેલા અમુક લોકો સાથે ઘણા સારા મજબુત જોડાણ પણ થઇ શકે છે.

સ્ત્રી હંમેશા રહસ્યમયી આલેખવામાં આવી.

સભ્ય સમાજની શરૂઆતમાં સ્ત્રી શ્રેષ્ઠ હતી. આધિપત્યના આક્રમણોથી દૂર, આડંબરવાળા પૂર્વગ્રહો વિનાના સ્વાભાવિક સ્વરૂપમાં, પ્રાકૃતિક ગુણોથી ભરેલી, શરીરની બાબતમાં બળવાન,નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતી,યુદ્ધ કરવામાં અને શિકાર કરવામાં પુરુષની સહાયક બનતી, તેનામાં બધાને સાથે રાખીને આગળ વધવાની શક્તિ હતી. તે ટોળામાં આગળ ચાલતી, પોતાના જીવનસાથી પોતે પસંદ કરતી. ‘વોલ્ગાથી ગંગા ‘ માં લખેલ છે કે સ્ત્રીની ભુજાઓ પુરુષની જેમ ભુજાઓ બળવાન હતી. જો કે સંગઠન શક્તિ શરીરની શક્તિથી નહિ પણ માનસિક લચીલાપણથી આવે છે. સ્ત્રીમાં લચીલાપણું હોય છે એટલે જ બધા કાયદાના બંધન સ્ત્રી માટે જ હતા. અત્યારના વર્તમાન લગ્નવ્યવસ્થામાં પણ સ્ત્રી જલ્દીથી પોતાના ઘરમાં જ્યાં ફરીવાર રોપવામાં આવે છે ત્યાં પણ તે પોતાની એક જગ્યા બનાવવામાં કામયાબ થાય છે અને મોટેભાગે નિપુણતાથી સંચાલન કરે છે એ વાત અલગ છે કે અસ્તિત્વ બચાવવા તે પોતાનું સમગ્ર જીવન તેની રચનાત્મકતા અને સમસ્ત શક્તિ હોમી દે છે.

સદીઓથી વૈધવ્ય, સતીત્વ, વાંઝીયાપણું પડદાપ્રથા, અશિક્ષા, કડક નિયમો, ચરિત્ર માટેના ક્રૂર ચોકઠાંમાં ઝોલાં ખાતી સ્ત્રીની શક્તિ કમજોર પડી ગઈ. પોતાની અસ્મિતા પોતાના અધિકાર અને ચેતનાથી અજાણ સ્ત્રી પોતેજ ઘણા પ્રકારની સમજુતી કરવા લાગી છતાયે પરિવારમાંથી મળતા સંસ્કારોથી સ્ત્રીએ પોતે જ પોતાને હારેલી માની લીધી સંયુક્ત મોટા પરિવારોમાં સ્ત્રીઓએ એકમાત્ર મુલ્યવાન જીવનની આહુતી આપી દીધી દીકરીનું લગ્ન જેટલું ઊંચા ઘરમાં થાય તેટલું તેનું જીવનનું મોટું બલિદાન.

સાહિત્ય,ભાષા,શાસ્ત્રો પણ સ્ત્રીને શરીર બનાવવામાં અને ભરમાવવામાં મોટી ભૂમિકા છે. વિશ્વની લગભગ દરેક ભાષામાં સાહિત્યમાં સ્ત્રી સુકોમળ,મધુર અને કામિનીના રૂપમાં ચરિત્ર કરવામાં આવી છે. કમર,નિતંબ, હોંઠ, નયન, ડોક ચહેરાના શૃંગારિક વર્ણન તેને ગજગામિની બનાવી દે છે. તેના સૌંદર્ય જ નહિ પણ તેના શૃંગાર તેના વસ્ત્ર આભૂષણમાં જ એટલી સુંદરતા દેખવામાં આવી કે તેના પર જ નખશીખ પોથીઓ ભરાઈ। ઉંમરના પ્રમાણે નાયિકાઓના પ્રકાર પણ બન્યા સવાલ એ છે કે પ્રકૃતિની બનાવેલી કઈ ચીજમાં સુંદરતા નથી? પરંતુ સ્ત્રીના અપ્રિતમ પ્રાકૃતિક ગુણોને બદલે સ્ત્રીના શરીર સૌન્દર્યના વખાણ સાહિત્ય અને શાસ્ત્રો પ્રત્યે નહિ પણ તેના રચનાકાર પ્રત્યે સંદેહ પેદાન કરે છે. આવી પ્રકૃતિની સ્ત્રી ગાયબ થઇ ગઈ અને  હંમેશા  રહસ્યમયી આલેખવામાં આવી.

