What is culture? संस्कृति એટલે શુ?


 संस्कृति શબ્દ ખૂબ ગહન અર્થ ધરાવે છે. પરંતુ આપણે  દરેક વખતે માત્ર સરખામણી કરવામાં જ  તેનો ઉપયોગ કરીએ છીએ. દરેક  संस्कृतिने સમજવાને બદલે આપણે માત્ર આપણી  संस्कृति જ હંમેશા બીજા કરતાં વધુ સારી તે સાબિત કરવાના પ્રયાસમાં વધુ ધ્યાન આપીએ છીએ. કલ્ચરનો અર્થ સૌથી વધુ ગેરસમજવાળો  કરવામાં આવે છે અને તેથી તેનો દુરપયોગ પણ થાય છે,  તેથી જરૂરત છે  તેના સાચા અને ગહન અર્થને સમજવાની.

ભાષા,  કળા અને વિજ્ઞાન, વિચારો,  સામાજિક  જીવનના ઉત્સવો-પ્રસંગો,  આવનારી પેઢીમાં મૂલ્ય અને નૈતિકતાનું  આરોપણ કરીને  તેને સારા માનવ બનવા માટે  પ્રેરિત કરવા,  સામુહિક જીવન જીવવા માટે  એકબીજા સાથે હળવું મળવું , નિયમો, રીતભાત, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ  આ બધાનું સંયોજન  એટલે કલ્ચર-સંસ્કૃતિ.
ઘણીવાર આપણે संस्कृतिने લોકોના પહેરવેશ સાથે સરખાવીએ છીએ. પહેરવેશ મોટેભાગે જે  તે સ્થળના ઉષ્ણતામન ઉપર આધારિત હોય છે. એકવાર એક બ્લોગમાં આ રીતે સરખામણી બતાવવામાં  આવી હતી. ભારતમાં ૪૫ ડીગ્રીની ગરમીમાં પણ યુવતીઓ  આખું શરીર ઢંકાય તેવા અને મોઢું પણ  દુપટ્ટા વડે ઢાંકીને  ફરે છે અને પશ્ચિમના દેશોની યુવતીઓ  ખૂબ જ ટૂંકા  વસ્ત્રો પહેરે છે.  સાચી રીતે જોવા જઈએ તો બહુ  ગરમીમાં સૂર્યનાં પ્રખર કિરણોથી ચામડીને નુકશાન ના થાય તે માટે બહાર નીકળીએ ત્યારે પૂરા શરીરને  ઢાંકવું જરૂરી  છે.  તેવી રીતે પશ્ચિમના દેશોમાં ખૂબ જ  ઠંડીના સમયે લોકો હાથની કે પગની આંગળીઓ પણ ઢંકાય તેવા વસ્ત્રો પહેરે છે. શૂન્ય  ડીગ્રીથી નીચે જતી ઠંડીની ઋતુ પછી જ્યારે તાપમાન ઉંચે જાય ત્યારે તેઓ તે ગરમી સહન  ના કરી શકે. ઉપરાંત ચામડીના પોષણ  માટે સૂર્યના કિરણો ની જરૂર પણ રહે.  એટલે કે ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવા જરૂરી બને છે.