પ્રકૃતિની વ્યવસ્થામાં સ્વચ્છંદતાની મનાઈ છે. સામાજિક મુલ્યોની રક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીના ખભે નાખી પુરુષ એ મુલ્યોના પાલન પ્રત્યે ગેર જીમ્મેદારની હદ સુધી લાપરવાહ થાય છે. આજની સ્થિતિ પુરુષપ્રધાન સ્વચ્છંદ વ્યવસ્થાને કારણે ઉભી થઇ છે। દહેજ-હત્યા ભ્રુણ-હત્યા અને બળાત્કાર તેનું પરિણામ છે.કારણોની પળોજડમાં પડ્યા વિના આ અપરાધોને માટે સ્ત્રી ‘સ્ત્રીની દુશ્મન સ્ત્રી’ કહી.આજ પણ વ્યવસ્થા રચવાવાળાઓ દોષ સ્ત્રીને માથે ચડાવી દેવાની સાજીશ ચાલુ જ છે.

આજે ઘણા પુરુષો સારા છે પણ શું પરિસ્થિતિ સામાન્ય છે? પિતાની સંપત્તિમાં હક્ક જતો કરવો, સવાલ કોઈના મનમાં નથી ઉઠતો લગ્ન બાદ સેવિકાની જેમ ગણવામાં આવે છે. ઘણીવાર સવાલ પૂછતી સ્ત્રીઓને ઝગડાખોર કુલટા કહેવામાં આવે છે. જે પરિવાર કે સમાજમાં પતિ પરમેશ્વર માનવામાં આવે તે વાતાવરણમાં ઉછરેલો પુરુષ સભ્ય પોતાને સ્વયંભૂ માને છે અને સ્ત્રીને સામાન અને સેવિકાથી વધુ નથી ગણતો.

સત્ય એ છે કે સ્ત્રીની ગરિમા પુરુષ નથી. સ્ત્રી તો સ્વયં અતુલનીય રૂપથી મહત્વપૂર્ણ છે પરંતુ હાલત બહુ જ વિડંબનાપૂર્ણ એ છે કે સ્ત્રીને ગર્ભાશયની ભેટ તેની પ્રથમ ઓળખ છે ગર્ભધારણ પ્રકૃતિનું એક વરદાન છે અને તેને લીધે જ સ્વચ્છંદ કે અધીર થવું તેનો સ્વભાવ નથી છતાં સ્ત્રીના શરીર પરના નિયમો નક્કી કરવાના અધિકાર પુરુષ પાસે કેવી રીતે હોઈ શકે? સ્ત્રી માટે શું યોગ્ય અયોગ્ય છે તે સ્ત્રી સારી રીતે જાણે છે જો સ્ત્રી પોતાના અધિકારોનો ઉપયોગ કરવાની આઝાદી મેળવે તો પુરુષ સ્વયં અનુશાસિત ના થઈ શકે? પુરુષપ્રધાન વ્યવસ્થાએ સ્ત્રી માટે ચરિત્રના નિયમો નક્કી કરવામાં બંને બાજુ પોતાના પક્ષે રાખી એક બાજુ ઘરેલું સ્ત્રી અને બીજી બાજુ બજારુ સ્ત્રી. શું કોઈ સ્ત્રી પોતે બજારુ થવા માંગે છે? તેમાં તેને સુખ છે?

એટલે જ આજની સ્ત્રીનો નવી જ એક ચહેરો ઉભરી આવ્યો છે જે છે વિદ્રોહી સ્ત્રીનો જે સમાજથી નારાજ અને એકલી રહેવાનું પસંદ કરે છે સ્ત્રીના ચરિત્ર પર સવાલ ઉઠાવવો તે સ્ત્રીના અસ્તિત્વ પર સવાલ કરવા બરાબર છે.