ક્યારેક આ  संस्कृतिनी  સરખામણી આઈ.પી.એલ ની જેમ તો  ક્યારેક વર્લ્ડ કપની જેમ થતી હોય છે. ભારતના દરેક  રાજ્યના લોકો પોતાની  संस्कृतिने મહાન સાબિત કરવાની  હરીફાઈમાં લાગી જાય. બીજા રાજ્યના લોકો તેમના રાજ્યમાં આવીને તેમના કલ્ચરને ખરાબ  કરે છે તેવી ફરિયાદો  અને એકબીજા પર જાતજાતના દોષારોપણ  કરવામાં લાગી જશે. પોતાના વતનના નાના એવા ગામ કે શહેર પ્રત્યે ગર્વ હોવું ખૂબ સારી બાબત છે. પરંતુ બીજાના ગામ કે શહેર કે રાજયને નીચા સાબિત કરવાની હોડમાં લાગવું તે કેટલું યોગ્ય?
અહી એક લેખકનો વાંચેલ લેખ યાદ આવ્યો. જ્યારે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગણાની  અલગ રાજ્ય માટે માંગણી કરાયેલ તે વિષે તેલંગણાના લોકોનું કહેવું હતું કે અમારી સંસ્કૃતિ આંધ્રપ્રદેશના લોકો કરતા અલગ છે, એટલે અમારે અલગ રાજ્ય જોઈએ છે. ત્યારે  એ લેખકશ્રીએ જણાવેલ  કે સાચી વાત છે સંસ્કૃતિ અલગ હોવાથી અલગ રાજ્ય અપાવું જોઈએ. અને આ સંસ્કૃતિ અલગ હોવાને મુદ્દે ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ અલગ કરવા જોઈએ તેવી વાત લખેલી. અને એમાં લેખકશ્રીએ  તેમના અંગત પૂર્વગ્રહો પણ લખેલા  કે ગુજરાતના લેખકો અને સાહિત્યને સૌરાષ્ટ્રના લોકો પસંદ નથી કરતા. તેમને પન્નાલાલ પટેલ અને ઝવેરચંદ મેઘાણીની પણ  સરખામણી કરી નાખી. આ બંને સાહિત્યના મહારથીઓ છે તેમની સરખામણી અને સંસ્કૃતિને શું લેવાદેવા? એમના સાહિત્યમાં પોતપોતાના વતનની ભાષા રહેણીકરણી લોકસંગીત તે સમય ના લોકો-સમાજનું વર્ણન જોવા મળે જે અલગ જ હોય.. અને આવી તો ઘણી રીતે સરખામણી કરી અને અલગ રાજ્ય હોવું જોઈએ તેના માટે લેખમાં લખેલ. માંડ લોકોં જુનું ભૂલીને એક થતા હોય ત્યાં આવી પહેરવેશ, ખોરાક, સાહિત્ય અને લોકોની  સરખામણી કરી શું સાબિત કરવાનું?
આઝાદી પછી ભારતના રજવાડાઓને વિલીન કરવામાં આવેલા. તે પછી જે રાજ્યો બનેલા તે  संस्कृतिપ્રમાણે નથી બનેલા. संस्कृति પ્રમાણે  વિભાજન કરવામાં આવે તો હાલના ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસીત  રાજ્યોને બદલે પાછા જેટલા હતા તેટલા કે તેના કરતા પણ વધુ રજવાડા થઇ જાય. હાલના ગુજરાતને જ ગણીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત, કચ્છ, સાબરકાંઠા અને  બનાશકાંઠા જેવા રાજ્યો બંને. દરેક સ્થળની રહેણીકરણી, લોકબોલી, ઉત્સવો, સામાજિક રીતરીવાજો એવું ઘણું બધું થોડેઘણે અંશે અલગ છે.