આજની સ્ત્રી બહુ જ દુવિધાઓ વચ્ચે છે શું સાચું શું ખોટું એનો નિર્ણય કરવામાં બહુ જ પરેશાની ઉઠાવવી પડે છે આજે તેની પાસે અધિકાર તો છે પણ સામાજિક માન્યતાઓ તેની સાથે નથી આજના ભૌતિકતા યુગમાં તેને પોતેજ કોમોડીટી બનવાથી કેવી રીતે બચવું? ચેતના સ્તર પર આજની જાગૃતિ ધૂંધળી છે ઘણા બધા મામલામાં તે શરીરનો ઉપયોગ કરવા લાગી છે પરંતુ તેને શું એ તેની મંઝીલ સુધી લઇ જશે ખૂલાં કપડા પહેરવા કોઈ ગુનો નથી પરંતુ તેની પાછળનો આશય સાફ છે કે નહિ શું પોતે શરીરતી એટલી મુક્ત છે જો નહિ તો શરીર પ્રદર્શન ને સ્વયમાં પોતાનું હથિયાર બનાવે છે તેમાં પાછળ પહાડ અને આગળ ખાઈ છે. શું કપડાંથી પ્રગતી આવશે? આદિવાસી સ્ત્રીઓ જેઓ શરીરનું ઉપવસ્ત્રઅન નથી પહેરતી અને તેના કપડાં ઘૂંટણ સુધી હોય છે પરંતુ તે અશ્લીલ નથી લગતી કેમ કે તેઓ પોતાની લડાઈ લડવામાં સમર્થ હોય છે દેહપ્રદર્શન એમના આશયમાં સામીલ નથી હોતું પ્રદર્શનની આશયથી પહેરાતાં કપડાં સ્ત્રી ના શરીર- રૂપને જ દેખાડે છે. સ્ત્રીએ પોતાની અસ્મિતા ઓળખવાની છે.

જ્યાં સ્ત્રી પોતાના માટે આર્થીક આધાર ઉભો નથી કરતી સંગઠિત થઇ પોતાની લડાઈ નથી લડતી પોતાના નિર્ણયો પોતે નથી કરતી ત્યાં સુધી સહજીવનમાં કોઈ સુખ નથી પુરુષની માનસિકતા જ નથી કે સ્ત્રીની માનસિકતા બદલે। સ્ત્રીએ જ જાતે માનસિકતા બદલી સ્વાવલંબી થવું જરૂરી છે પિતા, ભાઈ કે પતિ તેનો દીકરી બહેન કે પત્ની તરીકે ગર્વ લે તે જરૂરી છે અને તો જ આવનારી પેઢીમાં બદલાવ લાવી શકાય.

 

નફાની જાળમાં ફસાયેલું મેડીકલ વિજ્ઞાન

મેડિકલ વિજ્ઞાનમાં થયેલા વિકાસને કારણે માનવતા એક એવા પડાવ પર આવી ગઈ છે કે એક સમયે પ્લેગ જેવી બીમારીએ યુરોપની એક તૃતીયાંશ આબાદી ખત્મ કરી દીધેલી, જેનો ભારતના લોકોમાં તો ડર પેસી ગયેલો અને પ્લેગ જેવું નામ પણ જીભ પર આવવા દેતા  નહિ. આજે તે બીમારી સંપૂર્ણ રીતે કાબુમાં છે. અનેક ડોકટરો અને વૈજ્ઞાનિકોની અથાગ મહેનત અને માનવતાએ આ સફળતાની મંઝીલ મેળવેલી. પરંતુ આજે ફરી એકવાર માનવીની સામે એ સમય પાછો ફરી રહ્યો છે, તેનો ભય ઉભો થયો છે જેનું કારણ દવાઓના વિનાકારણ અને ગેર વૈજ્ઞાનિક ઉપયોગ છે.

એક તાજા અભ્યાસ પ્રમાણે ભારત દુનિયામાં એન્ટીબાયોટિક દવાઓના સૌથી વધુ ઉપયોગ કરતા દેશોમાંથી એક દેશ તરીકે સામે આવ્યો છે. 2000-2010 સુધીના દશકમાં ભારતમાં આ દવાઓના ઉપયોગમાં 62% વધારો થયો છે. આ સમયમાં વિશ્વમાં 36% પ્રમાણ રહ્યું છે. ચીન ભારત કરતા એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગમાં ભારત કરતા પાછળ છે. આમ તો અમેરિકા એન્ટીબાયોટિક દવાઓના ઉપયોગમાં આગળ છે. પરંતુ પહેલા કરતા ઉપયોગમાં ઘટાડો થયો છે. ત્યાં કુલ વસ્તી ઓછી હોવાને કારણે કુલ વપરાશ ભારત અને ચીન કરતા ઓછો છે.