અને આ આઈ.પી. એલ. ની રમત પછી જ્યારે કોઈ બીજા દેશ વિશેની વાત આવે એટલે ભારતનું કલ્ચર જ સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં લાગી જવાનું  એટલે કે વર્લ્ડ કપની રમતની શરૂઆત. સરખામણી કરવી સૌને ગમે કદાચ માનવજાતનો સ્વભાવ પણ ગણાય. અને આ માનવાસહજ સ્વભાવ પ્રમાણે થોડેઘણે અંશે તો સરખામણી થાય જ અને તેને અયોગ્ય પણ ના ગણી શકાય.  પરંતુ સરખામણી કરવી જ છે તો સારી બાબતમાં કેમ ના કરવી? દરેક  દેશમાં સારું અને ખરાબ તો રહેવાનું જ. સારું અપનાવી શકીએ તો ઠીક છે પણ તે ખરાબ જ છે તે માનવું અને તેને અવગણવું યોગ્ય નથી. શક્ય હોય તો ત્યાં કેમ આવું છે અને   આપણે  ત્યાં આમ કેમ  છે તેનો અભ્યાસ કરવો જોઈએ.

આ લેખ લખવાની પ્રેરણા મને આવી રીતે થતી સરખામણીમાંથી જ મળી છે. થોડો સમય બેંગ્લોરમાં હતા ત્યારે ત્યાંના અમુક સ્થાનિક અને થોડા બુઝુર્ગ  લોકોનો સૂર એવો હતો કે બીજા રાજ્યોમાંથી આવેલા લોકોએ અમારા કલ્ચરને સાવ બગાડી નાખ્યું છે. અને સોનાચાંદી કે અમુક બિઝનેસમાં બીજા રાજ્યમાંથી આવેલા લોકોએ જમાવટ  કરી છે. સાથે એમ પણ કહે કે અમારે ત્યાં  સરકારી નોકરી હોય તેને લગ્ન માટે પ્રથમ  પસંદગી અને  બીઝનેસના માલિકની પસંદગી સૌથી છેલ્લે-નાછૂટકે. તો પછી જે લોકો સાહસ કરવા ઈચ્છતા હોય તેમના પ્રત્યે રોષ કેમ?

આવી રીતે જ તમે ભારત બહાર પશ્ચિમના દેશો કે બીજા દેશોમાં જવાના હોવ કે  જઈને આવો એટલે તરત જ સરખામણીની ચર્ચા ચાલે અને છેલ્લો મુદ્દો એ જ હોય કે પણ આપણા જેવું કલ્ચર ક્યાંય નહી. પાછા એ જ લોકો વેસ્ટર્ન કલ્ચરમાં પુરેપુરા રંગાયેલા હોય, એટલે કે ત્યાંનું  જે ખરાબ  હોય કે અપનાવા જેવું ના હોય તેમાં ગળાડૂબ  હોય, જેના અઢળક ગેરફાયદા છે તે જાણવા છતાં માત્ર દેખાદેખીમાં જ અપનાવતા હોય. અને  જે  સારું છે તે  ધ્યાનમાં પણ નહી લેવાનું.

અંગત  રીતે મારું પોતાનું માનવું છે કે ભારતમાં છે તે કયાંય નથી. અને તેની સરખામણી પણ ના થઇ શકે.અહી એક વાક્ય વાંચેલું યાદ આવે છે, “હિંદુસ્તાન ઘણું સરસ છે. ભલે દેશવાસીઓ પાસે ઓછું છે,પણ આ દેશ પાસે ઘણું છે.”

સંસ્કૃતિ વિશે વિશેષ માહિતી એક પુસ્તકના આધારે :