એન્ટીબાયોટીક દવાઓના વપરાશમાં વધારાનું કારણ એ નથી કે લોકો ની તંદુરસ્તીની સુવિધાઓ પહેલા કરતા વધુ થઇ છે અભ્યાસકર્તા ઓના કહેવા પ્રમાણે વપરાશના વધારાનું મુખ્ય કારણ વિના કારણ તથા ગેર વૈજ્ઞાનિક વપરાશ છે. આમ  જોઈએ તો એન્ટીબાયોટીક દવાઓ એક ખાસ પ્રકારના જીવાણુઓ- બેક્ટેરિયાના કારણે થતી બીમારીઓમાં જ કારગર સાબિત થાય છે.જેમ કે ઝાડાના અમુક મામલામાં ટાઈફોઈડ, ચામડી, ફેંફસા તથા લોહીના ઇન્ફેંકશન વગેરેમાં. પણ દરેક ઇન્ફેકશન બેક્ટેરિયાના લીધે નથી થતાં પરંતુ અડધાથી વધુ ઇન્ફેકશન એક અલગ પ્રકારના જીવાણું- વાયરસ ને કારણે થાય છે. જેમ કે સર્દી, ઝાડાના અમુક મામલામાં, વધુ તાવમાં, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તથા અન્ય અનેક વાયરલ તાવમાં. જેના ઇલાજમાં એન્ટીબાયોટીક દવાઓ અસર કરતી નથી અને  આવા ઇન્ફેકશનમાં એન્ટીબાયોટીકની કોઈ જરૂર હોતી નથી. છતાયે ઘણીવાર એવું થાય છે કે આ બધી બીમારીઓમાં કારણ વાયરસ છે કે બેક્ટેરિયા? તે જોયા વિના જ એન્ટીબાયોટીકનો ઉપયોગ કરાય છે. આનાથી એક તરફ તો  આર્થિક નુકશાન થાય છે અને બીજી તરફ આવી એન્ટીબાયોટીક બેકાર જવાનો ખતરો ઉભો થાય છે કેમ કે આ એન્ટીબાયોટીક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી બેકટેરિયાની મોટી સંખ્યા માટે આ દવાઓ અસરહીન બની ગઈ છે. એટલે કે આવી દવાના કારણે બેક્ટેરિયા વિકસિત બન્યા એવું બન્યું.

તમારો મનપસંદ રંગ તમારા વિષે શું જણાવે છે

image

રંગોના અર્થને સમજીને કલર સાયકોલોજીની જાદુઈ દુનિયામાં પ્રેરણાદાયક સફર અને પોતાની જાતને ઓળખવાની રીત છે. કેવી રીતે રંગોની અસર જાગ્રત મન અને અજાગ્રત મન પર થાય છે અને તેનાં જ્ઞાનથી તમારી લાઈફ બદલી શક્ય છે. કલર સાયકોલોજીથી પ્રેરાઈને તમે તમારા વિષે વધુ જાણી શકો છો અને ગ્રહણ કરી શકો છો કે તમે ખરખર શું છો?

25 વર્ષના અભ્યાસ દ્વારા judy scoot-kemmis. નામના લેખક જણાવે છે કે રંગોની સમજ મેળવીને રંગોની અસર ફેમીલી, ફ્રેન્ડ અને ક્લાયન્ટ પર થાય છે તેવું તેમણે અનુભવ્યુ છે. જીવનના દરેક દૃષ્ટિકોણમાં વાપરી શકાય તેવા કલર સાયકોલોજી જેવા પાવરફુલ સાધનને તમે પોતાની ઓળખ માટે વાપરી શકો છો. તમારા કપડાના કાલરની પસંદગી, તમારા નોકરીના ઈન્ટરવ્યું વખતે ક્યાં કપડા પહેરવા તે અને તમને ગમતા સજાવટના રંગો ઉપરંત એટલે સુધી કે તમારી કારનો રંગ અને તમારી આજુબાજુના વસ્તુઓના રંગોનાં અભ્યાસથી રંગોની અસર તમારા જીવન પર કેવી પડે છે તે જાણી શકાય છે.

વધુ જાણીતા 16 રંગોનો સમાવેશ કલર સાયકોલોજીમાં રંગોના અર્થમાં કરાયો છે જેનથી તમારા મૂડ લાગણીઓ અને સ્વાસ્થ્ય ઉપર તેની અસર વિષે જાણી શકો છો.

તમારો મનપસંદ રંગ તમારા વિષે શું જણાવે છે? તે વિષે તમને ક્યારેય આશ્ચર્ય થયું છે? તમારા મનપસંદ રંગથી તમારી પ્રકૃત્તિદત્ત ખાસિયતો રંગોના અર્થના માધ્યમથી શોધી અને પ્રદર્શિત કરી શકો અને એ સમયે તમારી પર્સનાલિટીમાંથી સાચી પરખ કરીને તમારી તીવ્ર જરૂરિયાત શોધી શકો છો.

તમાર લગ્ન સમયના કપડાંની પસંદગી તમારા લગ્નનું પ્લાનીગ મેનેજ કરો છો તે અને આગળનું જીવનની કેવી અપેક્ષાઓ છે તે જણાવે છે.
તમે એકવાર કલર સાયકોલોજીની જાદુઈ અસરને ગહેરાઈ થી સમજશો તો રંગોની અસર તમારી લાઈફ પર શું થાય છે તે માટે જાણવાની ઉત્તેજના થશે.

રંગોનો અર્થ ઘણું કરીને અલગ અલગ સંસ્કૃતિ અને સંજોગો પર આધારિત છે.
દરેક રંગને ઘણા ભાવ – દૃષ્ટિકોણ હોઈ છે પણ તમે સહેલાઈથી રંગોની ભાષા શીખી શકો છો સરળ જાણકારીથી।
રંગો માટે શબ્દો દ્વારા સામજિક વહેવાર નથી કે કોઈ તેની સ્થિર ઉર્જા નથી અને તેના અર્થ વ્યક્તિગત રીતે અને દરેક દિવસે બદલાતા રહે છે બધું જ તે કઈ ઉર્જા તે સમયે દર્શાવે છે તેના પર આધાર રહે છે

ઉ.દા.તરીકે કોઈ વ્યક્તિ કોઈ ખાસ દિવસે લાલ રંગના કપડા પહેરવાનું પસંદ કરે છે ત્યારે એવું દર્શાવે છે કે લાલ રંગ તેનો મનપસંદ રંગ છે અથવા તે કોઈ કાર્ય કરવા તૈયાર છે અને તે કાર્ય અંગે પ્રબળ ઈચ્છા ધરાવે છે અથવા તેવો પણ અર્થ થાય કે તે દિવસે તે ખૂબ ગુસ્સામાં છે. જાગ્રત કે અજાગ્રત મન પર અસરની આ બધી ખાસિયતો લાલ રંગની છે.

*લાલ રંગ એ ઉત્સાહ ,જોશ-ઝનુન, ક્રિયા,મહત્વાકાંક્ષા, અને દૃઢ નિશ્ચયનો છે, તદુપરાંત લાલ રંગ જાતીય ઝનુન અને ગુસ્સાને પણ સૂચવે છે.

*ઓરેન્જ રંગ એ સામાજિક વ્યવહાર, આશાવાદને સૂચવે છે પણ નકારાત્મક રીતે તે નિરાશાવાદ અને સુપ્ર્ફીસીયલ નિશાની છે.

*કલર અર્થની સાથે કલર સાયકોલોજીમાં પીળો રંગ મગજ અને બુદ્ધિ ને દર્શાવે છે તદુપરાંત આશાવાદી અને ખુશખુશાલનો રંગ પણ છે. તે અધીરાઈ, ટીકા અને ડરપોકપાનું પણ સૂચવે છે.