ઉંડાણપૂર્વક વિચાર કરતાં જણાઇ આવશે કે આપણામાં કેવળ વિકૃતિ જ છે એવું નથી કે  માત્ર સંસ્કૃતિ જ આપણા જીવનમાં ઠાંસીને ભરેલી છે એવું પણ નથી. બંનેનું ઓછાવત્તા  પ્રમાણમાં મિશ્રણ આપણામાં છે. પ્રાકૃતિક પ્રેરણાઓને શુદ્ધ કરીને વિકૃતિને છોડીને  સંસ્કૃતિ વધારવાથી માનવતા તરફ જઇ શકાય.મનુષ્યેતર પ્રાણીઓની જીવનપદ્ધતિ તે પ્રકૃતિ, સ્વાભાવિક પ્રેરણાઓને ઉત્તેજિત કરનારી વિલાસયુક્ત જીવનપદ્ધતિ તે વિકૃતિ અને તેમને  કાબૂમાં રાખી પ્રસંગે તેનો નાશ કરી માનવતા સાધવા માટે જરૂરી પદ્ધતિ તે સંસ્કૃતિ. જગતમાં જુદા જુદા અનેક ધર્મો હોય તો પણ માનવજાતિ વિકૃતિ અને સંસ્કૃતિ બે ભેદોમાં  વહેંચાયેલી છે. આપણે પોતે પોતાને ગમે તે ધર્મના ગણાવતા હોઇએ પરંતુ તે સાચી પ્રગતિ  કે માનવતાની દૃષ્ટિએ મહત્વનું નથી. કારણ કે તેના પરથી આપણે માનવતાના ઉપાસક છીએ તે  ઠરાવી શકાય નહીં. પરંતુ આપણા જીવનનું વલણ વિકૃતિ તરફ છે કે સંસ્કૃતિ તરફ તેના પરથી  આપણો જીવનપ્રવાહ કઇ બાજુએ છે તે ઓળખી શકાશે.
બીજા પ્રાણીઓની જેમ કુદરતી અવસ્થામાં માનવી જન્મ્યો હોવા છતાં  જ્યારથી તે  વલ્કલ-વસ્ત્રનો ઉપયોગ અને અગ્નિની ઉપયોગિતા તેના ધ્યાનમાં આવ્યા પછી સમુદાયમાં  રહેવા લાગ્યો અને સામુદાયિક ધર્મ બનાવતો આવ્યો છે ત્યારથી તે માત્ર કુદરતી  અવસ્થામાં રહ્યો નથી. નૈસર્ગિક પ્રેરણાઓ અને જરૂરિયાતો પૂરી કરવાનો માર્ગ પણ માત્ર  કુદરતી નથી રાખ્યો. કેવળ કુદરતી ધર્મોને અનુસરીને કે તેને અવલંબીને ન રહેતાં  બૌદ્ધિક બળની મદદથી અડચણો દૂર કરવાના પ્રયત્નમાં એકબાજુથી તેનામાં ઉણપો કે કંઇક  અંશે દુર્બળતા આવી હોય અને માત્ર  કુદરત પર રહેવાની તેની શક્તિ ઓછી થઇ હોય તોયે બીજી  બાજુથી બૌદ્ધિક અને માનસિક સામર્થ્યથી તે માનવીને શોભે એવી એક જીવનપદ્ધતિ વિકસિત  કરતો આવ્યો છે. તે જીવનપધ્ધતિ માટે જે સંસ્કારોની જરૂર પડે છે તે પ્રાપ્ત કરવાનો તે  પ્રયત્ન કરે છે. તે બધાની મદદથી જે જીવનપદ્ધતિ બને છે તેને જ માનવસંસ્કૃતિ કહે  છે.

4 responses to “What is culture? संस्कृति એટલે શુ?

  1. બહુ સરસ લેખ, વસ્ત્રો બાબત સરસ સમજાવ્યું કે ગરમીમાં આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો જરૂરી છે, આરબો પણ માથે ઓઢીને ફરતા હોય છે. અહીં પણ ઠંડીમાં બધી ફેશન બહાર નીકળી જાય છે. છતાં અહીં સારું વાતાવરણ હોય તો ટૂંકા વસ્ત્રો વિટામીન ડી માટે જરૂરી બનતા હોય છે. સમરમાં બીચ પર એટલે જ લોકો ઉઘાડા પડી રહેતા હોય છે. આપણને નવી લાગે બધા મર્યાદા વગરના લાગે, પણ ટીકી ટીકીને જોઈ રહે તેવો આ સમાજ સપ્રેસ્ડ નથી. સરસ છણાવટ. આભાર.

    Like

  2. ભૌગોલિક અને રાજકીય કારણોસર પેઢી-દર-પેઢી ટેવોનો એક સંકુલ વારસામાં મળે છે. આને આપણે સંસ્કૃતિ કહીએ છીએ.
    બે જુદાં જુદાં જૂથોમાં ઘણી સમાનતાઓ હોય અને ઘણી અસમાનતાઓ પણ હોય.
    પરંતુ ખરી ‘સંસ્કૃતિ’ આ તફાવતોને અને સમાનતાઓને સમજવામાં છૅ. એના માટૅ ગર્વ લેવામાં નહીં.

    Like

  3. Very good thoughts…
    You may read further……

    http://en.wikipedia.org/wiki/Culture
    http://en.wikipedia.org/wiki/Civilization
    http://tinyurl.com/73vg2hu

    (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં ! http://saralhindi.wordpress.com/

    Like

  4. well said,to understand humanity ….

    Like

Leave a comment