*લીલો રંગ સંતુલન અને અભિવૃદ્ધિ સૂચવે છે લીલો રંગ જાત પરનો ભરોસો કે આત્મવિશ્વાસ હકારત્મક અને બીજા પર પ્રભુત્વ એ નકારત્મક .સૂચવે છે

*આસમાની વાદળી રંગ શાંતિ અને વિશ્વાસનાનો રંગ છે કલર સાયકોલોજી વાદળી રંગને વિશ્વાસનીયતા અને પ્રમાણિકતાના અર્થને સૂચવે છે તેવી જ રીતે રૂઢીચુસ્તતા અને નીરસતા પણ સૂચવે છે

*નીલો અંર્તજ્ઞાનનો રંગ છે.કલર સાયકોલોજીમાં નીલો રંગ આદર્શવાદ અને બંધારણ તેમજ કર્મકાંડી અને નશાકારક તેમ બે રીતના અર્થમાં સૂચવે છે.

*જાંબુડિયો રંગ કલ્પનાનો રંગ છે તે વ્યક્તિગત અને સર્જનાત્મક તથા અપરિપકવ અને અવ્યવહારુ અર્થમાં પણ સૂચવે છે.
*ટર્કીશ મનની સ્પષ્ટતા અને સંચારના અર્થને સૂચવે છે તેવી જ રીતે આદર્શવાદી અને અપરિપકવતાના અર્થને પણ સૂચવે છે.

*ગુલાબી રંગને કલર સાયકોલોજીમાં બિનશરતી પ્રેમ અને જતનના અર્થમાં લેવાય છે તેમજ તે નાદાન, અવિકસિત અને છોકરીયાળ જેવા અર્થને પણ સૂચવે છે.

*રંગોના અર્થમાં મજેન્ટા રંગ વૈશ્વીક સુમેળ અને લાગણીઓના સમતોલનના અર્થમાં છે, તે આધ્યાત્મિક હોવા છતાં વ્યવહારુ, સામાન્ય સૂઝને ઉત્સાહકારક અને જીવન દૃષ્ટિકોણને સમતોલન આપનાર અર્થને સૂચવે છે.

*બદામી કે તપખીરિયો રંગ હમદીલ-માયાળુ છતાં ગંભીર અને વાસ્તવિકતાને તથા સુરક્ષા, સગવડ, આરામ અને ભૌતિક સંપત્તિના અર્થને પણ સૂચવે છે

*ગ્રે કલર એટલે કે સફેદ પણ નહિ અને કાળો પણ નહિ, બે કલર વચ્ચેનો ક્ષણિક-ચંચલ રંગ. કલર સાયકોલોજીમાં ગ્રે રંગ સરખામણીનો છે અને લાગણીહીન, અનિર્ણાયક અને અલિપ્ત અર્થ પણ થઇ શકે છે.

*સિલ્વર એટલે કે રૂપેરી રંગ સ્ત્રૈણ-સ્ત્રીઓને લગતી ઉર્જાના અર્થમાં હોય છે. રૂપેરી રંગ ચંદ્ર ,ભરતી અને ઓટ વિષયક છે. તે વહેતું રહેતું અને ભાવનાશીલ અને સંવેદનશીલ અને રહસ્યમય અર્થ પણ સૂચવે છે.

*ગોલ્ડ સોનેરી રંગ સફળતા, સિદ્ધિ અને યશસ્વિતાનો રંગ છે અને સોનેરી રંગ સમૃદ્ધિ અને જાહોજહાલી ભોગવિલાસ અને ગુણવત્તા પ્રતિષ્ઠા અને વ્યવહારદક્ષતા મુલ્ય અને સુરુચિપૂર્ણતા સાથે જોડાયેલ છે. તેમજ કલર સાયકોલોજી વિપુલતા, અતિરેક અને ભૌતિક સંપત્તિના અર્થને ગર્ભિત કરે છે.

*સફેદ રંગનો અર્થ પવિત્રતા નિષ્કપટતા પરિપૂર્તિ અને સપૂર્ણતા છે. સફેદ રંગ સૌથું વધુ સપૂર્ણ, શુદ્ધ અને પૂર્ણતાને દર્શાવે છે

* કાળો રંગ ગુપ્ત અદૃશ્ય, ખાનગી, અજાણ્યું, રહસ્યમય રીતે હવામાં રાચવુંના અર્થને સૂચવે છે, જગતથી વસ્તુને સંતાડેલી રાખવા કે ઢાંકેલી-બંધ રાખવાની સાયકોલોજી કળા રંગના અર્થને સૂચવે છે.

આજકાલ સજાવટ માટે કે ઘરના ઇન્ટીરીયર ડેકોરેશનમાં જુદા જુદા કલરના સંયોજનો નો વપરાશ વધી રહ્યો છે. અને હમણાં રંગોની પણ આપણા ઉપર અસર રહે છે જેમ કે પ્રેમ, કરુણા, આશા, ભય, ક્રોધ જેવી લાગણી જુદા જુદા રંગો દ્વારા થતી હોય છે તેવું સંશોધન થતું હોય છે એટલે મને તે વિષે વધુ જાણવાની ઈચ્છા થઇ અને આ માહિતી મેળવી છે.

આભાસી દુનિયાએ આપણી સંવેદનામાં વધારો કર્યો કે સંવેદના સંકોચાઈ રહી છે?

જયારે તમે કોઈ સમસ્યા મિત્રને જણાવો ત્યારે મિત્ર તે સમસ્યાને ફેસબુક પર શેયર કરી રહ્યો હોય, ત્યારે કદાચ એને તમારી સમસ્યા દિલચસ્પ લાગી હોય પણ હેરાની તે મિત્રની સંવેદનહીનતા પર થાય કે  તેને તમારી સમસ્યા પર વાત કરવા કરતા તેના વર્ચ્યુઅલ ફ્રેન્ડસ સાથે તમારી સમસ્યાની ચર્ચા કરવાનું યોગ્ય લાગ્યુ. શું ફેસબુકની આભાસી દુનિયામાં આપણે બધા આવા સંવેદનહીન થઇ ગયા છીએ ? દરેક ઘટના, સુખ દુ: ખ આપણે માટે એક પોસ્ટ બની ગઈ છે, અને તેના પર થતી લાઈક, કમેન્ટ અને ટીપ્પણીઓ આપણી ઉપલબ્ધિ બની ગઈ છે? સોશ્યલ મીડીયાએ આપણી સંવેદનામાં વધારો કર્યો છે કે સંવેદના સંકોચાઈ રહી છે? ખરેખર દુનિયા આપણી નજીક આવી રહી છે કે આખી દુનિયામાં આપણે એકબીજાની નજીક આવવા માટે તરસી રહ્યા છીએ?

શું ખરેખર આપણે નવું નવું શેયર કરીને સુખી છીએ કે રોજેરોજ નવું નવું પીરસવાના ભ્રમમાં પોતાપણું ગુમાવી રહ્યા છીએ. ‘ખુબ સરસ’ કે ‘ બહુ જ દુ:ખદ’ એ કી-બોર્ડથી નીકળેલા શબ્દો છે દિલથી નહિ એવું તો નથી ને?

આજની ફેસબુક અને વોટ્સ  એપની આભાસી દુનિયાની સમસ્યા છે કે લોકો કોઈપણ વાત, ઘટના વિષે સાંભળતાની સાથે જ તેને સોશ્યલ મીડિયા પર પોતાના નામે પોસ્ટ તરીકે રાખી દેવાના મિજાજમાં હોય છે. જે ઘટના બને તે વખતે તેના વિષે વિચારવા કરતા તેને આભાસી દુનિયામાં લોકોને તેના વિષે બતાવવામાં દિલચસ્પી વધારે હોય છે. લગ્ન, પરિવારજન કે પોતાના હોસ્પિટલમાં દાખલ થયાની સેલ્ફી પણ સોશ્યલ મીડિયામાં મુકે એટલું તો ખરું પણ કોઈક વાર તો કોઈકના અંતિમ સંસ્કારની સેલ્ફી પણ મુકે છે. સેલ્ફી લઈને તેને સેલ્ફી સોશ્યલ મીડિયામાં મુકવાનો તો એક જાતનો જાણે રોગ થઇ ગયો છે.

ઘણીવાર તો કોઈ સાહિત્ય કે કવિ સંમેલન કે જાહેર કાર્યક્રમોમાં ઘણા લોકો કાર્યક્રમ માણવાને બદલે જુદી સેલ્ફી લઈને તરત જ મોબાઈલથી સોશ્યલ મીડિયામાં ડાઉનલોડ કરીને તેમના આભાસી મિત્રોને જાણ કરવામાં જ રસ હોય છે કે તેઓ કેટલા મહત્વના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આવા આભાસી આનંદને કારણે તેઓ વાસ્તવિક આનંદને કોઈ મહત્વ આપતા નથી.

લાગે છે કે આભાસી દુનિયામાં વધુ સમય આપવાને કારણે આપણી સાચી સંવેદના સંકોચાઈ રહી છે. આપણી બધી જ પ્રતિક્રિયા ઘટનાઓની ટીપ્પણીઓમાં સમાઈ ગઈ હોય તેવું લાગે છે.

ફેસબુક પર એક મૃત્યુની ખબર પર ‘દુ:ખદ’ લખી તરત જ લગ્ન કે જન્મદિવસની પોસ્ટ પર અભિનંદન અને કોઈ ક્રાંતિકારી વિચાર પર પોતાના વિચારો રજુ કરીએ છીએ. આ રીતે એક જ સમયે આપણે અનેક માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈને મોબાઈલ કે કમ્પ્યુટર પર આગળ વધતા જઈએ છીએ.

વાસ્તવમાં આપણી અંદર કશું જ ઘટતું- બનતું નથી, ના સુખ, ના દુ:ખ કે ના ક્રાંતિકારી વિચાર, માત્ર શાબ્દિક પ્રતિક્રિયાના દાયરામાં કેદ હોઈએ છીએ.

પરંતુ બીજી બાજુ એવો આભાસ થાય છે કે મારા સુખ-દુ:ખમાં ઘણા લોકો સાથે છે. સંભવ છે કે ઘણા લોકોને આભાસી રાહત મળી જાય પણ આવી આભાસી રાહત કુંઠા પેદા કરે છે. લોકો દરેક ઘટના કે કે સમસ્યાને સોશ્યલ મીડિયા કે બીજા મંચ પર એક પોસ્ટની રીતે જોવાનું શરુ કરે છે અને તે એક આદત બની જાય છે લોકોથી ઘેરાયેલા રહેવાની અને તારીફ સાંભળવાની અને પછી સ્થિતિ એવી ઉભી થાય છે કે આભાસી દુનિયા ચાહવા છતાં છોડી શકતા નથી.

જે લોકો આભાસી દુનિયાને પોતાની જિંદગી માને છે કે વાસ્તવિક માની લે છે તેઓ ખરેખર તો પોતાની ઓળખની સમસ્યા માટે તરસી રહ્યા હોય છે. જેની પોતાના આસપાસના લોકોમાં ખાસ જાણ પહેચાન ના હોય તે લોકો માને છે કે મારા સોશ્યલ મીડિયામાં હજારો મિત્રો છે અને તેઓ તેમના ફોટા કે વિચારોની વાહ વાહ કરે છે. ત્યારે કદાચ તેનો અહં સંતોષાય છે. અને આ જ મનોવૈજ્ઞાનિક હાલત તેને વધુ ને વધુ સમય આભાસી દુનિયામાં પસાર કરવા મજબુર કરે છે. પરંતુ આ ક્રમને લીધે તે વાસ્તવિક દુનિયાથી અલગ પડી જાય છે. અને પછી એવું બને છે કે તે વાસ્તવિક દુનિયાની વાતોને પણ પણ આભાસી દુનિયાની જેમ વિચારવા લાગે છે.

હકીકતમાં આજકાલ ઘણા લોકો વાસ્તવિક દુનિયામાં હોવા છતાં માનસિકરૂપથી આભાસી દુનિયામાં ગુમ રહેવા લાગ્યા છે. એ લોકોના દિમાગમાં ફેસબુકના ખાતામાં હવે શું નવું મુકવું કે જેના લીધે લોકો હેરાન રહી જાય, સનસની ફેલાઈ જાય કે વધુ વાદવિવાદ સર્જી શકાય.

ઘણીવાર અમુક સમસ્યા કે ઘટના પર થતી ચર્ચાઓના કારણે એવું બને કે આભાસી દુનિયામાં વધુ પ્રશશંક બનાવવામાં તે વાસ્તવિક દુનિયાના સાચા મિત્રોને ખોઈ બેસે છે.

એવું બની રહ્યું છે કે આભાસી દુનિયાના 1000 કે 5000 મિત્રોને મોબાઈલ ટચ સ્ક્રીનથી ટચ કરવામાં વાસ્તવિક દુનિયાના 5 મિત્રોનો ટચ ગુમાવી રહ્યા છીએ.